ચંદુ AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચંદુ

ચંદુ

“ધ સ્ટુડન્ટ ઓફ ધી યર એવોર્ડ ગોસ ટુ, ધ બ્રિલિએન્ટ, શાર્પ એન્ડ ડાયનેમિક ચંદ્રેશ સોલંકી.” તાળીઓના ગડગડાટ સાથે ચંદ્રેશને “સ્ટુડન્ટ ઓફ ધી યર”ની ટ્રોફી અને સ્કોલરશીપનું ચેક આપવામાં આવ્યું. કોલેજના મેનેજીંગ ડાયરેક્ટર, પ્રિન્સીપાલ અને શહેરના મેયરના હાથે ચંદ્રેશને પારિતોષિક આપવામાં આવ્યું. ચંદ્રેશે ભીડમાં નજર કરી તો તેની પ્રાથમિકશાળાના પ્રિન્સીપાલ અને પાલક પિતા રાજેશ ત્રિપાઠી હર્ષભીની આંખોથી ચંદ્રેશને વધાવી રહ્યા હતા. એમના પ્રોત્સાહન અને સહયોગથી જ ચંદ્રેશ આ કક્ષાએ પહોચી શક્યો હતો. સ્ટેજ પરથી ઉતારતાજ ચંદ્રેશે રાજેશ ત્રિપાઠી સાહેબના આશીર્વાદ લીધા. ત્રિપાઠી સાહેબ ગદ ગદ થઈને ચંદ્રેશને ભેટી પડ્યા. થોડીવાર ફોટો શેસન અને મીડિયા ઇન્ટરવ્યુ ચાલ્યા બાદ ફંક્શન પૂર્ણ થયું.
ચંદ્રેશની કોલેજનો તે અંતિમ દિવસ હતો. મળેલી સ્કોલરશીપના જોરે ફરીથી ત્રિપાઠી સાહેબના સહયોગથી તે હવે વિદેશ ભણવા જવાનો હતો. પરંતુ તે પૂર્વે ચંદ્રેશે એક વખત પાછા પોતાના ગમે જવાની ઈચ્છા દર્શાવી જે ત્રિપાઠી સાહેબએ સહર્ષ સ્વીકારી.
રેલ્વે સ્ટેશન પર ઊતર્યા બાદ બંને બસ સ્ટેન્ડ ગયા. ત્યાંથી હજી ત્રેમનું ગં ૩૦કિ.મિ. દૂર હતું. જે ગામમાં વર્ષો પહેલા સરકારી બસો પણ ન આવતી તે ગામમાં આજે ત્રિપાઠી સાહેબની મહેનતના કારણે પ્રાઈવેટ બસો પણ આવતી થઇ ગઈ હતી. ત્રિપાઠી સાહેબ મૂળ એ ગામનાજ વાતની હતા માટે ગ્રામ્ય વિકાસ માટે ક્યારેય પાછુ વાળીને ન જોયું. જેના કારણે ગામમાં આરોગ્યકેન્દ્ર ખોલાવ્યા, પાણીના ટાંકા બનાવડાવ્યા, જે પ્રાથમિકશાળામાં ચંદ્રેશ ભણ્યો હતો આજે તે શાળા માધ્યમિક શાળા બની ગઈ હતી. આ બધુજ ત્રિપાઠી સાહેબની તન અને મનની મહેનત અને ઘણીવાર ટેબલ નીચેથી બેવી પડતી ધનની મહેનતના કારણે શક્ય બન્યું હતું.
હંમેશની જેમ પોતાની આદત પ્રમાણે ચંદ્રેશ બારી પાસે બેઠો. ઘણા સમય પછી ગામની માટીની એ મીઠી સુગંધ લેવા માટે તે આતુર હતો. આટલા વર્ષોથી ગામમાં થયેલો વિકાસ તેણે ક્યારેક પત્રમાં વાંચેલો તો ક્યારેક ત્રિપાઠી સાહેબના મોઢે સાંભળ્યો હતો. આજે ખુદ તે જોઈ શકશે એ વાતનું રોમાંચ હતું કે “નવ સર્જન પામેલું ગં કેવું દેખાતુંતું હશે? શું હજી છોકરાઓ ગામના પાદરે વડલાની છાયામાં રમતા હશે? શું હજી વાદની વડવાઈઓમાં ઝૂલતાં હશે? શું હજી શાળાના સમયમાં બાળકો ગામની સીમાએ આવેલા શીવ્માંન્દીરની બાજુના તળાવમાં ધુબાકા મારતા હશે?” અચાનક તેને યાદ આવ્યું “શાળાના સમયમાં?” પોતે પણ ઘણીવાર શાળાના સમયમાં આમજ રખડવા જતો અને તેની માં કેશર તેને શોધતા શોધતા ત્યાં આવી જતી અને બાવડું જલીને શાળા તરફ ખેચી જતી. ચંદ્રેશની અંખ જરા ભીની થઇ. તેણે બારી બહાર નજર કરી એક માં પોતાના પોટરને બાવડી જલીને ખેચી જતા વધતા વધતા પોતાની સાથે લઇ જઈ રહી હતી અને ગુસ્સામાં ને ગુસ્સામાં અનાયાસે પોતાનેજ ગાળો કાઢી રહી હતી. છોકરાના કપડા પરથી દર્શાઈ આવતું હતું કે નક્કી આ બાળક પણ શાળાના બહાને રખડતા ઝડપાઈ ગયો છે. ચંદ્રેશે આંખ બંધ કરી અને બારીના કાંચ પર માથું ઢળ્યું. બસ ચાલુ થઇ ગામ તરફ આગળ વધી રહી હતી જયારે ચંદ્રેશના મનની ગાડી તેના જીવનના પાછલા વર્ષો તરફ વધી રહી હતી. ત્રિપાઠી સાહેબે જોઉંઓ કે ચંદ્રેશની અંખ બંધ છે પરંતુ આંખના ખૂણા ભીના છે. તે સમજી ગયા. તેમને ચંદ્રેશને જગાડવું યોગ્ય ન લાગ્યું.
* * * * * * *
“ચંદુડા... ઓ ચંદુડા...” ઘરની પચાદની શેરીમાં લખોટી રમતા ચંદુના કાને કેશરના શબ્દો પડ્યા. વળી આજે કોઈકે દોઢાગીરી કરી કોણ જાણે કોણ છે મારો દુશ્મન વિચારતા ચંદુ પોતાના લખોટા લઈને ભાગવા જતો હતો. પણ જે શેરીમાંથી નીકળ્યો એજ શેરીમાં કેશર તેની સામે મળી. કેશારે ચંદુનો ડાબો હાથ ઝાલીને વળતા પીઠ પર ધબ્બો મારતા કહ્યું “ મુવા આજેય નિશાળે ન ગયો? નાવ્રીના તને ભાન કેમ નથી પડતી? તારી વહે રોજ મારું કામ બગડે છે. હું કામ કરું કે તારી નિશાળની ચોકી કરું?” ત્યાંથી શરુ થયેલી વાત ચંદુના બાપા પણ ન’તા ભણ્યા, પોત્ર ન ભણી શકી અને ક્યાં કારનો સર ન ભણી સાકી, પતિના અવસાન બાદ તે કઈ રીતે ઘર ચલાવે છે? અને કઈ રીતે તેને ભણાવે છે? તેને કેવી કેવી આશાઓ છે? એ બધું જ શાળાના ગેટ સુધી ચંદુએ સંભાળવું પડતું. જેમાંથી તેને કઈજ ન સમજાતું.
ચંદુ માટે આ રોજનું હતું. તે રોજ શાળા જવાના બહાને રખડવા જતો અને ઘણી વખત તો શાળાએ જતોજ નહી. પહેલા શાળાએ ન જવા માટે અલગ – અલગ બીમારીઓના બહાના કરતો પણ તેનાથી ઘરમાં પુરાઈને રહેવું પડતું અને કડવી દેશી દવાઓ પીવી પડતી એ અલગ. માટે તેણે શાળાએ જવાના બહાને રખડવાનું શરુ કર્યું. પણ ચતાય ઘણીવાર બીજા મિત્રો પર તેમના ઘરવાળા ત્રાટક્યા હોય અને બધા બળ જબ્રીત્જી શાળાએ ગયા હોય એ દિવસે ચંદુ ઘરેજ રહેતો.
ચંદુના પિતા ચંદુના જન્મનાં બીજા વર્ષેજ મૃત્યુ પામેલા. ઘરની પરિસ્થિતિ બહુ સારી ન હતી અને કેશર વધુ ભણેલી પણ ન હતી. ગામડિયા ગામમાં બે ચોપડી પાસને કોણ કામ આપે? પણ કેશરને ભરતકામ સારું આવડતું એટલે ગામના લોકોને ભરતકામ કરી આપતી અને એક શેઠની શહેરમાં દુકાન હતી તેમને ભરતકામની વસ્તુઓ તૈયાર કરીને વેચવા માટે આપતી જેના તેને પૈસા મળતા તેમાંથી કેશર ઘર પણ ચલાવતી અને ચંદુને પણ ભણાવતી. કેશરની ઈચ્છા હતી કે મારો ચંદુ ભણે આગળ વધે અને મોટો સાહેબ બંને એટલે ઘડપણમાં હું શાંતિથી જીવી શકું અને ચંદુનું ભવિષ્ય તેનું જીવન પણ સુધરી જાય. “પણ આ નફફટ ચંદુડો ભણતો જ નથી. કોણ જાણે ક્યાં જન્મો નો વેરી પાક્યો છે?”કેશરને ઘણીવાર એવા વિચાર આવતા પણ ઘણી વખત દયા પણ આવતી અને ભગવાન ઉપર ગુસ્સો પણ આવતો “જે છોકરા પર બાપની છાયા ન હોય એ કોને જોઇને શીખે.”
બંનેનું નિત્યકર્મ આમજ ચાલ્યા કરતુ. એક દિવસ ચંદુ ગામના મોટા છોકરાઓ સાથે ધણી રમતા ઝડપાઈ ગયો. કેશર ચેક ઘર સુધી તેને મારતા મારતા લઇ ગઈ. ચંદુ એ ઘણું કીધુકે “માં હું ન’તો રમતો” પણ કેશરે એક ન સાંભળી. આજે જોશે તો કાલે રમતા શીખશે એ દરમાં અને ગુસ્સામાં કેશરે લાગ્ડું ઉગામ્યું અને પગ ઉપર માર્યું “આજે તો તારા ટાંટિયાજ તોડી નાખું.” ચંદુએ બચવા માટે હાથ આડો અબે લાકડું હાથના હાડકામાં વાગ્યું. “ઓ માં રે...” ચંદુ એ જોરથી ચીસ પડી. કેશરને ખ્યાલ આ હાડકું ભાંગ્યું. તે તરતજ ચંદુને વૈદ્ય પાસે લઇ ગઈ. એક મહિનાનો પાતો બાંધવો પડ્યો. શરૂઆતમાં ૧૦ દિવસ ચંદુ ઘરમાં રહ્યો પછી કેશર તેને શાળાએ મૂકી આવતી. શાળામાં જશે તો કઈક મગજમાં બેસશે. દોઢ મહિનો દવા ચાલી ત્યાં સુધી ચંદુ શાંત રહ્યો પછી પાછો એ નો એજ. એક દિવસ ગુસ્સામાં કેશરે ધમકી આપી કે “તું નહિ ભણે તું હું બળીને મારી જઈશ.” કેશરને થયું કે માંનો જીવ બચાવવાના બહાને ચંદુ ભણશે. દસ દિવસ સુધી એ ધમકીની અસર રહી પછી પાછો ચંદુ બગડ્યો. કેશરને થયું કે હવે આ નહિ સુધરે સાવ જડ બની ગયો છે.ધીમે ધીમે કેશર થાકી ગઈ. તેને ચંદુને વઢવાનું બંધ કરી દીધું. તેની સાથે ચંદુએ શાળાએ જવા માટે તૈયાર થવાનું પણ છોડી દીધું. તે આખો દિવસ રખડતો રમતો, કયારેક પાદરે ક્યારેક તળાવમાં પડ્યો રહેતો.
ચંદુ આ પરિસ્થિતિથી ખુશ હતો પણ કેશર અંદર ને અંદર વધુ ને વધુ દુઃખી થતી જતી હતી. તેની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.એક દિવસ સાંજના સમયે ચંદુ ઘરે આવ્યો. આસપાસના લોકો ગુની ધાબળા લઈને ત્રેના ઘર તરફ ભાગી રહ્યા હતા. તે પણ દોડ્યો. ભીડને ધક્કા મારીને અંદર પ્રવેશ્યો તો જોયું કે કેશર ધાબળામાં વીટાયેલી પડી છે અને આખું શરીર બડી ગયું છે. તેને જોરથી ચીસ પાડી “માં..” તે કેશરને ભેટવા ગયો પણ ગામના લોકો એ તેને રોક્યો. વૈદ્ય આવ્યા અને તપાસ્યું. કેશરએ શ્વાસ છોડી દીધો હતો. ગામના લોકો અંતિમ ક્રિયાઓ સુધી સાથે રહ્યા પછી ચંદુ એકલો પડી હયો. તેની માં એ પોતાના કારણે જીવ દીધો એ વાત તેને અંદર ને અંદર ખાવા લાગી એ ક્યાંય રમવા કે રખડવા ન જતો કેશરની છબી સામે ઘરમાં પુરાઈ રહેતો.
એક દિવસ તેની શાળાના પ્રિન્સીપાલ ત્રિપાઠી સાહેબ તેના ઘરે આવ્યા ચંદુના પીતા અને ત્રિપાઠી સાહેબ બાળપણના મિત્ર હતાં. ત્રિપાઠી સાહેબ ભણવા શહેર ગયા અને ચંદુના પિતા ગામડાંમાંજ રહ્યા. ચંદુના પિતાના અવસાન બાદ તે ઘણી વખત કેશર પાસે ખબર અંતર પૂછવા આવતા ભાઈના નાતે ઘણી વખત મદદ કરવાનું કહેતા પણ સ્વાભિમાની કેશર ખાલી એટલુજ કહેતી કે “સાહેબ, તમે મારા ચંદુને એવું ભણાવજો કે એ મોટો સાહેબ બને, એજ અમારા માટે મદદ છે.” કેશરના એ શબ્દો સાહેબના મનમાં ઘર કરી ગયા હતા. પિતા વિનાના ચંદુ પર આમેય તેમને દયા આવતી કારણકે પોતે એ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. પણ ચંદુની તો માં પણ હવે નથી રહી શું કરશે આ છોકરો? ત્રિપાઠી સાહેબને પોતાને કોઈ સંતાન ન હતા માટે “હું ચંદુને દત્તક લઇ લઉં તો...?” એવા વિચારથી તે ચંદુના ઘરે આવ્યા. ખૂણામાં ભરીને બેઠેલા ચંદુના માથા પર હાથ ફેરવ્યો. ચંદુ તેમને ભેટીને રડવા લાગ્યો. “મે મારી માં ને નાખી.” નું આક્રંદ કરવા લાગ્યો. ત્રિપાઠી સાહેબે તેને શાંત કરતા કહ્યું “તારી માં એ શરીર બાળ્યું છે પણ જો ટુ આમજ દુઃખી રહીશ તો તેનો આત્મા પણ બળશે. તેના આત્માને શાંતિ આપવા માટે તારે ભણવું પડશે, આગળ વધવું પડશે તેના સપનાં પુરા કરવા પડશે. ચલ મારી સાથે હું તારી સાથે છું. હું તને ભણાવીશ.”
ત્યારથી ચંદુ તેમની સાથે રહેવા લાગ્યો. ત્રિપાઠી સાહેબે ગામની પંચાયત સામે તેમને ચંદુને દત્તક લીધો અને તેના પલક પિતા બન્યા પણ તેની સાચો ઓળખાણ “ચંદ્રેશ સોલંકી” જ રહેવા દીધી. પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવીને ત્રિપાઠી સાહેબે ચંદુને ભણવા શહેર મોકલ્યો. ત્યારથી ચંદુ બોર્ડીંગ સ્કૂલ માંજ રહેતો. માધ્યમિક, ઉચ્ચમાધ્યમિક અને હવે કોલેજ સુધીનું ભણતર પૂરું કરીને તે વિદેશ જઈ રહ્યો હતો.
બસ ઊભી રહી ચંદ્રેશની આંખ ખુલી ગઈ. એ નીચે ઉતર્યો, ગામનું જાણે આખું ચિત્ર બદલાઈ ગયું હતું. એક એક વસ્તુની તેને પોતે જોએલી વસ્તુ સાથે સરખામણી કરી. મનોમન તે ખુબજ ખુશ થયો.ચાલતા ચાલતા તે પોતાના ઘર તરફ વળ્યો. ત્રિપાઠી સાહેબને ચંદ્રેશને રોકવાનું મન થયું પણ તેમણે આવું કરતા પોતાની જાત્નેજ રોકી લીધી. ચંદુ ઘરમાં ગયો. ઘરમાં ઝાડા બાજી ગયા હતા. માટીનો રંગ આછો પડી ગયો હતો. ક્યાંક દીવાલો માં હજી કાળા ધબ્બા દેખાઈ રહ્યા હતા. કેશરનો ફોટો હજી એજ દીવાલ પર યથાવત હતો. ફોટો દીવાલ પરથી ઉતારીને સાફ કર્યો અને ફોટો છાતીએ ચોટાડીને રડવા લાગ્યો.
બાહર ઉભેલા ત્રિપાઠી સાહેબને ચંદુનો આક્રંદ સંભળાયો તેમની આંખો પણ ભીની થઇ. બાજુમાં રહેતા રામજી કાકા ઘરના આંગણામાં ઉભેલા ત્રિપાઠી સાહેબની પડખે ઉભા રહ્યા. “સાહેબ, હવે તો ચંદુને સાચું કહીદો કે કેશરે આપઘાત નથી કર્યો એ એક અકસ્માત હતો.” રામજી કાકાએ આજીજી પૂર્વક કહ્યું. “ના કાકા... હજી યોગ્ય સમય નથી આવ્યો આપણા ચંદુ ને હજી ઘણું આગળ જવાનું છે.” આંગણામાં શાંતિ ફેલાઈ ગઈ. આસપાસનાં રહેવા વાળા બધાજ ઘરની બહાર ટોળે વાળીને ઉભા હતા અને અંદર પશ્ચાતાપ કરી રહેલા ચંદુનું આક્રંદ સાંભળી રહ્યા હતા.

​The end
By A.J.Maker