Premnad - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૧

( ગુજરાત ના મોટા શહેરો થી કેટલાય માઈલો દુર નર્મદા ના કાંઠે આવેલા નાનકડા પ્રદેશ ની વાત )


શ્રાવણ માસ ના અંત ના દિવસો ચાલી રહ્યા હતા, ઢળતી સાંજ નો સમય હતો, આકાશ માં કેટલાક વાદળો હતા પરંતુ સૂર્ય ડૂબતા ની સાથે સાથે આકાશ ને સિંદૂર ચડાવી દીધું હોય તેમ લાલ કરી દીધું હતું, બાજુમાં વહેતી નર્મદા ના વહેણ નો આવાજ આજે સીમ માં ગુજી રહ્યો હતો દૂર દૂર નજર નાખતા નર્મદા મૈયા પોતાને ડુંગરો ની ભેખડો માં છૂપાઈ લેતા હતા તેમ જણાતું હતું અને સીમ ની બીજી બાજુ ગાઢ જંગલો માં પક્ષી ઓ નો આવાજ વાતાવરણ ની શાંતિ ને ડગમગાવી રહ્યો હતો થોડા થોડા સમય પછી જંગલી પ્રાણીઓ ના આવાજ પણ સંભળાયા કરતા આવીજ આ સંઘ્યા આજે દાસ ની સીમ ની શોભા વધારી રહ્યું તું . દાસ ની સીમ એ ત્યાંના ના વિલભ દાસ ના નામ થી નામ આપવા માં આવ્યું હતું. વીલભ દાસ એ ગામ ને પોતાના સારા કામો થી ઘણું સારું બનાવ્યું તું . વૈજનાથ મહાદેવ નું મંદિર, સીમ માં સ્વચ્છતા ની સમજ , તારકેશ ડોક્ટર ને પણ સીમ માં દવાખાના માટે જગ્યા અપાવી , એક પ્રાથમિક શાળા પણ દાસ ના હસ્તે લોકાર્પણ કરાઈ તેથી આ સીમ ને લોકો દાસ ની સીમ થી ઓળખવા લાગ્યા હતા. વિલભદાસ ના દેહાંત ને દસકો થઈ ગયો પણ એમ નું નામ આજે પણ જીવતું છે.

સૌ કોઈ આજે કામકાજ પતાવી ને ખેતર માંથી વેહલા ઘરે આવી રહ્યા હતા કારણ કે આજે ગામ ની પાદરે એટલે કે વૈજનાથ મહાદેવ ના મંદિર ના દ્વારે આજે ભજન હતું. શહેરો માં મનોરંજન માટે ઘણાં ઉકેલો હોય જ્યારે આ ગામડાં માં મનોરંજન એટલે કે ભજન એજ ઉત્તમ . ઘર ની દરેક વ્યક્તિ નાના થી લઇ ને મોટા દરેક ભજન માં લીન થઈ જતાં . મંદિર ની આરતી આમ તો મંગળ પૂજારી રોજ સાત વાગ્યા ના સમયે કરતા પણ આજે સવા છ વાગે કરી દીધી જેથી કરી ને થાક દૂર થવા માટે સમય મળી જાય અને રાત્રે ભજન માં હાજર થઈ જવાય . મંગળ પૂજારી નો પરિવાર પહેલા પણ મંદિર માં સેવા કરતા પણ દાસ ના આ મંદિર બનાવ્યા બાદ તે પરિવાર મંદિર માંજ સ્થાયી થઇ ગયો. ભજન નું આયોજન ગામ ના સૌથી વડીલ એવા રેવાકાકા ના હસ્તે થતું સૌથી વૃદ્ધ અને સૌથી વધારે ભણેલા. એમના છોકરા ના ઘરે પણ છોકરા છે પણ આયોજન તો રેવાકાકા જ કરે.
સંઘ્યા હવે રાત્રિ નું રૂપ ધારણ કરી રહી હતી દરેક ના ઘરો માં દીવા બત્તી થઇ ગઇ હતી. રાત નું રાંધણ પણ હવે પેટ સુધી પોહચી ગયું હતું. મંદિર ના દ્વાર પાસે એક મોટો વીજળી નો બલ્બ લાગવા માં આવ્યો હતો. તારકેસ ડોક્ટર સંઘ્યા આરતી ભરી ને પોતાના ગામ નીકળી ગયો હતો. નાના નાના બાળકો પાદર આગળ છુટ્ટી સાંકડી ( પકળ દાવ ની એક રમત) રમી રહ્યા હતા વૃદ્ધો પણ ખાટલા માં પંચાયત શરું કરી દીધી હતી. રેવાકાકાં પણ હુક્કા ને તૈયાર કરવા દેવતા ને ચેતતા હતા અને તમાકુ ની ગોટી મૂકતા હતા. હજુ ભજન મંડળી આવી નોહતી અને યુવાનો થોડાક દેખાય રહ્યા હતા હજુ સ્ત્રી વર્ગ ને આવાની વાર હતી, થોડીક ક્ષણો બાદ દરેક પોતાનું ટાટીયું અને કંતાન ( ગામડાં ના પાથરણાં ) લઈ ને પાદર તરફ આવી રહ્યા હતા . આજે ચાંદ પણ કંઇક અલગ જ દેખાય રહ્યો હતો અને પાદર ની બાજુ માં વહેતી નર્મદા માં તેનું પ્રતિબંબ ખુબજ રમણીય લાગતું હતું.હવે ભજન મંડળી આવી ગઈ અને તેમના વાજિંત્રો પીપળાના ના ઓટ પર મૂકી રહ્યા હતા . વાજિંત્રો માં તબલા , મંજીરા અને હાર્મોનિયમ ( વાજાપેટી ) અને પાણી ભરવાના ના ડેગડા ને ઊંધા કરી દીધા તા ( પાણી ના આ પાત્ર ને ઊંધું કરી ને પથ્થર કે ચમચી થી વાજીંત્ર ની જેમ જૂના સમય માં વગાડતા) બધા વાજિંત્રો મૂક્યા બાદ તે મંડળી પણ ઓટ પર સ્થાન લઈ લે છે. ધીમે ધીમે સીમ ના લોકો ભેગા થઈ રહ્યા હતા અને જે ભેગા થયા હતા તે કોઈક ની કોઈક વાતો માં લીન હતા.

એક બાજુ ખડ ખડ કરતી નર્મદા ના નીર અને મંદિર ની પાછળ નું ઘોર શાંતિ વાડું અને ડુંગરો થી ઘેરાયેલું અને નર્મદા ની કોતરો થી ફેલાયેલું જંગલ . એટલા માં રાત્રિ હવે સઘન બનતી હતી હતી.એટલા માં જ હરી નાયકે સુર છેડ્યા અને ગાયું કે '

' હાલો મારી સહિયરો ગણેશ વધવા જઈ એ . કે જઈ એ રે જઈ ગણેશ વધાવા જઈ ........
આમ ને આમ ભજન ની શરૂઆત ગણેશ ના નામ થી શરૂ કર્યું ,

થોડીક વાર બાદ સ્ત્રી વર્ગ પરવારી ને આવી જાય છે.મસ્ત માહોલ જામે છે , ચોતરફ હરી નાયક ના ભજન નો નાદ એ ખડ ખડ કરતા નર્મદા ના નીર ને ઓછાયું કરી દેતો હતો, ચાંદ નું પ્રતિબિંબ જાણે મલકાઈ રહ્યું એમ દેખાતું હતું અને પ્રતિબિંબ ને લીધે દૂર દૂર જોતા નર્મદા એ સફેદ શ્રૃંગાર કર્યો એમ જણાતું હતું. તબલા ની તાલ નો પડખો જંગલો માં પડતો હતો . રાત્રી નો ત્રીજો પહર શરૂ થઈ રહ્યો હતો એટલે કે રાત્રી ના ત્રણ વાગ્યા ના આસપાસ નો સમય . સૌ કોઈ ભજન માં લીન હતા એટલા માં નદી ના પેલે કાંઠે ના જંગલો ની કોતરો માંથી કોઈ ની કમકમાટી ભરી કોઈ જવાન છોકરી ની ચીસો ભજન ના સૂર ને પણ બાજુ માં રાખી દે તેવી રીતે સૌ કોઈ ના કાને અથડાઈ. ભજન માં અચાનક ખડભડાટ થઈ ગયો , દરેક વ્યક્તિ ના કાન નદી ને પેલે કાંઠે થી આવતી ચીસો પર અટકી ગઈ . બાળકો તેમના મમ્મી પપ્પા ના ખોળા માં લપાઈ ગયા . પેહલીવાર બન્યું કે હરી નાયક નું ભજન વચ્ચે થી અટક્યું હોય. બધા એકત્રિત થઈ જાય છે. હજુ પણ ચીસો ના આવાજ અટકતા નથી, રાત્રી ના સમયે નર્મદા પાર કરી ને પેલે કાંઠે ના ભયાનક જંગલ માં જવું એ લગભગ અશકય હતું. બધા સીમ ના રહેવાસી ઓ ડરી ગયા હતા. થોડી ક્ષણો માં રેવાકકા એ દરેક ને સમૂહ માં કહ્યું કે તમે ડરો નહિ કોઈ જંગલી જાનવર એ હમલો કર્યો હસે કોઈ પર , સવાર થતાં ની સાથે આપડે સૌ ત્યાં જઈ ને જોઈ આવસુ . દરેક ડરેલા મન થી પોતપોતાના ઘરો માં જતાં રહે છે. હરીનાયક તેના મંડળ સાથે વૈજનાથ મહાદેવ ના મંદિર માં રોકાઈ જાય છે. અને રેવાકાકા એ કોઈ ને રાત્રે બહાર નીકળવાની ના પાડી દે છે.
આખી રાત સીમ નું કોઈ પણ ઊંઘ લઈ સક્યું નોહતું . અને આખી રાત સુધી પેલી રુદન ભરેલી ચીસો સીમ માં ગુજતી રહી . દરેક ની આંખો માં સવાર ની રાહ હતી. દરેક રાત નવા દિવસ ની ઉમીદ લઈ ને આવે તેમ આ સવાર પણ દાસ ની સીમ માં નવી ઉમિદ લઈ અને નવા રહસ્મય સવાર લઈ ને આવાની હતી ...............

ક્રમશ...

- જય ભોઈ ( આરઝુ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED