premnad - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૨

પાંદડા ઓ ઉપર ઓસ ની બુંદો બતાવી રહી હતી કે સવાર કેટલી ઠંડી છે અને કેટલી તાજગી ભરી છે. ચારેય તરફ નજર નાંખતા બસ લીલોતરી જ લીલોતરી. આવી લીલોતરી ને ભેદી ને નીકળતી એવી નર્મદા ના જાણે પ્રેમવિરહ નો અંત આણવા સમુદ્ર ને મળવા પૂરજોશ માં વહી રહી હતી. નર્મદા ના નીર નો ખડ ખડ કરતો અવાજ દાસ ની સીમ અને બનેય બાજુ ના જંગલો માં પ્રસરી રહ્યો હતો . તેના અવાજ ને આકાર આપતા જંગલ ના પશુ પક્ષી ઓ ના અવાજ કંઇક અલગ જ તરી આવતા હતા. શ્રાવણી ચોમાસા ના લીધે આકાશ માં વાદળો નો મેળો જામ્યો હતો.નદી ના પેલા કાંઠા ના જંગલો ઉપર આવેલી ટેકરી ઓ વાદળો ને નિવાસો આપી રહતી હોય તેમ જણાતી હતી. ઘર ની છત પર ના નળિયા પર થી સરી આવતા ઓસ ની બુંદો ના ટપકતા અવાજ આજે એક દમ સ્પસ્ટ સંભળાઈ રહ્યા હતા. કુદરત ના રવ સિવાય આખી સીમ માં ઘોર નીરવ વ્યાપેલો હતો.

શ્રાવણી ત્રીજ બાદ આવેલી આ રહસ્યો થી અકબંધ સવાર ના જાણે કેટલા રહસ્યો ઉજાગર કરવાની હતી. જ્યાં રોજ વેહલી પરોઢ માં લોકો ની ચહલ પહલ થતી હતી ત્યાં આજે કોઈ છુટુ છવાયું પણ કોઈ દેખાતું નોહતુ, હતો તો ખાલી ચારેય તરફ ઘોર શાંતિ નો અવાજ. એકજ પડ માં આ ઘોર શાંતિ ને દૂર કરતો મહાદેવ ના મંદિર ના ઘંટ નો અવાજ એક દમ જ સીમ માં ગુંજી ઉઠે છે. લગભગ સવાર ના સાડા છ નો સમય હતો અને દરરોજ ની જેમ તારકેશ ડૉક્ટર સીમ માં આવી જાય છે અને આવતા સાથે વૈજનાથ મંદિર માં અડધા કલાક ની પૂજા અર્ચના કરતા. આજે એમ ને લાગ્યું કે મંગળ પૂજારી અને સીમ વાસિયો એ રાત્રે ભજન લંબાવ્યું હસે એટલે આંખો હજી ખુલી નથી, તેથી મંદિર ની બીજી ચાવી થી મંદિર ખોલ્યું અને પૂજા માં વ્યસ્ત થઇ ગયા. પૂજા અર્ચના બાદ બહાર નીકળ્યા અને સીમ માં જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. સીમ માં સૂનકાર ને મધ્ય રાખી ચારેય તરફ નજર ફેરવે છે. તેમને કોઈ દેખાતું નથી અને મંદિર માં પાછા જઈ શિવલિંગ પર જળ અર્પણ કરવાની ખાલી ડોલ લઈ મંદિર પાછળ નર્મદા નદી માં પાણી ભરવા જાઈ છે .નીચે ઉતરતા ઉતરતા બોલ્યા કે
'લાગે આ હરિયા એ રાતે ભજન મો જલસો પાડી દીધો , હારો એકય મુવા જડતા નથી અજુય ઊઠયો નથી

ડૉક્ટર ને મુખે થી શબ્દો નીકળતા રહ્યા અને એટલીજ વાર માં નીચે કાંઠા આગળ આવી ગયા ( મંદિર થોડીક ઉંચાઈ પર એક ટેકરા ઉપર છે અને એની બાજુ માં મંગળ પૂજારી ની ઓસરી, મંદિર ની બાજુ માં વરસો જૂનો વડ છે , મંદિર ની પાછળ નર્મદા વહે છે પણ તેના કાંઠા પાસે જવા મંદિર ની પાછળ થી ઉતરવું પડતું ).ડૉક્ટર થોડેક આગળ નદી માં જઈ ને પાણી ભરે છે, જ્યારે એ પાણી ભરેલી ડોલ લેવા નીચે નમે છે ત્યારે તેની આંખો ક્યાંક અટકી ગઈ , નદી ને પેલે કાંઠે થી કોઈ એકધાર્યું જોઈ રહ્યું હતું.થોડી ક્ષણો થઈ છતાં પણ પેલું કોઈક એક જ સ્થિતિ માં હાલ્યા ચાલ્યા વગર ટગર ટગર જોઈ રહ્યું હતું. ડૉક્ટર એ ભીના હાથે થી ચશ્મા બહાર નીકળ્યા અને આંખો પર રાખી ને જોયું તો પેલો માણસ દેખાયો ફાટેલા કપડા , મોટી દાઢી , દમદાર કદકાઠી, મોઢા પર ની ધૂળ બતાવી રહી હતી કે ઘણાય સમય થી પાણી તેના શરીર ને સ્પર્શ કર્યો નથી. ડૉક્ટર નો અવાજ જાણે કે ગળા માં અટવાઈ ગયો હોય તેમ નિશબ્દ થઇ ગયો હતો. પેલો માણસ પાછો હાથ હલાવ્યા વગર ટટ્ટાર થઇ ને જંગલ માં ચાલ્યો ગયો , ડૉક્ટર એને પાછળ થી જોયાજ કર્યું જ્યાં સુધી એ જંગલ માં વિલીન ના થઇ ગયો ત્યાં સુધી, જેવું ભાન આવે છે એટલા માં તો પાણી ની ડોલ ને ત્યાં ની ત્યાં મૂકી ને દોડવા લાગ્યો, મંગળ પૂજારી ની ઓસરી ના દરવાજા ને જોર જોર થી ખટ ખટાવ્યું એટલા માં મંગળ પૂજારી ધીમે થી દરવાજો ખોલે છે. ડૉક્ટર સીધા જ અંદર જતાં રહે છે , ત્યારે તેમની નજર હરી નાયક અને તેમના મંડળ ના સદસ્યો ઉપર ગઈ અને બોલ્યા ' હરિયા કોક આયું ,પેલા જંગલ માં કોક આયુ 'મંગળ પૂજારી આ સાંભળી સ્તબ્ધ થઇ જાય અને પૂછે કે
' શું જોયું દાકતર ?
ડૉક્ટર કહે ' કોક પાગલ બીક લાગે એવો પહાડ જેવો મોનસ આયો છે '
મંગળ પૂજારી એને એના ઘર ના સભ્યો અને હરિ નાયક ની મંડળી એક બીજા ને પાંપણ એકીટશે જોઈ રહ્યા હતા. એટલા માં જ રેવા કાકા અને એમના દીકરા ત્યાં પાદર પર આવી પોહચે છે. થોડીક વાર માં સીમ ના બધા જ ત્યાં ભેગા થઇ જાય છે. દરેક ની આંખો પેલા કાંઠા ના જંગલ માં અને કાન રેવાકાકા ની તરફ.

ડૉક્ટર તેમની નજરો આગળ થયેલી ઘટનાને રેવા કાકા અને સીમ ના દરેક વ્યક્તિ ને સંભળાવે છે. દરેક વ્યક્તિ માં સામે કાંઠા ના જંગલ નો ખોફ વધવા લાગ્યો હતો. રેવાકાકા પુરુષ ની બે ટુકડી બનાવે છે,એક ટુકડી જે નદી ને પેલી બાજુ મોકલવાની હતી અને બીજી ટુકડી જે સીમ ની મહિલા ઓ અને બાળકો ની સુરક્ષા માટે રાખવા માં આવી હતી. રેવાકાકા, મંગળ પૂજારી ને બીજા કેટલાક મંદિર ની બહાર બેઠા હતા અને ગામ ની બધી મહિલા ઓ અને બાળકો મંદિર ની ઓસરી માં એટલે કે મંગળ પૂજારી ને ત્યાં બેઠયા હતા. પહેલી ટુકડી વાળા પોતા ની સાથે લાકડીઓ અને ધારિયા સાથે હોડી માં બેસી પેલી બાજુ ના કાંઠા પર જવા નીકળી પડ્યા. ડોકટર , રેવા કાકા ના દિકરા અને ગામ નાં કેટલાંક યુવાનો હોડી માં બેઠા હોય છે.

જેમ જેમ હોડી સામે ના કાંઠે જતી હતી તેમ તેમ વાતાવરણ શાંત થતું હોય તેમ જણાતું હતું. વાદળો એ પોતાની ગતિ વધારી દીધી હોય તેમ જણાતું હતું.આવી નીરવતા વચ્ચે હોડી ના હલેસા નો ડબુક... ડબુક ... ડબુક અવાજ ના જાણે ખોફ પેદા કરી રહ્યો હતો. હોડી માં બેઠેલ દરેક ની નજર પાસે આવી રહેલ જંગલ પર હતી.
શું હશે? રાત્રે રુદન કરતી છોકરી ક્યાં હશે? એની સાથે શું થયું હશે? શું અત્યારે એ અમને મળશે? ડોકટર એ જેને જોયો એ કોણ હતો? એ એટલો ગંભીર કેમ હતો? શું એને જ પેલી છોકરી સાથે કંઇક કર્યું હશે? આવા વિચારો નો વરસાદ હોડી માં બેઠેલ સૌ કોઈ ના મન માં ચાલી રહ્યો હતો.ધીમે ધીમે સામે નો તટ નજીક આવતો હતો અને એક ઘોર નીરવતા વાતાવરણ માં છવાઈ રહી હતી. આખરે હોડી ત્યાં સામે કાંઠે પહોંચી જાય છે. સૌથી પહેલા રેવા કાકા ના દીકરા કિશન અને શ્યામ ત્યાં ની જમીન પર પગ મૂકે છે, અને ત્યાર બાદ બીજા બધા . આ કાંઠા ની ધરતી પર આની પેલા સીમ ના કોઈ પણ માણસ એ પગ મૂક્યો ન હતો.
( દાસ જયારે જીવતા હતા ત્યારે સીમ નો એક યુવાન સામે ના કાંઠે તરતાં તરતાં જતો રહે છે, રાત થઇ છતાં પણ એ પાછો આવ્યો ન હતો. દાસ અને અન્યો એ શોધવાના પ્રયત્નો કર્યા પણ ના મળ્યો. તો એ બધા હોડી લઈ ને સામે ના કાંઠે જાય છે , આખું જંગલ શોધ્યું પણ કોઈ ના દેખાયું. ટેકરી ઓ ની વચ્ચે એક જૂની હવેલી હતી. વરસાદ ના પાણી અને લાંબા સમય ને લીધે તેના પર લીલ અને ધૂળ જામી ગઈ હતી. થોડી શોધખોળ બાદ તે હવેલી ની છત પર પેલા યુવાન ની લાશ મળી હતી. આજે પણ એ રહસ્ય જ હતું કે તેનું મોત કઈ રીતે થયું. ત્યાર પછી દાસ એ કોઈ ને ત્યાં જવાની ના પાડી દીધી હતી. ક્યારેક માછીમારો એવું કહેતા કે પેલી હવેલી માંથી યુવાન નો અવાજ સંભળાયા કરતો , આવી ઘણી બધી વાતો થતી હતી. યુવાન ના મૃત્યુ બાદ ત્યાંની જમીન પર કોઈ એ પગ મૂક્યા નહોતા.)
ચારેય બાજુ શાંતિ જ શાંતિ હતી. તમરા ના અવાજ દરેક વૃક્ષ પરથી આવી રહ્યા હતા . દૂર થી સંભળાતા પ્રાણી ઓ ના અવાજ બતાવી રહ્યા હતાં કે જંગલ કેટલું ગાઢ છે.કોહવાઈ ને નીચે પડેલ પાંદડા જમીન ને એક કુદરતી ચાદર પેહરાવી રહ્યા હતા. ગાઢ જંગલ ને એનો ભૂતકાળ વધારે ખોફનાક બનાવી રહ્યું હતું. દરેક વ્યક્તિ ત્યાં ચારેય બાજુ જોઈ રહ્યાં હતા. પછી શ્યામ એ કીધું કે કોઈ એક બીજા થી દૂર ના જાય , આપણે સાથે જ રેવાનું છે,અને કોઈ ને કઈ પણ જાણ થાય તો અવાજ કરી દેજો.દરેક વ્યક્તિ પેલી છોકરી ને શોધતો શોધતો પેલી હવેલી પાસે આવી પોહચ્યાં. બધા એક સાથે હવેલી ના દરવાજા ને ખોલે છે .હવેલી નો દરવાજા કડર.... કરતો ખુલે છે. હવેલી માં એક સનાંટો છવાયેલો હતો .દરેક ખૂણા માં નીરવતા વ્યાપેલી હતી. ત્યાં આવેલા બધા છોકરી ને શોધે છે પણ કોઈ ને કઈ પણ મળ્યું નહિ, બધા હવેલી ની મધ્ય માં એકત્રીત થઈ જાય છે અને એક બીજા જોડે વાત કરતા જ હતા ને એક દમ શ્યામ નો અવાજ હવેલી માં ગુંજી પડ્યો . એ અવાજ હવેલી ની છત પરથી આવ્યો હતો અને ત્યાં આવેલ દરેક એક દમ છત તરફ દોડ્યા, અને જ્યાં શ્યામ ઉભો હતો ત્યાં પહોંચ્યા. શ્યામ જ્યાં ઉભો હતો ત્યાંથી આખું જંગલ દેખાતું હતું અને નીચે જોઈ એ તો એક ઊંડી ખીણ દેખાતી હતી.હવેલી ની બાજુ માં થોડીક માટી અને ખડકો હતા અને પછી ઊંડી ખીણ. શ્યામ બધા ને પથ્થર ની બાજુ માં આવેલી માટી માંથી એક બહાર નીકળેલો લોહી થી રંગાયેલો હાથ બતાવ્યો. બધા ની નજર એ જમીન માંથી અડધો બહાર નીકળેલા પેલા હાથ ઉપર હતી.
લોહી થી તડબતોડ એ હાથ ના જાણે એવું કયું રહસ્ય ઉજાગર કરવાનો હતો. . ત્યાં ના બધા હાથ ની આજુ બાજુ ઉભા થઇ ગયા કિશન અને શ્યામ હાથ ની આજુ બાજુ ની માટી ને ખોદવા માંડે છે જેમ જેમ ખોદે છે તેમ એક દમ જ તેમના હાથ અટકી જાય છે બધા એક દમ પાછા હટી જઇ છે અને એક બીજા તરફ આશ્ચર્જનક અને ડર ની આંખો એક બીજા ને જોઈ રહ્યા.

એવું તો શું જોયું બધા એ કે એક દમ પાછા હટી ગયા ? એ લાશ માં શું હતું? લાશ કોની છે? આવું કોણે કર્યું હશે? પેલો માણસ કોણ હતો? શું એને અને આ લાશ સાથે કંઈ સંબંધ હશે? અને હવેલી વિશે સાંભળવા માં આવતી વાતો આજે સત્ય હકીકત માં જોઈ ને ત્યાં ઉભેલા સૌ કોઈ વિચારો ના સાગર માં ગરકાવ થઇ ગયા હતા. દૂર આકાશ માં ઉડતા ગીધ નો અવાજ આખા જંગલ માં પ્રસરી ગયો અને એક ઘોર નીરવતા જંગલ માં પ્રસરી ગઈ......

(ભાગ ૩ ટૂંક સમય માં પ્રકાશિત થશે)

- જય ભોઈ ( આરઝૂ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED