સંબંધ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સંબંધ

સંબંધ

“ઓહો...આ તો પલકનો જ નંબર?!! ના,ના..મારી કૈક ભૂલ તો નથી થતી ને?”પલાશે ફરી ફરીને તપનનો સેલફોન તપાસ્યો....પલકનો જ નંબર જોઈ થોડો વખત આઘાતથી મગજ સુન્ન રહી ગયું..તરત જ કોલ ડીટેલમાં જી વધુ માહિતી મેળવવાની જીજ્ઞાસા પલાશ રોકી ન શક્યો.....જેમાં માહિતી મળી કે લગભગ છેલ્લા ૧૦ દિવસથી આ નંબર પર સતત,એક જ સમયે તપન નો ફોન પલકને જતો હતો...તે સમય પણ કેવો? જયારે પોતે ઘરે હાજર ન હોય તેવો –બપોરે ૩ આસપાસ....!!

પલક-પલાશ અને તપન-તપસ્યાના ઘર સાવ બાજુમાં.બને ઘરો વચે મિત્રતા કહો કે ઘરોબો—છેલ્લા ૧૦ વર્ષોથી જાણીતી હતી..બહુ મોટી વસ્તી ન ધરાવતા ગામમાં આ ઘરોબો સહુ માટે પ્રેરણારૂપ હતો.બનેના જીવનમાં સુખી દામ્પત્યજીવનમાં સુરીલુ સંગીત રેલાતું હતું.પલક-પલાશની દીકરી હીર અને તપન તપસ્યાનો દીકરો રાજ કિશોરાવસ્થાને ઉંબરે ઉભી યુવાનીની રાહ જોઈ રહ્યા હતા..કેટલીય વાર રાતનું ભોજન બેય પરિવાર સાથે લેતા....તો મોટાભાગના રવિવાર કે રાજાના દિવસો સાથે જ ગાળવાના એ વણ લખ્યો નિયમ બની ગયો હતો.પલાશ સરકારી ઓફિસમાં નિષ્ઠાવાન કર્મચારી તરીકે શાંતિપૂર્વક ફરજ બજાવતો હતો તો તપનની કોસ્મેટીક્સની દુકાન..વાચાળ,મધુર સ્વભાવ ધરાવતા તપનની દુકાનમાં મહિલાઓ,યુવતીઓ,કિશોરીઓની સારી એવી ઘરાકી રહેતી..પરિણામે એમનું ઘર પોતાના કરતા જરા વધુ સુખ સગવડ વાળું હોવાથી પલક અને દીકરી હીરને વધુ ગમતું...તપનનો દીકરો રાજ હીર કરતા બેથી ત્રણ વર્ષ જ મોટો હોવાથી બેયને સારું ફાવતું.સાંજ પડે ને એ બંને પોતપોતાના અભ્યાસમાંથી પરવારી એકબીજાના ઘરે જતા અને મોબાઈલમાં નવી એપ્લીકેશન,કોમ્પ્યુટરમાં કોઈ નવી ટેકનોલોજી વગેરેની વાતોની આપલે થતી...પલાશને પુરુષસહજ ઘણા વિચારો આવી ગયા..પણ નાનપણથી જ ગંભીર પ્રકૃતિનો..અને ઓછું બોલે, વધુ વિચારે એ સ્વભાવે અત્યારે પણ એને સાથ આપ્યો...પોતાની ઓફિસમાં કોઈ કામ માટે આવેલો તપન પોતાનો મોબાઈલ અહી ભૂલી ગયો અને માનવસહજ કુતુહલવશ તેણે તે ચકાસ્યો અને આ વિચારોની ઉપાધી આવી પડી.

પોતે સમયમાં પાબંધ હતો...પણ ઓફિસે જવાનો સમય નકી,પણ કામના બોજ કરતા પણ ફરજનિષ્ઠ સ્વભાવને કારણે ચુત્વનો સમય નક્કી નહિ..ક્યારેક પલક મીઠો ગુસ્સો કરતી ..પણ..જાણતી કે ગાંધીવાદી વિચારો ધરાવતો પોતાનો પતિ ટેબલ નીચે હાથ નાખતા ક્યારેય નહિ શીખે અને પોતાને આનાથી વધુ સુખસગવડ ભરી જિંદગી નહિ આપી શકે...પલકની મીઠી વાણી અને વાતોડિયા સ્વભાવને કારણે પડોશીઓના સહુના દિલ જીતી લીધા હતા.તપન અને પલકના સ્વભાવની સમાનતાને કારણે બંને કુટુંબ જયારે સાથે હોય ત્યારે પલાશને મોટેભાગે પ્રેક્ષક બનવાનું આવી રહેતું.તપસ્યા પલકને ક્યારેક મદદ કરતી પણ મોટાભાગે તે પલાશની હરોળમાં જ રહેતી.હા...દીકરી પલાશના આંખનું હીર હતી પણ પીતૃસહજ સ્વભાવે તેના ઉછેરમાં એ કડક હતો.શાંત ચિતે વિચાર કરી તેને બે ત્રણ નંબરડાયલ કર્યા અને ઓફીસના કામમાં ડૂબી ગયો.સાંજે ઘરે જતી વખતે તપનની દુકાને તેનો સેલફોન પરત આપી,પલકને મનગમતી મોગરાના ફૂલની વેણીલઇ ઘરે પહોચ્યો.પલક તો આજે બેવડી ખુશ હતી..એક તો આજે પતિદેવ વહેલા એટલે કે સમયસર ઘરે આવી ગયા હતા અને બીજું ઘણા વખતે પોતાની મનપસંદ વેણી.....પાણી અને ચા સાથે મધુર સ્મિત વેરતા પલકે પૂછ્યું:”આજે ત્પ્નભાઈ અને તપસ્યાભાભીને રાતનું જમવાનું કહી દઉં?”પલાશે સ્વભાવ મુજબ સંમતીપૂર્વક ડોકું હલાવતા કહ્યું:”આજે નહિ,કાલે..!!”દરમ્યાનમાં જ સેલફોનની રીંગ વાગી ને એ બહાર વાત કરવા ઉઠ્યો...ને પલક રસોડામાં ગુથાઈ....તવ જોતા જોતા બે થી ત્રણ ફોન આવ્યા ને પલાશ શાંતિપૂર્વક વાતચીત કરતો રહ્યો..ને પછી મોગરાની વેણી પલકના લાંબા વાળમાં જાતે જ નાખી આવ્યો.મીઠું હસી પલક બમણા વેગે રસોઈ કરવામાં પરોવાઈ.

બીજા દિવસે પણ પલાશે સાંજે ઘરે આવી પલકના વાળમાં મોગરાની વેણી નાખી પ્રેમપૂર્વક હસી ટીવી જોવા બેસી ગયો.. રાત્રે બને પરિવારો સાથે જમ્યા બાદ હીર-રાજ પોતાના મોબ.ને કોમ્પ્યુટરમાં વ્યસ્ત થયા એટલે પલાશે ધીમેથી વાત ઉપાડી:અરે પલક...શું હમણાં હીર-રાજ શું કોઈ નવા પ્રોજેક્ટમાં લાગ્યા છે ??” ક્ષણ વારમાં પલક અને તપનની આંખોએ કૈક વાત કરી લીધી અને તરત જ તપને કહ્યું :”હા, પલાશ હું તને આજે એક વાત કરવાનો જ હતો..”એટલું કહી ફરી પલક સામે જોયું..પલકે સંમતિ પૂર્વક ડોકું હલાવી રાજ-હીરને આઈસ્ક્રીમ આપવા તેમના રૂમમાં ગઈ.

પલાશે આશ્ચર્યથી તપન સામે જોયું અને સ્વભાવ મુજબ શ્રોતા બની રહ્યો.પલક પાછી આવતા તપને વાત માંડી: “જો પલાશ,દીકરી વહાલનો દરિયો હોય જ અને યુવાનીની ભરતી વખતે તેને સાચવવી એ દરેક પિતાની ફરજ તો છેજ...જે તું ખુબ સરસ નિભાવે જ છે.પણ હવે અમુક વાતોમાં ગુસ્સો ન કરતા તેને પ્રેમથી સમજાવવી જરૂરી છે.થોડા દિવસ પહેલા જ મને સમાચાર મળ્યા જો કે એ એકદમ સાચા હતા કે નહિ તે હું જ નહોતો જાણતો છતાં, મેં પલક ભાભીને જણાવ્યું..તને કહું તો કદાચ તું તારા સ્વભાવ મુજબ ગુસ્સો કરી બેસે ને વાતનું વતેસર થઇ જાય.એટલે તારી ગેરહાજરીમાં અમે વાત કરતા..કાલે જ બધી તપાસ કરીને હવે બધું શાંત થયું..”હવે પલકે વાતનો દોર સંભાળતા કહ્યું:”અમને સમાચાર મળ્યા કે હમણાં હમણાં રાજ-હીર સાંજે બહાર પણ મળવા લાગ્યા છે...માતૃત્વ અને સ્ત્રીત્વના ગુણ મુજબ નમને સહેજ ચિંતા થઇ,અમે પુરતી તપાસ કરવાનું શરુ કર્યું”હવે તપસ્યા ચોકીને બોલી ઉઠી:”અરે આટલું બધું થયું છતાં કોઈએ મને કઈ કહ્યું નહિ??”

“અરે તાપસ્યાભાભી તમે તો નસીબદાર છો કે રાજ જેવો દીકરો છે જેને મારી હીરને એક આવારા છોકરામાંથી બચાવી.....”હવે તપસ્યા સાથે ચોકવાનો વારો પલક અને તપનનો પણ હતો.એ જોઈ પલાશ પોતાના સ્વભાવ વિરુદ્ધ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો: “ભાભી..તમે તો નસીબદાર છો કે તમને રાજ જેવો દીકરો મળ્યો જેને મારી દીકરીને આવારની ચુંગાલમાંથી બચાવી..મેં ગઈકાલે જ મારા બીજા મિત્ર દ્વારા અને શાળાના એક શિક્ષક દ્વારા તપાસ કરી બધી માહિતી મેળવી.....બસ, આપણા બે ઘર વચે આવો જ ઘરોબો હમેશ જળવાઈ રહે એ જ પ્રભુ પ્રાર્થના... અને દોસ્ત તપન આભાર જેવા શબ્દો વાપરી દોસ્તીનું અપમાન નહિ કરું હો...”એટલું કહેતા ઉભો થઇ તપનને ભેટી પડ્યો..પછી બોલ્યો:પણ દોસ્ત એટલું ધ્યાન રાખજે હો...હવે ક્યાય તારો સેલફોન ભૂલી ન જતો હો...!!”એક ક્ષણમાં જ તપનનું મગજ દોડ્યું ને હવે ખડખડાટ હસવાનો વારો તપનનો હતો....હવે એ ઉભો થઇ ફરી દોસ્તને ભેટી પડ્યો...સેલફોનની વાતથી અજાણ એવા પલક ને તપાસતા બેઉની મિત્રતા જોઈ રહ્યા.

વિશ્વાસ,દોસ્તી,ઘરોબો વરસમાં ઉતર જોઈ બેય દંપતીના મનમાં આનંદ થયો..મોગરાની સુગંધ ફેલાઈ ગઈ અને ચંદ્ર આડેથી વાદળ હટતા ચાંદની બેય આંગણામાં ફેલાઈ ગઈ....