AFFECTION - 27 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 27

*
થોડી વાર પછી પ્રિયંકા બહાર આવી..

ધનજી : શુ જોઈ રહી છે ??એમજને કે મોટા પપ્પાને કેવી રીતે ખબર પડી ગઈ...

પ્રિયંકા ડઘાઈ ગઈ...તે કશું જ ના બોલી...

ધનજી : બીજી વખત કોઈને શક થાય તારા પર એવું વર્તન ના કરતી...અને જરાક ધીમે વાતો કરજે...કારણ કે તારા દરવાજાની બહાર ઉભા ઉભા બધું ચોખ્ખું સંભળાતું હતું...થોડો ઘરડો ભલે થઈ ગયો પણ કાન હજુ પેલા જેવા જ છે...

ધનજી : સૂર્યાને બોલાવો....ભલે ગમે ત્યાં હોય....ગમેં એવું મોટું કામ હોય એને બોલો કે બધું છોડીને કાલે સવારે મને તે સોનગઢ માં જોઈએ....

ત્યાંજ એમનો એક માણસ બોલ્યો કે,"માલિક બોવ મોટું કામ પતાવવા ગયા છે...એને અધૂરું નહિ મૂકી શકાય...નહિતર બહુ તકલીફો આવશે..."

ધનજી : જાવ...નિકાળો ગાડી...અને લઇ આવો એને ઘરે...મારે કોઈની બકવાસ નથી સાંભળવી.કીધુને કે સૂર્યો મારે ઘરે જોઈએ એટલે ઘરે જોઈએ...એના લગ્ન હવે તાત્કાલિક લેવાશે...સનમ વહુ ના ઘરે કહેણ મોકલાવી દો કે લગ્ન કાલે જ છે...તો તૈયારી કરવા માંડે પેલો વિરજી...

એમ બોલીને તે પ્રિયંકા સામે જોઇને હસ્યો...પ્રિયંકા પાછી તેના રૂમમાં પુરાઈ ગઈ...અને પોતાની રીતે વિચારવા લાગી કે હવે તે શું કરી શકે એમ છે...

*

નૈતિક : હજુ પણ સમય છે આને ડોકટર પાસે લઈ જઈએ...સવારનો પડી ગયો છે...ટાઈમ તો જો યાર..સાંજ પડી ગઈ..

હર્ષ : પણ ફાયદો જ નથી ડોકટર પાસે જવાનો...કાર્તિક નહિ સમજે એકેય વાત માં..તેના મોઢે બસ એકજ વાત છે....ધનજી અને સૂર્યા ને મારી નાખવા છે...

ધ્રુવ : પેલા બે ને ગામની બહાર મુકવા ગયા ત્યાં જ અમને આટલી બીક લાગતી હતી....અને હજુ તો તે બીજા બે ને મારી નાખવાની વાત કરે છે..

એ લોકો બકબક કર્યા રાખતા હતા..ત્યાં મારી આંખો ખુલી..
me : કારની અંદર એક રેડ કલરની બેગમાં હું થોડીક દવા લાયો છું...કોક લઈ આવો ને...

ધ્રુવ જઈને લઈ આખું બેગ જ લઈ આવ્યો...તેમાં થોડાક ઈન્જેકશન હતા...જે મેં એક લઈને હાથમાં માર્યું...

પેલા લોકો જોતા હતા..

હર્ષ : આ શું છે??ડ્રગ્સ તો નથી ને??

me : ના ડ્રગ્સ નથી...નર્સ એ મને જતા જતા આપેલું કે ઇનકેસ ચક્કર આવે કમજોરીના લીધે અને મને કઈક થવા લાગે તો હું આ ઈન્જેકશન લઈ લવ..

નૈતિક : તો ભલે...મને તો લાગ્યું કે કંઈક હશે સ્ટીરોઇડ જેવું...તાત્કાલિક બૂસ્ટર ભરી દે બોડીમાં...

