જૂનું ઘર. - ભાગ ૧૪ Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૂનું ઘર. - ભાગ ૧૪





મે તેજોરી ખોલી તેમાં તે છળી પણ હવા મા લટકી રહી હતી એટલે મે એજ રીતે તેને લેવાનો પ્રયત્ન કર્યો તે છળી લીધી પણ તેને જલ્દી થી લેવા ના ચક્કર માં તે ચગદા નો દોરો તે તિજોરી ના નકુચા માં સલવાતા તે નીકળી ગયો પણ મે જલ્દી થી તે છળી ને બેગ મા મુકી તે છળી એમ તો ખૂબ નાની અને પાતળી હતી

પછી કોણ જાણે ક્યાંથી ઉપર ની બાજુ થી મારા પર જે હાથે નાળાસળી બાંધી હતી એ હાથ પર એક ગરોળી પડી એટલે મે બીજા હાથ થી એકદમ જટકો માર્યો એ ચક્કર માં નાળાસળી છૂટી ગઈ અને તે ગરોળી મારા શર્ટ માં જતી રહી એટલે મે જલ્દી થી શર્ટ ઉતર્યો પછી મને ભાન થયું કે જરૂર આ પવિત્ર વસ્તુ ને દૂર કરવા માટે એની કોઈ ચાલ છે
પણ એ હવે તો કેટલીક હદે કામિયાબ પણ થઈ ગયો હતો


પછી મારી પાસે ભાગવા સીવાય કોઈ રસ્તો દેખાતો નહોતો હું ભાગ્યો પણ મારો શર્ટ હજી મારા હાથ માં હતો પણ થોડો ફાટી ગયો હતો મારી સામે હવે જે હતું તે વિશ્વાસ કરી શકાય એવું નહોતું તે બધા કપાઈ ગયેલા લોકો મારી તરફ આવી રહ્યા હતા અને પાછળ થી સહદેવ નો અવાજ આવી રહ્યો હતો"ભઈલા પાછો આવ અહી બીજો રસ્તો છે


એટલે મે જોર થી ચીસ નાખી"જાદુગર પીંગલ હવે હું તારી જાળ માં નહિ ફસાવ મને ખબર છે કે આ બધી એક મયા છે અને પાછો વળવા નો તો કોઈ સવાલ જ નથી હું તે બધા લોહી - લુહાણ લોકો વચ્ચે થી નકળ્યો પણ તેમાંથી કોઈએ પણ મને નુકશાન ન પોહચાળ્યું પણ જેમ હું આગ ની નદી માંથી નિકળતો હોય તેનાથી પણ વધારે ખતરનાક અનુભવ હતો હવે તે અરીસા ની ખૂબ નજીક હતો પણ સામે એક ચુડેલ જેવી સ્ત્રી તેના હાથ લાંબા કરી ને ઉભી હતી જેમ મને પકડવાજ ઉભી હોય મને એવું લાગ્યું કે આ કોઈ મયા નથી એટલે મે તે કકું વળો શર્ટ પહેરી લીધો અને દોડતો રહ્યો


હવે એ સ્ત્રી ની હું બિલકુલ સામે હતો એણે એના હાથ જેવા મારા કંકુ વાળા શર્ટ ને સ્પર્શ થયા એણે એક જોર થી ચીસ પાડી અને સળગવા લાગી આથી હું હાશકારો થયો અને હું તે અરીસા ની બહાર આવ્યો કે ત્યાં અલ્પા અને કવિતા મારી રાહ જોઈ રહ્યા હતા એટલે તે મને જોઈ ને એટલા ખુશ થઈ ગયા કે અલ્પા ના આખ માંથી આંસુ આવી ગયા


કવિતા ને મે ગળે લગાવી પછી પછી હું અલ્પા પાસે ગયો પણ એના આખ માં આંસુ હતા એટલે મે માહોલ હળવો કરવા મે કહ્યું"અરે, અલ્પા હું પાછો આવ્યો એના માટે તું રડવા લાગી તો હું પાછો અંદર જતો રહું"

એટલે એ મને ગળે લગાવી ની રડતા અવાજે મને કહ્યું"પાગલ" આથી વધારે તે કાઈ ન બોલી અથવા ન બોલી શકી

આમ તો કવિતા ને અલ્પા મારી આજુ બાજુ ચાલે એ પણ નથી ગમતું પણ આજે તે કાઈ ન બોલી એટલે મે તેની સામે જોયું તે એક સ્મિત આપ્યું એટલે મે પણ અલ્પા ને ગળે લગાવી ને કહ્યુ"અલ્પા તું ચિંતા ના કર હવે આપડે બચી જઈશું"

એટલી વાર માં અલ્પા ધુમાડો બની ને ઉડી ગઈ મે કવિતા સામે જોયું તેને મને તેની કાંડા ઘડિયાળ દેખાડી તેમાં સાડા ત્રણ થઈ રહ્યા હતા ત્યારે મને યાદ આવ્યું કે અલ્પા પણ કાળા જાદુ નો શિકાર છે એટલે તે ગાયબ થઈ ગઈ


મે કહ્યુ"કવિતા કાઈ વાંધો નહિ મને છળી અને તે પુસ્તક મળી ગયું છે હવે મારી પાછળ આવ મારી સાથે"

એટલું કહી ને મે તેનો હાથ પકડ્યો અને જલ્દી થી અમે અગ્નિ દેવ ના રૂમ તરફ દોડવા લાગ્યા

અમે અગ્નિદેવ ના રૂમમાં પહોંચ્યો એટલે સહદેવે મને ગળે લગાવી ને કહ્યુ"ભાઈ"તે પણ વધારે ન બોલી શક્યો એક પછી એક બધા અમને ગળે લગાવ્યા સહદેવે કવિતા ને ગળે લગાવતા કહ્યું"દીદી અલ્પા ક્યાં છે"

એટલે કવિતા એ તેને ઘડિયાળ બતાવી અને સહદેવ સમજી ગયો કે આખું ગામ ગાયબ થઈ ગયું હશે

પછી મારી નજર શિવ તરફ ગઈ અને તે મારા હાથ માં રહેલી રિવોલ્વર તરફ જોઈને ડરી રહ્યો હતો એટલે મે જલ્દી થી મે તે રિવોલ્વર ને મેં બેગ માં મૂકી પછી બેગ માંથી તે છળી કાઢી અને તેને તોડી નાખી જેવી છળી તૂટી કે તરત જ બહાર થી ખુબ મોટી ચીસુ આવવા લાગી અને પછી મે સહદેવ ને કહ્યું કે "સહદેવ હવે ખાલી આ પુસ્તક ને સળગાવવા નું છે" એટલે સહદેવ નીચે બેસી મને મદદ કરવા લાગ્યો

મે થેલા માંથી બાકસ કાઢ્યું અને સહદેવે તે પુસ્તક પકડી રાખ્યું એટલે મે તેને સળગાવવા માટે દીવાસળી પાસે લઈ ગયો પણ તે ન સળગ્યું એટલે મે બેથી ત્રણ વાર પ્રયાસ કર્યો પણ કાઈ ફાયદો નહિ તે પુસ્તક સહેજ પણ ન સળગ્યું

પછી મને એક વિચાર આવ્યો મે કવિતા ને કહ્યું"કવિતા આ પુસ્તક ખોલી ને બધા પાનાં ના ફોટા લઈ લે એટલે એણે બધા ફોટા લઈ લીધા અને તેની pdf બનાવી ને સેવ કરી દીધી પછી એને મને મોબાઈલ આપ્યો અને મે એને એનો મોબાઈલ પરત કર્યો

હાર્દિકે કહ્યું"કેમ ભઈલા ફોટા"

એટલે મે કહ્યું"કેમકે આ કોઈ સામાન્ય પુસ્તક નથી ક્યારેક ભવિષ્ય માં આપણ ને કામ આવશે"

કવિતા એ કહ્યું"ભઈલા હવે શું કરવાનું છે"

મે થોડી વાર વિચાર્યું પણ કાઈ સુજી રહ્યું નહોતું પછી સહદેવે કહ્યું"ભઈલા આ પુસ્તક અહી બહાર જે અગ્નિ બળે છે તેમાં નાખીએ તો મને લાગે કામ બની જશે"

મે ઉત્સાહ થી કહ્યું"હા સહદેવ એ થઈ શકે તારી વાત સો ટકા સાચી છે"

પછી મે કહ્યું"તમે બધા અહીજ રહેજો હું અને સહદેવ બંને જલ્દી થી આવીએ છીએ"

કવિતા એ કહ્યું"ભઈલા હું પણ આવું"

મે કહ્યું"નહિ કવિતા આ વખતે નહિ"

મે થેલા માંથી કંકુ કાઢ્યું અને સહદેવ ના શરીર પર લગાવી દીધું

પછી અમે બંને બહાર ગયા તો બહાર સામે જ કોઈ જાદુગર જેવો વ્યક્તિ ઉભો હતો અમે સમજી ગયા કે તે જાદુગર પિંગળ જ છે

એટલે મે ફરી થી થેલા માંથી રિવોલ્વર કાઢી અને એક ચાકુ કાઢ્યું અને સહદેવ ને આપતા કહ્યું"દોસ્ત મુકાબલા નો સમય આવી ગયો છે"

તે ભૂત ના હાથ માં એક તલવાર હતી અને તે અગ્નિ થી ચમકી રહી હતી અને એ ચમક અમારા આખ માંથી તેના શરીર પર જઈ રહી હતી તે એટલો બધો ભયંકર હતો કે ટીવી અને સિનેમા માં દેખાતા ભૂત તો તેની સામે જોકર લાગે મે સહદેવ ને પુસ્તક આપતા ધીમેથી કહ્યું"સહદેવ આ પુસ્તક લે હું આનું ધ્યાન બીજે ખેચું ત્યાં તું આ પુસ્તક અગ્નિ માં નાખી દેજે અને હા યાદ રાખજે તને એક જ મોકો મળશે અને આપડી જિંદગી ને પણ"

સહદવે કહ્યું"તું ચિંતા ન કર તું ખાલી એક વાર તેનું ધ્યાન ભટકાવ હું સંભાળી લઈશ"

એટલે મે એના ઉપર એક ગોળી ચલાવી એટલે તેને ખૂબ ખતરનાક અવાજ માં કહ્યું"અરે નાદાન બાળક મને આના થી કાઈ નહિ થાય તું તૈયાર થઈ જા તારા મોત માટે"

પછી હું દોડી ને અગ્નિ થી દુર ગયો અને રિવોલ્વર ની ગોળીઓ ને કંકુ વાળી કરીને તેને મારી તો તેના મૃત શરીર માં તે કંકુ જવાથી તેને અસહ્ય પીડા થઈ હોય તેમ ચીસો પાડવા લાગ્યો એટલે સહદેવે તે પુસ્તક ને આગ માં ફેક્યું પણ તે ચીસો પડતો જાદુગર ત્યાંથી ગાયબ થઈ ગયો અને તે પુસ્તક આગ મા પડે તે પહેલાંજ તેને પકડી લીધું અને ફાડી નાખ્યું અને પછી મારી તરફ જોઈને હસતા અવાજે કહ્યું"હવે તમે આ ઘર ની બહાર નહિ નીકળી શકો"

મે તેને હસતા અવાજે કહ્યું"જાદુગર એ પુસ્તક એમ પણ શિવ નું સ્ટડી પુસ્તક છે તે જાદુઈ પુસ્તક હજી મારી પાસે જ છે મને ખબર હતી કે તું કઈક આવું કરીશ જ એટલે મે પહેલેથી સહદેવ ને બીજું પુસ્તક આપ્યું હતું" એટલું કહી મે તે અસલી પુસ્તક કાઢ્યું

એટલે તેને તેના હાથ માં રહેલા ફાટેલા પુસ્તક સામે જોયું તેના પર લખ્યું હતું ' સામાજિક વિજ્ઞાન ધોરણ ૬ '

તે આ જોઈ એટલો ગુસ્સે થઈ ગયો કે ચીસો પાડવા લાગ્યો અને હાથ માં તેને એક તલવાર જેવું હથિયાર લીધું અને એકજ પળ માં ગાયબ થઈ ને મારી પાસે આવ્યો અને મનને મારવાનો પ્રયત્ન કર્યો જેવું તેનું હથિયાર મારા કંકુ વાળા શરીર ને અડ્યું તરતજ તે એક જાટકા સાથે દૂર ફેકાઈ ગયો અને તરત જ મે તે પુસ્તક આગમાં ફેકયું પરંતુ પુસ્તક જયારે હવામાં હતું ત્યારે તેને તેનુ હથિયાર ફેકયુ એટલે પુસ્તક આગમાં ન પડતાં બાજુ માં પડ્યું એટલે એ જાદુગર ગાયબ થઈને અમારી પહેલા તે પુસ્તક પાસે પહોંચ્યો એટલે સહદેવે ત્યાંથી મને બૂમ પડી"દિવ્યેશ રોક આને"

--------------------------------

ક્રમશ....

હેલો મિત્રો જે નિયમિત મારી સ્ટોરી વાચો છો એ મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે
આ વોટ્સએપ નંબર છે
દિવ્યેશ:- 91 7434039539



જલ્દી મેસેજ કરો એમ આમારા વાચકો સાથે વાત કરવા માટે ખૂબ ઉત્સુક છીએ