દિલ પ્રેમનો દરિયો છે - 13 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ પ્રેમનો દરિયો છે - 13

ગાડીમાં મસ્ત એક રોમેન્ટિક ગીત વાગી રહયું હતું. ને બંને થોડી થોડી વારે એકબીજાને જોયા કરતા હતાં. કોઈ કંઈ પણ બોલતું ન હતું. "સોરી, મારે તારી સાથે જબરદસ્તી કરવી પડી. પણ તું માને નહીં તો હું શું કરુ...!!" મહેરે પરીની સામે જોતા કહ્યું

"મહેર, એકવાત કરવી હતી.... પણ.... !!"

"હા, બોલેને......"

"મિતા, વિશે....."

" જાણું છું. તું શુું કહેવા કેવા માંગે છે. મે મિતાની સાથે આવું કરનારને સંજા કેમ ના આપી એમ જ ને...!!!! મહેરની વાતનો પરીએ હા મા ચહેરો હલાવી દીધો.

"મને પણ મન થાય છે તે લોકોને તેમની સજા આપી આવું પણ મને મિતાએ એક બંધનથી બાધ્યો છે. પરી, મારી જિંદગીની આ સૌથી ખરાબ પળ ગણાય. જેના માટે બધું કરવું જોઈએ તેના માટે હું કયારે પણ કંઈ ના કરી શક્યો. તે લોકો મારી સામે હોવા છતાં પણ હું મારી મિતાની મોતની સજા તેને ના આપી શકયો. આજે હું જે પણ છું તે મિતાને કારણે છું. મિતાના ગયાં પછી હું એકદમ હારી ગયો હતો. કેમકે તેના સિવાય મારુ અહીં કોઈ ના હતું. મે મારુ કામ પણ છોડવાનું વિચારી લીધું હતું. હું ફરી એકવાર હારેલો થાકેલો ને મનથી તુટી ગયો હતો. તે સમયે મારી મુલાકાત મિતાના પપ્પા સાથે થ્ઈ. જેની સાથે આજે હું રહુ છું."

"મતલબ, સંજય અંકલ મિતાના પપ્પા છે.....??? "

"હા, જો તે દિવસે તે મારી પાસે મિતાનો તે લેટર લઇને ના આવ્યાં હોત, તો સાયદ આજે હું પણ કોઈ આમ આદમીમાંનો જ એક હોત. મિતાના તે શબ્દોએ મારી જિંદગી બદલી દીધી. જો કોઈ એક વ્યક્તિના જવાથી જિંદગી હારી જાય કે થાકી જાય તો પછી તે વ્યક્તિ દુનિયાનો સૌથી બેકાર માણસ ગણાય છે. જે કયારે પણ કંઈ પણ કરવા અસમર્થ હોય છે. તે ખાલી બીજાને ભરોસે જીવી શકે બીજા માટે કંઈ કરી ના શકે. તેને ખાલી આટલું જ લખ્યું હતું તેના આ લેખમાં. તેના આ શબ્દોએ મને બધું જ સમજાવી દીધું. ને તે દિવસે જ મે વિચારી લીધું કે હું તે જ રસ્તે ચાલી ફરી, જે રસ્તો મને મિતાએ બતાવ્યો હતો." પરી તેને એકદમ ધ્યાનથી સાંભળતી હતી. મહેરની વાત પુરી થતા જ તેના સવાલો ફરી શરૂ થઈ ગયાં.

"મહેર, તે બધું તો બરાબર પણ મને એક વાત સમજના આવી કે તું મિતાના મમ્મી-પપ્પા સાથે કેમ રહે છે..??"

" મિતાના ગયા પછી તેનું આ દુનિયામાં કોઈ નહોતું. એટલે થોડાક દિવસ માટે તેમને મને તેની સાથે રહેવા કહ્યું ને હું હંમેશા માટે તેમના ધરે રહી ગયો."

"તો પછી તારી ફેમિલી......!!!"

"એ પછી કયારેક વાત કરી અત્યારે નહીં, મમ્મી પપ્પા તારી રાહ જોતા હશે." મહેરે ગાડી ઘર તરફ લીધી. રાત ધણી થઈ ગઈ હોવા છતાં પણ હજું મહેરના મમ્મી-પપ્પા પરીની રાહ જોઈને બેઠા હતા. પરીને આવતા જોઈ તે બહું જ ખુશ થયા. પરીને આજના દિવસની બંધાઈ આપી તે લોકો તેમની રૂમમાં ગયાં.

એક અનજાન લોકો સાથે પણ કેટલી લાગણી બંધાઈ ગઈ હતી તેની. તે પણ તેમના રૂમમાં ગઈ ફ્રેશ થઈ બેડ પર બેઠીને તે પરીવારની ફોટો સામે મુકી તેની સાથે વાતો કરવા લાગી" પપ્પા, તમારી પરી આજે બીજો રાઉન્ડ પણ પાર કરી ગઈ. હવે સીધા જ મારે કોમ્પિટિશનમાં જોડાવાનું છે. આજથી પંદર દિવસ પછી તમે મને ટીવી પર લાઈવ જોઈ શકશો. પણ, તમને તો આ બધી વસ્તુઓ પ્રત્યે બિલકુલ લગાવ નથી તો તમે ટીવીમાં મને કેવી રીતે જોવાના. કદાચ આજે તમે લોકો મારી સાથે હોત તો..!! હું હંમેશા જ બહું જ નસીબદાર રહી. ત્યાં મને તમારા લોકોનો પ્રેમ મળતો. ને, અહીં એક નવી ફેમિલી બની ગઈ મારી, જે તમારી જેમ જ મારુ ધ્યાન રાખે છે. પણ કયાં સુધી હું બીજા ઉપર આધારિત જિંદગી જીવતી રહી....!! એટલે મે એક ફેસલો લીધો કે કાલે હું જોબ જોઈન્ટ કરી પોતાનો ખર્ચ જાતે નિકળે તેવું તો કરી શકું ને.....!!આખો દિવસ જે પણ કંઈ બન્યું તે બધું તે તસ્વીર સામે રીપીટ કરતી હતી. વાતોમાં તેની આખ કયારે લાગી તે ખબર ના પડી ને સવાર જલ્દી થયું.

"મહેર, મારે કોઈ જોબ કરવી છે. તારી નજરમાં એવી કોઈ જગ્યા છે.....??" નાસ્તાના ટેબલ પર જ પરીએ જોબની વાત કરી દીધી.

"તું અહી સુપરસ્ટાર બનવા આવી છો કે પૈસા કમાવવા......???"

"અફકોર્સ, સુપરસ્ટાર બનવા જ આવી છું. પણ, વધારે નહીં થોડુક તો હું મારા ખાતિર કામ કરી શકું ને.... !!!!''

"મહેર, પરી સાચું કહે છે. તેને જોબ કરવી જોઈએ. જયાં સુધી તે એકલી બહાર નહીં નિકળે ત્યાં સુધી તે કયારે સક્ષમ નહીં બની શકે. પરી મારી પાસે એવા ધણા કોન્ટેક્ટ છે હું તે બધાને એક વાત પુછી લવ પછી તને સાંજે આવી કહું" સંજય અંકલ પરીને સ્પોટ કરી રહયા હતા. પણ મહેરને આ બધું નહોતું ગમતું.

"પપ્પા, તમે પણ તેની હા મા હા ભરી રહયા છો....???તમને ખ્યાલ છે ને કે આ કોમ્પિટિશન જિતવા માટે કેટલી મહેનત કરવી પડે ને તે આખો દિવસ જોબ કરવા જશે તો કોમ્પિટિશનની તૈયારી કયારે કરશે...!!!! "

"પરી, તું જેના માટે આવી છો તેની ઉપર જ તારે ધ્યાન રાખવું જોઈએ. ને અહીં અમારુ ધર છે. તારે અત્યારે કમાવાની શું જરૂર છે. " નિતા આન્ટીએ મહેરનો સ્પોટ કરતા કહયું.

"જરુર છે આન્ટી, હું રોજ કોઈના સામે હાથના ફેલાવી શકું. મારે વધારે કયાં કમાવું છે ખાલી મારો પોતાનો થોડો ખર્ચ નિકળે તેટલું જ કરવું છે. રહી વાત તૈયારીની મહેર તો તે હું ગમે ત્યારે કરી શકું."

"રહેવા દો મોમ, આને સમજાવી ના શકાય. ગમે તેમ કહો છેલ્લે તો તે તેની જીદ પકડી જ રાખશે. "

"પરી, ટેશન ના લેતી હું કોઈ રસ્તો નિકાળી લેવા સાંજ સુધીમાં ત્યાં સુધી તો તું તારી તૈયારી કર. "

"થેન્કયું અંકલ, જોયું મહેર આમ હોવું જોઇએ.."

"ખબર જ છે મને પહેલા પણ આવું કંઈક કરી એક બગાડી......"તે બબડતો બબડતો બહાર નિકળી ગયો ને પરી તેને જતા જોય રહી.

અંકલ પણ તેના કામ માટે બહાર ગયાં ને પરી તેના રૂમમાં ગઈ. થોડીવાર પછી નીતાબેન તેના રૂમમાં આવ્યાં. પરી તેની પ્રેકટિસમાં વ્યસ્ત હતી. એટલે તેની નજર નિતાબેન પર ના ગ્ઈ. કયાં સુધી નિતાબેન પરીને સાંભળતા રહયા.

"બહું જ સરસ રીતે તું ગાઈ છે. મિતા પણ આમ જ અહીં બાલકનીમા બેસી આખો દિવસ કંઈ પણ ગાયા કરતી" મિતાના નામ લેતા નિતાબેનની આખો છલકાઈ ગ્ઈ. પરીની નજર તેના પર ગાઈ.

"અરે, આન્ટી તમે અહીં. આ્ઈ મિન કંઈ કામ હોત તો મને બોલાવી લેવી જોઈએ ના.. "

" તારા અવાજ સાંભળ્યો તો અહીં આવી ગઈ. મિતાની યાદ ફરી તાજી થઈ ગઈ તને આજે આમ જોતા. "

"સોરી, આન્ટી, મે તમારી તે યાદોને ફરી જિવિત કરી"

"ના, મને સારુ લાગ્યું. કોઈ તો છે જે મારી મિતાની જેમ પોતાની જીદ પર મક્કમ છે."

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
હજુ તો કોમ્પિટિશન શરૂ પણ થયું ના હતું ને પરીને નવી જોબ કરવી હતી ત્યારે શું ત્યારે તે એકસાથે બે કામ કરી શકશે....?? શું આ વખતે પણ મહેર તેનો સાથ આપશે....?? શું તે જોબ કરી શકશે....??? મહેરની ફેમિલી કોણ છે....??તે શું કામ મિતાની ફેમિલી સાથે રહે છે..?? અહીં સવાલો તો ધણા હશે પણ પરીની જિંદગી હવે કયાં જાય છે તે જોવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.....(ક્રમશઃ )