ધ્રુવ : હા યાર એ તો બોવ મોંઘા આવે છે...મેં યુટ્યૂબ માં જોયેલું હતું...આમ બોડીમાં તરવરાટ આવી જાય..

હું ઉભો થયો અને એની નજીક ગયો અને એના ખભા પર હાથ મૂકીને બોલ્યો..
me: બસ ભાઈઓ...ચિંતા ના કરો મેં એવું કંઈ નથી લીધું..એ બોવ જોખમી હોય મને ખબર છે...આ તો ફક્ત ગ્લુકોઝ ના ઈન્જેકશન છે..

મેં એ નાના બેગને પોતાની જ પાસે રાખ્યું...

me : તો ભાઈઓ ચાલો રિવોલ્વર નો સાચો ઉપયોગ કરવા...સનમ ને આજે રાત્રે છોડાવી જ લઈએ...બધાને મારી નાખીશ...

મારો વધતો જોશ જોઈને બધા મારા સામે જોવા લાગ્યા..

હર્ષ : તે ડ્રગ્સ લીધા છે ને??

me : આ જો...મારાં પગ જો...જરાય નથી લડખડતા..મારી આંખો જો...એકદમ સફેદ...

હર્ષ : તારી આંખો લાલ છે...હદ કરતા પણ વધારે..

me : ગુસ્સામાં લાલ જ થાય ડફોળ...

ધ્રુવ : કાર્તિક નું જોશ વધી ગયું...પણ તેને ડ્રગ્સ નથી લીધું...નહિતર કોઈ પહેલી વાર કરે તો એ કન્ટ્રોલ ના કરી શકે....એવા સ્ટીરોઇડ..એ બોવ ભારે હોય...કાર્તિક નું બોડી જ સહનના કરી શકે...

હર્ષે મારા સામે પ્રશ્નાર્થવાળી નજરે જોયું...

me : હર્ષ તું મારા પર વધારે પડતો જ શક કરે છે યાર...જો આ ડ્રગ્સનું ઈન્જેકશન હોય તો જો તારા સામે જ બીજું મારુ છુ...ડ્રગ્સ હોત તો હું અત્યારે જ બેભાન થઈને પડી જઈશ....કારણ કે તાકત વધારી નાખે એવા ઈન્જેકશન થી માણસ મરી પણ જાય...તરત બીજો ડોઝ લઈને તો...જો જે હું લવ છુ બીજો ડોઝ તારા સામે જ...મને કંઈ નહીં થાય...

જેવું ઈન્જેકશન બેગમાંથી કાઢીને હાથમાં મારવા ગયો...ત્યાં જ હર્ષએ તેને લઈને પાછું બેગમાં મૂકી દીધું...

હર્ષ : મને બધી ખબર પડી ગઈ....આ ગ્લુકોઝ જ છે બસ....હવે શાંતિ..

એ બરાડયો...

મેં બે રિવોલ્વરને જોડે લીધી....અને ચાદર પણ ના ઓઢી..
me : ચલો જલ્દી....આજે તો સાલું કોઈને નથી મુકવા...લાશ ના ઢગલા કરી દઈએ....

એમ બોલીને હું આગળ વધ્યો અંધારામાં..
ધ્રુવ : કાર્તિક બોવ અજીબ બિહેવ કરે છે કે નહીં??મને તો બહુ વિચિત્ર લાગે છે...

નૈતિક : તેની ખોપડી ચસ્કી ગઈ છે...ચલ જલ્દી એની પાછળ...નહિતર ક્યાંક આપણા પર જ બધો ગુસ્સો ના ઉતારી દે...

*

તે બધા ચાદરો ઓઢીને સંતાઈને આવતા હતા...જ્યારે હું સામી છાતી એ આજે બધા સામે હાથમાં બે રિવોલ્વર લઈને ચાલી રહ્યો હતો...

નૈતિક : કાર્તિક ને શુ થયું છે....દારૂ તો નથી પી લીધોને....આટલી હિંમત??ક્યાંક કોઈ મારી ના નાખે આને...

ત્યાં જ વિરજીભાઈ ની હવેલી આવી ગઈ...હું બહાર જ ઉભો રહ્યો...અને ઉપરની તરફ હાથ રાખી એક વખત ગોળી ચલાવી...

હર્ષ : તારું છટકી તો નથી ગયું ને....આમ કરવાથી બધા ગુંડાઓ હમણે અંદરથી બહાર આવશે...

તે મારી બંદૂક લેવા ગયો....મેં એને ધક્કો માર્યો...અને હવેલી ની અંદર જતા જતા બૂમો પાડીને બોલવા લાગ્યો..

me : ધનજીના કુતરાઓ કયા ગયા બધા??એય....વિરજી...બહાર નીકળ હરામી....

ધ્રુવ : સિંહ ગાંડો થઈ ગયો છે...ગમે એને ફાડી નાખશે...અથવા તો પોતે જ શિકાર થઈ જાશે....હું તો કવ છુ કે આને ઉપાડો અને ભાગો અહીંયાંથી..

નૈતિક : હાથી ગાંડો થયો છે એમ કહેવાય....જે હોય તે આને કોઈ પકડો પેલા...અંદર જ જતો જાય છે હવેલીમાં...ગમે ત્યારે એને કોઈ મારી નાખશે...

હું હવેલીમાં બે રિવોલ્વર હાથમાં લઈને ધસ્યો જતો હતો..

હર્ષ : મને ખબર જ હતી કે ઇન્જેકશનમાં હાઈ લેવલ નું સ્ટીરોઇડ છે...એને જેવું લીધું તેના બોડી પરથી જ ખબર પડી ગયેલી...હવે આ કાબુમાં ના રે...

ધ્રુવ : કાર્તિક ને એવી બધી શુ જરૂરત પડી ગઈ??

નૈતિક : જોઈ નથી રહ્યો...કેવો પાગલ બની ગયો એ લઈને....એને આ જ જોતું હશે..એને મરવાની જલ્દી થઈ ગઈ છે...

હર્ષ : એક તો યાર જ્યારથી પ્રિયંકા પાસે જઈને આવ્યો ત્યારથી એનું મગજ બોવ ગરમ હતું...અને એમાં જ બેભાન થઈ ગયો..ચક્કર ખાઈને કારણ કે એનું દિમાગ કમજોર થઈ ગયું છે પ્રેશર લઈ લઈને...એટલે એને સ્ટીરોઇડ લીધા કે બધી કમજોરી તે સાઈડમાં મૂકી શકે...અને સનમને લઈ આવી શકે...

ધ્રુવ : લ્યા આપણે વાતો માં રહી ગયા અને પેલો હવેલીમાં ઘુસી ગયો..

હર્ષ : મને તો કંઈક વિચિત્ર લાગે છે...કોઈ ગુંડા કેમ નથી દેખાતા...અરે કોઈ સાદું માણસ પણ નથી દેખાતું..

એમ બોલીને તે બધા મારા પાછળ ભાગ્યા..

હું હવેલીની અંદર ઘુસી આવ્યો....અને બરાડા પાડતો હતો....

me : સનમ.....સનમ..ક્યાં છો???જો સાલું આજે તો બધાને ટપકાવી નાખીશ...પણ તને લઈ જઈશ....સનમ....

ત્યાં બંદૂકના અવાજ અને મારા બરાડા સાંભળીને સેજલ અને ઘરના અમુક નોકરો બહાર આવ્યા...સેજલ રડતી રડતી મારા તરફ આવતી હતી..હું વિચારમાં પડી ગયો કે આને શુ થયું......

me : સેજલ સનમ ક્યાં છે....જલ્દીથી બહાર બોલાવ...

હવે હર્ષ,નૈતિક અને ધ્રુવ પણ એક જગ્યા એ ઉભા રહીને બધું જોઈ રહ્યા હતા...એમને બધા નોકરોને ઉતરેલા ચેહરા દેખાતા હતા...અને એમાં પણ સેજલ જે રીતે રડી રહી હતી તેના પરથી તો લાગે કે જાણે કોઈ મરી જ ગયું હોય...

સેજલ મારા સામે ઊભા રહીને રડવા લાગી...

me : બોલને....ક્યાં છે સનમ??કેટલી વાર પૂછું તને..

સેજલ : સનમબેન મરી જશે...હવે એમને કોઈ નહિ બચાવે...

તરત જ સેજલને એક ફડાકો ઝીંકી દીધો...

me : ના...એવું ના બોલ..એવું ના બોલ...સોરી..તને માર્યું મેં...

મારા દોસ્તોએ મને આવીને પકડ્યો..

હર્ષ : કાર્તિક ઠંડો પડ..કાર્તિક...ગુસ્સો ના કર...તારા દિમાગમાં પ્રોબ્લેમ ઉભો થશે...તને કઈક થઈ જશે તો...

મેં બધાને ધક્કો માર્યો એક જ વારમાં અને બધાની પકડ છોડાવી..

me : મને સરખી રીતે બોલ શુ થયું.....સનમ ક્યાં છે??

સેજલ કહેવાની હાલતમાં નહોતી.છતાંપણ તે તૂટક તૂટક બોલવા લાગી.

*
【કાર્તિક હવેલીમાં આવ્યો એની થોડીક કલાકો પહેલા】

વહેલી સવારે જ ધનજીભાઈનો માણસ આવીને વિરજીભાઈને લગ્નની તૈયારી કરવાનું કહી ગયો..

વિરજીભાઈ ઉદાસ મને પણ મુખ પર ગુસ્સો લઈને સનમના રૂમમાં ગયા...સનમ રાત મોડે સુધી જાગી હશે અને સવાર આવતા એને નીંદર આવી હશે એટલે સનમ સૂતી હતી રૂમમાં..

વિરજીભાઈ : કાલે તારા લગ્ન છે...સૂર્યો લગભગ આજ રાત સુધીમાં જ સોનગઢ આવી જશે...કાલે તારા ફેરા ફરાઈ જશે..પછી તું સૂર્યાની થઈ જઈશ...તો માનસિક રીતે તૈયાર રહેજે...બાપ નું નાક કપાય એવુ કઈ ના કરતી..પહેલેથી જ બહુ કપાઈ ગયું છે તારા લીધે...

એમ કડક અવાજમાં કહીને વિરજીભાઈ ચાલ્યા ગયા..નછૂટકે આવું બોલ્યા એટલે મનમાં જ અફસોસ કરતા કરતા પોતાના ખેતરે ચાલ્યા ગયા..

સનમ એકતો આખી રાત જાગેલી જ હતી...કારણકે એની ઊંઘ હરામ ક્યારની થઈ ગઈ હતી.ચેહરા પર હવે પહેલા જેવી ચમક નહોતી..પહેલે જે ખૂબસુરતતા હતી એની એના પર કોઈ પણ કુરબાન થઈ જતું...પણ હવે એ વર્તાતી નહોતી કે સનમ છે...જે લટો કોઈ દિવસ એની સુંદરતા માં વધારો કરતી હતી વારંવાર એના ચહેરા પર આવીને..તે ક્યાંક વિખેરાઈ ગઈ હતી..સનમના હોંઠ પરથી મુસ્કાન તો ક્યારનુંય જતું રહ્યું હતું...હવે હતા તો ફક્ત હાડકાનો ઢાંચો...જેને લેવા માટે સૂર્યો કાલે આવી રહ્યો હતો...આત્મા તો ક્યારનો મારો થઈ ગયો હતો એનો..પણ લગભગ એના શરીરમાં રહેલા હાડકાનો માળો પણ કોઈ બીજાનો થાય જ્યાં સુધી એના શ્વાસ ચાલે છે એ એને મંજુર નહોતું...જેવી વિરજીભાઈ એ આ ખબર આપી...એના મનમાં તરત જ પોતાના પર જ ગુસ્સો આવવા લાગ્યો કે....જે શરીરને કાર્તિક અડ્યો હોય...એને બીજું કોઈ અડશે..તો સહન નહિ થાય...હું કાર્તિકની જ છુ..જો કાલ સવારે મંડપમાં પણ બેઠી તો સૂર્યાની ઘરવાળી કહેવાઈશ...એના કરતાં તો મરી જવું સારું...કાર્તિક તું ચિંતા ના કર...હું કોઈને અડવા પણ નહીં દવ મારુ શરીર....જેના પર ફક્ત તારો હક છે...એને બીજું કોઈ નથી જોતું...હું ફક્ત તારી જ છુ..

મંગળસૂત્ર પહેર્યું હતું.સાડી પહેરીને એકદમ સજીને સનમ ધીમે ધીમે વિરજીભાઈના રૂમ તરફ પગલાં પાડી રહી હતી...એને ખબર હતી કે એનો બાપ અત્યારે ઘરમાં જ નહીં હોય...ખેતરે જતો રહ્યો હશે...

વિરજીભાઈના રૂમમાં જઈને એને કબાટ ખોલીને એક કપડું કાઢ્યું જે ગાંઠ વાળીને મૂક્યું હતું....એને ખોલ્યું તો અંદર કાળા કથ્થાઈ રંગના કટકા હતા...જે અફીણ હતું.ગામડાઓમાં લોકોને દારૂના નશા હોય કે ના હોય પણ અફીણ ના નશા રૂઢિવાદી ઘરડા લોકો કરતા જ હોય..અને વિરજીભાઈ એમાંથી એક જ હતા.સનમેં એને જોયું...અને મોટો કટકો લઈને પોતાના રૂમ તરફ ચાલતી થઈ...

અફીણ ને ઓગાળીને પીવાની જગ્યા એ એને આખો કટકો એના રૂમ તરફ જતા જતા જ મોટા કટકાના નાના કટકામાં ભાંગીને ગળી ગઈ....અને એને એમ કરતાં સેજલ જોઈ ગઈ...કારણ કે તે સનમને મળવા એના રૂમ તરફ જ જતી હતી અને એને સનમને રૂમ બહાર જ કંઈક ગળતા જોઈ લીધી..અને તે ભાગીને સનમ તરફ આવી..એને નીચે જોયું તો અફીણના થોડાક સાવ ઝીણા કટકા નીચે પડેલા હતા...એટલે એને ખબર પડી ગઈ કે સનમે શુ કર્યું...અને સનમ તે દિવાલના ટેકા પર જ બેસી ગઈ..અને એને નશો ચડવા લાગ્યો..

હજુ તો ગળ્યું જ હતું એટલે થોડીક વાર તો લાગત જ...

સનમ : કોઈ પોતાનું નથી થયું...મા મૂકીને જતી રહી...બાપ બીજા છોકરા જોડે વચન માટે લગ્ન કરાવે છે...અને મારો પ્રેમી...ખબર નહિ કઈ દુનિયામાં છે...શુ કરતો હશે તું કાર્તિક...મને યાદ તો કરે છે ને..

હવે સનમને બધું ધૂંધળું દેખાવા લાગ્યું...પેટમાં જઈને અફીણ એનું કામ કરવા લાગ્યું...પણ અફીણ બહુ વધારે લઈ લીધું હતું સનમે....

સેજલ : સનમબેન આંખો ખોલો...શુ થાય છે તમને??

સેજલ બધાને બૂમો પાડીને બોલાવવા લાગી...વિરજીભાઈને પણ બોલાવી લીધા...

સનમ : પેટમાં બળતરા થાય છે કાર્તિક....અફીણ પહેલી વખત લીધું એટલે થતું હશે કે શું...પણ કાઈ વાંધો નહીં...તારા વગર જે દિલમાં બળતરા થાય છે...એના સામે આ ઝેર નું કઈ ના આવે મારી જાન...

સનમ ધીરુ ધીરુ બોલતા બોલતા દિવાલના ટેકા પરથી પણ ઢળી પડી..વિરજીભાઈ એ તરત જ વૈદને બોલાવ્યા...ધનજીભાઈ પણ ત્યાં આવી ગયા...કારણ કે હવે તો સનમ એમના ઘરની થનાર વહુ હતી

વૈદ : અત્યારે તો એના મોઢામાં થોડી ઔષધિ મૂકી છે કે અફીણ નું ઝેર ઉતરતું જાય...પણ એને બહુ અફીણ પી લીધું છે...શરીરના અંદરના આંતરડા,કિડની,જઠર,દિમાગ બધામાં નુકશાન થયું હશે...કે હવે થશે...એને ફટાફટ મોટા શહેરના હોસ્પિટલમાં લઈ જાવ...નહિતર નહિ બચે આ...

શહેરમાં લઈ જવાનું કીધું તરત જ ધનજીભાઈ ઉકળ્યા..

વિરજીભાઈ : તમે વચન આપેલું કે સનમ ગમે એ આત્મઘાતી પગલું ભરશે તો તમે એને બચાવી લેશો...અને હવે તો તમારા ઘરની વહુ છે..

ધનજી : કાલે એના લગ્ન છે અને આજે એને આ નાટક કર્યું....હું હોસ્પિટલમા પણ એના લગ્ન કરાવીશ...જેવું આને ભાન આવે હોસ્પિટલમાં તો હોસ્પિટલમાં આના લગ્ન કરવી દઈશ...

વૈદ : જલ્દી કરો...નહિતર આ છોકરી મરી જશે...અફીણ ઝેર બનીને ફેલાતું જાય છે..

જલ્દી થી ધનજીભાઈએ ગાડી કઢાવી..અને વિરજીભાઈ,નિસર્ગ,લક્ષ્મીફોઈ એ બધા સનમને લઈને એક કારમાં....અને બીજા બધા લોકો બીજી બે ત્રણ જીપ લઈને નીકળ્યા...

*

બધી વાત સાંભળતા સાંભળતા બહુ ગુસ્સો આવી રહ્યો હતો...પણ કાબુમાં રાખવો જરૂરી હતો નહિતર મારુ દિમાગ મને સાથ આપવાની જગ્યા એ ઢળી પડત...અને મેં તરત જ ત્યાં સામેની દીવાલમાં સામે સામે સજાવેલી બે તલવારોમાંથી એક તલવાર કાઢી લીધી....

me : શહેરની કઈ હોસ્પિટલમાં ગયા છે???જલ્દી બોલ...સમય નથી મારા પાસે એટલો...

ગુસ્સો આસમાન આંબી રહ્યો હતો...પણ એક તરફ ફક્ત સનમ માટે ચિંતા હતી કે એને કશુંક થઈ જશે તો...અને બીજી તરફ એ જ શૂરાતન ચડતું હતું કે ધનજી અને એનો દીકરો સામે કયારે મળશે...

જ્યારે ધ્રુવ હર્ષ અને નૈતિકને ત્યાં દૂર ઉભા ઉભા બોલ્યો કે..

ધ્રુવ : કાર્તિક અહીંયા ખૂન કરત...તો સમજ્યા..કે સોનગઢ છે...કાનૂન ની ઈજ્જત નથી...અને પોલીસ અસ્તિત્વમાં નથી....પણ મને નથી લાગતું કે કાર્તિક હોસ્પિટલમાં જઈને હાથમાં રહેશે...

*

સૂર્યો એવા ક્યાં કામ કરે છે કે જેને પડતા મુકાય એમ નથી??સનમ નું તો ખબર નહિ શુ થશે...પણ કાર્તિક સનમના પ્રેમમાં કેટલી હદ વટાવે છે એ જોવાનું છે....મળીએ next partમાં...ત્યાં સુધી..


💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED