Ek vaat kahu dosti ni - 1 books and stories free download online pdf in Gujarati

એક વાત કહું દોસ્તી ની - 1

વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે,વિધાનગર..

ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે ,
અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે વિદ્યાનગર.

લગભગ અહીયા જીંદગી મુંબઈ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી....

બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ લાલી ને વાદળી છાંટ થી ભરાય ગયેલુ , આતરે આતરે આવતો પવન ને, વાહનોના અવાજ.... બધુંજ રમણીય હતુ પણ cafe' coffee day (CCD) ના ગ્લાસ ડોર ની અંદર બધા પોતપોતાની લાઈફ મા બિઝી હતા. ના તો કુદરત નુ ભાન હતુ,ના બહાર ની દુનિયાનુ... મોબાઇલ આવ્યા પછી એ જ તો દુનિયામાં બની ગયો હતો સૌની...

કરિશ્મા માનવ મગજ નો ગણું ,
કે કાળ કુદરત નો ગણું...
મોબાઇલ થી એક જાન બચે તો,
એક ચલી જાય છે...
ઉપરવાળાએ બનાવી અજીબ દુનિયા
કોઇ દુખિયા ને કોઇ સુખિયા...

બસ કંઈક એવુ બનવા જઈ રહ્યુ હતુ કેટલાક ની જિંદગીમાં.....



________#####___________#####__________



CCD ના એક કોર્નરમાં બેઠી હતી એ . માપ ના વાંકડિયા વાળ ખભા સુધી ના, કથ્થાઇ રંગ ની સહેજ મોટી આંખો, ઘાટીલુ શરીર. લાઈટ પર્પલ રંગ ની સ્પગેટિ ટોપ ને તેની ઊપર બ્લ્યુ ડેનિમ જેકેટ, ને ડાર્ક ગ્રે કલર નુ ડેનિમ નુ પેન્ટ ડિઝલના બેલ્ટ સાથે પેહરેલુ. જ્યાં બેઠી તી ત્યાં ટેબલ પર એના બ્લેક સ્પારકલ ઓક્લિ ના ગોગલ્સ પડ્યા હતા. પણ એની બ્રાન્ડેડ પર્સનાલીટી
ની નોંધ લેનાર કોઇ નોહ્તુ. CCD મા આવનાર ની પર્સનાલીટી લગભગ આવી હોય છે.

.....એની આખો મા ખારા આસું એ ડેરો જમાવેલો. મોબાઇલ જોતી જાય ને રડતી જાય. ત્યાની એક લેડિઝ વેઈટર અનેરી એને ઓળખતી હતી. કેમ કે અહિયા બહું વખત આવતી. અનેરી એની ફૅવરિટ કોલ્ડ ટી બનાવવા એના વીસે વિચારતા વિચારતા ગઈ.

એટલા મા એ.. ના ફોન પર મેંસેજ પડયો. snapchat પર મેસેજ જોયો. સ્ટોરી મા બે વ્યક્તિ નો એક સાથે ફોટો હતો.
જોતા જ વધારે વિહવળ જણાય એ...

__________#####___________#####________


એક્સએક્ટ 8: 30 વાગ્યા હતા. આણંદ-સોજિત્રા હાઈવે પર એક ઘટના થઈ જાય છે......

100 થી વધારે સ્પીડ પર આવતુ Harley davidson બાઇક ....... બાઇક પર બેઠેલા hureeee બોલતા ને ચીસો પડતા આગળ વધતા હતા..

આગળ બેસનાર તો ગ્રીક શિલ્પ જ જોય લો. એકદમ જીમ મા બનાવેલ perfect શરીર, six pack એના એની બ્રાન્ડેડ t-shirt માથી ઊભરી આવતા હતા.ગ્રે કલર ની પાનીદાર આંખો, highlighted બ્લ્યુ કલર ના વાળ. ને ચેહરા પેર એનો ઘમંડ દેખાય આવતો હતો.

પાછળ બેસનાર પણ એના થી જાય એમ નોહ્તો. અજીબ charm એનો પણ હતો. એની કાળી આંખો મા જાણે નાની વયે જમાની જાણ હતી. કસાયેલું શરીર ને આંખો પર PARDA ના મોંઘા ગોગ્ગ્લ્સ, ને કાન મા હમેશા ની જેમ ભરાવેલ headphones.....


ત્યાં જ એ લોકો baleno ની બાજુ માથી પસાર થયા. ને બાઇક ચલાવનાર ની નજર બારી પાસે બેઠેલા વ્યક્તિ પર પડી ને જે નશા થી બાઇક ચલાવતો હતો એ ઊતરી ગયો... પણ....
મોડુ થઈ ગયુ હતું..... જોવા મા ને જોવા મા એનુ Harley davidson સ્લીપ ખાય ગયુ ........ આસપાસ ના લોકો ની સામે જ બાઇક ટેંકર જોડે અથડાઈ ગયું....

એક મોટો ધમાકો !!!! પાછળ બેસનાર ઉછળ્યો..... આગળ બેસનાર ટેંકર પાછળ અથડાઇ ગયો.....

એક સિસ્કારો નિકળી ગયો લોકોથી, ભીડ થઈ ગઈ 5 મિનીટમા તો.. લોકો વાતો પણ કરવા લાગ્યા. છોકરાઓ જ સ્પીડ મા ચાલે ને એકસિડેન્ટ થાય તો વાંક એમનો જ ને. તો કોઈ વળી કેહવા લાગ્યું કે એકનો એક હસે તો..... અમીર બાપ ના બિગડેલ ઓલાદ.... પાંખો આવી ગઈ છે... તો કોઇ વળી એ બેવ ક્યાં પડ્યા ને બહું વાગ્યુ છે કે નય તેની વાતો કરવા લાગ્યાં..
ને અમુક નવરા લોકો video ઉતારવા લાગ્યા ને viral કરવા લાગ્યા..... વિચિત્ર માનવી ને એના વિચિત્ર નખરા......

________#####_________#####___________

બાકરોલ રોડ પર આવેલ backland મા આવેલ recharge cafe' મા બેઠેલી યુવતી ત્યાંનો ફેમસ ને એની પસંદ નો coal ice cream ખાતી હતી.. પણ ઉદાસ ચેહરે!!

ખભાથી થોડા લાંબા વાળ , બ્લેક આંખ, થોડી પાતળી સરખી, આંખે ચશ્મા પહરેલા.. પરંતુ cuteness તો બાકી એનીજ હતી.. megenta પીન્ક કલર ની t- shirt ને તેની ઉપર ડાર્ક બ્લેક classic dangri પેહરી હતી.....

_______#####__________#####____________


પાંચ વ્યક્તિઓ, એમની લાઈફ અલગ મોડ લઈ રહી હતી.....
પાંચ જ વ્યક્તિઓ હતી કે હજી બાકી હતા કોઇ??????

જિંદગી ની સફર ખતમ નથી થતી એમ જ,
ખેલ શતરંજ ખેલવા પણ પડે....
મૌત પછી પણ ઈચ્છા અધુરી રહી જાય એમ જ,
જીવતા ને મુડદા સાથે રમત રમવી પણ પડે....

_______#####____________######________

કરમસદ મા આવેલ કૃષ્ણ હોસ્પિટલ...
એનો ત્રીજો માળ....
પાંચમો વોર્ડ....
એક બેડ...

એક જિંદગી ના મૌત ને જીવન નો સોદો કરી રહ્યા હતા, યમરાજાને હોસ્પિટલ ના ડૉક્ટર ....

" wrist cutting... within 5 hours ... the patient is male ... age is 19 year .... " ડૉક્ટર તેનો report વાંચતા બોલ્યા ...

વોર્ડ બાહર એના મમ્મી પપ્પા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા.પોતના દિકરા ને બચવવા આજીજી કરી રહ્યા હતા.

_________#####__________#####__________

સુહાની ક્યારની ચિંતા મા હતી.એની બેન રૂમ બંધ કરીને ખબર નય શુ કરતી હતી... એટલુ એનુ સમજાયું ખરુ કે એને કંઈક તો થયુ છે.બાકી એ આવું તો ક્યારેય ના કરે..

સુહાની ને એનિ sister twins નોહ્તા પરંતુ દેખાવે સરખા જ લાગતાં. હાઈટ ખુબ હતી બંને ની, સ્લીમ ફિગર, ને સિલ્કી વાળ, ને થોડો ઘણો ગોરો વાન, ને તિણુ નાક. શિલ્પા શેટ્ટી જ જોઇ લો.ભલભલા બન્ને ને જોડિયા સમજી લેતા....

એ જોર જોર થી દરવાજો ખખડાવા લાગી.મોમ ડેડ્ ઘરે નથી ને દીદી છે કે દરવાજો ખોલતી નથી ... અંદર થી અચાનક સુહાની નિ બેહેંને દરવાજો ખોલ્યો , " સુહિ, ... "એમ કહી ને સુહાની ને ભેટી ને રડવા લાગી......

_________#####__________#####__________

કોણ હતી આ પાંચ વ્યક્તિઓ???
શું connection હતું એમની વચ્ચે????

શું હતો CCD મા .....મોબાઇલ નો મેસેજ??
accident કોની સાથે થયો હતો???
recharge cafe' મા .... કેમ ઉદાસ હતી એ??
સુહાની ની ની બેન કેમ રડતી હતી ???
suicide કોણે કરેલુ??? કેમ ???

coming nearby........ soon......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED