દિલ કા રિશ્તા - 11 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા - 11

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કાના લગ્નની વિધિઓ શરું થઈ જાય છે હલ્દીની રસમ ખૂબ સારી રીતે પૂરી થાય છે. આશ્કા એના જીવનનાં નવા સફરમાં ડગ માંડવા માટે ખૂબ ખુશ હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે. )

આજે તો અપના ઘર આશ્રમમાં ધમાલ મચી ગઈ છે. કેમ કે અપનાઘરના ઈતિહાસમાં પહેલીવાર આજે ત્યાં કોઈ છોકરી લગ્ન કરીને પોતાનાં નવા જીવનનો શુભારંભ કરવાં જઈ રહી હતી. આમ પણ અપના ઘરને શરૂ થવાના એટલાં વર્ષો પણ નોહતા થયાં. પણ ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાં સેવા આપતાં લોકોની નિઃસ્વાર્થ ભાવનાથી કામ કરવાને કારણે શહેરમાં તેની એક ઓળખ તો ઊભી થઈ જ હતી.

સવારથી બધાં બાળકો સજી ધજીને આમ તેમ દોડાદોડી કરતાં હતાં. છોકરીઓમાં પણ શૃંગાર સજી આજે કોણ કોણ સુંદર લાગી રહ્યું છે એની હોડ લાગી રહી હતી. મહિલાઓ પણ પોતાનાં બધાં જ દુઃખ ભૂલી લગ્નની તૈયારીઓમાં લાગી ગઈ હતી.

આમ તો આશ્કાને મેકઅપની કોઈ જરૂર નથી છતાં પણ કાવ્યા પાર્લરવાળીને લાવી હતી. એની જીદ હતી કે જ્યારે બધાં આશ્કાને જુએ તો જોતાં જ રહી જાય. એ સવારથી જ અહીં આવી ગઈ હતી.

આ બાજું કાવેરીબેન પણ આમ તેમ દોડાદોડી કરી
દરેક કામ પૂરું થયું કે નહી તેની દેખરેખ રાખતાં હોય છે. એમનો ઉત્સાહ આજે જોવાં જેવો હોય છે. એમનાં ચેહરા પર એક અનેરી ચમક હોય છે. અને એ ચમક એના દિકરાને નવા જીવનની સફર ખેડતા જોઈને જે ખુશી અને સંતોષ એમને મળ્યો છે એની હોય છે. પણ સાથે સાથે એમના ચેહરા પર થાક પણ વરતાઈ છે. એ જોઈને વિરાજ કહે છે,

વિરાજ : અરે મમ્મી તમે શા માટે આટલી દોડધામ કરો છો ? આટલાં બધાં વ્યક્તિ તો છે ઘરમાં એ બધાં બધું સંભાળી લેશે. પછી તમારી તબીયત બગડી જશે.

કાવેરીબેન : અરે બેટા, દિકરાના લગ્નની તૈયારી કરતાં કોઈ પણ મા ને થાક લાગે ક્યારેય..!! અને મને ગમે છે તારા મેરેજના કામ કરવાં..

રાહુલ : શું આન્ટી તમે પણ અમને એકદમ પારકાં બનાવી દીધાં. શું અમે તમારો પરિવાર નથી ? શું અમે તમારાં દિકરા નથી ? કે મેરેજની તૈયારી તમે જાતે કરવાનું કહો છો. રાહુલ વિક્રમ, જાનવી અને સાચી સાથે ઘરમાં પ્રવેશતાં કહે છે.

કાવેરીબેન : ના ના દિકરા એવું નથી. તમે બધાં જ મારા માટે વિરાજ જેવાં જ છો. તમને પણ હું મારા દિકરા જ સમજું છું. આ સમર્થ અને કાવ્યા ક્યાં છે ?

રાહુલ : એ બંને તો આશ્કા તરફનાં જ થઈ ગયાં છે. સવારથી ત્યાં જ છે.

વિક્રમ : એ વાત છોડો તમે અમને દિકરા સમજો છો તો પછી તમારે તો ખાલી બેઠાં બેઠાં હુકમ જ કરવાનો હોય છે. બોલો ચાલો શું કામ બાકી છે.અમે ફટાફટ કરી નાંખીએ. એ કાવેરીબેનને સોફા પર બેસાડતાં કહે છે.

કાવેરીબેન : અરે કામ તો જો કેટલાં છે. આ આશ્કાને આપવા માટેનાં કપડાં અને ઘરેણાંની છાબ સજાવવાની છે. આ વિરાજ હજી તૈયાર નથી થયો એને તૈયાર કરવાનો છે. બધાં મહેમાનોને નાસ્તો કરાવવાનો છે.

રાહુલ : અરે બસ આટલું જ. એ તો આમ ચપટી વગાડતાં થઈ જશે. જાનવી તુ અને સાચીભાભી( વિક્રમની પત્ની ) તમે બંને આશ્કાને આપવાં માટેના કપડાં અને ઘરેણાંની છાબ સજાવો. હું અને વિક્રમ મહેમાનોને નાસ્તો કરાવીએ લઈએ.

વિક્રમ : હા બરાબર પણ પહેલાં આપણે પણ નાસ્તો કરી લઈએ મને બહું ભૂખ લાગી છે. પછી બધું કામ કરીશું. અને બધાં નાસ્તો કરવા જાય છે. પહેલાં મહેમાનોને નાસ્તો આપે છે અને ફટાફટ એ લોકો પણ નાસ્તો કરી લે છે.પછી સાચી અને જાનવી એના કામમાં લાગી જાય છે.

એક મોટી છાબને બાંધણીથી કવર કરીને એમાં આશ્કા માટે જે ચણિયા ચોળી લીધાં હતાં તે અને બીજા ઘરેણાં મૂકવામાં આવે છે. જેની આસપાસ રંગબેરંગી ફૂલો અને થર્મોકોલના દાણા નાંખી સજાવે છે. અને છેલ્લે એને રેશમની પટ્ટી બાંધે છે.

વિક્રમ : ચાલો હવે બધું કામ પૂરું થઈ ગયું હોય તો તમે લોકો પણ તૈયાર થઈ જાવ. અમે પણ વિરાજને તૈયાર કરી તૈયાર થઈ જઈએ. સાચી જાનવી કાવેરીબેનના રૂમમાં તૈયાર થવા જાય છે. અને વિક્રમ રાહુલ વિરાજના રૂમમાં જાય છે.

થોડીવારમાં બધાં તૈયાર થઈને આવે છે. વિરાજે પીચ કલરનો કૂર્તો, પીચ કલરની ધોતી અને એની ઉપર પર્પલ કલરની કોટી પહેરી હોય છે. અને માથે ગોલ્ડન કલરનો સાફો બાંધ્યો હોય છે. એને વરરાજાના વેશમાં જોઈને કાવેરીબેનની આંખોમા ખુશીના આંસુ આવે છે. એ પોતાનાં આંસુ દૂર કરે છે. અને વિરાજના કપાળ પર એક ચૂંબન કરી એના ઓવારણાં લે છે. એની કોઈ ભાભી તો નથી એટલે જાનવી અને સાચી એની ભાભીની બધી રસમ પૂરી કરે છે. અને એને મોતીની માળા પહેરાવે છે. અને બધાં જાન લઈને અપનાઘર તરફ જાય છે.

એમ તો વિરાજે કોઈ ધામધુમ કરવાની ના કહી હતી પણ એના દોસ્ત આમ કંઈ થોડાં માને. એમણે અપના ઘરના થોડે દૂર ઢોલકવાળાને ઊભાં રાખેલાં હોય છે. વિરાજની અને બાકીનાની ગાડી આવતાં એ લોકો ઢોલ વગાડવાનું શરું કરે છે. વિરાજ આશ્વર્યથી રાહુલ અને વિક્રમ જુએ છે.

વિક્રમ : હા તો इतना तो बनता ही हे ना आज मेरे यार की शादी है

રાહુલ : હા યાર અમને પણ થોડાં અરમાન હોય કે નહી. આપણે બહું જશ્ન તો નથી કર્યો પણ લાગવું તો જોઈએ ને અમારા યારના મેરેજ છે. તો ચાલ ઉતર અહીંથી આપણે વરઘોડો કાઢીશું. અને નાચતાં ગાતા જાન લઈ જઈશું.

વિરાજ : ના હો,, તમારે નાચવું હોય તો નાચો હું ગાડીમાં જ ઠીક છું.

રાહુલ : આવું નહી ચાલે,, તું વરરાજો છે તો તારા વગર વરયાત્રા થોડી હોય. તારે પણ અમારી સાથે આવવું જ પડશે.

વિક્રમ : હા આન્ટી તમે જ કંઈ સમજાવો. એ કાવેરીબેન તરફ જોઈને કહે છે.

કાવેરીબેન : હા બેટા વર વગર વરયાત્રા ના હોય અને તારા દોસ્ત કેટલાં ખુશ છે તો તારે એમની ખુશીમાં સાથ આપવો જોઇએ.

વિરાજ : મને ખબર છે તમે કોઈ મારું માનવાના તો છે નહીં ચાલો ત્યારે કરો તમારી મનમાની.

બંને ખુશ થઈને એને બહાર ખેંચી જાય છે. અને નાંચવા લાગે છે. વિક્રમ સાચી અને જાનીને પણ બોલાવી લે છે. રાહુલ પણ વિરાજના કઝિનને બોલાવી લાવે છે. અને ઢોલકવાળા બમણાં જોશથી ઢોલ વગાડે છે. સમર્થ પણ એમની સાથે જોડાય જાય છે.

જાન દરવાજા પર પહોંચતા ઢોલનો અવાજ સાંભળી બધાં બાળકો ત્યાં આવી પહોંચે છે. આશ્કાની પાસે બેસેલી એની બહેનપણીઓ પણ દોડતી દોડતી જાન જોવા આવે છે. મેનેજર રાકેશભાઈ આજે આશ્કાના પિતાની ફરજ બજાવે છે. એમનાં પત્ની અને છોકરાંઓ પણ એમનો સાથ આપે છે. એમની પત્ની આશ્કાની માતા બની વિરાજને પોંખીને મંડપમાં લે છે. બધાં બાળકો વિરાજની આજુબાજુ વિટળાઈ જાય છે. થોડીવારમાં પંડિતજી વિવાહ માટે રસમ ચાલું કરવાં કહે છે. અને દુલ્હનને મંડપમાં લાવવાનું કહે છે.

કાવ્યા અને બીજી છોકરીઓ આશ્કાને લઈને આવે છે. બધાની નજર એની પર જ અટકી જાય છે. કેમકે આશ્કા એટલી સુંદર લાગી રહી હોય છે કે કોઈની નજર એના પરથી ખસતી જ નથી. જાણે ધરતી પર કોઈ અપ્સરા આવી ગઈ હોય એ એવી લાગતી હોય છે.

કાવેરીબેન આશ્કા માટે જે ચણિયાચોળી લીધાં હતા એ તેમણે જાન આવી ત્યારે જાનવી સાથે આશ્કા પાસે મોકલાવી દીધી હતી. અને આશ્કા એ જ પહેરીને આવી હતી. રોઝપીંક કલરની ચણિયાચોળી અને એમાં ગોલ્ડન કલરનું વર્ક. અને દુપટ્ટો પણ ગોલ્ડન કલરનો. ચેહરા પર હળવો મેકઅપ. આંખો મા ગહેરુ કાજલ. માથા પર મોટી બિંદી. વાળનો અંબોડો વાળી એમાં ઓર્કેડના ફૂલોની વેણી. સાદગી અને સુંદરતાનુ અદ્ભૂત સમન્વય હતું એનામાં.

વિરાજ પણ બે ઘડી એને જોતો જ રહી ગયો. એ એની પાસે આવી છે અને બંનેની નજર એકમેકને મળે છે. અને બંનેનાં ચેહરા પર હળવું હાસ્ય પથરાઈ છે. પંડિતજી વિવાહની રસમ શરૂ કરે છે. અગ્નિની સાક્ષીએ વિરાજ આશ્કાના સેંઠામા સિંદૂર પૂરે છે અને મંગળસૂત્ર પહેરાવે છે. અને કાવેરીબેન આશ્કા માટે જે સેટ અને કંગન લીધાં હતા એ પહેરાવે છે. રાકેશભાઈ અને એમની પત્ની આશ્કાનું કન્યાદાન કરે છે.

લગ્ન વિધી ખૂબ સરસ રીતે પૂરી થાય છે. બધાં જમી પણ લે છે. હવે આવે છે એ વેળાં જેની દરેક મા બાપ અને રાહ પણ જોતાં હોય અને એવું પણ વિચારે કે આ વેળા જલ્દી ના આવે. અને એ છે વિદાય વેળા. આશ્કા આંખોમાં આંસુ અને હોઠો પર હાસ્ય સાથે બધાને મળે છે. અને છેલ્લે એ રાકેશભાઈ પાસે જઈને એમને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડે છે.

રાકેશભાઈ : બેટા તે અમને કન્યાદાનનુ જે મહાસુખ આપ્યું છે એનું કર્જ તો હું ક્યારેય ના ઉતારી શકું. પણ હા એટલું વચન જરૂર આપું છું કે તારા દરેક સુખ દુઃખમા હું તારો પિતા બનીને તારો સાથ આપીશ. મને ખબર છે કાવેરીબેનના ઘરે તને કોઈ કમી નહી થાય. પણ જ્યારે તને અમારી યાદ આવે કે મળવાનું મન થાય તો અમારા ઘરના આશ્રમનાં અને દિલ ના દરવાજા હંમેશા ખુલ્લા છે.

આશ્કા બધાને મળે છે. અને વિરાજ સાથે વિદાય લે છે. અહીંથી આશ્કાના નવા જીવનના સફરની શરૂઆત થાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna