મહેરને બેંગલોર ગયે હજું એક રાત જ ગઈ હતી. ને પરીને તેના વગર આ ઘરમાં મન નહોતું લાગતું. તે સવારે ઉઠી તો નિતાબેન પુજાની તૈયારી કરતા હતા. પરીએ નીચે જ્ઈને જોયું. કોઈ મોટી પુજા હોય તેવું તેને લાગ્યું. સંજય અંકલ બહારથી આવ્યાં ને તેમની સાથે પંડિત પણ આવ્યો. પરી આ બધું જ જોતી રહી. તૈયારીમાં વ્યસ્ત સંજયભાઈ ને નિતાબેનનું મન થોડુંક ભારી હોય તેવું લાગતું હતું. નિતાબેન તેના હાથે બધું તૈયાર કરતા હતા ને સંજયભાઈ પંડિતજી જે મંગાવે તે લ્ઈ આવતા. બધી જ તૈયારી થઈ ગયા પછી સંજયભાઈ એક ફોટો લઇ આવ્યાં. તે મિતાનો ફોટો હતો. પુજાની જગ્યાએ તે ફોટાને મુકી બંને જણ પૂજામાં જોડાયા.
પુજા પુરી થતા જ નિતાબેન પ્રસાદ લઈએ પરી પાસે આવ્યાં."આજે મિતાની ત્રીજી પુણ્યતિથિ છે."
"ઓ... આ્ઈ એમ સોરી." જાણે તેનાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તેમ તેને નિતાબેન પાસે માફી માંગી લીધી.
"પરી, તું નાસ્તો કરી લે. અમારે આજે ઉપવાસ છે... "
"ના, આન્ટી આજે હું પણ ઉપવાસ રાખી...." નિતાબેન કંઈપણ બોલ્યા વગર જ પોતાના કામમાં લાગી ગયા. એક બેટીને ખોયા પછીનું દુઃખ કેવું છે તે પરી સમજી શકતી હતી. પણ, 'મહેરને આ સમયે અહીં રહેવું જોઈએ તેના બદલે તે બહાર....'પરીના વિચારો ફરી શરૂ થઈ ગયાં હતાં. તેને કોઈને પણ મહેર વિશે નહોતું પૂછવું. છતા પણ તેનાથી પુછયા વગર ના રહેવાનું.
"અંકલ, મહેર બેંગલોર પહોંચી ગયો હશે ને...."
"મહેર, કયારે બેંગલોર ગયો.....?? જાણે કોઈ શોક લાગયો હોય તેમ અંકલની વાત સાંભળી પરી ખામોશ બની ગઈ.
"કાલે સાજે ગયો તે......"
"ઓ....મતલબ આ વખતે પણ તે જુઠુ બોલી એકાંતમાં રહેવા નિકળી ગયો."
"મતલબ, હું કંઈ સમજી નહીં અંકલ. "
"મહેર, મિતાની પુણ્યતિથિ પર હંમેશા કોઈ પણ બહાનું બનાવી જતો રહે છે. કોઈને પણ તેના વિશે કંઈ જ ખબર નથી રહેતી. તે કયાં જાય છે ને કેવી રીતે રહે છે. આજના આ દિવસે તે પોતાની સાથે સમય વિતાવે છે."
"પણ, અંકલ, તેને તમારી સાથે રહેવું જોઈએ આમ ભાગવાથી દુઃખ ઓછું થોડું થવાનુ છે."
"હું તો તેને સમજાવી સમજાવી ને થાકી ગયો પણ આજના દિવસ માટે હું તેને રોકી નથી શકતો." સંજયભાઈ આટલી વાતો કરી તેના કામમાં લાગી ગયા. ને તે સ્ટુડિયો પર જવા નિકળી. આખો રસ્તો તેને અંકલની વાતો યાદ આવતી હતી. કલાસમાં પણ તેનું મન ના લાગ્યું. કલાસ પુરો થતા જ તે ધરે આવી.
ઉલજજન વધતી જતી હતી. મહેરને ગયા પછી તેને આ ધરમાં મન નહોતું લાગતું. એકતરફ મહેરની તેને ચિંતા હતી ને બીજી બાજુ મહેર સાથે વિતાવેલી પળો યાદ આવતી હતી. સમય થોડો ધીમે ભાગતો હોય તેવું તેને લાગતું હતું. ''શું થઈ રહયું છે તેને...?? આ બધું. તે મહેર વગર એકપળ પણ હવે કેમ નથી રહી શકતી.....!!! મહેર, થોડા દિવસ માટે તો ગયો છે....!!! તે પોતાની સાથે કોઈ પળ જીવવા ગયો છે. મારે તેની લાઈફ સાથે શું મતલબ.... હું તો અહીં થોડોક સમયની મહેમાન છું...પછી તો અમારા રસ્તા અલગ છે ને... પણ મને તેના ના હોવાથી શું કામ ફરક પડે છે.... મારે તેના વિશે ના વિચારવું જોઈએ....પણ...... "તે સવાલ પોતે કરતી ને પોતે જ તેનો જવાબ ગોતવાની કોશિશ કરતી પણ વિચારો પવનની સાથે જ ફગોળા મારતા હતા.
આજનો દિવસ મહેરની યાદ સાથે પુરો થયો. ના મહેરના કોઈ સમાચાર હતા ના તેની સાથે કોઈ વાત થઈ હતી કોઈની. તે સ્ટુડિયો પર પણ જ્ઈ આવી પણ તેનું મન હજુ વિચારતું હતું. " કેવો છે તે માણસ એકવાર તો કોલ કરીને કહી શકે ને તે કયાં છે, મારુ ના સહી અંકલ આન્ટીનું તેને વિચારવું જોઈએ ને.. ખબર છે મને કે તે મિતાના આ દિવસને સહન નથી કરી શકતો. પણ, હવે તો તેને સમજવું જોઈએ ને.. બસ તું આવ એટલે તારી ખબર લવ, એક તો ખોટું બોલ્યું મારાથી ને પછી મને કોઈ જાણ પણ ના કરી." પરીનો ગુસ્સો, તેની મહેર પત્યેની ચિંતા તેના ચહેરા પર સાફ નજર આવતી હતી.
ત્રણ દિવસ આમ જ પુરા થઇ ગયા હતા. હજુ પણ મહેરના કોઈ સમાચાર ના મળતા પરીને વધારે ચિંતા થવા લાગી. તેને કોઈને પૂછવું પણ કયાં હકથી તે પુછે તે સમજાતું ન હતું. તેને મહેરના કીધેલા તે શબ્દો યાદ આવતા હતા. પણ તે માનવા તૈયાર ન હતી. કે તેને પ્રેમ થઈ ગયો છે. આ કેવી ઉલજજન હતી જે સમજવા છતા પણ સમજાતી ના હતી.
ચાર દિવસ પુરા થયા પછી મહેર ઘરે આવ્યો. પરી હજુ સ્ટુડિયો પરથી ઘરે આવી નહોતી. મહેરે સ્ટુડિયો પર કોલ કરીને પૂછયું તો તે ત્યાં પણ નહોતી. મહેરને હવે પરીની ચિંતા થવા લાગી. તે ગાડી લઈને સીધો જ દરીયા કિનારે ગયો. પરી એક પથ્થર પર એકલી શાંત મને દરીયાને નિહાળી રહી હતી. પરીને જોતા મહેરને થોડી શાંતિ થઈ. તે પણ તેની પાસે જ્ઈ બેસી ગયો.
"શું થયું, આજે અહીં કેમ.... ?? નારાજ છો મારાથી.....!!"
"ના...તો.. "
"તો મારી સાથે બોલતી કેમ નથી... "
"શું બોલું.... તે બોલવા જેવું કંઈ રાખ્યું હોય તો ને..."
"સોરી પરી, મે તારાથી ખોટું બોલ્યું. પણ, તે સમયે મને બીજું કંઈ જ સમજ નથી આવતું. હું તે પળને જેટલી ભુલવાની કોશિશ કરુ છું તેટલી જ તે પળ મારી સામે આવી ને ઊભી રહે છે. જાણુ છું હું કે મારે ભાગવું ના જોઈએ પણ આ દિવસે હું અહીં રહી પણ નથી શકતો." આટલી વાતો થતા જ તેની આખોમાં આસું આવી ગયા. તેની પાસે સફાઇ દેવા કોઈ જ બીજા શબ્દો ના હતા.
પળમાં બધું જ થંભી ગયું ને પરી મહેરને ગળે લાગી ગઈ. લહેરાતો દરીયો આખો સામે ઉછળતો રહયો ને કોઈ કંઈ જ બોલી ના શકયું. પરીને જે કહેવું હતું, જે પૂછવું હતું તેમાથી તે કંઈ ના કહી શકી. વહેતા આસું વચ્ચે આ ધબકતું દિલ એકમેકના વિચારોને તોડતું હતું. વિચારો પણ થોડીવાર માટે રૂકી ગયાં. તે કયાં સુધી એકબીજાની બહામાં ખોવાઈ રહયાં. ત્યાં જ મહેરના ફોનની રીંગ વાગી ને તે બંને એકબીજાથી અલગ થયા.
"હા, મોમ બસ હું ને પરી સાથે જ છીએ. હમણા આવીયે" મહેરે ફોનમાં વાત કરીને ફોન મુકયો.
"પરી, મમ્મી પપ્પા રાહ જોવે છે. હજું હું ધરે આવ્યો જ છું ને સીધો અહી તારી પાસે આવી ગયો. ચલે...!! "
"હમમમ....." પરીએ ટુકમાં જ જવાબ આપ્યો ને મહેર આગળ ચાલવા લાગ્યો ત્યાં જ પરીએ તેનો હાથ પકડી તેને રોકયો.
"શું થયું..... "
"કંઈ જ નહીં. એમ જ, અહીં થોડીવાર માટે રહેવું છે. પ્લીઝ..... "
♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પરીનું મહેર તરફનું આકર્ષણ,તેના વગર પરી ના ગમવું... શું આ પ્રેમ છે....?? જો હા તો શું પરી તે વાતને સમજી ગઇ હશે.....?? શું મહેર પણ તેને પ્રેમ કરે છે....?? શું કામ પરી મહેર સાથે થોડો સમય વિતાવવા માગે છે..?? શું તે તેને કંઈ કહેવા માગે છે પણ શું.... ?? આ પ્રેમની લાગણી પરીના જીવનમાં શું નવો વળાંક લાવશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે... (ક્રમશ:)