ek vaat kahu dostini - 11 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તીની - 11


મૂવી, લંચ અને પૂલ પાર્ટી ના એ એક દિવસ અને અઢળક યાદો હદયમા સંગ્રહ કરે બધાને ચાર દિવસ થય ગયા હતા.મંતવ્ય અને મનુષ્કા કે ખાલી એમની જ ચેટિંગ નોહ્તી થતી એ પણ હવે ચેટીંગ કરવા લાગ્યા હતા.

"વિરાટ ભૈયા , મંતવ્ય કેવો છે ?! "
" ઓહ... તુફાન તને એમા ઈન્ટરેસ્ટ પડયો કે શુ હે?"
મનુષ્કા અને વિરાટ વચ્ચે 3 વર્ષનો ફેર હતો પણ બેવ એકબીજા સાથે બધી જ વાતો દિલ ખોલીને કહેતા.
" ભાઈ, તમારેય કોઇ સાળો તો જોઇશે ને?!" મનુષ્કા ખડખડાટ હસતા બોલી.
" હા, એ વાત સાચી પણ એ પેહલા મને તો કોઇ ભાભી શોધી લેવા દે... " વિરાટે મલ્કાઈ ને કહ્યુ.
" અરે યાર તો જલદી કરજો હોકે. હુ પિહુને લઈને બેકલેન્ડ જવ છું. વાતો સાથે એનો આઈસ ક્રિમ ખાવા... અને અમે લોકો ફરવા ગયા હતાને એના ફોટોસ બી આવી ગ્યા છે... ઓહકે .. બાય ચાલો.... "

મનુષ્કા રેડી થઈને નીચે આવી. એના મમ્મી પપ્પા સોફા બેસીને વાતો કરી રહ્યા હતા. મનુષ્કા સમજી ગઈ કે વાત સંકેતને લઈને જ છે. પણ અત્યારે દાદા દાદી ઘરે નોહ્તા, એ લોકો અમેરિકા ફોઇના ઘરેથી આવે કે તરત એ વાત કરશે એમ એણે વિચાર્યું.


મનુષ્કા બેકલેન્ડ એ જવા નીકળી. પિહુને કોલ કર્યો , તો પિહુએ કહ્યુ કે એ પોહ્ચી ગઇ છે. મનુષ્કા ત્યાં પોહ્ચી ત્યારે પિહુને આદિત્ય મુકવા આવ્યો હતો. આદિત્યએ મનુષ્કાને ઈશારામા જ પુછ્યું પ્લાનનુ શુ થયુ? મનુષ્કાએ ઉપર તરફ અંગુઠો કરી ડન કહ્યુ. આદિત્યના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને એ નિકળી ગયો. પીહુ અને મનુષ્કા અંદર એમના દર વખતની ફિક્સ જગ્યા લાસ્ટ ટેબલ પર આવીને બેસી ગયા. મનુષ્કાનો થોડો ઑફ મૂડ જોઇ એણે પૂછ્યું ત્યારે મનુષ્કાએ ઘરે જે કઇ થયુ એ પિહુને કહ્યુ. પિહુએ પુછ્યુ," પણ તુ દાદાજી સાથે કોલ પર વાત કેમ નથી કરી લેતી. એ તરત અહિયા આવી જશે." મનુષ્કા," એટલે જ તો નથી કરતી યાર. કેમ કે ખાસા વરસો પછી તો એ અમેરિકા ગયા છે ફોઇને ત્યા. જો હુ બોલાવી લઈશ તો ફોઇને ખરાબ લાગેને કે ઘણા સમયે આવ્યાને મેં બોલાવી પણ દિધા.એટલે રાહ જોવ છું. વિરાટ ભૈયા કહેતા હતા કે એ 10 દિવસ પછી આવાના જ છે.," પિહુએ હંકારો ભર્યો...હમ્મ્મ..... બરાબર છે કહેતા કહેતા એણે બે કોલ આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. હવે ઓર્ડર આવે ત્યાં સુધી ફોટોસ આપ ઝરા....ચાલ મારી મિકિ માઉસ... "" જરુરથી તુફાન.... લય લે ચાલ... અને હા મેંઇન વાત. મનુષ્કા શુ ચાલે છે તારા અને મંતવ્ય વચ્ચે હે "


" અરે કઇ ખાસ નહિ યાર. અત્યારે તો મેસેજથી વાત થાય છે. અને પિહુ કાલે તો એનો વિડીયો કોલલલ....આવ્યોતો યાર. શુ દેખાતોતો એ યાર. " મનુષ્કાએ ઍક્સાઈટેડ થતા કહ્યુ.


" ઓહો... મનુ..... શું વાત છે......"


" મેં વિરાટ ભૈયા સાથે પણ વાત કરી લીધી આજે. એટલે બસ હવે દાદા- દાદી આવી જાય યાર. "


" એ બરાબર કર્યું તે.. શુ શુ વાતો કરી હે?"


" અરે હજી તો કઇ ખાસ નથી કરી યાર.પર્સનલ વાતો સુધી આવ્યા નથી હજી. ફ્રેંડલી જ વાતો થાય છે. તને ખબરને ઉતાવળ મારા માટે બની છે પણ મારા ઉતાવળા નિર્ણયો ક્યારેક મારી પથારી ફેરવી નાખે છે. એટલે શાંતિથી જે ચાલે છે એ ચાલવાદે."


" હા.. એ જ સારુ છે." પિહુ આઈસ્ક્રીમ ખાતા ખાતા બોલી.


પિહુને ખબર જ નોહ્તી કે આઈસ્ક્રીમ એના હોઠોની ઉપર ચોંટી ગયો હતો. મનુષ્કાએ તરત પિહુનો ફોટો ક્લિક કરી લીધો. સ્ટોરી અપડેટ કરતા એણે કેપ્શનમા લખ્યુ " આફ્ટર લોન્ગ ટાઈમ વિથ માય બેસ્ટ ફ્રેન્ડ.... #દોસ્તીલાઈફ .... #caf'evibe ....

તરત જ મનુષ્કાને આદિત્યનો પ્લાન યાદ આવ્યો.એનુ ફર્સ્ટ સ્ટેજ અમલમા મુકવાનુ હતુ. એટલે એ બોલી," પિહુ , કાલે આપડે આદિત્યની નવી વિલાના ઉદ્દઘાટનમા જવાનું છે. સવારે વાસ્તુ છે અને સાંજે સરપ્રાઈઝ પાર્ટી. "


" સરપ્રાઈઝ પાર્ટી?!" એ વળી શેના માટે?"
" ઓય , પિહુ સરપ્રાઈઝ પાર્ટી છે. સરપ્રાઈઝ નો અર્થ શું થાય હે?"
" આદિ બી એવુ કહેતો હતો. તમે બંને કોઇ કાંડ તો નથી કરવાના ને... હે કેતો મને "
" અરે ના અવે... તુ ચીલ મારને ... કલ કિ બાત કલ... ઓકે."
" ઠીક છે. તો કાલે શુ પહેરી શુ? કઇ વિચાર્યુ તે?"
" હા.હુ સાંજે વહેલા તારા ઘરે આવીશ. હુ લાવું એ પહેરવાનુ. કેમ કે હુ રાતે શોપિંગ માટે જવ છું. મંતવ્ય જોડે..." આંખ મારતા મનુષ્કા બોલી.
"વોવ...વોવ.. ડૂડ સરસ હો... સારુ ચલ...હવે મને ઘરે મુકી જા અને રાતે જમીને જજે. મમ્મીએ કહ્યું છે."
" હા.પાક્કું. ચાલો આજે આન્ટીના હાથનુ ખાવા મડશે."

" તો નીકળીએ મેડમ..."
" હા ચલો...."

મનુષ્કા ઘરે પોહ્ચી. પોતાના રૂમમા જઇ શાવર લીધો. ભીના વાળ, ડેનિમનુ કાર્ગો અને સ્લિવલેસ પીચ કલરની હૂડી મા એ ખુબ સુંદર દેખાતી હ્તી. એણે એનો ફોન ચેક કર્યો. મંતવ્યના મેસેજો હતા.ત્યાં મંતવ્યનો જ કોલ આવ્યો.


" મેડમ કેટલીવાર, જવાનુ છે કે નય શોપિંગ કરવા?"


" હા. હુ રેડી જ છું તુ લેવા આવે છે ને?"


" હા નીચે જ છું વિરાટ સાથે વાત કરુ છુ."


" ઓકે. અને આદિત્યએ કીધું એ બધાનું લિસ્ટ લિધું છે ને ?"


" હા. ચલ હવે ..."


"ઓકે."


બેવ મંતવ્યની જેગુઆરમા બેસીને ચાલી નિકળ્યા. મનુષ્કાએ સામેથી જ કીધું." ઓહ જેગુઆર.... યારર બવ જ મસ્ત છે "


" જાતે ખરીદી છે ઝાંસી ની રાણી.... પોતાના પૈસાથી. " " તે જાતે ખરીદી છે. તુ શુ કરે છે? આઇ મીન બિઝનેસમા ?" " રીયલ એસ્ટેટ મારા ડાબા હાથનો ખેલ બની ગયો છે જ્યારથી જવાબદારી માથે આવી. " " તો તારા માથે જવાબદારી આવી ગઇ એટલે મમ્મી કે પપ્પા......." મનુષ્કાએ વાકય અધુરુ છોડી દિધું. " બેવમાથી કોઇ નથી..... બધુ મને સોપિંને ચાલ્યા ગયા અનંતમા દુર.......... " મંતવ્યનો અવાજ તરડાય ગયો.આંસુ છુપાવવાએ બારીની બહાર તરફ જોવા લાગ્યો. મનુષ્કાએ મંતવ્યના ખભે હાથ મૂકીને સાંત્વના આપી. પછી કંઈક વિચારીને મંતવ્યના ખભા પર માથું મુકી દીધું. મંતવ્ય બસ એને જોઇ રહ્યો.


કાર પાર્ક કરી બેવ બ્રાન્ડ ફેક્ટરી મા પ્રવેશ્યા. મંતવ્ય અને મનુષ્કા જ્યાં વન પીસ , ફ્રોક , ગાઉન , હતા એ તરફ ગયા. મનુષ્કા એક પછી એક કપડા જોતી ગઈ પણ એને એક પણ ગમતા નોહ્તા.અચાનક મંતવ્યએ એનો હાથ પકડયો અને એને ખેંચીને લાસ્ટ રો મા ગોઠવેલા કપડા તરફ લઇ જાય છે. " જોવો લક્ષ્મીબાઇ આ વન પીસ કેવુ છે?" " યાર મન..... આતો ઑસમ છે...... પણ એક પ્રોબ્લેમ છે..." " શું???" " મંતવ્ય , આદિત્યએ રેડ કિધુતું. આ બ્લ્યુ છે." " અરે એમા શુ સ્ટોકમા હસે તો મળી જસે પુછી જોઇએ."


" એક્સક્યુસ મી , આમા રેડ કલર હશે ...?"


"હા .સર છે સાઈઝ કો તો... લાવી આપુ..."


" હા ."


મનુષ્કા ખુશ થઈ ગઈ.


"તારે કઈ નથી લેવુ ?" મંતવ્યઍ પુછ્યું.


" અરે ના.. અત્યારે આ કામ પતાવીયે. હજી મેચિંગ જ્વેલરી લેવા જવાનું છે ને.." યાદ અપાવતા એ બોલી.


" ઓહ..હા... પણ એક પ્રોમિસ સાથે..." મંતવ્યએ એને પાછળથી કમર માથી ખેંચી ને એની બાહોમા લઇ લીધી.


" કેવી પ્રોમિસ....?" મનુષ્કાએ આશ્ચર્યથી કહ્યુ.


" તારે પણ કાલે વન પીસ પહેરવુ પડશે ...બોલ પુરુ કરિશ ...?"


"હમ્મ્મમ્મ ...... રાતે વિડીયો કોલ પર ક્વ ... " મનુષ્કાએ મંતવ્યને ગાલે હળવી ટપલી મારીને કહ્યુ.


મંતવ્યએ હસતા હસતા છોડી દીધી એને....


બધુ શોપિંગ પુરુ કરી મંતવ્ય મનુષ્કાને ઘરે મુકીને પોતાના ઘરે જવા નિકળી ગયો. કાલના દિવસની રાહ મનુષ્કા આદિત્ય અને મંતવ્ય ત્રણેય જોવા લાગ્યા.


મનુષ્કાને થયુ એણે બાકીના ને પણ કહી દેવુ જોઇએ.એટલે બધાને એણે પર્સનલી મેસેજ કરીને કહી દીધું. આદિત્યને પણ કહી દીધું કે તારુ કામ થઈ ગયું છે.


આદિત્યને ત્યા સવારે વાસ્તુ હતુ. બધી વિધિ પતતા પતતા સાડા ત્રણ થયા . આદિત્યના પપ્પા રોનકભાઈ એ આદિત્યના બધા દોસ્તો સાથે વાત કરી.આમ તો મનુષ્કા , પિહુ , વિરાટ , રીશી મંતવ્ય , યશ ને ઓળખતા હતા. એ મનુષ્કાને પોતાની દિકરીની જેમ રાખતા હતા. પિહુ અને આદિત્ય માટે એમને કોઇ વાંધો નોહ્તો કેમ કે પિહુ ખુબ સારી છોકરી હતી અને પાછું પિહુના મમ્મી પપ્પા ને એ સારી રીતે જાણતા હતા.પણ એમ્ને મંતવ્ય , રીશી અને યશ નોહ્તા ગમતા. મંતવ્ય ખાસ્સો સમય હોસ્ટેલ મા રેહતો તોય એમની દોસ્તી અકબંધ હ્તી. પરંતુ આદિત્યની ખુશીને લીધે એ સહી લેતા....


મેહમાનો જમીને નિકળ્યા કે 5 વાગી ગયા હતા. એટલે મનુષ્કા પિહુને પોતાના ઘરે લઈ ગઇ. આ બાજુ આદિત્ય એના પ્લાન ને ફોલો કરી રહ્યો હતો.


-------------------------


અખિલ કેટલાય દિવસથી સંકેતનો ફોન ટ્રાય કરતો હતો પણ સંકેત ઉપાડતો નોહ્તો. અખિલ સંકેતને મંતવ્ય અને મનુષ્કા ને સાથે જોયા એ વાત કેહવા આતુર હતો. ઍમેય ચમચાઓ નુ કામ બીજુ શુ હોય. ખબર ને ઉંધી છતી કરીને કહ્યા કરવાનુ...


ત્યારે એક અનનોન વ્યક્તિનો અખિલ પર કોલ આવે છે. અખિલ ઉપાડે છે.સામે સંકેત હોય છે. પોલીસના ડરને લીધે એણે નંબર બદલી કાઢ્યો હોય છે. અખિલ એને આખી વાત કે છે....


સંકેત ગુસ્સે થઇ જાય છે....

-------------------------

પિહુ રેડ કલરનુ વન પીસ પહેરી મનુષ્કાની સામે આવે છે.મનુષ્કા પિહુને જોઇ રહે છે. રેડ કલરનું વન પીસ જેમા રોયલ બ્લ્યુ કલરના રોઝની ડિઝાઇન હોય છે , ઑફ શોલ્ડર હોવાથી એના લિસ્સા ખભા ડોકાચિયા કરતા હતા, ઘુંટણથી સહેજ ઊંચુ , લાંબા ખુલ્લા સિલ્કી વાળ જેમાથી એનિ ઝુલ્ફો એના ચહેરા પર આવી ગઈ હતી , કાન મા રીયલ રેડ ડાયમંડની ઈઅર રિંગ , લાઈટ રેડ આઇ મેકઅપ , આઇલાઈનર , ડાબા હાથમા રેડ પટ્ટા વાળુ એપ્પલ વૉચ , જમણા હાથમા બ્રેસલેટ , બેવ હાથમા એક ઍક રિંગ , પગમા રેડ ગ્લાડીઍટર હાઈ હિલ શુઝ .........

મનુષ્કા એ ટચાકા ફોડી એની નજર ઉતારી લિધી... અને ફોટોસ ક્લિક કરવા લાગી. આદિત્યનો ફોન આવતા બેવ વિલા જવા માટે નિકળી જાય છે.

મનુષ્કા આદિત્યના વિલાના પાર્કિંગમા કાર પાર્ક કરીને પિહુ પાસે આવે છે. " પિહુ ચાલ આંખો બંધ કર મારે આ રેડ પટ્ટી તારી આંખો પર બાંધવી છે. " " મનુષ્કા પણ .... " " બે મિકી આ સરપ્રાઈઝ તારા માટે જ છે ચલ જલદી કર ." મનુષ્કા પિહુની આંખો પર રેડ પટ્ટી બાંધી દે છે. ધીમેધીમે એને અંદર લય આવે છે.અને પછી અચાનક એનો હાથ છોડીને જતી રહે છે. " ઓય , તુફાન મજાક ના કર કોઇ જાતની યાર પ્લીઝ . ક્ય ગઈ... મનુ, કોઇ છે.... એમ બોલતા બોલતા એ આંખો પરથી પટ્ટી હટાવી દે છે.ચારે તરફ અંધારુ હોય છે. ત્યાં જ એના પર લાઈટ પડે છે, ખાલી એ ઉભી હોઇ છે ત્યાં જ ફોકસ લાઈટ ચાલુ હોય છે. અચાનક એનુ ફેવરિટ ન્યૂ સોન્ગ " ચાંદ ને કહો આજે આથમે નહી......" પ્લે થાય છે. સામે દરવાજો આવે છે એટલે એ ખોલીને અંદર જાય છે. એ ખોલીને જોવે છે તો આખોય રૂમ રેડ અને બ્લ્યુ બલૂનથી ભરેલો હોય છે. આછી પીળી લાઈટમા રૂમની વચ્ચે એક ટેબલ જેવું દેખાય છે.પિહુ બલૂનનોને પાર કરીને ટેબલ સુધી પોહ્ચે છે. જ્યાં કિટકેટ્સથી ભરેલી કેક હોય છે. જેવી એ કેકને ટચ કરે છે કે કેકની વચ્ચેથી એક પછી એક ફોટોસ બહાર આવે છે. જેમા એના અને આદિત્યના ફોટોસ હોય છે. એ બંનેએ માણેલી હળવાશની , સુકુનની પળો , પ્રેમથી ભરપુર , એકબીજાની બાહોમા પસાર થયેલી હુંફની પળો... એ જોઇને એની આંખોમા ખુશીના આંસુ આવી ગયા. ત્યાં જ જમણી તરફ નો દરવાજો અચાનક ખુલી ગયો. એ રૂમમા અંધારુ હતુ. એ હાથને સહારે ચાલતી ચાલતી આગળ વધતી ગઇ. અને જેવી રૂમની વચ્ચે પોહ્ચી એના પર ગુલાબનો વરસાદ થવા લાગ્યો.અને એને બે ફોકસ લાઈટ દેખાઇ એક એના પર અને બિજી આદિત્ય પર..... રોયલબ્લ્યુ કલરનુ અરમાનીનુ ટી શર્ટ એનિ ઉપર સ્કાયબ્લ્યુ બ્લેઝર અને નીચે ડેનિમનુ પેન્ટ. હાથમા એપ્પલનુ બ્લ્યુ પટ્ટા વાળું વૉચ , જેલ નાખીને વાળેલા એના વન સાઈડેડ કટ વાળા વાળ , નાઇકીના સૂઝમા આદિત્ય કાજલ ઓઝા વૈધની નવલકથામા વર્ણવેલો ગ્રીક શિલ્પ જેવો જ લાગતો હતો. પિહુની પાસે આવીને એ ઘુંટણીયે પગે બેસી ગયો.


" પિહુ ..... તુ મારી જીંદગી છે. આઇ મીન હ્તી , છે , અને રહેવાની...... " અને આદિત્ય બોલતા બોલતા અટકી ગયો.એ મનુષ્કાએ લખી આપ્યુ હતુ એ ભુલી ગ્યો હતો. કૅમેરામાથી જોઇ રહેલી મનુષ્કાએ કપાળ પર હાથ પછાડી કહ્યુ ," આ હોટ પોટેટો નું કઇ જ નય થાય... " કહિને હસી પડી...

પિહુ એ આદિત્યને કહ્યુ," મનુષ્કાનું લખેલુ ભુલી ગયો!! કઇ નય એ નિરાંતે સંભળાવી દેજે. અત્યારે તને જે યાદ આવે એ બોલ"

" પિહુ , I LOVE YOU ..... મારે બસ તારે સાથે એક સુકુનની લાઈફ જીવવી છે. તુ , હુ , અને આપડા બે નાના ભૂલકાઓ હોય.... જીવીશ મારી સાથે?"

"હા...આદિ જીવીશ તારા માટે , તારી સાથે.... I LOVE YOU TOO. સ્વીટહાર્ટ.... " પિહુએ એને કહ્યુ.


" તો આપડી 5th એનિવર્સરી સેલિબ્રેટ કરીએ? " આદિત્ય એ પુછ્યું અને પિહુએ જવાબમા હા પાડી.


આદિત્યએ ઉભા થઈને એના બ્લેઝરમાથી રિંગ કાઢીને પહેરાવી દીધી. પિહુએને તરત જ ભેટી પડી.


ત્યાં જ મનુષ્કા પાછળથી આવીને બેવ ને હગ કરતા બોલી કોગ્રેટસ મારા લવ બર્ડસ..... હેવ અ ગ્રેટ ફ્યુચર અહેડ... આ કહેતા તો મનુષ્કા બોલી ગઇ પણ એને ખબર નય કેમ સારુ ફીલ નોહ્તુ થઈ રહ્યુ. ખુશીના વરસાદની શરૂઆત થાય એટલે દુખના વાદળ પણ બહુ દુર ના હોયને .... તોય મનુષ્કાએ મનને માનવી લિધું અને બેવથી છુટી પડી.


એક પછી એક બધા આવ્યા પિહુ અને આદિત્યને મળવા. રીશી અને રુહાનીએ ફોટોફ્રેમ ગિફ્ટ કરી જેમા બેવના 100 ફોટોસ હતા. પિહુ આશ્ચર્ય રોકીના શકી એને એ ફ્રેમ ખુબ જ ગમી. યશ અને દિવાની એ રોમેન્ટિક ગિફ્ટ આપી. લવ કેન્ડલસ અને , હાર્ટ શેપનો કપ હતો જેમા બેવનો ફોટો હતો. સનમ અને સુહાનીએ ડિફરેન્ટ સ્ટાઇલમા શોર્ટ ફિલ્મ બનાવી હ્તી પિહુ અને આદિત્ય પર . છેલ્લે મનુષ્કા અને મંતવ્ય આવ્યા.


" પિહુ આમ ઘણુંબધું હતુ તને આપવા માટે અને મનુષ્કાએ તો તને એનુ અમુલ્ય હદય આપી જ દીધું છે. અને એમાં જગ્યા મેળવવા માટે કૅટ કેટલુ કરવુ પડે છે એ તો તુ મને પૂછ. " હસીને મંતવ્ય બોલ્યો. " એટલે તને તારુ ડ્રીમ બાઇક હુ અને મંતવ્ય ગિફ્ટ કરીએ છીએ..... સોરી હોટ પોટેટો.. પણ યાર મારે આપવુતુ તમને બેવને ... " મનુષ્કાઍ કહ્યુ.


પિહુ અને આદિત્ય હાર્લી ડેવિડસન બાઇકને જોઇ ખુશ થય ગયા. " મંતવ્યને ખરીદવુ હતુ, તો મને યાદ આવ્યુ તમેં બેવ પણ ખરીદવાના છો તો મંતવ્ય કહ્યુ આપડે ગિફ્ટ કરી દઈએ."


ત્યાં અચાનક એક સ્માર્ટ અને ડેશિગ દેખાતા છોકરાએ એન્ટ્રી મારી.. તરત દિવાની આગળ આવીને બોલી," ફ્રેંડ્સ, આ મારો કલોઝ ફ્રેંડ્ સમ્રાટ. "


સમ્રાટ એ બધા ને હાઈ કહ્યુ. એણે આદિત્ય અને પિહુ સાથે વારાફરતી હાથ મિલાવ્યા. પણ પિહુને એના સ્પર્શમા બહુ અજીબ ફીલિંગ થઈ ...... પણ એણે અત્યારે મનુષ્કાને કહેવાનું ટાળ્યુ.પાર્ટી હતી એટલે એ કોઇનો મૂડ સ્પોઇલ કરવા નોહ્તી માગતી.

બધા પાર્ટીમા બિઝી થઈ ગયા........


સમ્રાટના આવવાથી શુ તબાહી થશે ??

રાહ જોતા રહો.. જલદી મળીએ...

next part coming soon....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED