Prem no password - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પાસવર્ડ - 1

નીલ, થોડું વિચાર તો ખરી !
મમ્મીના આ વાક્ય બોલતા જ ઘરના બધા લોકો ખડખડાટ હસી પડ્યાં,
કુનિકા થી રહેવાયું નહી અને બોલી પડી, "ભાઈ... અને વિચારે"..... કુનીકાએ વાક્ય પૂરું કર્યું અને બધા ફરી વખત ધીમેથી હસવા લાગ્યા. "એ... સાંભળો બધા, મારા દીકરા ની મશ્કરી ના કરશો, " આમ કહી મમ્મી બધા ને વઢી પડ્યા.

પણ ખૂણામાં છાપું વાંચતા વાંચતા ચા પી રહેલા પપ્પા ના જાણે કોઈ બાહ્ય હાવભાવ જ નહોતા.
પ્રેક્ષા એ પપ્પા સામે જોઈને કહ્યું, 'પપ્પા, દીદી નિલભાઈ ની મજાક ઉડાવે છે, એમને કહો ને કે.. મારા ભાઈ ને હેરાન ના કરે....'
પપ્પા એ મંદ હાસ્ય આપ્યું, અને ફરીથી ચા નો કપ હાથમાં લઇ છાપું વાંચવા લાગ્યા.
"મોટાભાઈ, કંઈ વિચાર્યું છે ખરી કે નીલ ને આગળ સ્ટડી માટે કઈ કોલેજમાં એડમિશન લેવું ?" જીગર ચાચું એ પપ્પાને કહ્યું.
'હજુ તો ગઈકાલે જ બિચારાનું રીઝલ્ટ આવ્યું છે, રીઝલ્ટ ના ટેન્શન માં આમ પણ તે અડધો થઈ ગયેલો'... થોડો રીલેક્સ થવા દો..... મમ્મી બોલ્યા.
કાકીએ સાદ પુરાવતા કહ્યું, હા સાચી વાત છે ભાભી...' 'શું તમે પણ .. બિચારાને અત્યારથી પ્રેશર માં મૂકો છો ! હજુ તો વાર છે... પહેલા વેકેશન તો ઊજવી લેવા દો એને...' કાકી એ કાકાને ઠપકો આપતા કહ્યું.

ત્યાં તો કુનિકા બોલી,.. "ભાઈ તમે અમદાવાદમાં એલ.જી. કોલેજ માં જજો, ત્યાંનું એજ્યુકેશન ખૂબ સારું છે."
આટલામાં જ પપ્પાનો ભારે અવાજ સંભળાયો, બેટા નીલ, વધારે આ લોકોથી પેલી ગિફ્ટ છુપાવ નહીં, આપી દે બંનેને.

"ઓહ વાવ ! ડ્રેસ તો બહુ જ મસ્ત લાયા ભાઈ થેન્ક યુ સો મચ... હું મમ્મીને આ ડ્રેસ જ લઇ આપવાનું કહેતી હતી. તમે બેસ્ટ ભાઈ છો." પ્રેક્ષા બોલી.

વાહ ભયલુ ! તમને ખબર હતી ? કે, મારે આ જ મેકઅપ કીટ જોઈએ છે... થેન્ક્યુ સો મચ,ભાઈ... મોનિકાએ ભાવપૂર્વક કહ્યું....

કુનિકાનું વાક્ય પૂરું થયું કે તરત જ જીગર ચાચું બોલ્યા... "અરે કાલ સવારથી રીઝલ્ટ મુકાયા પછી તરત જ એ તમારા માટે ગિફ્ટ લેવા નીકળી ગયો હતો. મને પણ સાથે લઈ ગયો હતો; ચાર કલાક તડકામાં ફર્યા હો ! ત્યારે તમારી આ ગિફ્ટ આવી છે."

સાંજનો સમય થયો, 08:30 આસ પાસ પરિવારે સાથે જમીને, બહાર ફરવા જવાનું નક્કી કર્યું અને નીકળી ગયા તળાવની પાળ તરફ...

ઘરની બે ગાડીઓ હોય એટલે પ્રવાસમાં કોઈ તકલીફ પડતી નહીં. તેઓ ત્યાં પહોંચી ગયા.
એક તરફ નીલ ને ખુબ જ ઉત્સાહ હતો કે, હવે કોલેજમાં જશે.. અને ફયૂચર કોલેજ ના વિચારો માં જ ખોવાઈ ગયો...

