જૂનું ઘર ભાગ - 4 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જૂનું ઘર ભાગ - 4

આ વાર્તા નો ચોથો ભાગ છે.

આગળનાા ભાગમાં આપણે જોયું કે અમે બધા સાંજે વાળુ કરીને સુઈ ગયાા હતા હવે આગળ....


સવારમાં મારી આંખ ઊઘડી ગઇ મેં ઘડિયાળ સામે જોયું નવુ વાગવામાં પાંચ મિનિટની વાર હતી અરે મને થયું કે કોઈ આ અમને જગાડ્યા કેમ નહીં દાદી ક્યાં ગયા મે માનવ અને કવિતાને જગાડીયા"અરે..... જાગો નવ વાગી ગયા છે"તેેેે બંને આળસ મરડીને ઉભા થયા અને કવિતા એ કહ્યું"આપણે અત્યાર સુધી કેમ સુતા રહ્યા દાદીએ જગાડ્યા કેમ નહિ દાદી... દાદી... ક્યાં છો તમે"
પરંતુ કોઇ ફાયદો નહીં અમને તેનો જવાબ ન મળ્યો એટલે મેં કહ્યું "ચાલો આપણે બહાર જઈને જોઈએ"અમે અધીરાઈથી બહાર આવ્યા અને દાદી ને શોધવા લાગ્યા પરંતુ પૂરા ઘરમાં ક્યાંય અમને ન મળ્યા એટલી વારમાં સહદેવ નો બહાર થી અવાજ આવ્યો"દિવ્યેશ અરે ઓ દિવ્યેશ જરા બહાર આવ"

અમે બહાર જઈને કંઈ બોલીએ એ પહેલાં તો એ જ કહેવા લાગ્યો"તારા ઘેર મારા મમ્મી પપ્પા દાદા દાદી કોઈ આવ્યા છે કારણ કે તે ઘરે નથી અમે પૂરા ઘરમાં જોઈ લીધું"

મેં કહ્યું"અરે મારા દાદી પણ ઘરે નથી ખબર નહી ક્યાં ગયા છે અમને કીધા વગર કોઈ દિવસ જતા નથી"
એટલી જ વારમાં હાર્દિક કંઈક વિચારતા વિચારતા વચ્ચે જ બોલી ગયો"પરંતુ એવું પણ બની શકે કે તેમને ખૂબ વહેલા જવાનું હોય અને તેમને થયું કે આપણે ભલે સૂતા આપણને જગાડવા નથી"

એની વાત વિચારવા જેવી હતી પણ અમને થયું કે આટલું બધું ઈમરજન્સી શું કામ આવી પડ્યું કે રાત્રે અમને ન કીધું અને સવારમાં બધા જતાં રહ્યા

મેં કહ્યું"કાઈ વાંધો નહીં હું ફોન કરી જોઉં છું "મેં સહદેવના પપ્પાને ફોન કર્યો પરંતુ ફોન ન લાગ્યો ફક્ત કવરેજ ક્ષેત્રની બહાર છે એટલો અવાજ આવતો હતો મેં તેના મમ્મી ને ફોન કર્યો છતાં પણ એ જ વાંધો પડયો

કવિતા એ કહ્યું"કેમ ભઈલા શું થયું ફોન નથી લાગતો"
મેં કહ્યું "કવિતા કવરેજ ક્ષેત્રની બહાર છે એવી કેસેટ બોલે છે"
હાર્દિકે કહ્યું'ભાઈ એક કામ કરો ને પાડોશીને પૂછી જોઈએ કદાચ તેમને કહીને ગયા હશે"

અમારા મનમાં ઉમીદ નું એક કિરણ જાગ્યું અમે બધા અમારા પાડોશી ને ઘરે ગયા પરંતુ આ શું!!!? પાડોશીના ઘરે પણ કોઈ જ ન હતું
અમે થોડા આગળ ગયા તો આખી શેરીમાં કોઈ ન હતું મેં કહ્યું"આ શું?!! કોઈ દેખાતું કેમ નથી હવે તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો સહદેવ તું ગામની દક્ષિણ તરફ જા કવિતા તું અને શિવ બંને ઉત્તર તરફ જાવ માનવ હાર્દિક તમે બંને પશ્ચિમ તરફ જાવ અને હું પૂર્વ તરફ જાઉં છું પરંતુ ફક્ત ૨૦ મિનિટમાં ફરીથી મારા ઘર પર આવજો અને જો કોઈ તે દેખાય કે મળે તો મને જાણ કરજો ઠીક છે પણ મોડું ન થાય તેનું ધ્યાન રાખજો ચાલો જલ્દી"ગભરાહટ મા ફટાફટ નીકળી ગયા અને અમે 20 મિનિટમાં મારા ઘર પર આવ્યા અને બધા ખૂબ ડરેલા

મે સૌપ્રથમ સહદેવ ને પૂછ્યું "અરે સહદેવ શું થયું"

એને ના મા મોઢુ હલાવ્યું એટલે હું સમજી ગયો કે ગામમાં તેને કોઈ દેખાયું નથી અને બીજા બધાએ પણ ના માં મોઢુ‌ હલાવ્યું એટલે મને ખાતરી થઈ ગઈ કે આખા ગામમાં અમારા 6 સિવાય કોઈ નથી મને ખૂબ ચિંતા થવા લાગી અને મેં કહ્યું કે આખા ગામમાં કોઈ નથી.

મેં કહ્યું આમ પણ શું જમવાનો સમય થવા આવ્યો છે કવિતા બધા માટે તું કંઈક બનાવી દે જમી લઈએ પછી કંઈક વિચારીએ


કવિતા જમવાનું બનાવવા માટે ગઈ અને અમે બધા જમી લીધું અને કવિતા એ વાસણ સાફ કર્યા પછી અમે ખૂબ ગરમીમાં એસી ચાલુ કરી અંદરના રૂમમાં અમારી સભા ભરાણી


બધા એકી ટસે મારી સામે જોતા હતા અને માનવ એ મને પૂછી નાખ્યું"દિવ્યેશ જલ્દીથી વિચાર શું કરવું છે રાત થવા આવશે"મેં કહ્યું"અરે ભાઈ મારા મને જ નથી સૂઝતુ કે એમાં શું કરવું"

"આ તો સાવ અલગ જ છે ને ગામમાં કોઈ છે જ નહીં મને તો ડર લાગે છે"કવિતા એ કહ્યું બધાએ એક સાથે મને કહ્યું"હા દિવસ મને પણ ડર લાગે છે"

સાચુ કહુ તો મને પણ થોડો ડર લાગતો હતો પરંતુ મને થયું કે જો હું જ આવું કરીશ તો તેમનો વિશ્વાસ તૂટી જશે એટલે મેં થોડી શાંતી રાખી


અમારી સભા ખૂબ લાંબી ચાલી પરંતુ બધા ખાલી વાતો કરતા હતા નિરાકરણ તો કંઈ આવતું જ હતું અને છ વાગી ગયા


એટલી જ વારમાં ન જાણે ક્યાંથી પરંતુ દાદી રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા"શું મંડળી જમાવી છે સહદેવ તમે પણ છો તો જમીને જોજો"

અમારા આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો મેં એકદમ થી પૂછી નાખ્યું"દાદી સવારના ક્યાં ગયા હતા??"

દાદીએ મારો કાન મરોડિયો અને હસતાં હસતાં જવાબ આપ્યો"કેમ દાદી સાથે મજાક કરે છે સવારની ઘરે જ તો છું"

હાર્દિકે કહ્યું"પણ દાદી"

મેં કહ્યું"હા હું તો મજાક કરતો હતો હાર્દિક બેસી જા"

હાર્દિક મારી વાત માનીને બેસી ગયો અને દાદીએ કહ્યું"ચલો હું રસોઈ બનાવી નાખું છું બની જાય પછી જમી લો"અમે ફક્ત હકારમાં મોઢું હલાવી શક્યા

દાદી કંઈક કહેવાનું ભૂલી ગયા હોય એમ પાછળ ફરી કહ્યું"સહદેવ તમે પણ જમીને જજો તારા પપ્પા મને કહેતા હતા કે તેઓ એક અઠવાડિયા માટે તારા મામા ને ઘેર કોઈ પ્રસંગ માં જાય છે"એટલે તમારે અહીં સૂવાનું‌ પણ અહીં જ છે

સહદેવે કહ્યું"ઠીક છે દાદી"

એટલું કહીને દાદી જતાં રહ્યા


હાર્દિકે મને તરત જ પૂછ્યું"અરે દિવ્યેશ તેમને કેમ જવા દીધા???"


‌‌‌‌ અરે તો હું શું કરું એમને તો આ વિશે કંઈ ખબર જ નથી"મેં કહ્યું

"હવે એક કામ કરો આના વિશે ચર્ચા કરવાથી કોઈ ફાયદો નથી આપણે હવે શું કરવાનું છે તેની ચર્ચા જમીને પછી કરીએ અને એમ પણ સહદેવ હાર્દિક અને શિવ આપણી સાથે જ છે"મેં કહ્યું

શિવે કહ્યું"ભાઈ મને તો ખૂબ ડર લાગે છે મને લાગે છે આપણે તે જૂના ઘરે ગયા તેથી જ આવું થાય છે"

સહદેવ તેને કહ્યું"મને પણ એવું જ લાગે છે પણ અત્યારે કાંઈ જ કહી શકાય નહીં એટલે હવે શાંતિ રાખો"

અમે થોડીવાર આડીઅવળી વાતો કરી ત્યાં દાદી નો અવાજ આવ્યો "એ ચાલો છોકરાઓ વાળુ કરી લ્યો"

અમે બધાએ વાળુ કરી ત્યારબાદ જ્યારે દાદી સુઈ ગયા ત્યારે અમે બધા અમે ધાબા ઉપર સુવા ગયા હતા તેથી અમે બધાએ મીટીંગ ચાલુ કરી

વધુ આવતા અંશે.....


દોસ્તો તમે મને આગલા ત્રણ ભાગમાં ખૂબ જ સારો સપોર્ટ કર્યો આથી તમારા બધાનો ખુબ ખુબ આભાર

જો તમને વાર્તામાં કોઈ ભૂલ લાગતી હોય તો મને કમેન્ટ ના માધ્યમથી જણાવો હું તે ભૂલ સુધારવાનો અવશ્ય પ્રયત્ન કરીશ

આ ઉપરાંત મારી એક youtube ચેનલ છે જેનું નામ youtube technical છે તેના પર હું youtube માં પૈસા કઈ રીતે કમાવવા તેની માહિતી અપલોડ કરું છું તો તમે મને youtube પર youtube technical નામની ચેનલ પરથી સબસ્ક્રાઇબ કરી શકો છો અને મારી સાથે જોડાઈ શકો છો

ધન્યવાદ