આદિત્યને ત્યા સવારે વાસ્તુ હતુ. બધી વિધિ પતતા પતતા સાડા ત્રણ થયા . આદિત્યના પપ્પા રોનકભાઈ એ આદિત્યના બધા દોસ્તો સાથે વાત કરી.આમ તો મનુષ્કા , પિહુ , વિરાટ , રીશી મંતવ્ય , યશ ને ઓળખતા હતા. એ મનુષ્કાને પોતાની દિકરીની જેમ રાખતા હતા. પિહુ અને આદિત્ય માટે એમને કોઇ વાંધો નોહ્તો કેમ કે પિહુ ખુબ સારી છોકરી હતી અને પાછું પિહુના મમ્મી પપ્પા ને એ સારી રીતે જાણતા હતા.પણ એમ્ને મંતવ્ય , રીશી અને યશ નોહ્તા ગમતા. મંતવ્ય ખાસ્સો સમય હોસ્ટેલ મા રેહતો તોય એમની દોસ્તી અકબંધ હ્તી. પરંતુ આદિત્યની ખુશીને લીધે એ સહી લેતા....
મેહમાનો જમીને નિકળ્યા કે 5 વાગી ગયા હતા. એટલે મનુષ્કા પિહુને પોતાના ઘરે લઈ ગઇ. આ બાજુ આદિત્ય એના પ્લાન ને ફોલો કરી રહ્યો હતો.
-------------------------
અખિલ કેટલાય દિવસથી સંકેતનો ફોન ટ્રાય કરતો હતો પણ સંકેત ઉપાડતો નોહ્તો. અખિલ સંકેતને મંતવ્ય અને મનુષ્કા ને સાથે જોયા એ વાત કેહવા આતુર હતો. ઍમેય ચમચાઓ નુ કામ બીજુ શુ હોય. ખબર ને ઉંધી છતી કરીને કહ્યા કરવાનુ...
ત્યારે એક અનનોન વ્યક્તિનો અખિલ પર કોલ આવે છે. અખિલ ઉપાડે છે.સામે સંકેત હોય છે. પોલીસના ડરને લીધે એણે નંબર બદલી કાઢ્યો હોય છે. અખિલ એને આખી વાત કે છે....
સંકેત ગુસ્સે થઇ જાય છે....
-------------------------
પિહુ રેડ કલરનુ વન પીસ પહેરી મનુષ્કાની સામે આવે છે.મનુષ્કા પિહુને જોઇ રહે છે. રેડ કલરનું વન પીસ જેમા રોયલ બ્લ્યુ કલરના રોઝની ડિઝાઇન હોય છે , ઑફ શોલ્ડર હોવાથી એના લિસ્સા ખભા ડોકાચિયા કરતા હતા, ઘુંટણથી સહેજ ઊંચુ , લાંબા ખુલ્લા સિલ્કી વાળ જેમાથી એનિ ઝુલ્ફો એના ચહેરા પર આવી ગઈ હતી , કાન મા રીયલ રેડ ડાયમંડની ઈઅર રિંગ , લાઈટ રેડ આઇ મેકઅપ , આઇલાઈનર , ડાબા હાથમા રેડ પટ્ટા વાળુ એપ્પલ વૉચ , જમણા હાથમા બ્રેસલેટ , બેવ હાથમા એક ઍક રિંગ , પગમા રેડ ગ્લાડીઍટર હાઈ હિલ શુઝ .........
મનુષ્કા એ ટચાકા ફોડી એની નજર ઉતારી લિધી... અને ફોટોસ ક્લિક કરવા લાગી. આદિત્યનો ફોન આવતા બેવ વિલા જવા માટે નિકળી જાય છે.
મનુષ્કા આદિત્યના વિલાના પાર્કિંગમા કાર પાર્ક કરીને પિહુ પાસે આવે છે. " પિહુ ચાલ આંખો બંધ કર મારે આ રેડ પટ્ટી તારી આંખો પર બાંધવી છે. " " મનુષ્કા પણ .... " " બે મિકી આ સરપ્રાઈઝ તારા માટે જ છે ચલ જલદી કર ." મનુષ્કા પિહુની આંખો પર રેડ પટ્ટી બાંધી દે છે. ધીમેધીમે એને અંદર લય આવે છે.અને પછી અચાનક એનો હાથ છોડીને જતી રહે છે. " ઓય , તુફાન મજાક ના કર કોઇ જાતની યાર પ્લીઝ . ક્ય ગઈ... મનુ, કોઇ છે.... એમ બોલતા બોલતા એ આંખો પરથી પટ્ટી હટાવી દે છે.ચારે તરફ અંધારુ હોય છે. ત્યાં જ એના પર લાઈટ પડે છે, ખાલી એ ઉભી હોઇ છે ત્યાં જ ફોકસ લાઈટ ચાલુ હોય છે. અચાનક એનુ ફેવરિટ ન્યૂ સોન્ગ " ચાંદ ને કહો આજે આથમે નહી......" પ્લે થાય છે. સામે દરવાજો આવે છે એટલે એ ખોલીને અંદર જાય છે. એ ખોલીને જોવે છે તો આખોય રૂમ રેડ અને બ્લ્યુ બલૂનથી ભરેલો હોય છે. આછી પીળી લાઈટમા રૂમની વચ્ચે એક ટેબલ જેવું દેખાય છે.પિહુ બલૂનનોને પાર કરીને ટેબલ સુધી પોહ્ચે છે. જ્યાં કિટકેટ્સથી ભરેલી કેક હોય છે. જેવી એ કેકને ટચ કરે છે કે કેકની વચ્ચેથી એક પછી એક ફોટોસ બહાર આવે છે. જેમા એના અને આદિત્યના ફોટોસ હોય છે. એ બંનેએ માણેલી હળવાશની , સુકુનની પળો , પ્રેમથી ભરપુર , એકબીજાની બાહોમા પસાર થયેલી હુંફની પળો... એ જોઇને એની આંખોમા ખુશીના આંસુ આવી ગયા. ત્યાં જ જમણી તરફ નો દરવાજો અચાનક ખુલી ગયો. એ રૂમમા અંધારુ હતુ. એ હાથને સહારે ચાલતી ચાલતી આગળ વધતી ગઇ. અને જેવી રૂમની વચ્ચે પોહ્ચી એના પર ગુલાબનો વરસાદ થવા લાગ્યો.અને એને બે ફોકસ લાઈટ દેખાઇ એક એના પર અને બિજી આદિત્ય પર..... રોયલબ્લ્યુ કલરનુ અરમાનીનુ ટી શર્ટ એનિ ઉપર સ્કાયબ્લ્યુ બ્લેઝર અને નીચે ડેનિમનુ પેન્ટ. હાથમા એપ્પલનુ બ્લ્યુ પટ્ટા વાળું વૉચ , જેલ નાખીને વાળેલા એના વન સાઈડેડ કટ વાળા વાળ , નાઇકીના સૂઝમા આદિત્ય કાજલ ઓઝા વૈધની નવલકથામા વર્ણવેલો ગ્રીક શિલ્પ જેવો જ લાગતો હતો. પિહુની પાસે આવીને એ ઘુંટણીયે પગે બેસી ગયો.
" પિહુ ..... તુ મારી જીંદગી છે. આઇ મીન હ્તી , છે , અને રહેવાની...... " અને આદિત્ય બોલતા બોલતા અટકી ગયો.એ મનુષ્કાએ લખી આપ્યુ હતુ એ ભુલી ગ્યો હતો. કૅમેરામાથી જોઇ રહેલી મનુષ્કાએ કપાળ પર હાથ પછાડી કહ્યુ ," આ હોટ પોટેટો નું કઇ જ નય થાય... " કહિને હસી પડી...
પિહુ એ આદિત્યને કહ્યુ," મનુષ્કાનું લખેલુ ભુલી ગયો!! કઇ નય એ નિરાંતે સંભળાવી દેજે. અત્યારે તને જે યાદ આવે એ બોલ"
" પિહુ , I LOVE YOU ..... મારે બસ તારે સાથે એક સુકુનની લાઈફ જીવવી છે. તુ , હુ , અને આપડા બે નાના ભૂલકાઓ હોય.... જીવીશ મારી સાથે?"
"હા...આદિ જીવીશ તારા માટે , તારી સાથે.... I LOVE YOU TOO. સ્વીટહાર્ટ.... " પિહુએ એને કહ્યુ.
" તો આપડી 5th એનિવર્સરી સેલિબ્રેટ કરીએ? " આદિત્ય એ પુછ્યું અને પિહુએ જવાબમા હા પાડી.
આદિત્યએ ઉભા થઈને એના બ્લેઝરમાથી રિંગ કાઢીને પહેરાવી દીધી. પિહુએને તરત જ ભેટી પડી.
ત્યાં જ મનુષ્કા પાછળથી આવીને બેવ ને હગ કરતા બોલી કોગ્રેટસ મારા લવ બર્ડસ..... હેવ અ ગ્રેટ ફ્યુચર અહેડ... આ કહેતા તો મનુષ્કા બોલી ગઇ પણ એને ખબર નય કેમ સારુ ફીલ નોહ્તુ થઈ રહ્યુ. ખુશીના વરસાદની શરૂઆત થાય એટલે દુખના વાદળ પણ બહુ દુર ના હોયને .... તોય મનુષ્કાએ મનને માનવી લિધું અને બેવથી છુટી પડી.
એક પછી એક બધા આવ્યા પિહુ અને આદિત્યને મળવા. રીશી અને રુહાનીએ ફોટોફ્રેમ ગિફ્ટ કરી જેમા બેવના 100 ફોટોસ હતા. પિહુ આશ્ચર્ય રોકીના શકી એને એ ફ્રેમ ખુબ જ ગમી. યશ અને દિવાની એ રોમેન્ટિક ગિફ્ટ આપી. લવ કેન્ડલસ અને , હાર્ટ શેપનો કપ હતો જેમા બેવનો ફોટો હતો. સનમ અને સુહાનીએ ડિફરેન્ટ સ્ટાઇલમા શોર્ટ ફિલ્મ બનાવી હ્તી પિહુ અને આદિત્ય પર . છેલ્લે મનુષ્કા અને મંતવ્ય આવ્યા.
" પિહુ આમ ઘણુંબધું હતુ તને આપવા માટે અને મનુષ્કાએ તો તને એનુ અમુલ્ય હદય આપી જ દીધું છે. અને એમાં જગ્યા મેળવવા માટે કૅટ કેટલુ કરવુ પડે છે એ તો તુ મને પૂછ. " હસીને મંતવ્ય બોલ્યો. " એટલે તને તારુ ડ્રીમ બાઇક હુ અને મંતવ્ય ગિફ્ટ કરીએ છીએ..... સોરી હોટ પોટેટો.. પણ યાર મારે આપવુતુ તમને બેવને ... " મનુષ્કાઍ કહ્યુ.
પિહુ અને આદિત્ય હાર્લી ડેવિડસન બાઇકને જોઇ ખુશ થય ગયા. " મંતવ્યને ખરીદવુ હતુ, તો મને યાદ આવ્યુ તમેં બેવ પણ ખરીદવાના છો તો મંતવ્ય કહ્યુ આપડે ગિફ્ટ કરી દઈએ."
ત્યાં અચાનક એક સ્માર્ટ અને ડેશિગ દેખાતા છોકરાએ એન્ટ્રી મારી.. તરત દિવાની આગળ આવીને બોલી," ફ્રેંડ્સ, આ મારો કલોઝ ફ્રેંડ્ સમ્રાટ. "
સમ્રાટ એ બધા ને હાઈ કહ્યુ. એણે આદિત્ય અને પિહુ સાથે વારાફરતી હાથ મિલાવ્યા. પણ પિહુને એના સ્પર્શમા બહુ અજીબ ફીલિંગ થઈ ...... પણ એણે અત્યારે મનુષ્કાને કહેવાનું ટાળ્યુ.પાર્ટી હતી એટલે એ કોઇનો મૂડ સ્પોઇલ કરવા નોહ્તી માગતી.
બધા પાર્ટીમા બિઝી થઈ ગયા........
સમ્રાટના આવવાથી શુ તબાહી થશે ??
રાહ જોતા રહો.. જલદી મળીએ...
next part coming soon....