Junu ghar - 3 books and stories free download online pdf in Gujarati

જુનુ ઘર ભાગ-૩

                આ વાર્તા નો ત્રીજો ભાગ છે

આ વાર્તા ના બે ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે જો તમે ના હોય તો મારી પ્રોફાઇલ પર જઈ તેને પહેલા વાંચો અને પછી આ ભાગ વાંચો

            આગલા ભાગમાં જોયુ કે અમે વૃદ્ધ પાછળ જઈએ છીએ અને હવે આગળ,

          તે વૃદ્ધ દરવાજાની બહાર જઈ એક વૃક્ષ નીચે ઉભા રહે છે તમે બધા પણ તેની પાછળ પાછળ બહાર નીકળ્યા પછી અમે તેની સામે ઉભા રહ્યા

            તે વૃદ્ધે કહ્યું"મારું નામ અમૃત છે તમે મને દાદા કહીને બોલાવી શકો છો હું તમારા ગામ થી જંગલ ની પેલેપાર એક નાના કાચા મકાનમાં રહું છું અને દરરોજ અહીં વૃક્ષોને પાણી પાવા આવુ છુ"
  
             મેં પૂછ્યું"દાદા તમે અહીં રોજ પાણી પાવા આવો છો તો ઘરની આજુબાજુ થોડા ઘણા વૃક્ષો સૂકા છે તેને પાણી નથી આપતા?"

           દાદા કે વૃક્ષો તરફ જોતા બોલ્યા"અરે બેટા અમારા પરિવારમાં ત્રણ  પેઢીથી અમે આ વૃક્ષોને પાણી ભાઈએ છીએ પરંતુ અમારા એ પાડોશી જે અમારા ઘરની બાજુમાં એકલા જ રહેતા હતા તે ઘરની આજુબાજુ ના વૃક્ષો ને પાણી પાવા માટે આવતા હતા પરંતુ તે એક દિવસ ગાયબ થઇ ગયા શું થયું તેની અમને કાંઈ ખબર નથી પરંતુ પાણી પીને આવું એટલું કહીને તે ગયા હતા પરંતુ સાંજે ન આવતા અમે તે ઘર પાસે ગયા તો તેમનો પાણી પાવા ની ડોલ ત્યાં હતી આથી તે ગાયબ થયા છે એનું અનુમાન આવ્યું આ મેં મારા દાદા પાસેથી સાંભળ્યું છે આથી હું પાણી પાવા માટે થતો નથી મેં તો તમને એટલા માટે અહીં બોલાવ્યા કે હું તે ઘર વિશે એવું બોલતા પણ મને ડર લાગે છે એટલા માટે મેં તમને બહાર આવવાનું કહ્યું અને હું તમને ફક્ત એટલું જ કહું છું કે તે ઘરની આજુબાજુ ના જતા ફક્ત મેદાનમાં રમજો મેદાનમાં ડરવા જેવું કાંઈ નથી તો ચાલો મારે મોડું થાય છે હું જાઉં છું"

          અમે બધાએ મોઢુ હલાવી હા પાડી અને તેમને આવજો કહી હો અને ફરી અમારી રમત શરૂ કરવા માટે એકબીજા તરફ જોવા લાગ્યા બધા ફરીથી મેદાનમાં ગયા અને હાર્દિકે કહ્યુ"મને લાગે છે આપણે ઘરે જવું જોઈએ"

       સહદેવે કહ્યું કે"વાત તો બરોબર છે પણ આજે આવ્યા છે તો રમી લઈને કાલે નહીં આવીએ
            બધા તેની વાત સાથે સહમત થઈને રમવાનું શરૂ કર્યું
       અમે બપોરનું ટિફિન ખાધું થોડી વાર આરામ કર્યો અને ફરીથી રમવાનુ શરૂ કરી દીધું આ સુધી તમે દાદા ની વાત પણ ભૂલી ગયા હતા રમતા-રમતા માનવથી ભૂલથી દડો  ઘરની બારી તોડી ઘરમાં જતો રહ્યો
            "યાર તે આ શું કર્યું આપણી પાસે એક જ દડો હતો તે પણ જતો રહ્યો"આજ પણ હાર્દિક ના તે શબ્દો મને યાદ છે
              સહદેવે કહ્યું"ડોન્ટ વરી યાર ચાલો અંદર જઈને દડો લઇ આવીએ"
          મેં કહ્યું"અંદર જવાની કોઈ જરૂર નથી આપણે હવે ઘરે જતા રહીએ કાલે નવો લઈ લઈશું"
         મારી વાત સાંભળીને બધા ઊભા રહી ગયા અને બહાર તરફ જવા લાગ્યા મારી વાત કોઇ ટાળતું ન હતું મને બધા માન આપતા હતા આથી મને થયું કે ચાલો દડો લઇ આવીએ મેં બૂમ પાડી"માનવ શિવ હાર્દિક હવે મોઢુ ન લટકાવો હાલો અંદર જઈને ફટાફટ દડો લઇ આવીએ"
            મારી વાત સાંભળી બધા અંદર જવા માટે તૈયાર થયા અને ચાલો ચાલો એ બૂમ પાડવા લાગ્યા અમે અંદર તરફ જવા માટે રવાના થયા તે ઘર થોડું ભૂતિયા હતુ આથી મેં કહ્યું"કવિતા, શિવ તમે બંને બહાર ઉભા રહો અને અમે દડો લઇ આવીએ છીએ"
         એટલું કઈ અમે અંદર ગયા પરંતુ તે ઘર અંદરથી ખૂબ મોટુ હતુ અને મકડી ના જાળા થી તેનું ડેકોરેશન થયેલું હતું અમે તો ગભરાતા ગભરાતા તે દડો ગોતવા લાગ્યા પરંતુ દડો થોડી વાર ન મળ્યો 
          માનવ એ બૂમ પાડી"આ.... આ....."
       હું તેની પાસે દોડી ગયો મેં પૂછ્યું"શું થયું ભઈલા રાડુ કેમ પાડે છે"
      તેણે મને ખૂબ બેચેની સાથે જવાબ આપ્યો"ભાઈ અંદર કોઈ છે મેં તેને અંદરના રૂમ તરફ છે
        મને થયું કે માનવ સાચો કહેતો હશે પણ અત્યારે જો તને હા પાડીશ તો તે ખૂબ ગભરાઈ જશે અને દડો લઈને તો આપણે બહાર જવું છે પછી ક્યાં આવવું છે એટલે મે તેને કંઈ ન કહ્યું કેટલી વારમાં સહદેવ નો અવાજ આવ્યો દડો મળી ગયો અહીં છે મેં સામે બૂમ પાડી ઠીક છે બહાર તરફ લઈ ને જા અમે આવીએ છીએ મેં માનવ ને કહ્યું આપણે ક્યાં બીજીવાર આવવું છે ચાલ હવે જે જોયું તે જોયું માનવ મારી સાથે ચાલતો થયો
     
                  દરવાજા પાસે આવ્યા ત્યારે દરવાજો બંધ હતો અને તેની ઉપર ઘણા બટન હતા અને અને ઉપર કંઈક લખેલું હતું"
           આ જોઈ અમારા બધાના હોશ ઉડી ગયા અને હાર્દિક ચીસ પાડવાનો હતો પરંતુ મેં તેનું મોં બંધ કરી દીધું અને દરવાજા તરફ ગયા અને તેના ઉપર લખેલું વાંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાંઈ ફાયદો નહીં તે અમારી જાણીતી ભાષામાંથી ન હતું
                  એટલી જ વારમાં હાર્દિક બોલ્યો "આતો ફ્રેન્ચ ભાષા છે"
            સહદેવે પૂછ્યું"તને કેવી રીતે ખબર પડી કે ફ્રેન્ચ ભાષા છે"
            
      "અરે ભાઈ તને ખબર છે ને કે આપણી સ્કૂલમાં બે-ચાર મહિના પહેલા એક સેમીનાર હતો અને થોડા દિવસ માટે અમને ફ્રેન્ચ ભાષા ની ટ્રેનિંગ આપી હતી "હાર્દિકે આજુબાજુ જોતા કહ્યું
        
            " તો હાર્દિક આ શું લખ્યું છે મને કહે"મેં આતુરતાથી કહ્યું પરંતુ મને બરાબર યાદ છે કે તે શબ્દો કંઇક આ પ્રમાણે હતા 'N'ouvrez pas la porte avant d'avoir appuyé sur l'un de ces boutons'
       
           હાર્દિકે અનુવાદ કર્યું"જ્યાં સુધી આમાંથી કોઈ એક બટન ન દબાવવામાં આવે ત્યાં સુધી દરવાજો નહીં ખુલે "
        મેં ખૂબ ગભરાઇ ગયા અને બધા મારી બાજુ જોવા લાગ્યા
          મેં કહ્યું "છ વાગવા આવ્યા છે હવે વિચારવાનો સમય નથી ચાલો પર બટન દબાવી દો એક કામ કરો હું જ બટન દબાવુ છું"
            મેં એક બટન દબાવ્યું અને તરત દરવાજો ખૂલી ગયો બહાર જઈને જોઈએ છીએ તો કવિતા અને શિવ બંને દરવાજાની બરાબર સામે ઉભા છે મેં કહ્યું મેં ના પાડી હતી ને કે આ ઘરમાં ન આવતા આ પગથિયાં પણ આનો જ ભાગ છે પછી મને લાગ્યું કે કાંઈ વાંધો નહીં એટલે મેં એમને વધારે કાંઈ ન કહ્યું
        બટન દબાવવાથી કઈ નથી થયું એનો હાશકારો અનુભવી અમે ઘર તરફ રવાના થયા અને ઘરે પહોંચ્યા ત્યારે દાદીએ કહ્યું "ઘણું મોડું કર્યું"
  
         અમે બધા જમીને સુઈ ગયા
     રાહ જોવો આગલા ભાગની
       તમે મને whatsapp પર તમારા અભિપ્રાયો કહી શકો છો મારો whatsapp નંબર:7434039539
        

          



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED