પરંતુ જેવો તે જાદુગરે તે પુસ્તક ને સ્પર્શ કર્યો કે તરતજ તે ફરીથી દૂર ફેંકાઈ ગયો ત્યારે મારી નજર ત્યાં ગઈ ત્યારે તે પુસ્તક ઉપર નાડાસડી ચમકતી હતી ત્યારે મને યાદ આવ્યું કે મે પુસ્તક ને બેગ મા મૂકતી વખતે પુસ્તક ફરતે નાડાસડી બાંધી હતી એતો સારું થયું કે મે નાડાસડી બાંધી નહિતર અમે તો કાઈ કરી ન શકત
પછી હું દોડી ને તે પુસ્તક પાસે ગયો અને તે નાડાસડી કાઢી અને તે પુસ્તક ને આગ મા નાખ્યું તે સળગવા લાગ્યું એટલી વાર માં સહદેવ પણ દોડી ને મારી પાસે આવી ગયો અને અમને પાછળ થી ચીસ નો અવાજ આવ્યો
અમે દોડી ને તે જાદુગર પાસે ગયા એટલે તેને કહ્યું હું ભલે હારી ગયો હોય પણ મારું કાળું જાદુ સવાર ના પહેલા કિરણ સાથેજ પૂરું થશે એણે એટલું કહ્યુ કે તરત જ અમારા મોબાઈલ ઘડિયાળ બધું ગાયબ થઈ ગયું અને તેને કહ્યું "હવે તમે સવારેજ બહાર નીકળી શકશો અને એ પણ બચો તો"એ ધુમાડો બની ને ઉડી ગયો" એટલીજ વાર માં અલ્પા પાછળ થી આવી અને મને ભેટી પડી અને કહ્યું" thank you God"
પણ એટલીજ વાત મા કોણ જાણે ક્યાંથી પણ ઉપર થી આગના ગોળા પડવા લાગ્યા અને અગ્નિ દેવ ના રૂમ નો દવાજો બંધ થવા લાગ્યો એટલે અમે ત્રણેય તે બાજુ દોડવા લાગ્યા મે કહ્યું અલ્પા સહદેવ તમે બંને પહેલા જતા રહો એટલે તે તો આરામ થી જતા રહ્યા પણ મારું જવુ મુશ્કેલ હતું પણ એકદમ ફિલ્મી સીન ની જેમ એન્ડ મૂવમેન્ટ એ હું અંદર ગયો
કવિતા એ મને પૂછ્યું કે શું થયું એટલે મે તેને બધું વિસ્તાર થી કહ્યું એટલે એણે કહ્યું "ચાલો સારું છે હવે સવાર સુધીજ અહી રહેવાનું છે"
મે કહ્યું"હા પણ સવાર સુધી અહી કરશું શું? મોબાઈલ પણ એને ગાયબ કરી દીધા નહિતર સવાર સુધી ગેમ રમત" મે હસતા હસતા કહ્યું
એટલે કવિતા એ કહ્યું"ભઈલા એમ પણ હવે સવાર થવામાં બે જ કલાક રહ્યા છે અને એવું કોને કહ્યું કે મોબાઈલ હોય તોજ રમાય ચાલો આપડે બધા અંતાક્ષરી રમીએ"
એની વાત સાથે સહમત થઈ અમે અંતાક્ષરી સરુ કરી આ અમારી જિંદગી ની સૌથી યાદગાર રમત રહી કારણ કે અમે ભૂતિયાં ઘર માં અંતાક્ષરી રમી રહ્યા હતા પછી અમે કેટલું રમ્યા એ તો મને નથી ખબર કારણ કે રમવા માં સમય ક્યાં જતો રહે એ ના ખબર પડે હવે આચનક સૂરજ નીકળ્યો એ અમને ત્યારની દરવાજા સામે ની બારી માંથી દેખાણું એટલે અલ્પા એ બૂમ પાડી"દોસ્તો સૂરજ નીકળ્યો છે સવાર પડી ગઈ"
એટલે હાર્દિક ઉભો થઈ ને બોલ્યો"તો ચાલો જલ્દી આ ઘર માંથી બહાર જઈએ" ત્યાં મને યાદ આવ્યું કે જ્યારે અમે અહી બીજા માળે આવતા હતા ત્યારે મે જોયુ હતું કે મેદાન તે તરફ એટલે કે પૂર્વ દિશા માં છે અને એ હિસાબ થી આ પશ્વિમ દિશા થઈ તો આ બાજુ થી સૂર્યોદય કઈ રીતે થાય અને તે અગ્નિદેવ વાળો દરવાજો પણ હજી નહોતો ખુલ્યો એટલે મે તેને રોકી ને બધી હકીકત કીધી તો બધા ડરી ગયા
સહદેવે કહ્યું"હજી ખતરો ટળ્યો નથી આ ભૂત તો બહુજ ખતરનાક છે શું કરવું આનું"
એટલે મે કહ્યું "કાઈ નહિ પણ હું ના કહું ત્યાં સુધી કોઈ બહાર ન નીકળતા" મે બધા ને બેસવા નો ઈશારો કરતા કહ્યું
હવે અમે કલાક બેઠા ત્યાં ધીમે ધીમે દરવાજો ખૂલ્યો અને અમારા મોબાઈલ અને બીજી બધી વસ્તુ પણ પાછી આવી અને હવે દરવાજા માંથી સૂરજ ના કિરણ અમારા પર પાડવા લાગ્યા એટલે મે કહ્યું"ઉભા રહો હું બહાર જઈને તપાસ કરી લવ પછી તમે આવજો એટલું કહી મે બહાર જોયું મને બધું બરાબર લાગ્યું એટલે મે બધા ને કહ્યું ચાલો નીચે બધું ઠીક છે.એટલું કહી હું નીચે જતો રહ્યો હવે નીચે હું બધા ની રાહ જોઈ રહ્યો હતો મને યાદ આવ્યું કે મારા મોબાઈલ માં તે પુસતક ના ફોટા છે અને તે ઘરે લય જવા યોગ્ય નથી એટલે મે તે મેમરી કાર્ડ માંથી ફોટા સિવાય નું બધું મારી ફોન મેમરી માં લઈ લીધું અને પછી મારા બેગ માંથી મે એક નાની પ્લાસ્ટિક ની ડબ્બી કાઢી તેમાં મે તે મેમરી કાર્ડ મૂકી અને ત્યાં જૂના ઘર ના પગથિયાં ની બાજુ માં એક ખાડો કરી ને દાટી દીધું એટલી વાર માં બધા આવ્યા એટલે મે "કહ્યું ચાલો ઘરે દાદી ઘરે રાહ જોતા હશે"
એટલે અલ્પા એ મારો હાથ પકડતા કહ્યું કે "અરે યાર તારા કપડાં પર કંકુ લાગેલું છે તારા પગ મા આ પાટો બાંધેલો છે આ તરો શર્ટ ફાટી ગયો છે આ રીતે ઘરે જશું આપડે"
એટલે મે મારા શરીર પર નજર કરતા કહ્યું "વાત તો તારી સાચી છે પણ હવે કોઈ બહાનું બનાવી દઈશું પણ હવે અહીંથી ચાલો સાત થવા આવ્યા છે" મે મારા પગનો પાટો છોડી નાખ્યો પણ અંદર જોઈ ને હું આશ્ચર્યચકિત થઈ ગયો મારો પગ નો ઘાવ બિલકુલ ઠીક થઈ ગયો હતો એટલે હું બોલ્યો"ચાલો કાળું જાદુ ખતમ અને એના દ્વારા લાગેલો ઘાવ પણ ખતમ"
એટલે અમે બધા અમારા ઘર તરફ ચાલતા થયા પણ રસ્તા માં જે કોઈ મળે તે અમારી હાલત વિશે પૂછતું હતું પણ અમે એમને કોઈ બહાનું બનાવી દેતા હતા હવે અમે ઘરે પહોંચ્યા એટલે એ તો સારું થયું કે દાદી ને એમ કે અમે બધા ધાબા પર સૂતા છીએ એટલે તેમને અમારી ચિંતા ન થઈ
હવે અમે ઘરમાં ગયા દાદી અમને જોઈ ને ઘડી તો અમારી સામે જોઈ રહ્યા અને બીજા જ પળે પૂછવા લાગ્યા "આ બધું શું છે ? તમે ધાબા પર થી બહાર ક્યારે ગયા? તમારી આવી હાલત કેવી રીતે થઈ? આ કંકુ વાળા કપડાં કેવી રીતે બગડ્યા?" આવા તો કેટલાય સવાલ પૂછી નાખ્યા
એટલે મે વિચારી ને કહ્યું"દાદી તમે જ્યારે રાત્રે સૂઈ ગયા હતા ત્યારે એમને યાદ આવ્યું કે આજ કોઈ ફ્રેન્ડ નો બર્થડે છે એટલે પછી અમે તમને ન જગાડ્યા એટલે ત્યાં અમે મસ્તી કરતા હતા એટલે આ કપડાં ફાટ્યા આ અલ્પા ના પપ્પા ને પણ અમે એમ જ કીધું હતું કે તે અહી છે"
દાદી એ કહ્યું"હા તો સારું હવે નાહી ધોઈ ને આ અલ્પા ને ઘરે મૂકી આવ એના પપ્પા પણ ચિતા કરતા હશે અને હા આ છેલ્લી વાર તમને માફ કરું છું હવે ક્યાંય જવુ હોય તો મને પૂછી ને જજો"
મે કહ્યું"જી દાદી"
અને પછી મે નાહી લીધું પછી મારે અલ્પા ને ઘરે મૂકવા જવું હતું એટલે બાઇક ની ચાવી ગોતતો હતો પણ તે ન મળતા મે દાદી ને અવાજ કર્યો"દાદી આ બાઇક ની ચાવી ક્યાં છે"
એટલે સહદેવ એ નહતા નહતા બૂમ પાડી"દિવ્યેશ એ બાઇક ની ચાવી બે ચાર દિવસ થી અમારા ઘરે પાડી છે"
મે તેને પાછી બૂમ પાડી "તો હું શું કરું અત્યારે"
એટલે દાદી એ મને કહ્યું"બેટા ગાડી લેતો જા"
મે કહ્યું"સારું" પછી મે ગાડી ને ગાભો માર્યો એટલે અલ્પા એ કહ્યું"દિવ્યેશ રવા દે મારું ઘર અહી નજીક તો છે હું જતી રહીશ"
મે કહ્યું"ના ચાલ હવે મુકીજ જાવ" એટલી વાર માં સહદેવ નાહીને આવ્યો અને કહ્યું"ચાલ ભઈલા હું પણ આવું"
મે કહ્યું"ચાલ ચાલ" પછી અમે અલ્પા ના ઘરે પહોંચ્યા એટલે એના પપ્પા બહાર છાપુ વાચતા હતા
એટલે એમણે અલ્પા ને જોઇને દાદી ની જેમ સેમ સવાલ પૂછ્યો"
અમે પણ સેમ જવાબ આપ્યો પછી મે કહ્યું "ચાલો અંકલ અમે નીકળીએ હવે"
એટલે એમણે કહ્યુ"અરે ક્યાં જવું છે તમે બંને નાસ્તો કરીનેજ જાવ"
સહદેવે કહ્યું"ના અંકલ ઓલરેડી દાદી એ નાસ્તો બનાવી રાખ્યો છે અમે નીકળીએ હવે"
એટલે પછી અમે બંને ત્યાંથી ઘરે ગયા
મે ગાડી ચલાવતા ચલાવતા બહાર સાઇડ ગ્લાસ માં જોયું અલ્પા અમારી ગાડી સામે જોઈ એક અદભૂત સ્મિત આપી રહી હતી
______________________________
સમાપ્ત
મિત્રો આ જૂના ઘર ની વાત તો પૂરી થઈ હવે તમે મને જણાવો કે આનીજ સીઝન ૨ તમને ગમશે કે નવા પત્રો સાથે માટે નવલકથા લખવી જોઈએ તમે મને કૉમેન્ટ માં જણાવો