premnad - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૬
સીમ માં બનેલી ઘટના નું રહસ્ય અનેરી તેના શબ્દો માં સીમ વાસીઓ ને સંભળાવે છે, ... નૂર , ઝારા અને અનેરી અભ્યાસ માટે વલ્લવિદ્યાનગરમાં આવે છે , હોસ્ટેલ માં આવી ને તેઓ તેમનો સામાન ગોઠવી દે છે, રાત્રે નુર ના રુદન પાછળ નું રહસ્ય હજુ અકબંધ હતું.હવે આગળ ....

' નુર ... નુર ... ચાલ સવાર થયું ઊઠ હવે' અનેરી એ નુર નું બ્લંકેટ ખેંચતા કહ્યું.
' અરે... સુવા દેને યાર હજી વાર છે....' નૂર એ આળસ ખાતા કહ્યું અને બ્લેંકેટ ને પાછું મોહ પર ઢાંકી દેય છે.
' સવાર ના પોણા નવ થયા અને હજુ તારે સૂવું છે? 'અનેરી એ કહ્યું.
નૂર પથારી માંથી બેઠી થાય છે, અને બારી બાજુ મોં કરી ને બેસે છે.
નવો ઊગતો સુર્ય તેની સાથે નવી આશા ઓ પાથરતો બપોર તરફ પ્રસ્થાન કરી રહ્યો હતો. બધા નોકરિયાત વર્ગ પૈસા કમાવા વિદ્યાનગર ના રસ્તા ઓ ઉપર કામ ની દોડ લગાવી રહ્યો હતો અને વિદ્યાનગર ની વિદ્યા નો સ્વાદ ચાખવા આવેલા વિધાર્થી ઓ ની ચહેલ પહેલ પણ કંઇક વધારે હતી. વિદ્યાનગર એટલે પોપટ જેવા પક્ષી ઓ નું પ્રિય ઘર. સવાર અને સાંજે તેમનો અવાજ આખા વિદ્યાનગર ને ગુંજવતો હતો .આ બધું જોતાં જોતાં નૂર ની આંખો પાછી ઢળી ગઈ.
' અરે બાપરે આ છોકરી નું શું કરવું? ' અનેરી એ કટાક્ષ માં કહ્યું.
એટલા માં ઝારા બાથરૂમ માંથી બહાર આવી . તેના વાળ પાણી થી ભીંજાયેલા હતા . તે એકદમ નૂર ની બાજુ માં જઈ ને માથા ના વાળ ખંખેરિયા જેથી બધુ પાણી નૂર ઉપર પડ્યું.
નૂર એક દમ ઉઠી ગઈ . ઉપર જોતાં ની સાથે ઝારા અને અનેરી, નૂર ને ઘુરી ને જોઈ રહ્યા હતા અને બંને બોલ્યા કે -
' ટાઇમ જો વાઘરણ .. આજે પહેલો લેક્ચર મિસ કરવાનો છે કે શું? ચાલ હજુ ચા નાસ્તો પણ બાકી છે.

.... જેમ જાણી એ છે તેમ ત્રણેવ કેમિસ્ટ્રી માં અનુસ્નાતક કક્ષાના અભ્યાસ (Msc) માટે આવ્યા હોય છે. કૉલેજ નો પહેલો દિવસ દરેક ને યાદગાર હોઈ. તેજ રીતે આજે ત્રણેવ નો પહેલો દિવસ કૉલેજ માં છે. ઝારા અને અનેરી ભણવા માં મધ્યમ પરંતુ નૂર એ બી.એસ.સી કેમિસ્ટ્રી માં ગોલ્ડ મેડલ વિજેતા. રાધા જેવી સુંદરતા અને સરસ્વતી જેવું જ્ઞાન.....

નૂર સ્નાન કરી કપડાં પહેરી ને તૈયાર થઈ જાય છે. સમય ૯: ૩૭ થયો હતો. ૧૧ વાગ્યે કૉલેજ સારું થવાની છે. રસાયણ વિભાગ શહીદ ચોક ની બાજુ માં જ હતો.એટલે તેમની હોસ્ટેલ થી એકદમ નજીક.
' ચાલો હવે બેગ લઈ લો હજી નાસ્તો કરવાનો પણ બાકી છે.' ઝારા ભૂખ ની ઉતાવળ માં કહે છે.
' આ જાળી થી ભૂખ સહન જ નથી થતી, એને લીધે મારે કેટલી ઉતાવળ કરવી પડી.' નૂર એ મોહ ચઢવતા ઝારા ને કહ્યું.
તેઓ પૂજા નાસ્તા હાઉસ આગળ ચા નાસ્તો કરવા જાઈ છે.
