તારો સાથ - 4 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારો સાથ - 4

તારો સાથ 4
અગાઉના પાર્ટમાં જોયું કે ધરતી પરિવાર સાથે જોબની ખુશી જાહેર કરે છે ને બધા હસીમજાક સાથે દિવસો પસાર થાય છે ને હવે આગળ

ઓક્ટબર મહિનો આવી જાય છે ને ધરતી કોમલ સાથે જોબ પર જાય છે લાગણી અનુભવે છે ધરતી પોતાનું સપનું સાકાર થતા આનંદિત થાય છે. ને કોમલ એને ધન્ધોરે છે
હેય ..આજે કંઈક અલગ લાગે છે તું..
ધરતી..હસતા ચહેરે હમ્મ.
કોમલ .તો સાંજે ક્યાં લાઇ જવાની..
ધરતી.વાત ફેરવતા ચાલ મોડુ થાય છે..અને એ ઓફીસ બાજુ જાય છે ને બોલે છે એ વાત સાંજે જ .
(મનમાં જ હાશ ગઈ . ) હવે..
ઓફીસ માં જતા જ એનું વેલકમ થાય છે .એ પોતાની કેબિન પાસે જાય છે.
પાછળ થી એક અવાજ આવે છે .વેલકમ મિસ ધરતી. ને ધરતી ના ફેસ પર સ્માઈલ આવી જાય છે.ને જોય છે.
તો સામે આકાશ હોય છે..આકાશ પાસે આવી ને હેન્ડ શેક કરતા એ શરમાય જાય છે..ને ..આમજ 5 ,10 મિનિટ આંખો આંખોમાં વાતો થાય છે..
ધરતી..હાઈ.. ધરતી પટેલ
આકાશ.હાઈ .આકાશ વિરાણી. નામ તો ખબર જ હશે..
અને હસવા લાગે છે.. પછી આકાશ એને ઓફીસ માં બધા સ્ટાફ સાથે મળાવે છે.ને પોતાની ઓફિસમાં કામ વિશે સમજાવવા કહે છે .અને બન્ને ઓફીસ માં એન્ટર થાય છે.
આકાશ એને કામની વિગત સમજાવે છે..ધરતી ધ્યાન થી સાંભળે છે.આકાશ એની બાજુ જોતા ખોવાઈ જાય છે.ખોવાય પણ કેમ ના જેને પ્રેમ કરતા હોય તે તમારી સાથે હોય તો મજા અલગ બને ને.આજે તો ધરતી નો બર્થ દે હતો તો વાત શુ..પણ ધરતી જોબની ખુશી માં પોતાનો દે ભૂલી જાય છે.જે આકાશ ને ખબર હતી. એટલે તે પ્યુન ને બેલ મારે છે ને 2 ચા મંગાવે છે.ધરતી ને કેહતા ધરૂ ચા ..
ધરતી. હમ્મ તમને ખબર છે .
આકાશ. હા તારા માટે બધું. જ. ચા પીતાં જ હવે આ જો pc work જેમાં તારી માસ્ટરી છે.. તું તારા મનનું લખી શકે. ને uplod પણ થશે.
ધરતી.આકાશ બાજુ જોતા જ સાચે.સર..
આકાશ .મોહ ફુલવતાં.પ્લીઝ યાર હમણાં તો બોલ એક વાર..
ને બીજી બાજુ જુએ છે.
ધરતી .એની સામે ઉભી રહી ને કાન પકડીને સોરી અંબર સર.
ને હસવા લાગે છે.આકાશ એને જોતા જ માથે ટપલી મારી ને તું ન માને કે..
ધરતી.હમ્મ હા.. ને ચાલવા લાગે છે.હવે મારુ કામ કરૂં..હું..સર.
આકાશ.. હા. જા પણ મેડમ લન્ચ માં મને ટાઈમ આપજો.12.pm. to2.pm..
ધરતી .જતા ઓકે સર..ને દોડી ને બહાર નીકળે છે.પોતાના કેબીન પાસે આવીને બેસી જાય છે એ કામમાં લાગી જાય.છે..
પોતાનું કામ પતાવીને સમય જોઈ છે તો 12.30 થઈ હોય છે.
અને આકાશની ઓફીસ બાજુ જોય છે.પણ આકાશ નહિ દેખાતો.પ્યુનને બેલ મારી ને પૂછે છે સર.ગયા..
પ્યુન .એક ચીઠ્ઠી આપે છે.જેમાં ગેટ ની બહાર આવી જજે લખ્યું હોય છે.તે સીધી બહાર જાય છે.કોઈ ન જોય જાય તે રીતે તે આવે છે.ને સામે ની સાઈડમાં આકાશ તરફ નજર કરતાં એક સોહામણો ગોરા રંગનો 5 ફૂટનો યુવાન બ્લુ શર્ટ માં ફોર્મલ ડ્રેસમાં હાથમાં કારની ચાવી.જમણાં હાથમાં ટાઈટન ઘડિયાળ. દેખાવે સાદો.પણ એસ.વી. કોલેજના ટ્રસ્ટી નો છોકરો. જોવો તો એને કોઈની ખોટ નહિ પણ.એના મનમાં ધરતી.વસી હતી.ધરતી જોતા તેની બાજુ આવી ને બોલવા જતા આકાશ એને ગાડીમાં બેસી જા. એમ કહેતા એ બેસી જાય છે.ધરતી બોલવા જતા જ એની સામે બુકે અને ચોકલેટ આપે છે. હેપી બર્થ દે મારી વ્હાલી..ડોબું. બોલતા હગ કરે છે.ને ધરતી આકાશમાં સમાતા બોલે છે .મને ખબર ન હતી કે આજે કેમ તે જોઈન થવાનું કીધું..પણ હવે સમજી મારા અંબર થેન્ક્સ .
આકાશ ધરતી ને કપાળ પર કિસ કરતાં. તારા માટે ગમે તે .બધું..ધરતી બોલવા જતા.એના હોઠ પર હાથ મુકતા .કહે છે મને ખબર છે તારો સ્વાભાવ.
આજે તો પહેલો દિવસ ને આમ પણ .બ્રેક છે.2 વાગે સુધી તો શાંત મારી..ને ધરતી એને ગાલ પર મારતા.
આકાશ હસતા.હાશ.આટલાં દિવસ પછી તારો ગુસ્સો તો મળ્યો.ને .ગાડી.ડુમસ બાજુ લેતાં.જયાં કોઈ ન હોય ત્યાં ગાડી લેય છે. ગાડી ની બહાર નીકળતા જ ધરતી ને ઉચકતા જ ઓહ મારી ધરતી તને ખબર છે આજે હું કેટલો ખૂશ છું..
ધરતી આંખ બન્ડ હતી ને બોલે છે.કેટલો .
આકાશ પોતાના ચેહરાને ધરતીના ચેહરા સાથે અથડાડતાં.. ને પોતાના હોઠોને ધરતીના હોઠ સાથે મિલન કરતા ..આટલો ખૂશ. અને બે હોઠો નું મિલન થાય છે.આમજ પ્રેમભરી પળો ને માણતાં.. એકબીજાની બાહો માં બાહો નાંખી બેસી રહે છે..ને આકાશ ધીમે થી ધરતીની આંખો બન્ધ કરતા ગાડીની ડીકી પાસે લાવીને ધરતીને સામે બતાવે છે. ધરતી જોતા જ આંખમાં આંશુ સાથે એની બધી જ યાદો તાજી થતી હોય છે. ને સાથે કેક પર ફોટો જોઈ ને આકાશને ભેટી પડે છે.ને સાથે જ બન્ને કેક કટીંગ કરે છે ને ધરતી આકાશને ખવડાવે છે.ધરતી ને આકાશ પોતાના હોઠે લગાવેલી કેક ખવડાવે છે.પછી ધરતી પોતાનું ગિફ્ટ માંગતા હાથ લાંબો કરે છે.
ત્યારે આકાશ બોલે છે.
તું મારી પાર્વતી ને હું તારો અધૂરો શિવ..
હું ગોકુલનો કાનો ને તું મારી વિરહની રાધા..
આપના જીવનમાં રહેશે મિલનની ગાથા
જીવનસાથી માં એકમેક માટે થશે હવે બાધા..
પોતાની પાસે ધરતી ને ખેંચતા જ બોલ શુ જોઈએ છે.
ધરતી.તારો સાથ ...જીવનભર..
આકાશ.હમણાં પણ શું
ધરતી..તું જે આપે..... એ ને ..જે છે તે તારી દેન છે ને.
આકાશ.એક લોકિટ ચેઇન કાઢે છે.ધરતીના ગળા માં પેહરાવતા.ધરતી ચેઇનનું લોકિટ જોતા જ આકાશ બાજુ જોતા જ. શરમાતા ચેહરો નીચો કરતા .તું બધું જ જાણે છે.તને મારી તડપ,પીડા, બધું જ ખબર હોય હું આમજ પાગલ નહિ તારી પાછળ તારી આદતો મને પાગલ કરે ને પછી થી ખબર નહિ.
આકાશ.. ધરતી.. ચાલ હવે મને રિટર્ન ગિફ્ટ આપ.
ધરતી.ફોનમાં સમય જોતા .
.હે...ઓ તારી...
1.30. થઈ ગઈ..
અંબર ચાલ મોડું થઈ જશે..2 વાગે બ્રેક પૂરો ને કોમલ મને જોવા આવશે ..તો સમજી જા..
આકાશ..હા.. એ ચંપા.તો મેઈન છે..
અને બન્ને ગાડીમાં બેસી જાય છે..આકાશ ધરતી ને જોતા જ ધરું ખુશ છે ને તું... હે.. કઈ ખોટું નહિ લાગ્યું ને..તને આમ. લિપ લોક કરતા .ને મનમાં મલકાતાં . ને ધરતીની મશ્કરી કરતાં..
ધરતી.અંબર. બસ હવે..બાકી ના સમય માટે થોડું. રેહવા દે..
આકાશ..હમમ. મારી.જાનુડી ..
ને કોલેજ માં પહેલા ધરતી જાય છે .ને પછી આકાશ . ..
ને કામો માં લાગી જાય છે....સાંજ પડતા કોમલ ધરતી ને લેવા આવે છે..ને કહે છે..તારા માટે સરપ્રાઈઝ છે..

શુ હશે ધરતી માટે સરપ્રાઈઝ ?
અને કઇ રીતે થયો આકાશ ધરતીના પ્રેમની અભિવ્યક્તિ .?
શુ ધરતી ના જોબ મળી તે માં આકાશનો ભાગ હતો. ?

જોતાં રહો વાંચતા રહો.. તારો સાથ...નવલકથા..પોતાના અભિપ્રાય ને કોમ્મેન્ટ મને જરૂર થી જણાવજો જેના થી હું.નવલકથા લખવા માટે સફર થાવ...

તારો સાથ.. સારો પ્રતિસાદ ને પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર..???
મને ઇન્સ્ટાગ્રામ gayatri patel 142.
tema pr tmaro reply api sko cho...
ne mari biji nvlktha
પ્રેમની અભિવ્યક્તિ પરિવાર.. વાંચકો મિત્રો વાંચવાનું ન ભૂલતાં...
આભાર..
જય શ્રી કૃષ્ણ..