તારો સાથ - 9 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

તારો સાથ - 9


ભાગ 9

તારો સાથ 9

એકબીજાને ઘણા સમયથી સમય ન આપવાને લીધે આકાશ સમજી ને ગાડી એના ફાર્મ હાઉસ પર લાવે છે.
જ્યાં પ્લાન મુજબ બધું ઓકે હોય છે તો હવે આગળ


ધરતી-તે કીધું પણ નહીં ને ?

આકાશ-હા તારી સાથે સમય પસાર કરવો છે એકાંતમાં તો નહીં કીધું બસ શુ કરી લેશે.
મોહ ફુલવતાં

ધરતી -કાઈ નહિ તો હું પણ તૈયારી કરી આવતે ને મજાક માં.
ગાડી માંથી બહાર નીકળતી હોય છે કે આકાશ ને ઊંચકી લેય છે.ચાલવા માંડે છે

ધરતી -હજી આદત ગઈ નહિ તમારી કે લગ્ન પહેલાની
આ પત્ની આવશે ત્યારે ની તૈયારી .

અચાનક આકાશ ઉભો રહી જાય છે.

ધરતી આકાશ તરફ નજર કરતા શુ થયુ?
એના ચેહરાને જોતા સમજી જાય છે કે તરત જ પોતાનો ઉંચો કરી આકાશના ચેહરા પાસે લઈ જાય છે કે
આકાશ ચાલવા લાગે છે
અને ઘરમા જઈને ધરતીને સોફા પર બેસાડી પોતે ફ્રેસ થવા જતો રહે છે.

ધરતી વિચારે છે કે એ આજે મારી સાથે રહેવા માંગે છે ને હું એનો જ મૂદ બગાડવા બેઠી છું. શું કરું કે એ મારી સાથે વાત કરે
કોઈ છે પણ નહીં કે મદદ કરે .
અહીં નોકર ને પણ આજે રજા આપી દીધી છે અને એ પણ ગુસ્સામાં રૂમમાં ગયો.

પણ હું એના રૂમમાં તો જઈ શકું ને ?

જાવ કે હું. પણ એ...

ના ધરું એમ ન કરાય કોઈના રૂમમાં ન જવાય પરમિશન વગર .

હા તો આઇડીયા. ચાલ ધરું લાગી જા કામ પર.

થોડીક વાર પછી આકાશ આવે છે
હોલમાં ધરું ને ન જોતા બહાર જાય છે
પણ ત્યાં પણ ધરતી ન દેખાતા એ પુલ પાસે ,ગાર્ડન માં ,કિચનમાં બધે જ શોધે છે.
આમ તેમ બધે જ નજર કરતા એ ન દેખાતા પોતાના પર ગુસ્સો આવે છે કે
શું જરૂર હતી તારે એની સાથે ...

આમ વર્તન કરવાથી તુ તો એની સાથે સમય પસાર કરવા આવ્યો હતો ને તો તું ભૂલી ગયો.

પોતાની જાતને દોષ દેતા એ નીચે બેસી પડે છે.

એની નજર ફોન પર પડે છે.

ત્યાં એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું

મારા વ્હાલા સાહેબ

મને શોધવાની મહેનત થઈ ગઈ હોય તો ફાર્મ હાઉસની પાછળ આવશો.

યોર લવ ધરું ...😍

આકાશ તે બાજુ જાય છે.અને જોતા જ પાગલ થઈ જાય છે.

ધરતી પોતાના રંગમાં રંગાવા માટે આતુર હોય છે.

ધરતી એ ડ્રેશની જગ્યાએ હમણાં
ગ્રીન સાડી અને હાફ સ્લીવ બ્લાઉસમાં
ખુલ્લા વાળ કાનમાં ગોલ્ડન બુટ્ટી.
આંખમાં કાજલ
માથે લિલી બિંદી
એકદમ નવા ફૂટેલા પાંદડાની જેમ ચમકી રહી હોય છે.

આકાશ ક્ષણભર તો જોતો રહ્યો
જેવી ધરતી એની પાસે આવીને ચપટી વગાડી કે.
આંખે પલકારો કર્યો કે
ધરતીના શૃંગારમાં એક ડૂબકી મારી દીધી.
એક નાની એવી ઝુંપડી હતી જેમાં ફાર્મને લગતી કામગીરી નો સમાન હતો .
જ્યાં હમણાં ધરતી ને આકાશ બેઠાં છે.

નજર કરીએ તો એક એવી કુટિયા જ્યાં તમને સમય સાથે પસાર કરવો ગમે.
એક નાનો ખાટલો એની સામે ટેબલ
સામે દીવાલ પર બલ્બ ની આસપાસ લાકડાની દીવાલ પર આકાશની યાદો એની ગિટાર

નીચે પરાર નું ઢગલો જેની પથારી બનાવી છે.

એક નાનું ફાનસ છે જે આછો પ્રકાસ આપે છે

આકાશ ને બેસાડી કિતલીમાંથી ચા બનાવે છે 1 કપ ને સાથે મસાલા રોટી ને સેન્ડવીચ લન્ચ કરે છે સાથે કેટલા દિવસો પછી એકબીજાના હાથેથી નાસ્તો કરે છે

બંને એકબીજાની આંખમાં ખોવાય જાય છે

કે આકાશ એને પોતાની બાજુ ખેંચે છે.

સીધી એ આકાશ પર પડે છે.

આકાશ ધીમે ધીમે ચેહરા પર થી વાળ દુરી કરી
પોતાના હોઠની દુરી મિટાવી ધરતીના મિલનને માણે છે.
ધરતી પણ આકાશમય થઈ જાય છે.

સમયને સમજી ધરતી આકાશ થી દુર ખસી જાય છે.

પોતાની જાતને સરખી કરી બેસી જાય છે.
આકાશ પણ સમજી એની બાજુમાં બેસી જાય છે.

(ભલે એકબીજાને પ્રેમ કરતા હોય છે પણ સમાજ અને મમ્મી પપ્પા નું માન રાખી ને પોતાની મર્યાદા જાળવી રાખે છે) (જે આજ કલના યુવાનોમાં જોવા નહીં મળતું. એમના માટે પ્રેમ એક જાળ છે જેમાં પોતાની જિંદગી બગાડે છે)


એકબીજા સાથે ઘણી બધી વાતો કરે છે.
વાત વાતમાં આકાશ થોડીક મસ્તી ને છેડખાની પણ કરે છે.

એકબીજાના ખભા ઉપર માથું નાંખીને ધરતી આકાશ ને કહે છે

ધરતી-આકાશ મેં એક વાત છુપાવી છે?

આકાશ-ખબર છે મને કે તને પપ્પા એ બર્થડે પર ફોન ગિફ્ટમાં આપ્યો એજ ને
અચાનક ચોંકીને

ધરતી -હે કેવી રીતે ખબર પડી.

આકાશ -તારા મેસેજ થી. તું પહેલા જ મને યાદ કરે ને મેસેજ પણ.
ધરતી-તો પણ કેવી રીતે ? યાર.

આકાશ ધરતીના દિલ પર માથું મૂકીને તો
સાંભળ હવે
મારી ને તારી ધડકન એક જ સમયે ધડકે છે. હસતા હસતા.

ધરતી શરમાઈ જાય છે ને આકાશને ધકો મારે છે.
આકાશ એની પીઠ , ગરદન પર કિસ કરતા મારી જાન આમ તારી પાછળ પાગલ નહિ હું કઈ તારું ને મારુ કિસ્મત કનેક્શન છે.

ભલે જિંદગી જીવવાનો નો સાથ સાથે ન હોય પણ પ્રેમ તો તું મારો રહેશે .

પછી એ ધરતીના કપાળ પર કિસ કરીને પોતાની બાહો માં સમાવી લે છે.
ક્યાં સુધી આમજ એકબીજામાં બાહોમાં બેસી અવનવી વાતો કરે છે..

એકબીજાની નજીક સાથે જિંદગી ભર રહેવાના સમ લઇ છે.

એકબીજાની સાક્ષી માં ગમે તે દુઃખ તકલીફ માં સાથે રહેશું.

આકાશે આપેલો ફોન પર ઘરે કેવી રીતે બતાવવાનો તે વિશે કહે છે ને પોતાનું પ્રમોશન થયું તે ખુશીમાં ઓફીસ માંથી કામ માટે ફોન આપ્યો છે.
હમણાં ક્યાં હતી. તો મિટિંગ માટે વલસાડ જવાનું થયું એની બધી જ સાચી વાત કરવાની.

બસ અંબર એટલું યાદ નહિ રહે મને કેટલું બોલશે મારા વ્હાલા ...
આ સમય આ જગ્યા ને આ તારો પ્રેમ ભર્યો સાથ જિંદગી માં પછી ક્યારે આવશે?

ખબર નહીં..
પણ તારી યાદ સાથે તો તારો સાથ જ છે.

આકાશ -ધરતી હું ગમે ત્યારે બોલાવ તો તું આવશે. શુ લગ્ન પછી મને પ્રેમ આપશે ?
ધરતી -હા બાબા જરૂર આપીશ. તારો સાથ છે ને પછી એમ કહેતા પોતાનો ચહેરો આકાશના ચહેરા પર મૂકીને વચન આપી દીધું.
આકાશ પણ ધરતીના પાલવમાં એક હાથ ખભા ઉપર તો એક કમર પર કસીને પકડે છે.

આમ પ્રેમ ના પ્રવાહમાં વહેતા વહેતા બંને એકબીજાની વધુ નજીક ને સમજે છે.

મિત્રો
પ્રેમ કરવો ગુનો નહિ પણ
પ્રેમ આપવો અને લેવો કેવી રીતે જોઈએ એના પર છે.
તમે પોતાના સ્વાર્થ ખાતર પ્રેમને અલગ નજરથી જુઓ એતો ખરાબ અસર કહેવાય.

હા તમે પ્રેમ કરો છો .
પણ સમાજ પરિવાર અપનાવે ની તો તમે નાસીપાસ થઈ ને ખરાબ કદમ ઉઠાવી લેવ તે અયોગ્ય છે.
પરિવારના પ્રેમને સમજો ને પછી પહેલ કરી જુઓ
પરિવાર થી બનતી કોશિશ કરશે જ.
અને હવે તો જમાનો બદલાઇ ગયો છે.
તો પ્રેમની અભિવ્યક્તિ ને ચાહત પણ બદલાઈ ગઈ.

વાચક મિત્રો મારી આ નવલકથામાં કોઈ ભૂલ કે કોઈની લાગણીઓ દુભાય હોયતો માફ કરજો.

તમારો પ્રેમ ને પ્રતિભાવ જરૂરથી આપશો . પાછળથી
ધારાવાહિક ને પબ્લિશ કરવા બદલ માફી .

સમય સર પસાર થશે ભાગો જોતા રહો તારો સાથ.
તંદુરસ્ત રહો સ્વસ્થ રહો
જય શ્રી કૃષ્ણ