બસ... કુનીકા પણ નીલભાઈને જોઇને મંદ મંદ હસવા લાગી,. મસ્તીભર્યા સાદ માં બધા વચ્ચે, નિખાલસપણે ના ભાવથી કહ્યું,.. નીલ ભાઈ, કોનો વિચાર કરો છો ?... આ સાંભળતા જ નીલ જાણે વિચારોમાંથી બહાર આવી ગયો. અને વાત બદલાવતા તેના પપ્પાને કહેવા લાગ્યો કે, હું કાલે તમારી ઓફિસે આવીશ; અને થોડું કામ પણ શીખીશ.

બસ... વેકેશનના દિવસો ધીરે ધીરે પૂરા થવા લાગ્યા અને અંતે નીલનું એડમિશન રાજકોટની પ્રખ્યાત 'આત્મીય કોલેજ' માં લેવાયું; અને થોડા દિવસોમાં જ કોલેજ શરૂ થવાની હતી.

નીલનો કોલેજ જવાનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો. દિવસો વિતતા ગયા, કોલેજનો પહેલો દિવસ આવી ગયો નીલ ને હવે હોસ્ટેલમાં જ રહેવાનું હોવાથી તે જ દિવસે કોલેજ હોસ્ટેલ માં જ નીલનો સામાન પહોંચાડવામાં આવ્યો. આ બધી ઘટનાને કારણે નીલ ક પહેલા જ દિવસે કોલેજ માં મોડો પહોંચ્યો,

દેખાવમાં હેન્ડસમ અને સ્વભાવ પણ હસમુખો હોવાને કારણે પહેલી જ નજરે તેની સાથે મિત્રતા કરવાનું મન થઈ જતું. કેમ્પસમાં નીલ નો પ્રવેશ થતાં જ તેનો એક મિત્ર બની ગયો. બંનેમાં સામાન્યતા એ જ હતી કે બંને લેટ પહોંચ્યા હતા.

ફટાફટ દોડીને નીલ અને તેના તાજા બનેલા મિત્ર ચેતને ક્લાસ માં પ્રવેશ કરવાની રજા માંગી. "મેં આઈ કમ ઇન મેડમ"!... પહેલો દિવસ હોવાથી તેમને કોઈ એ કશું કહ્યું નહીં. અને મેડમ એ મંદ હાસ્ય સાથે, મીઠો ઠપકો આપતા કહ્યું,.. "બેસો હવે, કાલથી ટાઇમસર પહોંચી જજો મારા લેક્ચરમાં." આમ નીલ અને ચેતનનું ગ્રુપ ધીરે ધીરે મોટું થતું ગયું...

દિવસો વિતતા ગયા, નીલ અને ચેતનની મિત્રતા એ પણ ઘોડાવેગી રફતાર પકડી.
માત્ર એક-બે મહિનામાં તો જાણે વર્ષો જૂની ઓળખાણ હોય તેવી મિત્રતા બંધાઈ ગઈ.

બંનેના હોસ્ટેલના રૂમ સામે હોવાથી તેઓ ત્યાં પણ સાથે જ હોય. નીલને પોતાનું કરિયર સી.એ. તરીકે દેખાતું હતું, અને ચેતન પોતાને ભવિષ્યનો એક મુખ્ય વક્તા સાથે-સાથ તે જ કોલેજમાં ફેકલ્ટી તરીકે જોવા માંગતો હતો. બંનેનું એકાઉન્ટ એટલું જ સ્ટ્રોંગ હતું કે 100 ગુણ ના પેપરમાં કદી 85 થી નીચે માર્કસ ન જાય.
શરૂઆતના બે મહિના પછી એક એનાઉન્સમેન્ટ કરવામાં આવી, આ એનાઉન્સમેન્ટ થતાં જ, બધા સ્ટુડન્ટ્સ જાણે એકદમ હરખાઈ ગયા. નીલનું ગ્રુપ તો ખૂબ જ મોજમાં આવી ગયું હતું. થોડા જ દિવસોમાં એવી એક ઘટના ઘટવાની હતી કે, જેનું સપનું પણ કોઈએ જોયું નહોતું.


હા મિત્રો, તમારા મનમાં એ સવાલ ચોક્કસ હશે જ કે, પેલી એનાઉન્સમેન્ટ શું હતી..?
તે વળી કઈ ઘટના ઘટવાની?
એવું તે વળી શું થયું હશે?
આ બધા પ્રશ્નો ના જવાબ આપણે બીજા ભાગ માં જોઈશું....

જાણવા માટે વાંચતા રહો મારી આ નોવેલ.....
"પ્રેમનો પાસવર્ડ.."

Ig. @author.dk15
Fb.@ Davda Kishan
Email. kishandavda91868@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED