બધા મૂવી જોઇ ને લંચ માટે કોફી કલ્ચર મા જાય છે. જ્યાં સનમેં બનાવેલ વ્લોગ અને મનુષ્કા એ દોસ્તી પર લખેલા કેપ્શન ની વાતો થાય છે જોડે જોડે લંચ લેવાય રહ્યુ હોય છે.
------
લંચ દરમિયાન ફરી મનુષ્કા ને પેલો સંકેત યાદ આવે છે અને એનુ મન વિહવળ બની જાય છે. એને ખુબ ગુસ્સો આવે છે. પિહુ અને મંતવ્યનું એની તરફ ધ્યાન જાય છે. મંતવ્ય ને લાગે છે કે એણે મનુષ્કાની સંભાળવાની જરુર છે. એટલે એ પિહુ ને આંખોથી ભરોસો અપાવે છે હુ સંભાળી લઈશ.પિહુ ઈશારા મા જ એને થેંક્સ કહે છે.
મંતવ્ય એની જગ્યાએ થી ઉભો થઈને સામે પિહુ ની જોડે બેઠેલી મનુષ્કા પાસે આવે છે. બધા એકબીજા સાથે વાતો મા મશગુલ હોય છે. મંતવ્ય ધીમેથી મનુષ્કા ના કાન મા જઇને બોલે છે," હેય , આઇ નીડ યોર હેલ્પ.સમથીંગ ઇસ પ્રાઈવેટ. તો ત્યાં જ્યુસબાર તરફ જઈને વાત કરીએ??"
મનુષ્કા એના દિમાગમા, દિલમા, નસોમા ,લોહીમાં,આખાય શરીરમા ચાલી રહેલા વિચારો,તથ્યો,વાસ્તવિકતા ,કાલ્પનિકતા,
વચ્ચેનુ ઘમાસાણ યુધ્ધ ને મહાભારત કાળ મા જેમ સમય ને આધારે વિરામ અપાય એમ અહિયા મંતવ્ય ને આધારે વિરામ આપી મંતવ્ય ને ડોકું હલાવી હા પાડી કોઇ મુર્તિ ને જેમ મંતવ્યની પાંછળ ઢસડાઇ ગઇ.
" તો શુ થયુ છે એમ જણાવીશ?"
મંતવ્ય એનામા આમ અચાનક ખુબ વધારે ઇન્ટરેસ્ટ લેવા લાગ્યો હોય એવુ મનુષ્કા ને ફીલ થયુ.
" તારે શુ યારર ... એમાય હુ તો ટેવાય ગઇ છું આ બધાથી.કશો જ ફેર નથી પડતો મને ."
" લાગતુ નથી મનુષ્કા.કે તને ફેર નથી પડતો એમ. હવે બહુ થયુ .
હુ જ કહિ દવ કે તને શુ થયુ છે. તને સંકેત ને લઇને ચિંતા થાય છે હેને?!"
"તને કેવી રીતે ખબર પડી?"
" એ જાણવા ની જરુર નથી તારે. પણ તુ ટેન્શન ના લે .સંકેત જોડે તારા મેરેજ થવાના જ નથી. અને સંકેત ને હેન્ડલ કરતા મને બવ સારી રીતે આવડે છે."
" ઓહ .. તો તને ચોકક્સ વિરાટ ભૈયા એ જણાવ્યુ ને? ખબર હ્તી મને. એ ભલે છુપાવે પણ ત્યાં હોસ્ટેલ મા એમનો બેસ્ટ ફ્રેન્ડ તુ જ હોવો જોઇએ.કેમ કે એમ્ને એમના ક્લાસ મા ઓછા ને જુનિયર ક્લાસ મા વધારે ફ્રેન્ડ હતા."
મંતવ્ય ને થયુ હવે છુપાવવાથી ક્ય થવાનુ નથી એટલે માથુ હલાવી હા કહી દિધી.
તોય જાણે મનુષ્કા હજીય ટેન્શનમા હ્તી.
મંતવ્ય એ એના ખભા પર બે હાથ મુકી એને એના તરફ ફેરવી.પછી એના ગાલ પર બેવ હાથ મુકી બોલ્યો," મારા પર ભરોસો રાખ એટલો જ જેટલો વિરાટ પર તુ રાખે છે.તુ કોઇ જાત ની ચિંતા ના કર .... હુ છું ને....."
હુ છુ ને .... હુ છું ને.... આ છેલ્લા શબ્દો મનુષ્કા ને હદય મા અંદર સુધી મલમ લગાવી આવ્યા ને હજીય " ઇકો " ની જેમ એના કાન મા ગુંજતા રહ્યા.
યશ એ દુર થી મનુષ્કા અને મંતવ્ય નો ફોટો ક્લિક કરી લીધો.
સનમ સુહાની ને કહેતો હતો કે મારે પણ આપણે જોઇને આવ્યાને એવી જ જોરદાર મૂવી બનાવવી છે. બસ કોઇ જોરદાર રાઈટર મળી જાય. " ઓ mr. જોરદાર તારે સ્ટોરીની રાઈટર શોધવાની પણ જરુર નથી. મનુષ્કા છેને." સુહાની બોલી.
રુશી " અરે યાર આમ જોવા જઇએ તો સનમ તારે કોઇને શોધવાની જરુર નથી....
રૂહાની રુશી ની વાત અડધે થી સરુ કરતા બોલી," હા.ફોટોગ્રાફર તો યશ છે, તારી એક્ટ્રેસ તારી જ લાઈફ ની હીરોઈન બનશે , પિહુ ફેશન ડિઝાઇનર બનશે , રીશી એડિટર,આદિત્ય પાક્કું પોલીસ બનશે યાર એના મોટા ભાઈ ના પગલે... એટલે એનુ ખબર નય "
ત્યાં જ દિવાની એ વાત શરુ કરી," હુ મેકઅપ આર્ટિસ્ટ છું.મને ના ભૂલશો .અને લખવામા મનુષ્કા ની મદદ કરીશ. આપણે પણ ક્યારેક લખી લઈએ છે હોકે... સાથે સાથે કોમ્પ્યુટર વિશે પણ ઘણુંબધું ખબર છે."
પિહુ નુ મન મનુષ્કા બાજુ હતુ. એટલે એ ચુપચાંપ સાંભળી રહી હ્તી.આદિત્ય એ એને પૂછયુ," કેમ મિકિ શુ થયુ ?"
એટલે પિહુ એ મનુષ્કા તરફ ઈશારો કર્યો.
" મિકિ યાર ચિંતા નય કર . તને તો ખબર છે ને કે મંતવ્ય બવ જ સારો છે એ એનુ બરાબર ધ્યાન રાખશે. જેમ હુ ને વિરાટ ભૈયા રાખતા હતા." આદિત્ય એ કહ્યુ. અને એની આંખોમાં મનુષ્કા માટેની કેર દેખાય આવી.
" હા ,આદિ મને ખબર છે કે.એન્ડ આઇ ટ્રસ્ટ યુ. બસ મંતવ્ય હંમેંશા એનો ખ્યાલ રાખે...." પિહુ ની આંખો માથી આંસુ અવી ગયા પણ આજુબાજુ નજર કરી લૂછી લિધા.
" બસ હવે જામી લો રાણી સાહેબા.પૂલ પાર્ટી તમારી રાહ જોવે છે યાર..." આદિત્યએ પિહુ ને હસાવતા કહ્યુ.
ત્યાં બધા ના ઇન્સ્ટાગ્રામ પર કલોઝ ફ્રેંડ્સ મા સ્ટોરી મુક્યાનો નોટિફિકેશન પડ્યું. એટલે મંતવ્યએ પણ પોતાને મનુષ્કાથી અલગ કર્યો.
મનુષ્કા તો બસ ખોવાય ગઇ હ્તી.મંતવ્ય ના શબ્દોમા , એના સ્પર્શમા બાકી કોઇની હિંમત છે જે એને ટચ કરે.મંતવ્યના કહ્યા પછી એને થોડી હાશ થય.અને ત્યાં એ પણ નોટિફિકેશન ને જોવા લાગી.
બધા એ યશ ની કલોઝ ફ્રેંડ્સ વાડી સ્ટોરી જોઇ.બધા મનુષ્કા અને મંતવ્ય તરફ એકદમ જ જોવા લાગ્યા.અરે સનમ અને રીશી એતો હુરિયો પણ બોલાવ્યો.
એ ફોટો જોયા પછી મંતવ્ય અને મનુષ્કા બેવ એકબીજા ની આંખો મા ખોવાય ગયા. એમનું ત્રાટક ના તૂટયું હોત હજીય જો વિરાટ નો મનુષ્કા પર કોલ ના આવ્યો હોત.
" મનુ , કેટલીવાર હુ અને રામ ફાર્મ હાઉસ પર તમારા બધાની રાહ જોઇ રહ્યા છીએ."
" ઓ ... રામભૈયા પણ આવ્યા છે!!" વાઉ મઝા આવશે.બસ અમે નિકળીએ જ છીએ."
" સારુ, ધીમે કાર ચલાવજે હોકે."
" હા ભૈયા બાય." મનુષ્કા એ એક્સસાઈમેન્ટ સાથે ફોન મૂક્યો.
મંતવ્ય એ બધા ને કહ્યુ કે ચાલો નીકળીએ.
બહાર નિકળતા જ આદિત્ય અને રીશી મલકાવા લાગ્યા. એટલે યશને આશ્ચર્ય થયું."અરે યારો એવી તો શુ વાત છે જેનું એક્સસાઈટમેન્ટ છે તમને ને મને નથી ખબર? "
યશ ને બેવે ઈશારો કર્યો.અને એ સમજી ગ્યો.અને મનુષ્કા પણ ખુશ થય ગઈ.ત્યારે સનમ બોલ્યો,"યાર મને બી કોઇ કો ઝરા."
મંતવ્ય સનમ ની કાપતા બોલ્યો," સમજદાર કો ઈશારા કાફી હૈ " કહિ ને એ હસ્યો.
" જો યાર બવ થયુ તમારા લોકોનુ હોકે હવે કહો અમને." સુહાની બોલી.ત્યારે પિહુ એ કહ્યુ.આ સામે જે મોંઘી સ્પોર્ટસ બાઇકો દેખાય છેને એ આ લોકોની છે.એટલે હવે આપણે તુફાનની કાર વિરાટ ભાઈ ના ડ્રાઈવરને આપી દઇશુ અને બાઇક રાઇડિંગ ની મઝા લઈશું.રુહાની તો બાઇક જોઇને જ ખુશ થઇ ગઇ.
તો લેટ્સ હેવ કોમ્પીટીશન..... મનુષ્કા બોલી.બધા એ હા પાડી.
મંતવ્ય એની પાસે આવી આંખ મારીને બોલ્યો," તોય તારે બેસવું તો મારી પાછળ પડશે "
તો આ તો તુફાન હતી. મનુષ્કા બોલી " તારા બાઇક ની ચાવી મારી પાસે છે અને મારી કાર ડ્રાઈવર અંકલ લય ગયા છે. સો યુ ડિસાઇડ નાવ.ફાર્મ હાઉસ પર આવવુ છે મારી જોડે બાઇક પર કે પછી ચાલતો આવીશ!!"
મંતવ્ય એક હાથ હદય પર મુકી એક હાથ પાછળ રાખી માથુ નમાવી બોલ્યો," જો હુકુમ મેરે આકા....."અને બેવ હસી પડ્યા.
વિધાનગર ની સડકો પર ઝૂમ્મ.....ઝૂમ્મ ......કરતી બાઇકો દોડવા નય ઉડવા લાગી હ્તી.......
રીશી ને રેસ ની પડી નોહ્તી.એને તો બસ રુહાની જોડે આરામથી ટાઈમ સ્પેન્ડ કરવો હતો.એટલે બેવ શાંતિથી વાતો કરતા કરતા બાઇક ચલાવતા હતા.
યશ અને દિવાની તો ભઇ સૌથી આગળ હતા.એમની જોડે સનમ રેસ કરી રહ્યો હતો. બેવ આગળ-પાછળ થઈ રહ્યા હતા.
આદિત્ય અને પિહુ તો મનુષ્કાની વાતો કરી રહ્યા હતા.બેવ ને એની ચિંતા રેહતી. કેમ કે મનુષ્કાના ખાસ કહિ શકાય એવા આ બે અમે વિરાટ અમે રામ હતા.રામ એ આમ તો આદિત્યના કાકા હતા પણ ઉંમરમા નાના હોવાથી આદિત્ય જોડે એમની જામતી હ્તી.રામ પોલીસ અધિકારી બનવાની હતો જેમા માત્ર એક મહિના ની વાર હ્તી.
એટલે કહેવા પુરતી રેસ હ્તી.બાકી કોઇ રેસ કરતુ જ નોહ્તુ.બધા ફાર્મ હાઉસ પોહ્ચી ગયા પણ મંતવ્ય અને મનુષ્કા નોહ્તા આવ્યા
એટલે બધા રાહ જોવા લાગ્યા.
ખરેખર મા થયુતુ એવુ કે મનુષ્કા મંતવ્યને વિધાનગરની ગલીયોના
દર્શન કરાવા લઇ ગઈ હ્તી. એમા ને એમા બેવ ઘણા આગળ નીકળી જાય છે એટલે પાછા આવવાંમા મોડુ થઇ જાય છે.મનુષ્કા ને એમ હતુ કોલ પર કોલ આવશે બધા ના પણ વિરાટ ને મંતવ્ય પર ભરોસો હતો. આદિત્ય ને વિરાટ પર અને પિહુ ને વિરાટ અને આદિત્ય પર .....
ફાઈનલી બધા ફાર્મ હાઉસ પર આવી ગયા.સાડા ત્રણ થયા હતા એટલે અડધા રમવા લાગ્યા અને બીજા રેસ્ટ કરવા ઉપર ચાલ્યા ગયા.સાંજની પૂલ પાર્ટી ની બધા રાહ જોવા લાગ્યા.
વિરાટ અને મંતવ્ય વાતે વળગ્યા.
" વિરાટ,મનુષ્કા ને ખબર છે કે તુ અને હુ ખાસ દોસ્ત છીએ.અને
તુ સંકેત નુ ટેન્શન ના લે એ મેં નક્કી કરી લિધું છે શુ કરવાનુ છે એનુ. "
" થેંક્સ યાર મંતવ્ય. અને હા શુ કરે છે મિશા??"
" એ ખુશ છે. હવે એનુ પણ કંઈક કરવુ પડશે." મંતવ્ય થોડા ગમ સાથે બોલ્યો.
"તો એને જવુ છે પ્રીત જોડે...."
" ના વિરાટ .એ મને છોડીને કોઇ જોડે નહિ જાય." મંતવ્ય આ બોલતા વિરાટ સાથે આંખો ના મિલાવી શક્યો. થોડીવાર અટકી એણે કહ્યું," ઍમેય આ બધુ મારા લીધે થયુ છે તો હું જ સોલ્વ કરીશ."
" ચિંતા ના કર .ક્ય બી કામ હોય મને જરુર કહેજે." વિરાટ સહાનુભુતિ આપતા બોલ્યો.
સાંજ ધીમેધીમે એની ખુબસુરતીના દર્શન કરાવી રહી હ્તી. સાંજના સર્જનકારે એને બનાવવાંમા કોઇ કચાશ નોહ્તી રાખી. સાંજ ના સમયે કુદરત અલગ જ ઊભરી આવે છે. ઢળતો સુરજ જે પોતાના કિરણો ને પોતાનામા પાછા સમાવતો હોય એમ લાગી રહયુ હતુ. આખુંય આકાશ ભગવા રંગે રંગાય ગયુ. લાલાશ પડતી છાંટ છુટી છવાયેલી હ્તી.પંખીઓ પોતાના ઘરે જતા હતા.
આખુંય વાતાવરણ મન મોહી લે એવું હતુ.
પૂલ પાર્ટી ની તૈયારીઓ થઈ ગઈ હતી. બધાએ પોત પોતાના કપડા બદલી કાઢયા હોય છે. સ્વિમીંગ કોસ્ચુયમમા છોકરીયોની ખુબસુરતી વધારે નિખરી ઊઠી હતી.રુહાની અને સુહાની બિકીનીમા હતા. દિવાની એ શોર્ટ ફ્રોક પહેર્યુ હતુ.પિહુ એ મનુષ્કા ને સાથ આપવા શોર્ટસ અને ઉપર શોર્ટ સ્પગેટિ ટોપ પહેર્યું હતુ.
મનુષ્કા તો આદિત્યના રામ ભૈયા સાથે વાતોએ વળગી હ્તી.ત્યાં રામની ફિયોંસે રેશમા પણ પાર્ટી જોઇન કરવા આવી હ્તી.એટલે મનુષ્કા રામ સામે જોઇ ચીડાંવ્તા બોલી," તો મારે લિધે તમને રેશ્માભાભી જોડે પૂલ પાર્ટી કરવા મળી હોકે... તો મારી સિલ્ક ચોકલૅટ તમારા પર ઉધાર રહી ..." અને હસીને રેશ્માને મળી પાર્ટીમા જોઇન થઈ ગઈ.
બધા પૂલમા ઊતરી ગયા હતા.બસ મનુષ્કા બહાર ઉભી ઉભી બધાના ફોટોસ ક્લિક કરી રહી હ્તી.પિહુ એ એને બૂમ મારી "બે તુફાન,યાર ચલ હવે આવી જા પૂલમાં. " પણ મનુષ્કા ને બધાના ફની ફોટોસ ક્લિક કરવામાથી ટાઈમ મળે તો ને. એટલે મંતવ્ય પૂલમાથી બહાર આવ્યો અને મનુષ્કા ક્ય કરે કે સમજે એ પહેલા એને ઉચકી ને પૂલમા નાખી. મનુષ્કા આખીય પલળી ગઇ સાથે સાથે એની અંદર પણ કંઈક પલળવા લાગ્યું. મંતવ્ય એની પાસે આવી બોલ્યો," કેવુ ?.... હે ... હસીને કહ્યું મઝા આવીને..." ત્યાં મનુષ્કાએ એને બોચીમાથી પકડી પાણીમા એનો ચહેરો ડુબાડી દિધો..... બધા બસ આ જોઇ રહ્યા. રીશીએ કહ્યુ," મનુષ્કા, મંતવ્ય 15 મિનીટ સુધી એનો શ્વાસ રોકી શકે છે. એટલામા તો તારા હાથ દુખી જશે " પણ આશ્ચર્ય વચ્ચે મંતવ્યએ મનુષ્કા નો હાથ ઉપર તરફ પોતાના હાથ વડે શોધી છોડાવી લીધો અને મનુષ્કાની આંખોમા જોઇ કહ્યુ હાફ્તાં હાફતા કહ્યુ," યાર રુશી.. આની...આની નજર જ એટલી બધી કાતિલ...,ઠંડક આપે એવી...એક હુંફથી ભરેલી છે ને કે એ જોવના તો એમ ને એમ મરી જવ.....યાર " મનુષ્કા હસીને બોલી," તારી આંખો તો મહાસાગર જેવી છે. જ્યાં અચાનક હુંફની ભરતી આવે ને અચાનક નફરતની ઓટ.....તળાવ જેવી આંખો કરી દે. એકદમ શાંત... પથરો મારીએ ત્યારે સ્નેહના વલયો ઉપસી આવે....."મંતવ્ય એ મીઠી સ્માઈલ આપી કહ્યુ," એમ..." મનુષ્કા એ ડોકું હલાવી હા પાડી.બેવની વાતો સરુ ત્ય એટલે બધાએ એમ્ને એકલા મુકી દિધા.
પાર્ટી પછી બધા જમવા ગોઠવાઇ ગયા હતા. ત્યાં આદિત્ય એ મનુષ્કાને એક તરફ બોલાવી ને કહ્યુ," સાલી જી આપકા થોડા સા કામ હે હમે.... કરશો ને ?!"
" આપ કહો ઓર હમ ના કરે ઐસા હુઆ હૈ કભી..." મનુષ્કા પણ એનાજ અંદાજમા બોલી.અને બેવએ કશોક પ્લાન કર્યો.
જમ્યા બાદ બધા એકબીજાના ઘરે પોહ્ચી આજના દિવસ વીસે વિચારવા લાગ્યા.
તો શુ હતો આદિત્ય અને મનુષ્કા નો પ્લાન???
કોણ હતા મિશા અને પ્રિત???શુ મિશા એજ હ્તી જેની વાત દિવાનીએ કેમ્પમા કરેલી????
next part coming soon.....