પૂજા નાસ્તા હાઉસ ના માલિક એટલે કે જે ત્યાં નાસ્તો બનાવે તે એમનું નામ લાલ ભાઈ અને એમને ત્યાં ચા નાસ્તો આપવા વાળો એક ટેણી જેનું નામ ચિરાગ હતું પણ બધા તેને ચૂચા કહી ને બોલાવતા.ગત સાંજે ચા પીવા આવ્યા હતા ત્યારે ઝારા ને ચુચા જોડે દોસ્તી થઈ ગઈ હતી અને એની જોડે થી આજુ બાજુની જાણકારી લઈ લીધી હતી.

' ઓએ ચૂચે , મેનુ લેકે ઇધર આ ' ઝારા એ ચૂચા ને બૂમ પાડી.
નૂર અને અનેરી વઘારેલી ભાખરી અને ચા મંગાવે છે અને ઝારા બ્રેડ બટર, જામ બન અને ચા મંગાવે છે.
' લાગે છે , આજે લેક્ચર માં ભણાવશે તો નઈ.' અનેરી એ ચા પીતા કહ્યું.
' જે હોઇ એ આપણે લેક્ચર હસે તો ભરીસુ.' ઝારા એ જામ બન ખાતા ખાતા કહ્યું.
આમ વાતો માને વાતો માં ચા નાસ્તો પતાવી ને કૉલેજ બાજુ પ્રસ્થાન કર્યું.

ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં પહેલો દિવસ .

' ઝારા .. ઝારા ઉપર થી ચેક કર ..' અનેરી બોલી.
'અરે આપણું નામ ભૂલી ગયા કે શું?' ઝારા તેઓ ના ક્લાસ અને રોલ નંબર શોધતા શોધતા બોલે છે.
' જો બરાબર ત્યાં ક્યાંક જ હસે.' નૂર એ કહ્યું

' વૈષ્ણવ અનેરીબેન નિગમભાઈ, રોલ નં ૨૨૦૩ બ્લોક c
પટેલ નુર રમણભાઈ, રોલ નં ૨૨૦૧ બ્લોક c
કુલકર્ણી ઝારા ઉન્મેશભાઈ, રોલ નં ૨૨૦૨ બ્લોક c.....' ઝારા એ ઉત્સુકતા પૂર્વક કહ્યું.

નુર એ ખુશ થતા કહ્યું કે ' વાહ આપણે ત્રણેવ એકસાથે જ છે અને એકજ બ્લોક માં છે.'
સૌ કોઈ બેઠક વ્યવસ્થા જોઈ એમના ના બ્લોક તરફ જવા લાગ્યા. બધા તેઓ ના બ્લોક મુજબ બેસી ગયા હતા. હજુ ક્લાસ માં કોઈ પ્રોફસર નોતા આવ્યા . ઝારા અને નુર એક બેન્ચ પર અને તેમની પાછળ ની બેન્ચ માં અનેરી.ક્લાસ સંપૂર્ણ ભરાયેલો હતો.દરેક આજુ બાજુ બધા ના મોઢા જોતા હતા.ખબર તો પડે ને કે કોની જોડે બે વર્ષ પસાર કરવાના છે. મોટાં ભાગનાં છોકરા ઓની નજર છોકરી ઓ તરફ હતી. કદાચ ક્યાંક મેર પડી જાય તો જીવનસાથી ની શોધ પૂરી થાય અને આ શોધ અવિરત પણે ચાલતી જ હોઇ છે ભલે એ ક્લાસ નો પહેલો દિવસ હોઇ કે છેલ્લો, લગ્ન હોઇ કે બેસણું, બજાર હોઇ કે મુસાફરી.
પહેલો લેક્ચર ઓરિએન્ટેશન લેક્ચર હતો એટલે બધી ડિપાર્ટમેન્ટ ને લગતી માહિતી , એક્ઝામ વિશે ની માહિતી, એક્ઝામ નું માળખું, ઇન્ટરનલ એક્ઝામ અને લેક્ચર પેટર્ન આ બધી માહીતી આપવા માં આવી અને આવતીકાલ કાલ થી સમયસર લેક્ચર લેવામાં આવશે તેની પણ જાણ કરવા માં આવી. આ બધી માહિતી બાદ તેમને ૧:૩૦ એ છોડી દીધા.
' ચાલો કાલ થી લેક્ચર શરૂ થઈ જશે ' નૂર એ કૉલેજ બહાર નીકળતા કહ્યું.
એટલા માં ઝારા ના મોહ નો રંગ બદલાયો, સામે હતી રાધે પાણીપુરી.
' અનેરી , નૂર ચાલો ચાલો ખાઈ એ ...કેટલાય દિવસ થી ખાધી નથી, અને વિદ્યાનગર ની પાણીપુરી ક્યાં ખાધી છે ? આજે ખાઈ લઈ એ ચાલો.'
' ભૈયા ગળ્યું પાણી આપો, અને હા આ કચુંબર માં થોડી સેવ, દાળ એવું નાખી આપો ને અને હા ઠંડી ગરમ મિક્સ કરજો.' ઝારા એ ઉત્સુકતા પૂર્વક કહ્યું.
' ચાલો મારે પેટ ભરાઈ ગયું, હવે બપોર નુ પણ થઈ ગયું.' નુર એ કહ્યું.
' મારે પણ .' અનેરી એ કહ્યું.
' ઓ બાપરે .. આટલા માં વિકેટ પડી ગઈ.' ઝારા એ ખાતા ખાતા કહ્યું.
' ભાઈ કોરી પૂરી લાવો, અને છેલ્લે દહીં વાળી સેવ પૂરી આપજો.' અનેરી એ પાણીપુરી વાળા ને કહ્યું.
ત્રણેવ નું પેટ ફૂલ થઈ ગયું હતું તેથી મેસ નું જમવાનું ના જમ્યા , અને બપોર ની ઊંઘ લીધી.
સાંજ નો સમય વિદ્યાનગર માટે સોનેરી સમય હોઇ છે. આછા સૂર્ય ના કિરણો વળે આવરિત અને પક્ષી ઓ ના કોલાહલ વચ્ચે વિદ્યાનગર ખુબજ સુંદર દેખાતું.
સાંજ ના ૫:૩૦ થયા છે. ત્રણેવ એ સવારે નક્કી કર્યું હતું કે સાંજે શાસ્ત્રી મેદાન એ બેસવા જઈશું , તેથી ત્રણેવ લાલ ભાઈ ને ત્યાં ચા પીને શાસ્ત્રી મેદાન બાજુ જાઈ છે. વૃક્ષો થી આવરિત શાસ્ત્રી મેદાન ના રસ્તા માં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ , મટીરિયલ સાયન્સ અને યુનિવર્સિટી નું મુખ્ય કાર્યાલય આવતા હતા. ત્રણેવ આજુ બાજુ બધું જોતા જોતા શાસ્ત્રી મેદાન તરફ જઈ રહ્યા હતા. અને થોડીક જ ક્ષણોમાં માં શાસ્ત્રી મેદાન આવી ગયું. ત્રણેવ અંદર આવે છે અને જોવે છે તો ક્ષણ ભર માટે તો સ્થગિત થઈ જાય છે, આંખો ની પાંપણ પણ પલકારો કરવાનું બંધ કરી દે છે , અને એક નાનું સ્મિત મોહ ઉપર થી હટતું નથી.
શાસ્ત્રી મેદાન,,,,
વિદ્યાનગર નું નામ બોલતા વિદ્યાર્થી ઓ ના મગજ માં આવતો પહેલો વિચાર એટલે શાસ્ત્રી મેદાન.
પ્રેમી પંખીડા જેવા કપલ નું ક્ષણિક આશ્રય એટલે શાસ્ત્રી મેદાન.
રમતપ્રેમીઓ ની રમવાની જગ્યા એટલે શાસ્ત્રી મેદાન.
વૃદ્ધો નો વિસામો એટલે શાસ્ત્રી મેદાન.
લેક્ચર બંક કરી ને ભાગેલ વિધાર્થી ઓ નો જમાવડો એટલે શાસ્ત્રી મેદાન.
હજારો પક્ષી ઓ ના ઘર એટલે શાસ્ત્રી મેદાન.
વિધાનગર નું હાર્દ એટલે શાસ્ત્રી મેદાન.
પ્રેમ ના પ્રપોસલ થી માંડી બ્રેકઅપ સુધી ,ચેસ વાળા કાકા થી લઈ ને જૉગિંગ કરવા આવતા પ્રોફેસરો સુધી, મોડર્ન છોકરી ઓ ના ટૂંકા કપડાં થી લઈ ને કપલ ભગાડતા લીલી સાડી વાળા માસી સુધી. માસૂમ બાળકો થી લઈ ને કપલ જોવા આવતા બાળકો સુધી,રાત્રિ ના અંધકાર માં થતી કપલ ની કિસ થી માંડી કોઈ મોટા યુનિવર્સિટી ના કાર્યક્ર્મ સુધી, પતંગોત્સવ થી માંડી ઉનાળા ની ક્રિકેટ સુધી અને જેને ના ભુલાય એવા લખ્ખન ભાઈ ની રેડિયો મિર્ચી ચણાચોર ગરમ . શાસ્ત્રી મેદાન માં ગોલ્ડ મેડલ પણ મળે છે અને રાત્રે ઇમ્પ્રિયલ બ્લ્યુ ની બોટલ પણ.ઘણા દિલ તૂટે અને જોડાય ,આ બધુ શાસ્ત્રી મેદાન એ જોયું છે. નામ મોટું છે એટલું બદનામ પણ છે. જો કોઈ ના વાલી ને સાંભળવા મળે કે આપ નો દીકરો કે દીકરી શાસ્ત્રી મેદાન માં જોયા હતા તો ઘરે મહાભારત થઈ જાય.

' અરે વાહ, કેટલું મોટું મેદાન છે આતો.' અનેરી એ આશ્ચર્ય ચકીત થઈ ને કયું.
'હા યાર ઘણું મોટું છે અને અહીંયા તો ઘણા બધા લોકો છે. ' નુર એ ચારે તરફ જોતા કહ્યું.
' ચાલો આપણે આખો એક આંટો મારી આવીએ પછી ક્યાંક બેસીશું.' ઝારા એ કહ્યું.
' સારું ચાલો , જોઈએ એતો ખરા શાસ્ત્રી મેદાન ને... જેની વાતો ઘણા વરસો થી કાને પડે છે. ' નુર એ બંને હોઠ એકબીજા પર દબાવી ને આઈબ્રો ઊંચી કરતા કહ્યું.
તેઓ એ એક આખો આંટો મારી ને એક ઝાડ નીચે બેસે છે, અને હજુ પણ બધી બાજુ જુવે છે.
' હવે થી આપણે રોજ સાંજે આવશું અહીંયા.'ઝારા એ ખુશ થતા કહ્યું.
' હા યાર બોવ મસ્ત જગ્યા છે આપણે રોજ આવશું.' અનેરી એ કહ્યું
' શું વિચારે છે નુર ? નથી આવું કે શું??' ઝારા એ નુર ને પૂછ્યું.
' હાસ્તો આવીશું જ ને . હું તો એ વિચારું છું કે આપણે આવતીકાલ થી સવારે દોડવા માટે પણ આવું જોઈએ. ' નુર એ ઉત્સાહ પૂર્વક કહ્યું.
' અરે હજુ તો ગઈ કાલે આવ્યા છે ને આવતી કાલ થી દોડવા આવાનું પાછું.?' ઝારા એ વિચિત્ર મોહ બનાવતા કહ્યું.
' હું તો આવીશ. આમેય ઘરે રહીને ફિગર ની વાટ લાગી ગઈ છે.' અનેરી એ તેના પેટ ની આજુબાજુ વધેલી ચરબી તરફ જોતા કહ્યું.
' હું તો નઈ આવું . સાંજે આવીશ પણ સવારે વહેલા ઉઠવું એ આપણું કામ નઈ.તમે જજો , બનાવો ફિગર.' ઝારા એ કહ્યું.
' સારું તો ફાઇનલ હું ને અનુ કાલે દોડવા આવશું , તને લાગે ત્યારે તું આવજે.' નુર એ કહ્યું.
આમ વાતો માં ને વાતો માં ૭:૦૦ વાગ્યા ના સમય એ સૂરજ ને ડુબાવી અંધકાર નું આગમન થયું. ત્રણેવ હોસ્ટેલ જાઈ છે અને ફ્રેશ થઈ ને મેસ માં જમવાનુ જમવા જાઈ છે.
' આજે જમવાનું મસ્ત બન્યું હતું હો ' ઝારા એ રૂમ પર પાછા આવતા કહ્યું.
' હા યાર બી.એસ.સી માં જેવું ત્યાંની હોસ્ટેલ માં મળતું હતું એના કરતા તો ઘણું સારું છે .' અનેરી એ કહ્યું.
' અનેરી આપણે કાલે ,અહીંયા ની ભાઈકાકા લાઇબ્રેરી માં જતાં આવશું ,બોવ નામ સાંભળ્યું છે એનું પણ.' નુર એ દરવાજો ખોલતા કહ્યું.
એટલામાં ઝારા એ અંદર રૂમ ખોલતા ની સાથે બેડ માં કુદકો મારતા કહ્યું ' હું પણ આવીશ '
' ઓ જાડું બેડ તોડી નાખવાનો છે કે શું? આમેય તું બોવ જાળી થઈ ગઈ છું પહેલા કરતા .' અનેરી એ કહ્યું.
' તમે જગડો, હું તો ચાલી નાહવા માટે.' નુર એ હસતા હસતા કહ્યું.
આમ ને આમ સાંજ રાત માં ઢળી ગઈ .રાત્રિ ના ૧૧ વાગ્યા છે ત્રણેવ વાતો માં પડ્યા છે.
' પેલો જાડિયો જોયો તો ઝારા , એ તનેજ જોઈ રહ્યો હતો.' અનેરી એ હસતા હસતા ઝારા ને કહ્યું.
ઝારા એનું તકિયું છુટુ અનેરી ને મારે છે .
નુર એ દબાયેલ હોઠે નાનું હાસ્ય કરતા કહ્યું ' ઝારારારારારા..... પહેલા દિવસ થીજ પ્રેમી ની શોધ માં.
' જાવ હું તો ઊંઘી જાવ છું તમારે જે બોલવું હોઇ બોલો.' આમ કહેતા ની સાથે તે ચાદર ઓઢી ને સુઈ જાય છે.
' અનુ , આપણે ૬ વાગે ઉઠીસુ જેથી ૬ :૧૫ એ દોડવા નીકળી જવાય અને ટ્રેક પહેરતા વાર નઈ લાગે બસ બ્રશ કરી ને નીકળી જઈશું.' અનેરી એ ચાદર ઓઢતા કહ્યું
' હા સારું હું ૫ : ૫૫ નું એલાર્મ મૂકી દવ છું.' અનેરી એ કહ્યું.
ટિક ટિક... ટિક ટિક ...ટિક ટિક.... ટિક ટિક ... સવાર ના ૫:૫૫ નું એલાર્મ વાગ્યું. ચાલ નૂર ઉઠીજા ૬ વાગ્યા આપણે જવાનું છે.
' આટલી વાર માં ૬ વાગી ગયા? અનુ ...પાછા સુઈ જઈએ? ' નુર એ ઊંઘતા ઊંઘતા કહ્યું.
' ચાલ ઊભી થા નુર ' અનેરી એ કહ્યું.
' બાપરે આ છોકરી મને ઊંઘવા નઈ દે.' નૂર એ બેડ માંથી બેઠા થઈ ને કહ્યું.
અનેરી બ્રશ કરી ને ટ્રેક પહેરી ને આવી ગઈ.
' ચાલ બ્રશ કરી લે હવે ' અનેરી એ મોહ લૂછતાં કહ્યું.
' હા બાબા કરું છું.' નૂર એ કહ્યું.
થોડીક વારમાં નુર ફ્રેશ થઈ ને આવી જાઈ છે. ટ્રેક પણ પહેરી લીધું હોઇ છે.આમ તો બંને ટ્રેક ખુબજ સુંદર દેખાતા હતા. બંને પાણી ની બોટલ લઈ દોડવા નીકળી પડ્યા. શાસ્ત્રી માં તો વહેલી સવાર થી જ ચહલ પહલ જોવા મળતી. ફિટનેસ ક્લબ વાળા , યોગા વાળા અને અમુક વૃદ્ધ જે વહેલી પરોઢે ચાલવા અને તાજી હવા ખાવા આવતાં.
આમ ને આમ લેક્ચર પણ ચાલુ થઈ ગયા , રોજ અનેરી અને નુર દોડવા માટે પણ આવતા. સાંજે થોડોક સમય મળે ત્યારે શાસ્ત્રી મેદાન અથવા તો ડી માર્ટ બાજુ આંટો મારતા આવતા. તેમના નવા મિત્રો પણ બની ગયા હતા .તેમના ગ્રૂપ માં તનું ,ભૂમિ ,પ્રિયા , જય, હિતેશ , અને ધવલ હતા. તે બધા મિત્રો કયારેક ક્યારેક પિત્ઝા બર્ગર પાર્ટી કરવા ચીઝ એન્ડ ચિલી મા જતા હતા.
ફક્ત એક મહિના માં આખું વિદ્યાનગર તેમણે ફરી લીધું હતું.એક સાંજે બધાંએ નક્કી કર્યું કે આપણે જમવા માટે ક્યાંક બહાર જઈશું ,તો બધા ની રાય લેતા લેતા તેમણે છેલ્લે કાઠિયાવાડી કિંગ માં જમવા જવાનું નક્કી કર્યું.
' આજે તો મજા આવશે ' ઝારા તિજોરી માંથી અલગ અલગ કપડાં કાઢતા કહ્યું.
' ઓ જાડું આપણે પાર્ટી માં નઈ જતા ' અનેરી મજાક કરતા કહ્યું.
થોડીક ક્ષણો પછી..
' અનુ આ કેવું લાગે છે? ' ઝારા અનેરી ને તેણે પહેરેલા કપડાં બતાવતા કહ્યું.
એક લાંબી ટી શર્ટ અને નીચે લેંગિસ ..ઝારા એ પહેર્યા હતા.
' અરે વાહ જાડુ મસ્ત દેખાય છે.. હોટ.. ગોર્જીયોસ... મારા કપડા કેવા લાગે છે? અનેરી એ ઝારા ને પૂછ્યું.
અનેરી એ એક કુર્તી ટાઈપ ની ટી શર્ટ અને ઘણા બધા બટનો વાળો ફીટ જીન્સ પેન્ટ પહેર્યું હતું.
' તું પણ મસ્ત દેખાય છે અને આજે કંઇક અલગ પણ લાગે છે, જીન્સ પણ મસ્ત છે બાકી.' ઝારા એ તેના હોઠ એક બાજુ ખેંચતા અને હાઇબ્રો ઉંચી કરતા કહ્યું.
' અરે આ નૂર ક્યાં રહી ગઈ? ' અનેરી એ રાહ જોવા ના ભાવ થી કહ્યું.
એટલા માં બાથરૂમ નો દરવાજો ખૂલ્યો અને આવાજ આવ્યો કે
' બોલો.... શું કહો છો ? ' નૂર એ દીવાલ પર ખભા ના ટેકે ઉભા રહી ને કહ્યું.
જેમ ઝેરોક્ષ મશીન માં લીલી લાઈટ , પેપર ને જેમ સ્કેન કરે તેમ ઝારા અને અનેરી ની આંખો નૂર ને નીચે થી ઉપર સ્કેન કરવા માંડી.
' નૂર .. વાહ યાર શું તું લાગે છે ' ઝારા એ આંખો નાની કરી અને કાતિલ સ્માઈલ આપતા કહ્યું.
નૂર એ બાંધણી સાડી માં જે પેટર્ન આવે તે પેટર્ન વાળી એક નેવી બ્લ્યુ રંગ ની કુર્તી અને નીચે ગ્રે રંગ નું ફીટ જીન્સ પહેર્યું હતું વાળ ખુલ્લા અને કાન માં લટકતી બુટ્ટી પણ તેની સુંદરતા માં વધારો કરતી હતી. સફેદ બદન , બ્લેક લેધર ટાઈટન નું વૉચ અને બ્લેક પ્લેટફૉર્મ સેન્ડલ.
' આટલા ઓછા મેક અપ માં આટલી સુંદર તુજ થઈ શકે નૂર. તારા નામ મુજબ ના જ ગુણો છે તારા માં ' અનેરી એ એની તરફ જોતાં કહ્યું.
નૂર એ ફક્ત એક નાની સ્માઈલ અને વાળ ની લટ કાન પાછળ નાખતા કહ્યું 'ચાલો હવે જઈએ પેલા બધા રાહ જોતા હસે .'
' હા મારા માં તનું અને ભૂમિ ના કોલ આવી ને ગયા. ' ઝારા એ કહ્યું.
' ચાલો મે વોર્ડન જોડે વાત કરી લીધી છે કે રાત્રે સહેજ મોડું થશે.' નૂર એ કહ્યું.
રૂમ લોક કરી ને તે ત્રણેવ કાઠિયાવાડી કિંગ તરફ જવા નીકળી પડ્યા.
( હોસ્ટેલ થી શહીદ ચોક અને શહીદ ચોક થી કાઠિયાવાડી કિંગ નજીક જ હતું.)
એટલા માં ઝારા એ નૂર નો હાથ એક દમ પકડી લીધો.
નૂર એક દમ ધક્કા સાથે ઊભી રહી.
'શું થયું ઝારા?' નૂર એ આશ્ચર્ય ભાવે પૂછ્યું.
' કાતિલ....... બાકી માલ લાગે હો..' ઝારા એ એક હાઈબ્રો ઉંચી કરી , સ્માઈલ આપતા કહ્યું.
' નૂર હસી પડી અને બોલી ' ચાલ જાડુ.... '
તે કાઠિયાવાડી કિંગ આગળ પોહચે છે .
તનું ,ભૂમિકા ,પ્રિયા ,ધવલ , જય અને હિતેશ ત્યાં પહેલેથી ત્યાં આવી પોહચ્યાં હોઈ છે.
' કેટલી વાર લગાડી બાપા ... અહીંયા પેટ ના ઉંદર પણ તમને ગાળો દે છે .' જય એ રમૂજ ભાવે કીધું.
' ચાલો ચાલો બેસી જાવ .. જલ્દી..' ભૂમિકા એ કહ્યું.
' સોરી યાર પણ વોર્ડન નોહતા માનતા .. એટલે સહેજ વાર લાગી. ' ઝારા એ બહાનું બનાવી ને કહ્યું.
નૂર અને અનેરી કોઈ ને ન દેખાય એવી સ્માઈલ થી એક બીજા સામુ જોયું અને મન માં વાતચીત કરતા હોઈ તેમ કહ્યું કે 'જાળી દિમાગ ખરા લગાવે છે.' અનેરી જય ની બાજુ માં બેઠી અને ઝારા અને નૂર તનું ની બાજુ માં બેઠા.
' ચાલો મે ઓર્ડર કરી દિધો છે.'હિતેશ એ કહ્યું.
થોડીક જ વારમાં જમવાનું પીરસાઈ જાઈ છે. જમવાનું ચાલુ કરી દીધું એને ઝારા એ એની વાતો ચાલુ કરી અને તેઓ હસતા હસતા જમતા હતાં.થોડીકવાર માં નૂર એ કીધું કે ' બસ આપડે પતી ગયું , હવે પેટ માં જગ્યા નથી.'
ભૂમિ એ પણ કીધું કે એને પણ હવે નઈ જમાય.
' સારું... ૭૦ રૂપિયા આપ્યા છે એક પ્લેટ ના , તમારી ઈચ્છા આપડે તોહ જમવાનું હજી ચાલુજ છે.' હિતેશ એ કહ્યું.
' બે તારું પેટ નઈ હવાડો છે! ' જય એ હસતા હસતા કહ્યું.
' નિકલ પહેલી ફુરસત મે ' હિતેશ એ કટાક્ષ માં જવાબ આપતા કહ્યું.
'તમે જમી લો , અમે હાથ ધોઈ ને આવીએ.' નૂર એ કહ્યું.
'અરે બેસો ને શાંતિ થી , બધા સાથે જાઈએ છે.' હિતેશ એ કહ્યું
આમ ને આમ વાતો ચાલી અને બધા એ જમી લીધું પણ હજુ ઝારા ને જમવાનું ચાલતું હતું.બધા હાથ ધોઈ આવ્યા પણ ઝારા એ નૂર ને રોકી રાખી હતી. થોડી વાર પછી એને પણ જમી લીધું અને બંને હાથ ધોવા જાઈ છે.
હાથ ધોવાનું વોશ બેસિન પાછળ ની બાજુ હોઈ છે.
ઝારા પહેલા હાથ ધોઈ લે છે અને બધા બેઠા હોઈ ત્યાં જાઈ છે. નૂર એ પાણી નો નળ ચાલુ કર્યો ને હાથ ધોયા. હાથ ધોઈ ને પાણી થી ભિંજેલા હાથ ખંખેરતા પાછળ ફરે છે ..અને તે પાણી એક છોકરા ઉપર પડે છે જે ત્યાં પાછળ હાથ ધોવા ઊભો હોઈ છે.
પાણી પડતા ની સાથે તેણે તેનું મોહ નીચે કરી દીધું.
' ઓહ.... સોરી .. સોરી... મને માફ કરજો...ભૂલ થી થઈ ગયું ...મને ખ્યાલ જ નોહતો કે કોઈ પાછળ છે. નૂર એ નિર્દોષ ભાવે અને એકજ શ્વાસ એ બોલી ને કહ્યું.
ત્યાં આમ તો સહેજ અંધારું હતું એટલે ચહેરો સાફ જોઈ ના શકી પણ તેની આંખો મહદ અંશે દેખાતી હતી અને અવાજ નીકળ્યો કે ' અરે .. અરે ..ચિલ .. થતું રહે.. ઇટ્સ ઓકે. ' નૂર એ તેની આંખો જોઈ ...બ્રાઉન.. બદામ જેવી .. એક ઊંડાઈ જાણે રહસ્યો થી ભરપુર ...એટલા અંધારા માં એક પ્રભાવિત કરી દે તેવી ચમક અને આંખો પરથી જ એનો વિનમ્ર ભાવ નો ભાસ થતો. આગળ જતા જતા નૂર એ તેનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો પણ અંધારા ના લીધે ફક્ત આંખો જ જોઈ શકી અને તેનો શાંત સરોવર ની લહેરો જેવો અવાજ સાંભળી શકી. નૂર એ એને જોવાનો પ્રયત્ન કર્યો પણ પૈસા ની લેવડ દેવડ વખતે તે નીકળી ગયો.બસ એ ગુલાબી પવન જેવો અવાજ અને એની પ્રેમ છલકાવતી આંખો નો નૂર એ નૂર ના મન માં કેદ થઈ ગયો. હવે તે બધા શાસ્ત્રી બાજુ જાઈ છે.નૂર પછી તેઓ ની સાથે વાતો માં ડૂબી ગઈ. રાત્રી ના ૯:૦૦ થયા હતા. શાસ્ત્રી મેદાન વાળા રસ્તા પર તેઓ ના અવાજ સિવાય સંપૂર્ણ સુન્ન હતો. કેટલાક ગણ્યા ગાંઠ્યા વિધાર્થી ઓ દેખાતા હતા. તેઓ શાસ્ત્રી મેદાન માં પોહચ્યા. શાસ્ત્રી મેદાન માં કેટલાક કપલ હતા અને કેટલાક જમવાનું પચાવવા માટે ચાલવા આવતા હતા. તે બધા ત્યાં ઘાસ માં બેસે છે પણ આજુ બાજુ અંધારું હોઈ છે.બધા એક બીજા જોડે મસ્તી કરતા હતા. એટલા માં પ્રિયા એ કહ્યું કે 'ચાલો ટ્રુથ એન્ડ ડેર રમીએ.'
'અરે વાહ મસ્ત આઈડિયા આપ્યો ' જય એ કહ્યું.
બાજુ માં બેઠેલ અનેરી એ જય ને હાથ પર હલકી ટપલી મારતા કહ્યું ' તારે બોવ બધા ના સિક્રેટ જાણવા છે.' હાસ્તો સ્વાભાવિક છે મજા આવે યાર ' જય એ કહ્યું
સામે બેઠેલ તનું અનેરી ને જોઈ રહી હતી જે જય ને ટચ કર્યું તેથી, પણ એ અનેરી ની નજરો એ નોતું ચડ્યું.
' મારા ફોન માં છે ટ્રુથ એન્ડ ડેર ની બોટલ એપ્લિકેશન.' ધવલ એ કહ્યું.
'ચાલો તો ચાલુ કરીએ. ' ઝારા એ કહ્યું
આ એક મહિના માં તે બધા એક દમ ક્લોઝ થઈ ગયા હતા, એટલે તે કોઈ પણ વાત ખુલાઈ થી કહી શકતા હતા.
બોટલ પર જય ટચ કરે જેથી બોટલ ફરે છે અને ફરતી ફરતી આવે છે........ ભૂમિ તરફ.
' ઓ .. ભૂમિકા જી.. ક્યાં પૂછું આપશે? ' જય એ અટહાસ્ય કરતા કહ્યું.
' જયલા કઈક અલગ પૂછ જે.' હિતેશ એ જય ને કહ્યું.
' સારું ચાલ મને કે કહે કે તે આજ સુધી દારૂ કે સિગારેટ પીધી છે? ' જય એ ભૂમિ ને પૂછ્યું.
' પીવાની વાત છોડ અડી પણ નથી .. ' ભૂમિ એ સીધો જવાબ આપી દિધો.
' શું યાર જયલા આટલો સિમ્પલ પૂછવાનો સવાલ. લોલ કર્યો .' હિતેશ એ જય ને કહ્યું.
હવે હિતેશ એ બોટલ ને ટચ કરી.
બોટલ ફરતા ફરતા આવી ઝારા બાજુ બધા હસવા લાગ્યા ઝારા ને જોઈ ને.
' ચાલ ... મને એ કે તને કોઈ એ આજ સુધી પ્રપોઝ કર્યો છે?.' હિતેશ એ પૂછ્યું.
બધા પાછા હસી પડ્યા.
' ના ' ઝારા એ બસ એકજ અક્ષર માં મોહ ઉપર દુઃખ દર્શાવતા જવાબ આપતા કહ્યું. બધા ની વાતો માને વાતો માં બોટલ ફેરવવાની વારી આવી અનેરી ની.
અનેરી ફોન માં બોટલ ને ટચ કરે છે અને બોટલ ફરવાનું ચાલુ કરે છે. બોટલ ગોળ ફરવાનું શરૂ કરે છે..... ફરે જ છે.... ફરે જ છે ... સૌ કોઈ થોડીક ક્ષણો માટે મૌન થઈ ગયા.. બોટલ હજી ફરેજ છે..બોટલ ની ગતિ ઘટવા લાગી..એકદમ ધીમે થી બોટલ ફરે છે અને છેલ્લે નૂર પર આવી ને અટકે છે.
' ઓ .. હો.. નૂર... ' અનેરી બોલી
' આજે તો હું ગઈ ...' નૂર એ હસતા હસતા કહ્યું.
' ચાલ મારા મન માં કેટલાય સમય થી કેદ એક સવાલ પૂછું...' અનેરી એકદમ શાંતિ થી કહ્યું.
' હા પૂછ ' નૂર એ કહ્યું.
' ક્યારેક ક્યારેક તું રાતે રડતી કેમ હોઈ છે?...સાચું કહેજે હો.' અનેરી એ પૂછ્યું.
નૂર પળભર માટે મૌન થઈ જાય છે.બધા નૂર તરફ જોઈ રહ્યા હતા અને નૂર નો ભૂતકાળ ખાલી ઝારા જાણતી હતી અને ઘણા સમય થી અકબંધ રહસ્ય ખુલવાની તૈયારી માં હતું. રહસ્ય ઊગારતા નૂર ના હોઠ ખૂલ્યા..................

વધુ આગળ ના અંકે...

_ જય ભોઈ "આરઝુ "

.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED