જૂનું ઘર ભાગ-1 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જૂનું ઘર ભાગ-1

આ વાર્તા છ  ભાઈ બહેન ની છે 
 તેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશ
માનવ હું અને કવિતા અમે ત્રણ સગા ભાઈ-બહેન હતાં
જ્યારે હાર્દિક, શિવ,અને સહદેવ એ ત્રણેય અમારા કાકા ના સગા ભાઈ હતા
આ વાર્તાનો પ્રથમ ભાગ છે

             સવારના લગભગ સાત વાગ્યા હતા ત્યારે માનવ  મને બૂમ પાડી "ભાઈ ચાલ"
મેં કહ્યું" ક્યાં જવું છે"
તેણે મને કહ્યું"ભાઈ તમે ભૂલી ગયા કે આજે આપણે અને સહદેવ, શિવ, હાર્દિક બધા ગામની બહાર ખેતર થી થોડા આગળ પહેલા જુના ઘર પાસે રમવા જઈ રહ્યા છીએ"

          "મેં કહ્યું મને યાદ છે પરંતુ આપણે સાડા આઠ વાગ્યે મળવાના છીએ અને અત્યારે સાત વાગ્યા છે"

       તેણે મને ધીમા અવાજે પૂછ્યું"ભાઈ તે જૂના ઘર પાસે આજ સુધી દાદા-દાદીએ આપણને જવાની પરવાનગી આપી નથી તેવું શું હશે તે ઘર પાસે પરંતુ એકવાર દાદા-દાદી વાત કરતા હતા કે દાદા જ્યારે નાના હતા ત્યારે તેમણે એવું સાંભળ્યું હતું કે ઘણા લોકો ત્યાંથી ગાયબ થયા હોવાના દાખલા છે આથી લોકો ધીરે ધીરે ત્યાં જતાં ડરવા લાગ્યા આથી મને પણ થોડો ડર લાગે છે"

        મેં તેને સમજાવતા કહ્યું"અરે એ તો બહુ જૂની વાત છે પરંતુ હાલમાં ઘણા વર્ષોથી તે ઘર સાવ ખાલી પડ્યું છે અને ઘણા વર્ષોથી ત્યાં કોઈ ગાયબ થયાના સમાચાર નથી આથી તારે ડરવાની કોઈ જરૂર નથી"

       તેણે મને કહ્યું"પરંતુ ભાઈ આવા દાખલા થી ત્યાંનો રસ્તો બંધ છે અને એના કારણે લોકોએ બીજો રસ્તો બનાવ્યો છે અને લોકો ત્યાંથી ચાલે છે આથી લગભગ અઢીસો વર્ષથી ત્યાં કોઈ ગયું નથી દાદા એ પણ તેમના પૂર્વજો પાસેથી આ વાત સાંભળી હતી આથી તેઓ કહેતા હતા આમ દાદા પણ ત્યાં ગયા નથી તો આપણે ત્યાં જવું ઠીક છે?"

        મેં તેને નિર્દોષભવે કહ્યું"માનવ એમાં ડરવા જેવું કંઈ નથી ઘણા લોકો પોતાને કંઈ ખબર ન હોય અને અફવા ફેલાવે છે અને તે ઘર પાસે ઘણું મોટું મેદાન છે અને તે સાવ ખાલી પડ્યું છે અને થોડા દિવસો પહેલા ત્યાં નગરપાલિકાએ ગામ વિકાસ માટે એ મેદાન સાફ કર્યું છે અને તેમના કોઈ કર્મચારી ગાયબ થયા નથી આથી તે મેદાન સાફ છે છતાં પણ લોકો ત્યાં જતાં ડરે છે પરંતુ આપણે છે ત્યાં જઈને રમીએ તો આપણને કોઈ વહન કે માણસો નહીં નડે આથી હું એવું માનું છું તે આપણે ત્યાં જઈને રમવું જોઈએ અને તેમાં ડરવા જેવું કાંઈ નથી આપણે ફક્ત મેદાનમાં જઈશું આપણે ક્યાં તે ઘરમાં જવું છે અને હા તું દાદા દાદી ને આ વિશે કાંઈ ન કહેતો"
       તેણે મને કહ્યું"ઠીક છે ભાઈ તમે મારા મોટાભાઈ છો આથી હું તમારી વાત માનીને દાદા દાદી ને આના વિશે કાંઇ નહિ કહું તમે થોડીવાર અહીં ઉભા રહો હું કવિતાને બોલાવી ને આવું છું"
      તે કેટલું કહી ને જતો રહ્યો પણ મને વિચાર આવ્યો કે અમને ત્યાં જતાં કોઈએ જોઈ લીધા તો તે દાદા-દાદી ને બધું કહી દેશે અને દાદા દાદી પપ્પા અને મમ્મી ને કહેશે અને ખૂબ પીટાઈ થશે પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે મમ્મી તો યાત્રા પર ગયા છે અને તે મહિનો આવવાના નથી અને પપ્પા ધંધા માટે મહિનો બહાર ગયા છે આથી તેમનો પણ કોઈ સવાલ નથી અને દાદા દાદી ને તો કોઈપણ બહાનું બનાવી દેશું અને સાંજે તો પાછા આવી જઈશું અને બધું બરાબર રહેશે તો કાલે ફરીથી જઈશું હજી તો વેકેશન શરૂ થયું છે અને હજી પૂરું થવામાં દોઢ મહિનો બાકી છે

       આટલું જ વિચારતા કવિતા અને માનવ ત્યાં આવી ગયા અને અમે બહાર નીકળવા જતા હતા ત્યારે દાદીએ પૂછ્યું "ક્યાં જાવ છો?"

        અમે ગભરાતા જવાબ આપ્યો કે"અમે બહાર રમવા જઈએ છીએ અને સાંજ સુધીમાં પાછા આવી જઈશું અને ટિફિન પણ તમે બનાવી જ આપ્યું છે ખાઈ લઈશું અને સાંજ સુધીમાં પાછા આવી જઈશું અમારી ચિંતા ના કરતા"

    દાદી હસીને જવાબ આપ્યો"બેટા, ચિંતા તો થાય ને હું તમારી દાદી છું પરંતુ તમે સાથે મળીને ખાઈ લેજો સહદેવ વગેરે પણ તમારી સાથે આવે છે?"

    માનવ એ કહ્યું"હા અમે બધા સાથે જઈએ છીએ"

    "ઠીક છે જલ્દી આવતા રહેજો અને સાંજની રસોઈ બનાવીને રાખીશ એટલે બહુ મોડું ન કરતા"
અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે સહદેવ હાર્દિક અને શિવ પણ ત્યાં આવી ગયા
અમે ૬ ભાઈઓ બહેનો કદી પણ પોતાની વાતો એકબીજાથી છુપાવતા ન હતા અને જે બધા વચ્ચે નક્કી થયું હોય તે કદી ઘરે કહેતા ન હતા આમ અમારી એક ટુકડી હતી
     સહદેવ એ મને કહ્યું"દિવ્યેશ તું અમારા બધા કરતાં મોટો છે તને ઠીક લાગે છે કે તે ઘર પાસે જવું જોઈએ"
     મેં તેને કહ્યું"અરે હું પણ પહેલી વખત જાઉં છું ને આપણે ક્યાં કે ઘરમાં જવું છે આપણે તો ફક્ત મેદાનમાં રમવા જવું છે અને સહદેવ આપણે બંને નવમુ ભણતા હતા અને દસમામા આવીશું હું ક્યાં તારા કરતાં મોટો છો"

        સહદેવે કહ્યું"હા પણ તું મારા કરતાં ત્રણ મહિના મોટો છે અને કવિતા પણ 10 મુ ભણે છે તથા માનવ અને હાર્દિક આઠમુ ભણે છે જ્યારે શિવ સાતમુ ભણે છે"

       કવિતા એ કહ્યું"તે ચર્ચા મુકો અને ચાલો હવે જોઈએ નહીંતર અહીં તડકો વધી જશે અને બપોર થઈ જશે"

        અમે બધા તેની વાત માનીને ચાલતા થયા અને તે મેદાન પાસે પહોંચ્યા તે મેદાન ની આગળજ તે ઘર હતું એવું લાગતું હતું કે તે ઘરનુ ફળિયુજ તે મેદાન હતું કારણકે તે મેદાનથી બસ પાંચ પગલા ની દૂરી પર સામેની બાજુ તે ઘર હતું 

      જેવું મેદાન આવ્યું અને તે ઘર દેખાણુ એક અજીબ ગભરાટ થી એકબીજાની સામે જોવા લાગ્યા અને આગળ વધવા લાગ્યા અમે તેનો દરવાજો ખોલ્યો

      હવે આગળ શું થશે?  અમારો નિર્ણય સાચો હતો તે મેદાનમાં રમવા જવાનું મને કમેન્ટ માં કહો? શું તમારા મા થી કોઈ અનુમાન કરી શકે કે આગળ શું થશે મને જણાવો અને રાહ જોવો આના આગલા ભાગની