Premanaad - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૩

.........નીરવતા આખા જંગલ માં પ્રસરી ગઈ હતી. એવું જણાતું હતું કે કોઈ ભયંકર તુફાન આવનો હોય એની પહેલાં જે સન્નાટો છવાયો હોય તેમ. હવેલી પાછળ મળેલી લાશ ને જોઈ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ખોફ ની સાંકળ થી બંધાયેલા સૌ કોઈ નિશબ્દ હતા. આ લાશ એવા કયા રહસ્યો લઈ ને આવી હતી ? અને તેનો કોઈ સબંધ પેલા ખોફનાક માણસ સાથે હસે કે નઈ? હવે આગળ......


.... હવેલી ની પાછળ ઉભેલા સૌ કોઈ ની નજર લાશ પર હતી. વૃક્ષ પરથી સરી પડતા પાંદડા ઓનો નાજુક અવાજ આ ઘોર નીરવતા આગળ કંઇક મોટો જ જાણતો હતો એટલી પ્રબળ નીરવતા વ્યાપેલી હતી.એટલા માં શ્યામ એ પહેલ કરતા પૂછ્યું બધા ને કે
' કિયા એ આ શોડી ને પેલા ઝોઈ હતી અહિયો? ક્યોય આઝુ બાઝુ,ગમે તો ઓંખે ચડીતી? '
ઉભેલા દરેક એ નકાર માં માથું ધુણાવી ને શ્યામ ને જવાબ આપ્યો.'
એટલા માં ડૉકટર કહે છે કે ' લાવો હું એની નાડી તપાસી જોઉ,ખ્યાલ તો આવશે કે કેટલા સમય પહેલા મૃત્યુ થયું છે.'
બધા એ મોં એક બાજુ રાખી ને લાશ બહાર કાઢી. માટી ના દાગ લાગેલ ફિટ જિન્સ અને ફિટ ટી શર્ટ , માસુમ ચહેરો, નાજૂક અને ઘાટીલા અંગો વાળુ શરીર, ઉંમર અંદાજે ૨૩ -૨૪ જણાતી હતી. માથા માં એક ઘા કરેલ હતો તે થી એના વાળ માટી અને લોહી થી ખરડાયેલા હતા અને રૂક્ષ થઇ ગયા હતા. એટલી માટી ચોંટેલી હોવા છતાં પણ એનું રૂપ ની ઉજાસ કંઇક અલગ જ તરી આવતી હતી.માથા માં થયેલ ઘા થી લોહી ના રેલા મોં પર આવ્યા હતા. એટલા માં કિશન ને શંકા ગઈ કે હજુ લોહી તાજુ જ જણાય છે , તે તરતજ ડોક્ટર ને કહે છે કે
' દાકતર ઝલદી ઝુવો લોઈ અજૂય ભેનું છ.'
ડોક્ટર નાડી તપાસે છે અને અચંભિત થઈ જાય છે.એકદમ પાછા હટી જઈ અને બોલ્યા કે ' આ મરી નહી ગઈ આજુ જીવે છ.' એટલામાં જ કિશન એને ઉચકી લે છે અને ડોક્ટર એનો આજુ બાજુ પડેલો સામાન લઈ લે છે , ત્યાંના દરેક તૈયારી માં જ હવેલી થી નીકળી હોડી તરફ જાય છે.દરેક હોડી માં સવાર થઈ જાય છે અને સીમ તરફ હોડી જવા લાગી.

ડબૂક ......ડબૂક.......ડબૂક.... હોડી ના આ અવાજ કંઇક ઉતાવળ દર્શાવી રહ્યા હતા. હોડી માં બેઠેલ દરેક વ્યક્તિ ની નજરો આ છોકરી પર હતી. એટલામાં મેઘ ના આવાના રણકાર સંભળાય છે , વાદળો ની ગડગડાટ ચારેય કોર ગુંજી ઉઠી, મેઘ ના આવા રણકાર ની સાથે જ જંગલ માં રહેતા મોર અને અન્ય પક્ષી ઓની ગુંજે પાછું આખું જંગલ અને સીમ ગુંજવી મૂકી, જાણે એમ લાગતું હોય કે મેઘ પણ અધીરો હતો આ યુવતી ની દાસ્તાન સાંભળવા અને પક્ષી ઓ મેઘ ને આવકાર આપી રહ્યા હોય.ધીમો ધીમો વરસાદ શરૂ થઈ જાય છે. કિશન ના ખોળા માં રહેલી યુવતી ને વરસાદ નું પાણી ના અડે તે થી તે થોડો ઝુકી જાય છે. નદી ના તટ પર હોડી આવી ને ઉભી રહી ,ડોક્ટર તૈયારી મા જ ઉતરતા ની સાથે તેમના ક્લિનિક તરફ દોડ્યા.કિશન એ પેલી યુવતી ને ખભા પર મૂકી ડોક્ટર પાછળ જાય છે. ડોક્ટર જતાં ની સાથેજ તેનું ડ્રેસિંગ કરી બોટલ ચઢતો કરી દે છે. રેવાકાકા જેવા ડોક્ટર ને જુએ છે ત્યાંથીજ બધા ને દવાખાનાં આગળ એકત્રીત થવાનું કહે છે. ગામ ની સ્ત્રી ઓ અને બાળકો ઓસરી માંથી નીકળી દવાખાનાં તરફ જાય છે. મંગળ પૂજારી ની પત્ની એ મંદિર અને ઓસરી ના દરવાજા બંધ કરી દીધા અને તેય પણ દવાખાનાં આગળ જવા લાગ્યા.થોડીક જ ક્ષણો માં આખી સીમ ડોક્ટર ના દવાખાનાં ની આજુબાજુ ભેગી થઇ ગઇ.
( ડોક્ટર નું ક્લિનિક એકજ રૂમ નું હતું. શટર નીચે થી ખોલી ને ઉપર ધક્કો મારી દેવાનું હતું.ડોક્ટર નું મેજ ,તેમની બાજુ માં દવા નું કબાટ ,સામે દર્દી બેસે તે પાટલી અને બીજી બાજુ બે સારવાર પલંગ હતા.બહાર થી આવતા જતા લોકો ને ખબર પડી જાય કે સીમ માં કોને દાખલ કર્યો છે).
શ્યામ એ હવેલી આગળ ઘટીત થયેલ ઘટના સૌ સીમવાસી ઓ ને જણાવી. તે યુવતી ને હોશ ક્યારે આવશે એની ત્યાં ઉભેલા દરેક ને ઈન્તેજાર હતો .એટલા માં મેઘ ની અધીરાઈ વધતા તે પણ પાછો આવી જાય છે. ઝીણો ઝીણો વરસાદ શરું થઈ છે.દવાખાનાં ની અંદર કિશન છોકરી ની બાજુ માં બેઠો હતો. એટલામાં જ નીરવતા ને ભેદતી એક કારમી ચીસ સંભળાઈ . એ નદી ની પેલી બાજુ ના જંગલ તરફ થી આવી રહી હતી . એ ચીસો અંતે રુદન માં પરિવર્તિત થઇ ગઇ અને એ કોઈ છોકરી ની ન હતી , એ રુદન હતું એક પુરુષ નું ,એક યુવાન પુરુષ.

રુદન ના આવાજ એ એક વાર પછી સીમ માં ખોફ પેદા કર્યો બાળકો તેમની મમ્મી ના પલ્લું પકડી ને એમ ની કોખ માં સંતાવા લાગ્યા.બધા એક ટોળા માં ભેગા થઈ ગયા. ડોક્ટર અને કિશન બહાર આવી ને જોવા લાગ્યા. દરેક ની નજર નદી ને પેલે પાર દેખાતી ટેકરી ઉપર હતી અને ખાસ કરી ને હવેલી નો આછો દેખાતો ઝરૂખો( આમ તો હવેલી નજરો એ નથી પડતી પણ તેનો ઝરૂખો ઉંચો હોવાથી શિયાળા ઉનાળા માં દેખાતો પણ ચોમાસા ને લીધે વૃક્ષો ની ઘટા ઓ થી તે સ્પસ્ટ દેખાતો ન હતો) . રુદન નો અવાજ હજુ પણ ચાલુ જ હતો, એકાએક પાછળ થી કોઈક ના કાપવાનો નો અવાજ કાને પડ્યો, દરેક એ તૈયારી મા જ પાછળ જોયું ,અને જોયું કે પેલી છોકરી બેઠી થઇ ગઇ હતી અને એની ડર થી છલકાયેલ આંખો અવાજ ના ઉદ્દગમ ને શોધી રહી હતી.તેના ચહેરા પર ની લકીરો બદલાય ગઈ હોય છે. તેની રૂહ માં એક ડર ની લહેરો જણાતી હતી જે તેના મોં ઉપર સપસ્ટ તરી આવતી હતી . અધ બેઠેલ તેણી ની નજરો ટેકરી થી નીચે ઉતરી ને ત્યાં આજુ બાજુ ઉભેલા દરેક વ્યક્તિ પર ગઈ. કિશન અને ડોક્ટર તેની નજીક જાય છે, એટલા માં ડોક્ટર એને કહે છે કે ' તમે ચિંતા નો કરો,અમે બધા છે તમને કઈ પણ થવા નઈ દઈએ'.
કિશન તેને પાણી નો પ્યાલો આપતા પૂછે છે કે ' હવે કેવું છે? '( કિશન એ તેની બોલી બદલી નાખી અને એક ભણેલ વ્યક્તિ ની માફક બોલવા લાગ્યો ,આમ તો તે ભણેલો જ હતો. પણ રહેતા રહેતા બોલી સામાન્ય થઇ ગઇ હતી.) . તેણી એ કિશન ને જોતા જોતા ઉતાવળ માં પાણી પીધું અને પીતા ની સાથે ઉદરસ પણ ખાધી. કિશન એના પીઠ પર હાથ ફેરવતા બોલ્યો ' આરામ થી, તમને કઈ નઈ થાય , તમે સુરક્ષીત છો .' આ સાંભળી તેણી માં એક સુરક્ષીતપણા નો ભાસ થયો. અને એક દમ રડવા લાગી અને રડતા રડતા બોલી 'મને બચાવો તેય મને મારી નાખશે '
' કોણ મારી નાખશે?' ટોળા ની પાછળ થી એક છોકરી નો અવાજ આવ્યો.
તેય છોકરી બીજું કોઈ નહિ પણ શ્યામ કિશન ની બહેન અને રેવાકાકા ની સૌથી નાની દીકરી ચારુ.
( ચારુ અભ્યાસ માટે અમદાવાદ ગુજરાત મહાવિદ્યાલય માં એમ એ નો અભ્યાસ કરતી અને ત્યાજ પી જી માં અન્ય વિદ્યાર્થિની ઓ સાથે રહેતી. અને બે મહિને એકાદવાર ઘરે આવતી.) તે પોતાનો થેલો નિર્મળા કાકી એટલે કે રેવાકાકા ના પત્ની એટલે તેણી મમ્મી ના હાથ માં સોંપે છે .
અને તે રેવાકાકા ને પગે લાગી , યુવતી તરફ જવા લાગી. ચારુ પેલી યુવતી તરફ નજર કરી કિશન ને પૂછે છે કે ' ભાઈ આ કોણ છે ? અને અહીંયા શા માટે? બધા ભેગા કેમ થયા છો?કિશન તેને વિસ્તૃત તો નથી જાણતો પણ ઉપરછલ્લું કહી દે છે કે ' રાતે સીમ માં ચીસો સંભળાતી હતી હવેલી બાજુ થી.તો સવારે ગયા તો આ અમને બેભાન હાલતમાં મળ્યા અને અમે સારવાર માટે આહિયા લાવ્યા. ચારુ પેલી યુવતી ની બાજુ માં જાય ને બેસે છે અને શાંતિ થી પૂછે છે તમારું નામ શું છે?
' અનેરી ' તેણી એ જવાબ આપતા કહ્યું.
'અનેરી તમારી હવે તબિયત કેવી છે?' ચારુ એ પૂછ્યું
એટલા માં ડોક્ટર બોલ્યો ' માથા માં ઘા થયો તો ત્યાં પાટાપિંડી કરી દીધી છે અને લોહી થોડું વહી ગયું છે તો અશકિત જેવું લાગશે.'
' ઠીક છે ,પણ થોડું દુખે છે માથા માં ' અનેરી એ ચારુ ને કહ્યું.
એટલા માં રેવાકાકા દવાખાનાં માં આવે છે અને અનેરી ને કહે છે કે
' બેટા તું ચિંતા ના કર સારુ થઇ જશે. અમેય બધા સાથે છીએ . '
કાકા ના શબ્દો એ અનેરી ના મોં પર ની રેખા બદલી આપી . તેણી એ કાકા તરફ હસતું મુખ બતાવી કાકા ને આભાર માન્યો.
' આપ ની ઉપર આ ઘા કોણે કર્યો? ' કિશન અનેરી ની પૂછે છે.
' આપ છો કયા ના?' શ્યામ એ પાછળ થી પૂછ્યું.
ચારુ એ અનેરી ની પીઠ પર હાથ રાખી ને મોં ને હકાર માં ધુણાવ્યું અને તું સુરક્ષીત છે તેવી ભાવના વ્યક્ત કરી.
' મારું નામ અનેરી મહેતા છે ,હુ વલ્લભ વિદ્યાનગર માં અભ્યાસ કરું છું , અમેય બધા મિત્રો અહિયા ફરવા માટે આવ્યા હતા.' ફફડતાં હોઠે અનેરી એ જવાબ આપ્યો .
' પણ તમારી આ હાલત કેમ ની ?' કિશન એ પૂછ્યું
અનેરી એક દમ વિચાર મગ્ન થઇ જાય છે. ચારુ એને હળવે થી હાથ મૂકે છે અને ચેતન અવસ્થા માં લાવે છે . અનેરી એકાએક રડવા લાગી અને ચારુ ને છાતી સરખી વળગી પડી.
' દી મને બચાવ ...દી મને બચાવ ...'
ચારુ એ તેની પીઠ પર હાથ ઘસતા કહ્યું ' અમેય છીએ ને તને કોઈ પણ ઇજા નહિ પહોંચાડી શકે.'
' અનેરી તમને આરામ ની જરૂર છે તમે આરામ કરો ' કિશન એ ઉદારતા પૂર્વક કહ્યું.
રેવાકાકા એ પણ સૌ કોઈ ને કહ્યું કે સાંજે પાદર માં આરતી ટાણે ભેગા થજો.હાલ પોતાના કામે લાગી જાવ અને ચિંતા ની કોઈ વાત નથી. ચારુ ડોક્ટર ને અનેરી ને પોતાના ઘરે લઈ જવાની પરવાનગી માંગે છે , અને ડૉકટર પરવાનગી આપે છે.
ચારુ અને કિશન અનેરી ને તેમના ઘરે લઈ જાય છે અને શ્યામ ડોક્ટર ને દવા ની બોટલ અને ગોળી ઓ લેવા ત્યાજ ઉભો રહે છે.

થોડીક વાર માં બધા છૂટા છવાયા થઇ ગયા. દરેક જણ પોતાના કામે લાગે છે.થોડાક સમય માં શાળા ના માસ્તર પણ આવી જાય છે . સ્ત્રી ઓ તેમના રોજીંદા કામ માં વ્યસ્ત થઈ જાય છે. મંગળ પૂજારી પણ મંદિર ની સાફ માં લાગી જઈ છે. સવિતા કાકી , રેવાકાકા અને શ્યામ ચારુ નો સામાન લઈ ઘર તરફ વળવા લાગ્યા.દરેક ના મન હતું કે રાત્રે ખબર પડશે શું થયુ હતું તેણી જોડે.

આ વાર્તાલાપ વખત પેલા રુદન ના અવાજ પર કોઈ નું ધ્યાન ના ગયું. ટેકરી પર ના વરસાદ ના અવાજ ને લીધે તે રુદન જંગલ માં વિલીન થઈ ગયું. દરેક ને સાંજે થનારી બેઠક ની ઉતાવળ હતી કારણ કે તે રાત નું રહસ્ય ઉજાગર થવાનું હતું. કોણ જાણે આવતી પલ દાસ ની સીમ શું લઈ ને આવશે.એટલા માં શાળા શરું થયા નો બેલ વાગે છે અને અને બેલ નો રણકાર આખી સીમ અને આખા જંગલ માં ગુજવા લાગે છે ..................

( ભાગ ૪ ટૂંક સમય માં પ્રકાશિત થશે )

- જય ભોઈ ( આરઝૂ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED