આ વાર્તા નો બીજો ભાગ છે જો તમે પહેલો ભાગ ન વાંચ્યો હોય તો તમે મારી પ્રોફાઇલ પર વિઝીટ કરી પહેલા તે વાંચો અને પછી આ ભાગ વાંચો
આ વાર્તા નો બીજો ભાગ છે
આપણે આગલા ભાગમાં જોયું કે હું, માનવ વગેરે તે મેદાનનો દરવાજો ખોલીએ છીએ , હવે આગળ
દરવાજો ખોલતાની સાથે હાર્દિકે કહ્યું કે"અહીં દરવાજો કોને લગાવ્યો કારણકે આ ઘર ઘણા સમયથી બંધ છે અને આ મેદાનમાં પણ કોઈ આવતું નથી અને અહીં રસ્તો ક્યાં છે"
"અહીં રસ્તો હતો પણ નગરપાલિકાએ તે રસ્તાને જગ્યાએ ધૂળ નાખી મેદાન થોડુંક વ્યવસ્થિત બનાવ્યું છે જ્યારે ગામલોકોની ડરની વાત નગરપાલિકાને ખબર પડી ત્યારે તેમને અહીં એક દરવાજો મૂકી દીધો જેથી કોઈ પશુ તેની અંદર ન જાય મેં આ વાત ગામ લોકો પાસેથી સાંભળી છે"કવિતાએ કહ્યું
મેં કહ્યું"આ બધી વાત છોડો આપણે અહીં રમવા માટે આવ્યા છીએ તો ચાલો અંદર જઈએ"
અમે બધા અંદર પ્રવેશ્યા ને અમને થયું કે ત્યાં આજુબાજુ ઘણા વૃક્ષો હતા તેના કારણે વાતાવરણ ખૂબ ખુશનુમા હતું થોડા પક્ષીઓ આજુબાજુ કિલ્લોલ કરી રહ્યા હતા અને તે જૂના ઘરની આજુબાજુ ઘણા સુકાઈ ગયેલા વૃક્ષ હતા જેના સુકા પાન નીચે પડયા હતા અને પવનમાં તેનો અવાજ વધારે આવી રહ્યો હતો તે મેદાન ખૂબ વિશાળ હતું જે અમારા સ્કૂલના મેદાન કરતા તો લગભગ બમણું અને સુંદર હતું અમને એ વાતની ખુશી હતી કે આ મેદાનમાં અમારા સિવાય કોઈ રમવાવાળુ નથી આથી પુરા વેકેશન દરમ્યાન અમે જેટલું રમવું હોય તેટલું રમી શકીએ છીએ તે મેદાનમાં ઝીણું ઝીણું ઘાસ ઊગેલું હતું તે મેદાન એક બાજુ હોજ હતો
તેમાં થોડું પાણી હતું આ જોતા એવું લાગતું હતું કે કોઈ વ્યક્તિ જરૂર આ વૃક્ષોને પાણી પાય છે પરંતુ બીજો સવાલ એ હતો કે તે ઘરની આજુબાજુ વાળા વૃક્ષોને કેમ પાણી પાતો નથી પણ એનાથી અમારે કોઈ મતલબ નહોતો અમે તો ફક્ત રમવાના હેતુથી મેદાનમાં આવ્યા હતા આથી તે વાત પર તમે ધ્યાન ન આપ્યું કે વિચાર્યું
મેં કહ્યું"ચાલો આપણે ક્રિકેટ શરુ કરીએ કારણ કે આમ પણ 9:00 થઈ ચૂક્યા છે જો વધારે મોડું કરીશું તો બધાની દાવ નહીં આવે એટલા માટે સહદેવ આપણે ઘર બાજુ થી બેટિંગ કરીશુ આથી દડો ઘરમાં ન જાય"
બધાએ હા પાડી અને અમે વિકેટ ખોડી પછી નક્કી કર્યું કે સૌથી નાનો પહેલો દાવ લેશે આથી પહેલો દાવ શિવ નો આવ્યો
હું બસ પેલો બોલ નાખવાની તૈયારીમાં હતો કે એક વૃક્ષ પાછળ થી અવાજ આવ્યો તમે અહીં રમવા આવ્યા છો તમને ખબર નથી કે અહી ગામનો કોઈ ફરક તો પણ નથી
અમે બધા એ આશ્ચર્ય થી પાછળ જોયું તો એક વૃદ્ધ માણસ ત્યાં ઊભો હતો તે અમારી નજીક આવી રહ્યો હતો બધા મારી પાસે આવીને ઊભા રહી ગયા અમે તેની પાસે આવવાની રાહ જોઈ રહ્યા હતા અમારા મગજમાં ઘણા પ્રશ્નો હતા કે આ માણસ કોણ છે? ગામનો છે? અને જો ગામનો છે તો અહીં કોઈ આવતું નથી તો આ શા માટે આવ્યો છે? એટલું વિચારતા તે અમારી નજીક આવ્યો અને કહ્યું કે તમારે અહીં ન રમવું જોઈએ
મેં એમને પૂછ્યું"તમે કોણ છો? અહીં શું કરો છો? અને તમે અમને રમવાની શા માટે ના પાડી રહ્યા છો?"
આટલુ સાંભળતા તે બોલ્યા"મારી પાછળ આવો હું તમને બધું કહું છું"
એટલું કહી તે દરવાજાથી મેદાનની બહાર ગયો અમે વિચારવા લાગ્યા કે તે ક્યાં જઈ રહ્યો છે અને અમારે તેની પાછળ જવું જોઈએ કે નહીં? પરંતુ અમે એકબીજાને ઈશારો કરી તેની પાછળ જવાનું નક્કી કર્યું અને તેની પાછળ ગયા
કવિતા એ કહ્યું"આની પાછળ જવું ઠીક છે કારણ કે આને કોઈએ આજ સુધી જોયો નથી અને આના વિષે ગામમા કોઈ વાત પણ કરતુ નથી આથી મને થોડો ડર લાગે છે કે આપણે તેની પાછળ ન જવું જોઈએ"
સહદેવે તેને વળતો જવાબ આપ્યો"આ માણસ તો દરવાજાની બહાર જઈ રહ્યો છે આથી કોઈ ડરવાની વાત નથી જો તે માણસ ઘરની અંદર જાત તો આપણે ન જાત પરંતુ આમાં કોઈ ડરવા જેવી વાત નથી"
એની વાત સાંભળીને બધા ચાલવા લાગ્યા
અમારો તે વૃદ્ધ પાછળ જવાનો નિર્ણય સાચો હતો કે નહીં મને કમેન્ટ માં જણાવો અને આનો આલો ભાગ વાંચવા માટે મને ફોલો કરો અને રાહ જોવો આના આગલા ભાગની