premnad - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૫

આગળ ના ભાગ ની ઝાંખી
........રાત્રે નદી ના સામાં કાંઠે થી આવતી કારમી ચીસો ના અવાજ નું રહસ્ય જાણવા ગામ ના યુવાનો નદી ના બીજા કાંઠે જાય છે. ત્યાં તેમ ને એક છોકરી નું શરીર અર્ધ દટાયેલ હાલત માં જોવા મળે છે.સીમ ના ડોક્ટર તેની સારવાર કરે છે. પરંતુ અનેરી એ ગતરાત્રી બનેલી ઘટના ની કંઈપણ માહિતી આપતી નથી અને તે ડરી ગઈ હોય છે ,તેથી તેની સાથે શું થયું એ જાણવા માટે દાસ ની સીમ માં રાત્રે બેઠક થાય છે ,જેમાં અનેરી ગામ વાસીઓ ને શરૂઆત થી આખી ઘટના અને પેલા ભયાનક દેખાતા યુવક ની માહિતી આપવા જઈ રહી છે. હવે આગળ અનેરી ના શબ્દો માં......


(ત્રણ વર્ષ પહેલાં....)

"यात्रीगण कृपया ध्यान दे जबलपुर - सोमनाथ एक्स्प्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक ३ पे आने वाली हैं।"....

આણંદ જંક્શન ઉપર રેલવે ના સ્પીકર માંથી અપાતી માહિતી ના અવાજ વચ્ચે જબલપુર- સોમનાથ એક્સપ્રેસ ગોધરા થી આણંદ આવી પોહચે છે. ઢળતી સાંજ ના આછા કિરણો થી આવરીત જબલપુર- સોમનાથ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૩ પર આવી ને ઉભી રહે છે. ટ્રેન માંથી ઘણા બધા યાત્રી ઓ ઉતરે છે. કેટલાક નોકરિયાત વર્ગ ,તો કેટલાક મુસાફિર વર્ગ અને બીજા વર્ગ માં આવતા લોકો ના શબ્દો જરા સાંભળીયે એ તો ખ્યાલ આવી જશે...એ ચાઈ ....ચાઈ .... ગરમાં ગરમ ચાઈ .... એટલે કે વગર ટિકિટ ની મુસાફરી કરતા ટ્રેન ના ફેરિયા.દરેક ના મોં પર થકાન ની રેખા અલગજ તરી આવતી હતી. થાકી ને આવેલા કામદારો ના મોં પર સાંજ ના જમવાની ની બેતાબી આપો આપ દેખાઈ આવતી, યાત્રા થી પરત આવેલા મુસાફરો આખરે ઘર ને જોવાની જંખના તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.પ્લેટફોર્મ ઉપર થી ચારેય બાજુ નજર કરતા ખુબ ભરેલું દેખાતું. આણંદ જંક્શન પર જેટલી પણ ટ્રેનો આવતી એમાંથી મોટા ભાગના વિધાર્થી ઓ જ છે . આંખ માં એક કારકિર્દી ના સ્વપ્ન બીજ રોપી એની માવજત કરવા દૂર દૂર થી નાના નાના ગામો અથવા તો મોટા મોટા શહેરો માંથી મોટા મોટા બેગ ભરી ને વિદ્યાર્થી ઓ ખ્યાલાતો ની દુનિયા ને હકીકત માં સાકાર કરવા વિદ્યા ની માયાનગરી એવી વલ્લભ વિદ્યાનગર ની ધરતી પર આવે છે. વિદ્યા નગર એટલે કે ત્યાં જો ભણી ગયા તો તરી ગયા નહિતર પ્રેમ ના સમુંદર માં ડૂબી ગયા.
પ્લેટફોર્મ ઉપર બધી બાજુ શોર બકોર છે , દરેક વ્યક્તિ ને ઉતાવળ સર કરી ગઈ છે.કેટલાક ને ટ્રેન માંથી ઉતરવું છે તો કેટલાક ને ટ્રેન મા ચઢવું છે. ઉપર થી રેલવે કાર્યાલય દ્વારા અપાતી માહિતી નો અવાજ એ પેલા જૂના વરસો થી સ્થિત ચેહરાઈ ગયેલ સ્પીકર માંથી જ્યારે કાને અથડાય ત્યારે બોવ કર્કશ લાગતો હોય.થોડીક વાર માં ટ્રેન ની દાદર ભીડ થી ખાલી થઈ જાય છે. આકાશ ના રંગો નો જમાવડો થયો હોય એમ જણાય છે. ઢળતા ઉનાળા ની ઢળતી સાંજ એટલી ગુલાબી આકાશ ના માહૌલ વાડી સુંદર સાંજ જણાતી કે જેને શબ્દો માં વર્ણવી કઠિન થઈ જાય. આણંદ જંકશન ની પાછળ ઇસ્માઇલ નગર જ્યાં મોટાભાગ ના મુસલમાન રહેતા અને સાંજ નો સમય એટલે સફેદ ઝભ્ભો અને લેઘો પહેરી ને મસ્જિદ તરફ જતા દેખાય છે.થોડેક આગળ ટ્રેન ના લીધે ફાટક બંધ થઈ ગઈ હતી તો ગાડીઓ ના હોર્ન ના આવજે માથા ના દુખાવા ને આમંત્રણ આપતુ જણાય છે .પક્ષી ઓ માળા તરફ જઈ રહ્યા છે, એક જમીન પર ની શોર બકોર વાડી દુનિયા અને એક પંખી ઓ ની નીરવતા વાડી દુનિયા .
ટ્રેન ને પ્લેટફોર્મ પર આવે દસ એક મિનિટ થઈ હસે ,મોટા ભાગ ના યાત્રી ઓ ઉતરી જાઈ છે. એટલામાં જ જેમ ધોધમાર વરસાદ વરસ્યા પછી સૂરજ ના કિરણો ધરતી ને ભેટે ત્યારે મેઘધનુષ ના રંગો નું સોંદર્ય ઉભરી આવે એવીજ રીતે ઘણી ભીડ ભાડ ધક્કા મુક્કી પછી એક છોકરી ના કદમ ટ્રેન માંથી આ પ્લેટફોર્મ પર સ્પર્શ કર્યા. પ્લેટફોર્મ પર રહેલ ઘોંઘાટ વચ્ચે ની નીરવતા , કર્કશ ભરી ટ્રેન ની માહિતી , હોર્ન ના અવાજ અને બધા કલબલાટ અચાનકજ શૂન્યવત થઈ ગયા અને એક અલગજ રંગીન , ઉત્સાહ અને ઊર્જા વાળો માહૌલ રચાઈ છે.લાલ રંગ નો કુર્તો જેમાં કચ્છી ગૂંથણ અને તેની પર લાયરા બ્રાન્ડ ની કાળા રંગ ની લેંગિસ . એક ઊંચું કદ , મધ્યમ દેહવંતી કાયા જેમાં જવાની ભરપૂર ઊછળતી દેખાતી હતી. તેના શરીર ની કાયા અને અંગો જોઈ ને જણાતું કે તેણી જીવન ની જવાની ના સુવર્ણ ભાગમાં હોય તેમ લાગતું.પગ માં રાજસ્થાની મોજડી કંઇક અલગજ આકર્ષક તરી આવતી હતી . બાજુ માંથી પસાર થતી ટ્રેન ના પવન ને કારણે ઉડતા તેના સ્ટેપ કટ વાળ એને સોળે કળાએ ખીલેલા કરતા હોય તેમ જણાતું હતું . તેણી ની હરણી જેવી ચાલ જોનાર ને ઘાયલ કરી દેતી જેમાં શસ્ત્ર તેની સુંદરતા . તેના હોઠ પર લાગેલી લિપસ્ટિક નો શેડ , કાન માં પહેરેલી બુટ્ટી ( મોટી બંગડી જેવી ) , ખુલ્લી ગરદન જેના પર નજર કરતા નજર પણ લપસી જઈ તેવી કોમળ, એટલી એની સુંદરતા છલકાતી હતી. એક સળગતા કાવ્ય માફક તેના મોઢા પર ની સ્માઈલ .એની સુંદરતા વ્યક્ત કરવા માં શબ્દો કહેવા ઓછા પડે. જેમ સૂર્ય આથમતો હોય ત્યારે સમગ્ર જગત પણ આથમતું હોય ,દરેક ફૂલ કરમાઈ જાય, દરેક તાજી વસ્તુ પણ મૂર્જાઈ જાઈ, પણ આ એકલી એવી હતી જે ને જોતા એમ લાગે સવાર ની તાજગી ના દર્શન સંધ્યા માં થાય છે .આવી સુંદરતા ની માલિક એટલે નુર.

તેણી ના ઉતરવાની સાથે સાથે તેની બીજી બે સહેલી પણ ઉતરે છે , જેમાંથી એક એ ચેક્સ શર્ટ અને ફિટ જિન્સ પહેર્યું છે અને તેણી એ ચશ્મા પહેરલ છે (આંખો માં નંબર વાળા ચશ્મા) અને બીજી એ ટી શર્ટ અને ફિટ જિન્સ પહેરલું છે.આમ તો એ બંને સાધારણ કરતા વધારે સુંદર દેખાતા હતા પણ નુર ની વાત કઈક અલગજ હતી. બંને માંથી પહેલી હતી જેણે શર્ટ પહેર્યું છે તેનું નામ ઝારા અને પાછળ અનેરી { હુ પોતે {અનેરી આખી ઘટના ને સીમ વાસીઓ ને વિસ્તૃત માં કહે છે }).
' યા ખુદા આ બેગ નું વજન ધીમે ધીમે વધતું જણાય છે' થાકેલી ઝારા એ કહ્યું.
' હા યાર ક્યાંક બેસીએ' અનેરી એ ઝારા ની વાત ને સહકાર આપતા કહ્યું.
' ઓઈ ....નુર ... થમ ને જરા , થાક લાગ્યો છે.' ઝારા એ પડી ગયેલા મોહ એ આગળ ચાલતી નુર ને કહ્યું.
(નુર એટલે લાલ કુર્તો પહેર્યો છે તે)
નુર એ એની ગરદન અને અડધી કમર ફેરવી અને એક ધાર્યું બંને સામે જોવા લાગી અને કહ્યું
' તમે બંને ને આરામ જ કરવો છે , હમણાં તો ટ્રેન માંથી ઉતર્યા અને થાક લાગી ગયો '
( જ્યારે નુર ગુસ્સે થતી ત્યારે એ છે એના કરતાં વધારે સુંદર દેખાતી.)
( ઝારા અને નુર બંને એ ૧૧ માં ધોરણ થી સાથે છે અને જયારે અનેરી બી એસ સી ના છેલ્લા વરસ માં નુર અને ઝારા સાથે સહેલી બન્યા.ઝારા થોડીક દેખાવ માં જાડી પણ એટલી બધી નહિ અને દેખાવ માં પણ એટલી સુંદર, અને એના કર્લી ( મેગી જેવા ) વાળ એના પર શોભતા હતા. જ્યારે અનેરી ની વાત કરી એ તો પાતળી કમર, ઘાટીલું બદન ,થોડીક ઉંચાઈ માં અને એક સળગતું હાસ્ય અને એમાં પણ ગાલ પર પડતા ખાડા એટલે કે ડિમ્પલ જે થકી તે વધારે આકર્ષક લાગતી.જો સુંદરતા ક્રમાંક આપી એ તો નુર પહેલા પર ,બીજા પર અનેરી અને ત્રીજા પર ઝારા.પણ નુર અને ઝારા ને એક બીજા જોડે વધુ ફાવે અને એક બીજા ની વાત ઝડપ થી સમજી જાઈ ,કારણ કે પહેલે થી જોડે રહેલા હતા, જ્યારે અનેરી છેલ્લા વરસ થી તેમણે બી એસ સી ની ડીગ્રી લુણાવાડા થી લીધી હતી અને એ મૂળ ત્યાં ના રહેવાસી. નુર નું ગામ લુણાવાડા થી ૨૧કિલોમીટર દૂર મલેકપુર અને ત્યાં થી પાછું ૭ કિલોમીટર એટલે નવા મુવાડા એવા નાનકડા ગામ માં રહેલું સુંદરતા નું રત્ન. ઝારા એ મલેકપુર ગામ ની હતી . પણ બને એક બીજા ને કિશન સ્કૂલ ઓફ સાયન્સ માં ૧૧ માં ધોરણ માં મળ્યા હતા . જયારે અનેરી મોડાસા રહેતી હતી .)

થોડી વાર સુધી કઈ જવાબ ના આવતા નુર એ ધીમે થી ગુસ્સા માં કહ્યું ' મારું મોહ શું જોવો છો, ચાલો ઉભા થાવ '
એટલા માં બનેવ ઉભા થાય છે અને ઝારા બેગ લેતા બોલે છે 'चलो चलती का नाम जिंदगी '
નુર એ હોઠ ખોલ્યા વગર નું હાસ્ય કરતા કહ્યુ ' साली जिंदगी चला नहीं रही, कमब्खत दौड़ा रही हैं।'
અનેરી એ ફક્ત આંખ ની હાઇબ્રો ઉંચી કરી અને હોઠ દબાવી દેખાવો કર્યા .
' ભાઈ વિદ્યાનગર જવું છે , કેટલા પૈસા લેશો?' નુર એ રેલ્વે સ્ટેશન ની બહાર ઉભેલા રિક્ષા વાળા કાકા ને પૂછ્યું.
'કેટલા જણ છો? અને ક્યાં જવાનું છે?' રિક્ષા વાળા એ પૂછ્યું
' ત્રણ જણ છે અને ગર્લ્સ હોસ્ટેલ જવાનું છે 'ઝારા એ જવાબ આપ્યો.
'સારું દસ દસ થશે.' કાકા એ અંદર બેસવા માટે હાથ થી ઈશારો કરતા કહ્યું.
(તે ત્રણેવ જ્યારે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ( એમ એસ સી ) માં એડમિશન માટે આવ્યા હતા ત્યારે વિદ્યાનગર થી અને તેના રસ્તા ઓ થી માહિતગાર થયા હતા અને તેમણે યુનિવર્સિટી સર્કલ ની બાજુ ની એક હોસ્ટેલ માં ત્રણેવ એ રહેવાનું નક્કી કર્યું હતું.)
ત્રણેવ બેસી જાય છે એટલા મા નુર કહે છે ' જો આજે બાલાસિનોર વાડી બસ મળી ગઈ હોત તો વહેલા આવી જાત આં ટ્રેન માં તો થાકી ગયા.'
' કંઇ નઈ આપડે હોસ્ટેલ માં જઈ ને સામાન મૂકી બહાર જઈ ને મસ્ત ચા પીએ.' ઝારા એ મનોમન ખુશ થતાં કીધું.
તેઓ ત્યાં હોસ્ટેલ આગળ પોહચે છે.નુર પૈસા આપે છે અને ઝારા અને અનેરી સામાન કાઢી ને ઉંચી ગરદન કરી હોસ્ટેલ ને અને આજુ બાજુ જુવે છે. વૃક્ષો થી ઢંકાયેલ યુનિવર્સિટી રોડ અને એમાં કલબલાટ કરતા પક્ષી ઓ, સાંજ નો સમય , જ્યાં તેમને ૨ વર્ષ રહેવાનું તે હોસ્ટેલ . થોડા સમય સુધી તો તે આમ જોયાજ કર્યું અને વિચારો ના વરસાદ માં ભીંજાય ગયા.એટલામાં નુર બોલી 'ચાલો હવે , રાત અહીંયા જ વીતવાની છે કે શું?'
ત્રણેવ હોસ્ટેલ નંબર ૩ માં જાય છે.
તેમની બધી માહીતી તે ટેબલ પર આપે છે.
' રૂમ નંબર ૧૪' હોસ્ટેલ ના વોર્ડન એ ચાવી આપતા કહ્યું.
રૂમ નંબર ૧૪ , સૌથી ઉપર નો ફ્લોર એટલે કે ત્રીજો ફ્લોર .અનેરી દરવાજો ખોલે છે . દરવાજો ખોલી ને અંદર જાઈ છે અને ત્રણેવ એક દમ ખુશ થઈ જાય છે.
'અરે વાહ , કેટલી મસ્ત જગ્યા એ આપણ ને રૂમ આપ્યો છે.' અનેરી એ રૂમ જોતા કહ્યું.
રૂમ ની બારી તે યુનિર્વિસટી રોડ ની બાજુ માં હતી , અને ત્યાં બારી આગળ બદામ નું ઝાડ હતું ,બારી માંથી જોતા આખો રસ્તો દેખાતો.ત્રણેવ ખૂબ જ ખુશ થઈ ગયા .એટલા મા નુર બારી ની બાજુ ના બેડ માં કૂદકો મારતા બોલી ' આ બેડ મારો '
' ના ના એ મારે જોઈ એ ' ઝારા એ ઝિદ કરતા કહ્યુ.
'બાપરે તમારું ચાલુ ' અનેરી એ સામાન મૂકતા કહ્યું .
' જો હું પહેલા જ કહું છું કે એમ એસ સી ના બીજા વર્ષ માં આ બેડ મારો.' ઝારા એ ગરદન નમાવી હોઠ બહાર કાઢતા કહ્યું.
' ચાલો હું તો થાકી ગઈ છું , ચા પીવા જઈ એ 'નુર એ થકાન ભરેલા અવાજે કહ્યું.
'હા ચાલો પેલા આ મૂકી દઈએ એ ,દરેક ના કબાટ જોઈ લઈ એ 'અનેરી એ કહ્યું.
'હુ બાથરૂમ અને બાલ્કની જોઈ લવ અને ઝારા તું બેગ મૂકી દે.' નુર એ બાલ્કની આગળ જતા કહ્યું.
અનેરી ત્રણેવ ના પલંગ એક સાથે જોડી દે છે.(ટી વાય થી તે ત્રણેવ તેઓ ના પલંગ જોડી ને સાથે સૂતા.)
અનેરી તેનો ફોન ચાર્જ કરવા મૂકે છે.ઝારા બેગ ના થેલા એક ખૂણા માં મૂકે છે અને એના બેગ માંથી પાકીટ કાઢી ને ટેબલ પર મૂકે છે.
એટલા માં નુર બાથરૂમ માં થી કહે છે કે ' અરે વાહ આ બાથરૂમ છે કે એક અલગ રૂમ,? સાચ્ચે ખુબજ મસ્ત બાલ્કની અને બાથરૂમ છે.'(બાલ્કની એ રોડ તરફ હતી જ્યાં થી દોડતું વિદ્યાનગર દેખાતું.)
એટલા મા અનેરી એ માસૂમ બાળક જેવો ચહેરો બનાવતા કહ્યું ' દી ચા પીવી છે ચાલો ને '
'સારું ચાલો પછી આવી ને બધું ઠીક કરીએ.' નુર એ જવાબ આપ્યો.
રૂમ ના દરવાજા ને લોક કરી ત્રણેવ ચા પીવા જાય છે.હોસ્ટેલ થી થોડેક જ દૂર શહીદ ચોક એટલે કે યુનિવર્સિટી સર્કલ આગળ ચા વાળો હતો, તેઓ શોધતા શોધતા ત્યાં પહોંચ્યા.બાજુ માંથી રોડ પસાર થાય એ ઇસ્કોન મંદિર બાજુ જતો હતો.
'હાસ હવે કંઇક સ્ફૂર્તિ જેવું લાગ્યું.' અનેરી એ એક નાની સ્માઈલ આપી ને કહ્યું.
' અહીંયા ની મેસ નું જમવાનું કેવું હસે? ' ઝારા એ પૂછ્યું.
' જોઈ એ હવે એ તો ત્યાં જઈ ને જ ખ્યાલ આવશે ' નુર એ જવાબ આપ્યો.
થોડીક મસ્તી કરી ને તે ત્રણેવ ફરતા ફરતા બધું જોતાં જોતાં હોસ્ટેલ એ પોહચે છે. રૂમ પર આવી ને દરેક પોતાનો સામાન તેમના કબાટ માં મૂકે છે અને વારાફરતી નાહવા જાઈ છે . નાહ્યા બાદ તેઓ જમવા માટે મેશ માં જાય છે.
ત્યાં આવેલી અન્ય છોકરી ઓ નુર ને જોયા કરતી . નુર ની દરેક અદા કઈક અલગજ તરી આવતી. તેમની સિનિયર તેને ઉપર થી નીચે આંખ કરી ને જોતી, પણ નુર ફક્ત જમવા માં ધ્યાન આપતી.
'જમવાનું મસ્ત બનાવ્યું છે, જો આવુજ રોજ હોય તો સારું છે.'
અનેરી એ જમતા જમતા કહ્યું.
નુર જમતા જમતા એક નાનું હાસ્ય કરી ને બોલી ' હજુ બટાકા અને દાળ તો આવા દે ત્યારેજ ખબર પડશે કે મેશ નું જમવાનું કેવું છે.'
' હા એ વાત તો સાચી ' ઝારા એ કહ્યું
જમી ને તે ત્રણેવ તેમના રૂમ માં આવે છે અને થોડીક વાર મસ્તી કરે છે પછી ઘરે કોલ કરે છે.
નુર કોલ કરવા બહાર બાલ્કની માં જાય છે.થોડી વાર પછી ઝારા નો ફોન ખતમ થઈ જાય છે તો તે બાલ્કની માં આવે છે .
મસ્ત ખીલેલો તેરસ નો ચંદ્ર , અને તેની શીતળતા ગ્રસ્ત ચાંદની ની કહેર અને હવા ઓ ની સડ સડ કરતી લહેર, દિવસે દોડતું વિદ્યાનગર રાત્રી ના સમય માં એક માસૂમ બાળક જેવું લાગતું. એટલા માં ઝારા ની નજર બાલ્કની માં બેઠેલ બીજો ચાંદ એટલે કે નુર પર નજર પડી.
ઝારા થોડી વાત સુધી તેને જોતી રહી.
તે નુર ની આંખો માં ભરાયેલા અશ્રુ ને જોતી હતી, અને નુર ચંદ્ર સમુ મુખ રાખી એને નિહાળ્યા કરતી અને એક અશ્રુ ની ધાર આંખ માંથી થઈ ગાલ પરથી લપસી ને નીચે પડતી.
' ઝારા મને માફ કરજે પણ મને થોડી વાર એકલી રહેવા દે ' અનેરી એ હાથ થી આંસુ લૂછતાં કહ્યું.
' શું નુર તું પણ , હવે ૫ મહિના થયા એ વાત ને . બધી વાતો ને કેમ યાદ કરે છે.રડવા થી કઈ બદલાઈ થોડી જશે ' ઝારા એ શાંતિ થી કહ્યું
'ઝારા પ્લીશ તું સમજે છે ને મને હાલ પૂરતું મને એકલતા જોઈ એ છે ' નુર એ ભીની આંખે ઝારા ને કહ્યું.
' સારું ' ઝારા કંઇ વધારે ના બોલી અને અંદર જતી રહી.
ચંદ્ર જેમ જેમ ચઢતો જતો એમ એમ રાત ઘાઢ બનતી જાય રહી હતી નુર ઉપર પણ વિચારો નો વરસાદ હવે ધોધમાર વરસવા લાગ્યો હતો એને એ વિચારો ના વરસાદ માં નુર સંપૂર્ણ ભીંજાય ગઈ હતી. સુકાયેલ આંસુ વાળુ મુખ ચંદ્ર ને કેન્દ્રિત હતુ.બસ ઘોર રાત્રી , ધીમો ધીમો પવન , ચારેય બાજુ વ્યાપેલીઆ નીરવતા માં નુર માંથી નીકળતા આંસુ કઈક અલગજ વ્યથા વ્યક્ત કરતા હતા. નુર ના હસતા ચહેરા પાછળ તે કંઇક દુઃખ છૂપાવી રહી હતી અને ઝારા અને અનેરી ને ખબર હતી આંસુ પાછળ નું રહસ્ય એ હતું કે ...............

(ભાગ ૬ ટૂંક સમય માં પ્રકાશિત થશે )

- જય ભોઈ ( આરઝુ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED