The Author AJ Maker અનુસરો Current Read ચાવીનો ગુચ્છો By AJ Maker ગુજરાતી મહિલા વિશેષ Share Facebook Twitter Whatsapp Featured Books ધ ગ્રેટ રોબરી - 4 વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી.... હીરા અને ઝવેરાતની... સંઘર્ષ જિંદગીનો - 3 ( ગયા અંકથી આગળ )સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે.... મારા અનુભવો - ભાગ 25 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 25શિર્ષક:- હતાશાલેખક:- શ્રી સ્વ... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-35 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-35 “કૂઉઉઉઉ....!” “પ્... પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ અચેતનમન ખુબ સમજદાર છે. એ તમારા બધા પ્રશ્નોના જવાબો જાણે છે.... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો ચાવીનો ગુચ્છો (11) 1.2k 4.3k 1 ચાવીનો ગુચ્છો“તમારી સામે તો વાત જ કરવી બેકાર છે. તમને શું ખબર કે એક સ્ત્રીને ઘરની ચાવી સંભાળવા મળે એ કેટલો મોટો મોભો કહેવાય. મારી બધીજ ફ્રેન્ડસ કિટીપાર્ટીમાં કમરમાં ચાવી લટકાળીને આવે, કોઈપણ બહાને પર્સ ખોલીને ચાવી બહાર કાઢતા દેખાડે કે “આ જુઓ ! હું અમારા ઘરની મહારાણી છું...” અને હું? હું આજે પણ કોઈપણ વસ્તુ માટે મમ્મી પાસે હાથ ફેલાવીને ઊભી રહું છું. કોણ જાણે એમનો ચાવી રાખવાનો શોખ ક્યારે પૂરો થશે. હવે તો આજુબાજુ વાળા પણ વાતો કરવાં લાગ્યા છે કે ઘરમાં બે બે વહુ આવી ગઈ છે, હવે તો નિર્મળાબેન આરામથી તીરથ યાત્રા પર નીકળી જશે. પણ ના, આપણા મમ્મી તો હજી ઘરની ચાવી સંભાળવાનો લોભ રાખી ને બેઠાં છે. આવતી કાલેજ રીન્કુને ત્યાં કિટીપાર્ટી છે, બધા મને પૂછશે કે, ચાવી હાથમાં આવી કે નહિ? શું જવાબ આપીશ હું બધા ને? કે મારા સાસુને હજી મારા પર વિશ્વાસ નથી?”અઠવાડિયામાં એક વખત પરિતા ચાવીનો ટોપિક ઉપાડીને સમીર પાસે ગુસ્સો ઠાલવતી, અને સમીર દર વખતે સહજતાથી કહી દેતો“એ તું જાણ અને મમ્મી જાણે એમને યોગ્ય લાગશે ત્યારે આપશે, મોટી વહુ તું છો તો તને જ આપશે, ધીરજ રાખ.” આજે પણ એવુજ થયું હતું, સમીરે ચોક્ખું સંભળાવી દીધું હતું, છતાં પરિતાનો ગુસ્સો શાંત ન થયો.“કાલે ગમે તે થાય, સવારે મમ્મી પૂજા કરીને ઊભા થાય એટલે કહી જ દઈશ.” બોલીને પરિતા બેડપર બીજી બાજુ પડખું ફેરવીને ઊંઘી ગઈ.બીજા દિવસની સવારે આંખ ખુલતા જ સમીરે પડખામાં જોયું તો પરિતા ન હતી, સમીરને ફાળ પડી કે આજે નક્કિ જ મોટી મહાભારત થવાની છે. એ ફટાફટ રેડી થઇને હોલમાં આવ્યો, રોજના રૂટીન પ્રમાણે અત્યારે પરિતા સમીર માટે નાસ્તો રેડી રાખતી પણ આજે કિચનમાં નાના ભાઈની વહુ શ્વેતા એકલી જ હતી. સમીર પરીતાને શોધવા નજર ફેરવી રહ્યો હતો એવામાં તેને પૂજા ખંડમાંથી આરતી ગાઈ રહેલી પરીતાનો અવાજ સંભળાયો. નિર્મળાબેન તેને આરતી ગાતાં શીખવાડી રહ્યા હતાં. નિર્મળાબેનના અવાજમાં શ્રદ્ધાનો રણકો હતો જ્યારે પરીતાના અવાજમાં ફરજ, સામાન્ય ભય અને કંટાળાનો ભાવ કડાઈ રહ્યો હતો.આરતી કરીને બંને સાસુ વહુ તુલસી ક્યારે દીવો કરવા આવ્યા, નિર્મળાબેન પોતે રોજ જે પૂજાઓ કરતાં એ પરીતાને સમજાવી રહ્યા હતાં, એમનો પરીતાને પૂજાની રીત સમજાવવાનો ભાવ સ્પષ્ટ હતો, પરંતુ ઘરના બાકીના સભ્યો આશ્ચર્યમાં હતાં કે ક્યારેય નહિ ને આજે અચાનક નિર્મળાબેન પરીતાને શા માટે આ બધું શીખવાડી રહ્યા હતાં?પૂજા પૂરી થતાં બંને હોલમાં આવ્યા, સમીર પણ નાસ્તો કરીને પરવારી ગયો હતો, તેણે કારણ જાણવાના હેતુથી સામાન્ય ટીખળ કરતાં કહ્યું.-“શું વાત છે, આજે સવાર સવારમાં પરિતાની ક્લાસ લેવાનું શરુ કરી દીધું?”સમીરની વાત સાંભળીને નિર્મળાબેને હસતા મોઢે કહ્યું.-“આજથી પરિતા માત્ર તારી વહુ નહિ પણ ઘરની રાણી બનવાની છે.”નિર્મળાબેનની વાત સાંભળીને બધાને આશ્ચર્ય થયું. ખુદ પરિતા પણ અવિશ્વસનીય નજરે એમને જોઈ રહી હતી. આશ્ચર્યચકિત થયેલી પરિતાના ચહેરા પર સ્નેહાળ હાથ ફેરવતા નિર્મળાબેન એ કહ્યું-“હા બેટા, આજથી આ ઘરની બધી જ જવાબદારી તારી, (ચાવીનો ગુચ્છો આગળ કરતાં) આ રહી ઘરની ચાવીઓ, પણ યાદ રાખજે બેટા આ ચાવી માત્ર મોભાનું સાધન નથી, આ ચાવીઓ જવાબદારીનું ભાન કરાવતું સાધન છે. જેમ આ ગુચ્છામાં બધીજ ચાવીઓ એક સાથે છે, એમજ તારે પણ હવે ઘરના બધા જ સભ્યોને આમ એક સાથે જોડીને રાખવાના છે. આ ચાવી સંભાળનાર એવું માને છે કે પોતે ચાવીના ગુચ્છાનો માલિક છે પણ હકીકતે આ ચાવીઓ સતત તેના મન, સ્વભાવ, ઈચ્છા અનિચ્છા પર રાજ કરે છે. ઘરની મુખ્ય સ્ત્રી આ ચાવીની એક કડી સમાન છે, જો એ તૂટી જાય તો બધી ચાવીઓ વિખેરાઈ જાય, માટે તારે હવે સતત હિંમત, સમજદારી અને નિષ્ઠાપૂર્વક નિર્ણયો લેવા પડશે. કહેવા માટે તો આ બધું એક ઘર અને ઘરના સભ્યો પર જ લાગુ પડે છે. પરંતુ એક આખું ઘર એક સ્ત્રી માટે એક આખા દેશ સમાન છે, એક સ્ત્રીની દુનિયા એનું ઘર હોય છે, જેની શાંતિ, સમૃદ્ધિ માટે એ સતત ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. તારે પણ હવે દરરોજ આજે જેમ શીખવાડ્યું એમ પોતા માટે કશું જ ન માંગતા ઈશ્વર પાસે ઘરના સભ્યોના સુખ માટે પ્રાર્થના કરવાની છે. હવેથી આ આખું ઘર તારું છે, પણ તું જાતે જ હવે માત્ર તારા માટે નથી, તારા માટે પહેલા ઘરની શાંતિ અને સુખ આવશે પછી તારી ઈચ્છા કે અનિચ્છા. ખૂબ જ નાની લાગતી પણ વિશાળ જવાબદારીઓ ધરાવતી આ દુનિયા હવે તારા હાથમાં છે. હવે પછી વ્યવહારની વાત હોય કે બીજી ઘર ખર્ચની વાત હોય, તારો નિર્ણય અંતિમ અને મુખ્ય ગણાશે. પણ એટલું યાદ રાખજે કે આ ચાવીઓ મોભો કે અભિમાન દર્શાવવા માટે નથી, કિટ્ટી પાર્ટીમાં વટ પાડવા માટે નથી, આ આપણા ઘરની આબરૂ છે, સભ્યતા છે, જે દુનિયા સામે છતી ન કરાય. આ રાખ બેટા, હું મંદિરે દર્શન કરીને ભગવાન પાસે મારી નિવૃત્તિ જાહેર કરી આવું, સમીર બેટા આવતા અઠવાડિયે ચારધામ યાત્રાની બસ જવાની છે, જરા મારું બુકિંગ કરાવી દેજે, હવે હું હળવા ખભે યાત્રા એ જવા ઈચ્છું છું.”કહીને નિર્મળાબેન રોજના નિયમ મુજબ મંદિરે દર્શન કરવા ગયા. શ્વેતા અને સમીર પરીતાને અભિનંદન પાઠવી રહ્યા હતાં, પરંતુ પરિતા ચાંદીના ગુચ્છામાં પરોવાયેલી ચાવીઓને નીરખ્યા કરતી હતી, તેને ભાન થયું કે નિર્મળાબેન ગઈ કાલે રાત્રે એની અને સમીરની બધી જ વાતો સાંભળી ગયા છે. ચાવીઓ મળવાના આનંદથી વધુ એને કાલે પોતે ઉચ્ચારેલા શબ્દો માટે ખેદ થવા લાગ્યો. સાથે સાથે આ ચાવીઓની જવાબદારીનું ભાન થયું.ઘરની બાજુમાં આવેલા શિવ મંદિરે નિર્મળાબેન આંખ બંધ કરીને પરિવારની સુખ શાંતિ માટે અને પરીતાને જવાબદારી સંભાળવાની શક્તિ દેવા માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા હતાં, એવામાં જ એમના કાને શબ્દો પડ્યા-“તમારી નિવૃત્તિની યાચિકા રદ કરવામાં આવે છે...”એમણે પાછળ વાળીને જોયું તો પરિતા ચાવીના ગુચ્છા સાથે પાછળ ઉભી હતી. એમણે આશ્ચર્યચકિત નજરે પરિતા સામે જોયું.“માફ કરજો મમ્મીજી પણ, હું આ ચાવીઓ સંભાળવા માટે સક્ષમ નથી, અત્યારે તો નહિ જ, કાલે મેં સમીર સાથે કરેલી વાતો માટે હું માફી માંગું છું, આજે જેમ મને પૂજા કરતાં શીખવાડ્યું એમ ઘર સંભાળતા શીખવાડો, પછી જયારે યોગ્ય લાગે ત્યારે તમે આ ચાવીઓ મને અથવા શ્વેતાને આપજો, પરંતુ અત્યારે હું આ ચાવીઓને લાયક નથી. સો ઘરે ચાલો અને ચાવીઓ સંભાળો તીર્થયાત્રા પર રજાઓના દિવસોમાં આપણે સૌ સાથે જઈશું.” પરીતાએ હસતા હસતા ચાવીનો ગુચ્છો નિર્મળાબેનને સોંપતા કહ્યું. બંને પાછા ઘરે આવ્યા ત્યારે પરિતા આખી બદલાઈ ગયેલી લાગી. ચાવીઓ પાછી એની જગ્યાએ રાખવામાં આવી અને રોજ આંશિક ગુસ્સમાં કામ કરતી પરિતા આજે હસતાં હસતા શ્વેતા સાથે ઘરના કામ કરવા લાગી.By – A.J.Maker Download Our App