તારો સાથ - 10 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

તારો સાથ - 10

તારો સાથ ભાગ 10

આકાશ અને ધરતી ફાર્મ હાઉસ પરથી નીકળી ને એસવી કોલેજ આવે છે અને આવતા સાંજના 5:00 વાગી જાય છે કોમલ ધરતી ની રાહ જોતી હોય છે અને સામેથી ત્યારે કોમલ પોતાની ઓફિસમાંથી બહાર આવે છે અને ધરતીના ચહેરાની ખુશી જોયા પછી અલગ દેખાતી હોય છે આ ખુશીનું કારણ શુ?
કોમલ પૂછે છે હલો ધરતી આજે તો તું અલગ મુડ માં દેખાય છે ને? હે ઓય ક્યાં ખોવાઈ ગઈ?
ધરતી કંઈ નહીં અરે આ તો મીટીંગમાં ગયા હતા ત્યાં પ્રોજેક્ટ પાસ થઈ ગયો તેની ખુશી છે.
કોમલ ઓકે ચલ ઘરે જઈએ
તારા માટે સરપ્રાઇઝ રાહ જોય છે
અને બંને કોમલની એક્ટીવા પર ઘરે જવા નીકળી પડે છે
આકાશ ધરતીને જતા જોતો રહ્યો હોય છે ને ધરતી સાથે પસાર કરેલો સમયને યાદ કરીને ખુશ થાય છે.
પણ મિત્રો પ્રેમમાં પડ્યા છે
તો હવે સમય અને સંસારને લગતો સ્વાદ અનુસાર
આ પ્રેમકહાણીમાં ધરતીના બાળપણની યાદો હવે તાજી થઇ રહી છે.
અમદાવાદથી ટ્રાન્સફર સુરત શહેરમાં થાય છે મિસ્ટર મહેશ પટેલનું જે એક સી.આઇ.ડી.ના ઓફિસર્સ છે.જેમની જોબને બસ 5 મહિનાનો સમય બાકી છે તો પોતાના વતનમાં જ રિતાયર્ડ થવાના નિંર્ણય લીધો.સુરતની વાપસી કરે છે.મહેશભાઈ એક સરળ સ્વભાવના છે પણ એમની વાત આવે તો ભલભલા પાણી પાણી થાય અને સવાલો સાથે જવાબ હાજર કરી આપે.પણ ઘરમાં દાખલ થયા કે એમની નોકરી ઘર બહાર મૂકીને આવે એ એમનો પહેલાથી બનાવેલો નિયમ છે એમના ઘરમાં ધર્મપત્ની ઈન્દુબેન અને એમના 2 સંતાનો સાચી અને સાગર.
સાચીના લગ્ન પણ અહીં સુરતમાંથી કરવાના હોવાથી પટેલ પરિવાર સુરત શહેરમાં આજે આવી ગયો હોય છે
પણ નવા ઘરમાં પ્રવેશ કરતા થોડુંક કામ બાકી હોય છે.
આ બધી વાતોથી અલગ એક મહાશય એવા રંગીલા છે જે પોતાની દુનિયામાં જ મસ્ત છે એનું નામ છે સાગર અને હા આ સાગર ધરતીનો ફ્રેન્ડ છે અને એવો તેવો ફ્રેન્ડ નહીં સરળ સ્વભાવ વધારે બોલનાર કોઈ છોકરી જોય તો એને જોતી જ રહી જાય.
સ્માર્ટ કૂલ
રંગે ગોરો
આછી દાઢી મૂછ
સિલ્કી હેર.
મજબૂત બાંધાનો જીમથી કસાયેલું શરીર
ગોવર્મેન્ટ જોબ કરે.
બાળપણનો મિત્ર અને આ મિત્રની પ્રેમિકા એટલે ધરતી. નાનપણથી જ બધાથી અલગ માન આપતો હતો
અને આ વસ્તુને જોનાર કે વાતને સમજનાર એક સાગર હતો અને બીજા એના મમ્મી પપ્પા અને એની મોટી બહેન જિનલ

સાગર અરે મારી વાહલી ઈન્દુબેન તમને ખબર નથી કે આજે તમારા સુપુત્ર એમની જીગરજાન મિત્રથી પણ વધારે એવી વહાલી આ સાગરની ધરતીને આપણે મળવા જવાનું છે

ઈન્દુબેન હા મારા લાલ મને ખબર છે કે તારી વહાલીને તું એકલો નહિ મળવા જવાનો અમે પણ સાથે આવવાના છે

સાગર હા તો હવે તૈયાર થાવ એમ પણ જોબથી આવવામાં લેટ થઈ ગયો છું
ઈન્દુબેન હા પણ નાસ્તો કરી લે પહેલા તારા પપ્પા પણ આવતા હશે
સાગર સારુ મમ્મી પપ્પા આવે ત્યારે નાસ્તો કરી લઉં
ત્યાં સુધીમાં તૈયાર થઇ જાવ હું

ઈન્દુબેન હા જરૂર દીકરા નેકી ઓર પૂછ પુછ
અને એના માથામાં હાથ મારે છે કે

સાગર મમ્મી કેટલી વાર કીધું છે આમ મારા હેરને ટચ નહિ કર પણતું સમજે નહીં
ઈન્દુબેન અરે અરે દીકરા આ તો મારો પ્રેમ છે
સાગર હા મારી માં હવે હું તૈયાર થાવ

સાગર તૈયાર થવા જાય છે અને જતા જતા ધરતી ને મેસેજ કરી દે છે
ધરતી ઘરે આવી જાય છે અને ફ્રેશ થઈને ફોન હાથમાં લઈને જોઈ તો અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલો હોય છે

hey પાગલ
હું આવું છું
તને મળવા
હવે રાહ ન જોવડાવતી
મારી પંખુડી

આ મેસેજ જોઈને ધરતી વિચારમાં પડી જાય છે
ક્યાં મારા નંબર પર મેસેજ કોણ કરે છે?.
વિચારે છે પણ એને કોઈ યાદ આવતું નથી
થોડું ઘણું યાદ આવે છે નામ પરથી કે આ નામ તો?
ધરતી ના પપ્પા ઓફિસે આવી ગયા હોય છે અને ધરતીને બોલાવે છે
ધરતી ના પપ્પા ખુશીથી કહે છે
ધરુ આજે મારો ભાઇબંધ મળવા આવે છે તું પણ એને જોઈને ઘણી ખુશ થઈ જશે.
એ આપના જુના પાડોશી
ધરતીની મમ્મી અરે તમે આવી ગયા અને માર્કેટથી સામાન લઈ આવ્યા.
ધરતીના પપ્પા હા હવે તું એક કપ ચા આપવાની જગ્યાએ
ધરતી પપ્પાને ચાનો કપ આપે છે
ધરતી લો પપ્પા આ તમારી ચા
ધરતીના પપ્પા ચા ની ચૂસકી લેતા લેતા આહહ શુ તારા હાથની ચા વિના મારો થાક ન જાય.
ધરતીની મમ્મી બસ હવે હે તમારું શરૂ. આટલાં વર્ષોથી હું બનાવ તે શું ?
બધા ખળખડાટ હસી પડે છે.
ધરતીના પપ્પા ધરતી આજે રસોઈમાં કઈક અલગ બનાવજે સુરતી તડકા સાથે તારા હાથથી બનાવેલી વાનગીથી એ પાગલ થઈ જશે
ધરતી પણ આવે છે કોણ તે કહો?
ધરતીના પપ્પાઅરે દીકરા ધીરજ ધર
ધરતીના મમ્મી ચાલ ધરું જો 6.30 થઈ ગઈ 7.30 તો એ આવી જશે ફેમિલી સાથે.
ધરતીની મમ્મી ધરતીને રસોડામાં લઇ જાય છે. પછી તો એ
1 કલાકમાં ધરતી રસોઈ બનાવી દે છે
ધરતીના મમ્મી વાહહ મારી વ્હાલી પંખું તું તો રાજ કરશે આટલી સરસ રસોઈ.એમ તારા પપ્પા તારા હાથના દિવાના છે.
પછી કહે છે. જા
ધરતીને તૈયાર થઈ જા તેને મોકલી આપે છે

હજી સુધી ધરતીને કોઈ કલું કે સમજ પડતી નહિ અને તે પોતાના મનની ઘણી મથામણ પછી અંતે તે હાર માનીને ચુપચાપ તૈયાર થઈને બેસી જાય છે.
બ્લુ વ્હાઇટ અનારકલી ડ્રેશ
વાળની અર્ધી પોની
કાનમાં ગોલ્ડ બુટ્ટી
હાથોમાં બ્લુ બંગડી.
કપાળ પર લાલ ચાંદલી
સાથે સિમ્પલ મેકઅપ
તૈયાર થઈને સીધી હેલ્પ માટે રસોઈમાં આવી ગઈ. અને બધું જમવાનું ડાઇનિંગ ટેબલ પર સર્વ કર્યુ. હજી પણ તે મેસેજના વિચારમાં હતી ત્યારે અચાનક દરવાજા પર ડોરબેલ વાગી ત્યાં જ એનું ધ્યાન ભંગ થયું.
એકાએક ઘરમાં આવતા મહેમાનો અવાજ ઓરખીતો લાગ્યો.


મિત્રો એક નવી હકીકતમાં ઘટના સાથે બનેલી કાલ્પનિક નોવેલ લઈને આવી રહી છું ટુક સમયમાં જોવાનું ન ભૂલતા
વાંચતા રહો ખુશ રહો .
આપનો કિંમતી અભિપ્રાય જરૂરથી આપશો