The Author AJ Maker અનુસરો Current Read એય સંભાળને... By AJ Maker ગુજરાતી નાટક Share Facebook Twitter Whatsapp Featured Books મારા અનુભવો - ભાગ 60 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 60શિર્ષક:- ભ્રષ્ટ હો ગયાલેખક:-... ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 3 મુંબઈની એ રાત શાંત હતી, પણ મેહતા પેલેસ અને વિક્રમના બંગલા વચ... સ્પર્શ - ભાગ 1 • દુનિયા માં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે છોકરીઓ સાથે... જીવન પથ ભાગ-૪૮ જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૮'માતૃકૃપા-પિતૃઆશિષ' ઘર ઉપર,... મૌન પ્રેમ: અપૂર્ણતામાં પૂર્ણતા શું પ્રેમ એટલે માત્ર સાથે રહેવું? શું પ્રેમનું અસ્તિત્વ માત્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો એય સંભાળને... (4.2k) 2.1k 6.4k 3 એય સાંભળને...એય સાંભળને, મને વાત કરવી છે....પ્લીઝ, આમ તરછોડીશ નહી પ્લીઝ....મને સાંભળ...મને ઘણું કહેવું છે, મને બધુજ કહેવું છે, પણ...પણ શરૂઆત ક્યાંથી કરું એ સમજાતું નથી, કારણકે તું દૂર જાય છે, મને છોડીને જાય છે, એ વિચાર જ મને બેચેન બનાવી દે છે, મેં પ્રયત્નો નથી કર્યા એવું નથી, કર્યા, ઘણા નાહક, નિષ્ફળ પ્રયત્નો કર્યા તને ભૂલવાના, દૂર રહી શકવાના, તારા વિના જીવી શકવાના પણ...પણ નથી રહેવાતું અને નથી સહેવાતું... એય તું સાંભળે છે ને?મને યાદ આવે છે એ બધુંજ, જે ક્યારેક આપણા બંનેનું હતું અને આજે એ ફક્ત મારું છે. એ પહેલી વખતનું મળવું, જોતાંજ ગમી જવું, એકબીજામાં ઊંડા ઉતરવું અને વારંવાર મળતા રહેવું,એ મુલાકાતો મને યાદ આવે છે, એ કલાકો સુધી વાતો કરવું, વાત વાતે મજાક કરવું, હસવું - રડવું, હરવું – ફરવું, ઘડીક દૂર જવું અને...અને ઘડીક, ઘડીક એકબીજા શ્વાસને અનુભવી શકાય એટલા નજીક આવવું અને એકબીજાથી જ શરમાવું, અને ધીરે ધીરે બિલકુલ બેશરમ બની જવું, મને યાદ આવે છે, એ મારા મોડાં આવવાથી તારું ગુસ્સે થવું અને કલાકો સુધી ગુસ્સે રહેવું અને તારા મોડાં આવવાથી મારું ક્ષણવારમાટે સાવ ખોટેખોટું ગુસ્સે થવું, અને એ પછી પણ મારા ગુસ્સે થવા બદલ મારુજ માફી માંગવું યાદ આવે છે... મને ખબર છે કે મારું બીજા કોઈ સાથે વાતો કરવું તને નથી ગમતું, માટે તારી સામેજ બધા કોન્ટેક્ટસ ડીલીટ કર્યા હતા, અને તારું બીજા કોઈ સાથે વાતો કરવું તો ઠીક હળવું મળવું ફરવું તારી ભાષામાં એન્જોય કરવું...તારી ભાષામાં એન્જોયમેન્ટ શું છે એ ખ્યાલ છે મને, મને એ બધું ન’તું ગમતું છતાં, છતાં તારી ખુશી ખાતર મે સ્વીકાર્યું, તારી ખુશી ખાતર, તું મારાથી દૂર ન જાય એ ખાતર, તને મારા સ્વભાવમાં ફરિયાદો ન દેખાય એ ખાતર મેં બધુંજ સ્વીકાર્યું, એ સ્વીકાર યાદ આવે છે... એય...સાંભળને....આમ ગુસ્સે ન થઈશ પ્લીઝ...હું બીજી વખત આવું બધું નહિ કહું, આઈ એમ સોરી.તારા પર ગુસ્સો નહી કરું, તને ફરિયાદો નહી કરું, તું કામમાં હોઈશ ત્યારે કે વ્યસ્ત હોઈશ ત્યારે કોલ નહી કરું, તારી યાદ આવતી હોય તો પણ સાવ બાલિશ કારણોસર તને ડીસ્ટર્બ નહી કરું, તને પ્રશ્નો પણ નહી કરું, તારા માટે સરપ્રાઈઝ ગીફ્ટ શું લેવી એ માટે તનેજ સવાલો પણ નહી કરું, તું કહીશ તો સરપ્રાઈઝ આપવાનુંજ બિલકુલ છોડી દઈશ, તને જે નકામી નોનપ્રેક્ટિકલ અને ઓવર ઈમોશનલ લાગે એવી વાતો એવી હરકતો કંઇજ નહી કરું, પણ... આ બધું કરવું તો મારો હક છે ને ! એટલો હક તો દરેક સંબંધમાં દરેકને હોય, છતાં હું ક્યારેય તારા પર મારો હક પણ નહી જતાવું... એય તું સાંભળે છે ને...?પ્લીઝ તું આમ દૂર ન જા, હું તારા વિના નહી રહી શકું, તેં જ...તે જ કહ્યું હતું ને કે,તું શબ્દ છે હું અર્થ છું,તું પદ છે હું પંક્તિ છું,તું ભાવ છે હું સંવાદ છું,અને તું રાહ છે હું મંજિલ છું,તો આપણે અલગ કેમ થઇ શકીએ..? કેમ રહી શકીએ..? તારા વિના મારું કંઈ અસ્તિત્ત્વ નથી, તારા વિના મારું કોઈ નથી, હું વિખેરાઈ જઈશ, પછડાઈ જઈશ, મટી જઈશ તારા વિના...કદાચ, કદાચ મરી પણ જઈશ તારા વિના, તું પ્લીઝ સાંભળ, મને છોડીને ન જા તારા પગે પડું? માફી માંગુ? કે...કે પછી હું મારું અસ્તિત્ત્વ તારા માટે સાવ ભૂલીજ જઈશ, તારામાં મય બનીને જીવીશ એવા વચનો આપું? શું કરું...? શું કરું...? તું જ કહે શું કરું...? એય....સાંભળને...પ્લીઝ સાંભળ...પ્લીઝ...સાંભળ... દર્દી નંબર ૩૧ના હાથમાં રહેલા ફોટા સાથે આમજ સંવાદો ચાલુ હતા, એવામાં તેને રૂમની બહાર બાજુથી પગલાનો અવાજ સંભળાયો, પગલાનો ઘાટો થતો અવાજ એ અનુમાન અપાવી ગયો કે એ પગલા એના રૂમ તરફજ આવી રહ્યા છે, અચાનક દરવાજો ખૂલ્યો, મેન્ટલ હોસ્પિટલના ચાર – પાંચ સેવકો અને ડોકટર અંદર આવ્યા અને દર્દી નંબર ૩૧ને પોતાની સાથે ઢસડીને શોક થેરેપી રૂમ તરફ લઇ ગયા. “ના...ના...મને કંઈ નથી થયું, હું બરાબર છું, પ્લીઝ મારી વાત સાંભળો, મને કંઇજ નથી થયું, મને બધું યાદ છે, હું બધાને ઓળખું છું, પ્લીઝ મારી વાત માનો.....”દર્દી નંબર ૩૧ની આજીજી પર કોઈ ધ્યાન ન આપ્યું. શોક ચેર પર એને બેસાડવામાં આવ્યું, દર્દીનંબર ૩૧એ હાથ પગ છોડાવવા ઘણા હવાતિયા માર્યા પણ મજબૂત બાંધાના ૪ સેવકો સામે તેનું ગજું ન ચાલ્યું. એના હાથપગ ખુરશી સાથે બાંધીને, એની પીડા ભરેલી ચીસો કોઈને ન સંભળાય એટલા માટે મોઢામાં મોટો ડૂચો ભરાવીને, તેને શોક આપવામાં આવ્યા. હાઈડોઝના ચાર શોક આપ્યા બાદ એના હાથપગ ખોલવામાં આવ્યા અને જે રૂમમાંથી લાવ્યા હતા ત્યાંજ પહોચાડી આવ્યા બાદ સેવકોએ એના હાથમાં રહેલો ફોટો જૂટવી લેવાનો પ્રયત્ન કર્યો, આખું શરીર ઢીલું પડી ગયું હોવા છતાં જાણે આખા શરીરની તાકાત એ એક હાથમાં આવી ગઈ હોય તેમ એણે એ ફોટો ન મૂક્યો. સેવકો રૂમ છોડીને જતા રહ્યા. ચહેરા પર આછા સ્મિત અને આંખોમાં આંસુ સાથે દર્દી નંબર ૩૧એ ફોટા સામે જોયું અને બીજા હાથે ઈશારામાં જાણે કહ્યું -“એય, તું જુએ છે ને? એય, તું સાંભળે છે ને...?”By – A.J.Maker Download Our App