Ek vaat kahu dosti ni - 4 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તી ની - 4

શું ખુશી શું ગમ ??
ભુલી જવાય જયારે
સમજજો દોસ્તી નો દમ !!
સાચો દોસ્ત મલ્યો ત્યારે


ચાલ દોસ્તી ને અનોખી બનાવિયે!!.........


________#####___________#####__________


VVN ની ચહલપહલ વાડી રાત શરૂ થઈ ગઈ....
અહિયા પણ રાત ના 12 વાગે દિવસ ઉગતો હોય છે.ફૂડ કોર્નર તો જાણે વિધાનગર ના રાત ની મેહ્ફીલ ની રોનક છે. શાસ્ત્રીમેદાન તો vvn ની શાન કહેવાય...?

બસ્સ ત્યા નો જ એક માહોલ છે. જે બધા નુ ધ્યાન ખેંચે છે.

ગ્રીક ગૉડ લાગતાં છોકરા ને એક સાઉથ ફિલ્મ ના હીરો એ પકડ્યો હતો.....

" અબે ઓય સફેદ લંગુર !! આજ પાછી કોઇ છોકરી ને હેરાન કરી ને તો જોવા જેવી થશે તારી...સાલા@#$%...." ને સાઉથ હીરો એ જોરદાર મુક્કો માર્યો ગ્રીક ગૉડ ના મોં પર ...

" મંતવ્ય !! છોડ યારર ..એને હવે .. એમ પણ આવા BPL લોકો હોય છે જ એવા.. સાલા.....પણ તુ છોડ હવે એને.તુ ભુલી ગયો હોસ્પિટલ જવાંનુ છે, સનમ ને જોવા. ને પાછી એનિ દવા બી તો લેવાની છે."

"હા રીશી ચાલ નીકળીએ..પણ એક વાત કહું, એ સનમ જબરો આપડો frd બની ગયો ગયો જયારથી આપડે પેલા....." ને મંતવ્ય થી સિસ્કરો નિકળી ગયો ને બોલ્યો," રીશી એ જગ્યા એ જેટલુ આપ્યુ એટલુ જ લઇ પણ લિધું."

" છોડ એ વાતો યાદ કરી કોઇ ફાયદો નથી. ને આ BPL માણસ પ્રિયાંક નુ શું કરવુ છે??"

" કઈ નય યાર...એ તો પેલી ની ટેવ હતી આવા નાલાયકો ને મારવાની.કેટલીક આદતો ક્યાં ભૂલાય છે?બાકી આપડે પણ ક્યારેક આવા જ હતા ને ".....

" humm .... કઈ નઇ જવા દે. હોસ્પિટલ જયએ.ઓય mr.right ચાલ જઈ એ."

" રીશીડા.... કેટલી વાર કીધું તને મારુ નામ યશ છે. યશ . ohk.તુ છેને મારુ હટાવીશ નય already હટેલુ છે.ને બેસ હવે કાર મા ચલ."

"બે હવે તને શું થયુ હે?? રીશી એ વાત તો અધૂરી જ રહી યાર."

" હોસ્પીટલ જઇ ને વાત કરીએ...." રીશી બોલ્યો.


________#####____________#####_________


આ camp મા તમને અલગ અલગ એકટીવીટી નો લાભ મળશે.અહિયા tracking , jat skiing , boat riding, ને રાત્રે બધાને સંસ્કૃતિક પ્રોગ્રામ મા ભાગ લેવા મળશે. હું તમારી આ camp મા guide છું.મારુ નામ મીલી છે. so, હવે કોઇને કોઇ પ્રશ્ન હોય તો પુછી શકો છો.

મિસ.મીલી બધાને camp વીસે સમજાવતા હતા કે કેટલાક ને જવાની નો જોશ ચડેલો.મિસ.મીલી હમકો મીલી કે હમકો દિલ મિલ ગયા.તો પાછા ફરી બીજી કોઇ છોકરી પર...સંસ્કાર સિવાય ના બધા "સ" હતા આ લોકો પાસે.

ત્સોમોરિરિ સરોવર નો camp તો સરુ થતા થઈ ગયો જોડે જોડે એક " સફર-એ-દોસ્તી " ની શરૂઆત પણ થય ગઈ...

શું દ્રશ્ય હતું , શુ લાલિમા હતી સૂરજ ના કિરણો ની ,જાણે પહાડો ને ઓગાળી નિર્મલ પાણી નીચે એકઠુ થતું હતુ, વાદળો વારાફરતી હાથતાળી આપી જતા હતા.

આ બધુ તો ઠીક પણ મનુષ્કા નું તો બીજુ નામ તુફાન હતુ ને.?તો તુફાન ને વળી સંતાય જતા થોડી ફાવે, એતો જણાય જ જાય.

camp મા થી કોઇ છોકરી એને ધક્કો મારીને ને આગળ નિકળતા એનો ફોન પડતા પડતા બચી ગયો.પણ....તુફાન જેનુ નામ.... ને મનુષ્કા એ એને પાછળ થી ખેંચી ને એ બિચારી જોર નીચે પછડાઈ...??

" તુફાન શું યાર તુ બી. atleast અહિયા તો છોડ બધાને.ને 12th exam પુરી થઈ એનિ ખુશી કોઇ ને મારી મે નય મનાય યાર."પિહુ બોલી.

" hey you !! bloody baster . @#%% , have you an eyes ?? visionless girl. "

" તુફાન આ બેન તો અંગ્રેજી ભૂતની નિકળ્યા.? ચલ જરા ગુજરતી નો પાવર બતાવીએ." પિહુ બોલી.

" I'll complain in the cabin.you don't know that my name is venishaaa. "

ને ત્યા જ મીલી મેડમ આવી ગયા.એમણે પુછ્યુ," આ ઝગડો કોણે સ્ટાર્ટ કર્યો??"

કોઇ બોલે એ પહેલા બિલકુલ શિલ્પા શેટ્ટી જેવી દેખાતી છોકરી આગળ આવી ને બોલી," મિસ. મીલી આ પેલી attitude વાડી છોકરી એ સ્ટાર્ટ કર્યુ જે એનુ નામ મિસ.વેનિશાશાશા...બતાવે છે."

ને ટોળુ વિખરાય ગયું.એક ટેન્ટ મા 4 લોકો રહી સકતા. બધા ને મિસ.મીલી એ ટેન્ટ આપી દિધા ને રાત્રે લેક પાસે મળવા કીધું.

એટલા માં જ શિલ્પા શેટ્ટી મનુષ્કા ને પિહુ સામે જોઇ બોલી," hii. મારુ નામ સુહાની છે. હુ પણ તમારી જેમ ગુજરાતી છું.મારી સિસ્ટર જોડે અહિયા આવી છું.so, frds ??"

પિહુ ખૂશ થય ગઈ કે ચલો અહિયા તો કોઇ કંપની મલી અમને બેને. " ગુજ્જુ છો!! તો પૂછવાનું શુ કામ યાર. frd. અને આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ મનુષ્કા." ☺️

" યાહ. તમને મળવુ ગમ્યું ને જામ્યુ પણ અમને. તો ચાલો ટેન્ટ મા જઈને વાત કરીએ."


________#####____________#####_________

અડધા ને અધુરા હતા,
દોસ્ત મલ્યા ને પુરા થયા.????
જિંદગીમાં પહેલી વાર એવું બન્યું,
ખુદ ના હતા ને દોસ્તો ના થયા.❤❤❤❤❤

_________#####___________#####_________

" ડોન્ટ વરી , મોટાભાઈ આદિત્ય હવે ઠીક છે.he ઇસ ફાઇન.તમે ખુદ ડૉક્ટર છો ને હિંમત ખોઇ બેસો એ સારું ના લાગે.જાવ ને ભાભી ને કો આદિત્ય હવે સારો થઈ ગયો છે."

" પણ આ છોકરાં ને શું ખોટ હતી?? તે નસ કાપી બેઠો??અરે અમારુ તો વિચાર્યુ હોત??!!!"

" તમે આદિત્ય ના દોસ્તો ને કીધું?? યશ ના 45 મિસકોલ છે.ને જો મંતવ્ય ને ખબર પડી તો..."

" ના , રામ ના પાડી ને તને. એ દોસ્તો એના નક્કામા છે.મારા આદિ ને....." ને રોનકભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

" સારું જેમ તમને યોગ્ય લાગે."

________#####__________#####___________

દિવાની રડવાનું બંધ કરી દે.જો તું તારી કહાની ચાલુ રાખ , એ બહાને તને એ સોનેરી લમ્હા ફરી જીવવા મળશે.ohk.

☺️"સારું ચંપા હો.."

પિહું નાનપણથી જ શાંત સ્વભાવ ની છે.એના મોમ ડેડ બવ જ સારા છે. એનિ મમ્મી મનિષાબેન બેસ્ટ પીડીયાટ્રીશીયન છે અને એના પપ્પા મહેશભાઈ બેસ્ટ બિઝનેસ મેન છે.

પ્રોફેશન ને લીધે એના ને મનુષ્કા મા પપ્પા frd છે. પિહુ નો જન્મ લંડન મા થયેલો. પિહુ ને આખો દિવસ કોઇ મેઈડ સાથે રાખવી એ મનિષાબેન ને નોહ્તુ ગમતુ ને એ મુંબઈ શિફ્ટ થયા. પરંતુ વતન ગુજરાત ની ચાહ એમ્ને ખેંચી લાવ્યું.

બસ જયારથી ગુજરાત આવ્યા ત્યારથી પિહુ ને મનુષ્કા frd છે.

__________#####_________#####__________

મંતવ્ય ના ફોન પર રિંગ વાગી.હોસ્પિટલ મા હતા એટલે એને કટ કર્યો.પણ રિંગ વાગવાની બંધ ના થય.

" રીશી કોઇનો ફોન આવે છે હુ વાત કરીને આવું સનમ ઠીક છેને??"

" હા. પણ ડૉક્ટરે પહેલા તને તારો પગ બતાવી જવા કહ્યું ને ફરી થી પાટા બાંધવાના છે." રીશી બોલ્યો.

" હા મન, રીશી બરાબર કે છે." યશ બોલ્યો.

" ના . મારે કઈ નથી કરાવવું. "

રામ અંકલ ના આટલા બધા ફોન. એમ પણ કેટલાય દિવસથી આદિત્ય નથી આવ્યો મળવા.

" હેલ્લો અંકલ. બોલો શુ થયુ ??"

" તને યશ એ કીધું ને કે આદિત્ય એ suicide કર્યું છે , પણ એ ખોટુ છે. પોલીસ ઇન્સ્પેકટર બનવાનો ભલે હોવ પણ મને ખબર તો પડે જ કે suicide કોને કેહવાય ને murder કોને કહેવાય!! આદિત્ય નું murder કરવાનો ટ્રાય થયો છે."

" શું?? આદિત્ય એ suicide, murder??? મને યશ એ કીધું કેમ નય???"

" એ વાત પછી પુછી લેજે પણ સંભાળી ને રેજે. એક કામ કરો હું વિરાટ નો number આપુ છું.એ મારો frd છે એ તને હેલ્પ કરશે."

આટલા ગુસ્સા મા મંતવ્ય બોલ્યો," એનિ જરુર નહિ પડે મારી પાસે છે."

_________#####__________#####__________આદિત્ય નું murder???
કોણે કરેલું????

વેનિશા કોન હતી??

સનમ કોન હતો???

વિરાટ નુ નામ આવતા મંતવ્ય ને ગુસ્સો કેમ આવ્યો??

next part coming soon.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED