તારો સાથ - 2 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

તારો સાથ - 2

❤તારો સાથ ❤

પાર્ટ.2

પાર્ટ 1 માં જોયું કે ધરતીને જોબ મળી ગઈ તો બહુ ખુશ છે. ને સાથે કોમલ પણ..

કોમલ . હવે તું ખુશને.
ધરતી ..ડબલ ખુશ યાર.. ને હગ કરે છે.
કોમલ .તો ચાલ પાર્ટી બનતી હે..
ધરતી..હા ચાલ તું ગાડી કાઢ..ને એ ઘરે ફોન કરે છે કે આવતાં વાર લાગશે એને તો જમી લેય..
કોમલ ..ઑય ચાલ તો..મોહ ફુલવે છે..

ધરતી બેસી જાય છે.કહે છે ડુમસ બાજુ લે .ને બસ આમ હવામાં હાથ ખુલ્લા કરીને બોલે છે.
!શુ કુદરતની આ અદા છે.જયાં જુઓ ત્યાં તો રંગીન નઝારો છે..
ખુલ્લા આકાશમાં જ તો બસ પંખોથી ઉડવાની મજા છે..
જીવનને જીવવા માટે જ એક તારો સાથ નો સહારો છે..!

ને પોતાના વાંકડિયા વાળની લતને સાઈડમાં કરે છે.. અને એની લખોટી જેવી ગોળ આંખો માં એક ચમક જોવા મળે છે.. જમણી આંખમાં એક તલ છે. જયારે એ હસે તો ચીની આંખો થઈ જાય.. એનો ફેસ ગલગોટા જેવો..થઈ જાય છે. શ્યામવણે રૂપ એના મોટા કપાળે એક નાની ચાંદલી ..જે એનારૂપ ને ઓર સુંદર બનાવે છે..આછા ગુલાબી હોઠો સાથે એક મસ્ત તલ જે એના હોઠને સ્પર્શે તો ..રંગમાં ભંગ પાડે... એવી તો એની કાયા...ને આજે તો બલ્યુ ડ્રેશમાં પરી થી ઓછી ન લાગતી હતી કોઈ જોઈ તો પણ પાગલ થાય..

બસ આમ હસ્તી હસતો ચહેરા સાથે મજા કરતી.ને

કોમલની નજર ગયે ને બોલી..ઓ અલકી.

ધરતી ...હમમ બોલ..

કોમલ ..તું bike શીખી જા... ની..તો તને બધી વખતે હું ની ખેચુ...ને ઓહ આ સુરતનું ટ્રાફિક તો જો તું તો ખબર પડે..તને બાઇક કેમ ચલાવાઇ...બોલી પડે છે..

સાલા ..

સુરતીલાલા...
રજા મલી ની કે નીકળી પડે.ફરવા ..
બાપનો બગીચો ને કે..
ગાડી પણ એવી હાંકે કે.. જાણે એકલા જતા હોય..

ધરતી..ઓ ....ચશ્મીસ વિચારી ને બોલ સુરતના સુરતીલાલા ને લીધે છે.બધું .ની તો બોલતી ની વધારે ...ની તો.
ને ચૂપ થઇ જાય છે..
કોમલ ગાડી ભગાવે છે સીધી ડુમસ ના દરિયે ગણપતિજીની મનડીરે ને કેય છે બેન ઉત્તર આવી ગયું ડુમસ..
ઑય ઉતર હવે ....ને મનદીરમાં પગે લાગીને દરિયાને જોય છે.. ને કહે છે..

અહહ હા..શુ ..નઝારો છે. આ કુદરતનો.....ઓહો..
બસ દરિયાની ધારે તો નદી પર વહે છે એના કિનારે....
આ દુનિયામાં તો બસ એક આકાશ તું જ મારા સહારે...
હું તો ધરતી ને તું અંબર પણ કેમ ના થાયે મિલાપ મારે..
મારુ મન તો થઈ ગયું હવે એક જિંદગીના દિવસ તારે..

મનના વિચારે બોલતી હોય છે.કોમલ કહે છે. ઓહ મારી કવિની રાણી.. કાઈ ખાવા મળશે કે તારી વાત થી પેટ ભરું ..
1 વાગ્યો હવે ભૂખ લાગી છે.. ચાલને ફેમસ ટામેટા ભજીયા ખાયે.. ખાધા નહિ 1 વીક થી...
ધરતી.. હા મારી મા ..ચાલ.. હું આવી..
ને બને મસ્તી કરતા ભજીયાં ખાવા જાય છે..ને

કોમલ પુછે ..હવે કે જોબનું

ધરતી ..શુ જોબનું.. ?

કોમલ..selct થઈ તે કેની.. તું.

ધરતી ..હશે છે.
કોમલ..ઑય બોલને... હવે..કાંડાની જેમ શુ ભાવ ખાય..યાર.

ધરતી .યાર તું .બધામાં કાંદા ને કેમ લાવે
તો સાંભળ.. બેન
હું તારા કીધા પ્રમાણે બધું રેડી કરી ને ઘરે થી નીકળી.
એસ ઇટ્સ.. ઓલ સેટ.. ગુડ જોબ ધરું..
ચાલ તો જઇએ જોબ માટે..ને બસ ની રાહ જોતી હતી... એટલાં માં.. જ ત્યાં વિશાલ આયવો.. ને પુછયું કે કયા ચાલી .અલકી....તો મેં કીધુ જોબ માટે એસ. વી.કોલેજમાં. તો વાતમાને વાતમાં કેય કે પટેલયા હવે આ કાઠિયાવાદીને teaching આપશે..મેં કીધું.. હા..એમાં ખોટું શું..કેય કે મારા રિલેશનમાં છે તારો ઇન્ટરવ્યુ સારી રીતે પતે પછી તો ફોન કરજે પછી હું જોવા..બસ બહાર આવી ને એક ફોન..ને જોબ મલી ગઈ... ઓફિસમાં બસ..ઓલ સેટ..
હવે થી જોબ.. બસ કામ થી કામ..બીજે આપને કોઇ પંચાત..ની..ને ભજિયા આવી જાય છે.. ને ખાવા લાગે છે...

ધરતી જોબ થી બહુ ખુશ હતી ને..સાથે તેની ચશ્મીસ તો મજા ડબલ...

પછી નીકળી પડે છે બીચ પર ચાલવા.....
દરિયાના પાણીમાં પગ પલરવા ને બસ ચાલવાની મજા અલગ જાણે કુદરતની વધુ નજીક હોય.એવો આભાસ થાય..
સુરતનો ફેમસ દરિયો એટલે..
ડુમસ..
જ્યાં શાંત દરિયો ..ઘોડા બાઇક ની સવારી કરતા કપલ ને ફેમિલી...ભજીયાં મેગી ની મોજ લેતા સહેલાણીઓ..
ને સુરતીલાલા ની મોજ..સુરત બધું ભૂલે પણ પોતાની સુરતી અદા ન ભૂલે ગમે તે હોય ભૂકંપ કે પુર..મોંઘવારી કે.. નોટબન્ધી...સૂરજને જોતા મસ્તી માં મગ્ન...ઘરે આવવા નીકળી પડે છે....


તો વ્હાલા દર્શક મિત્રો read કરવાનું ન ભૂલતા.
જોઈએ. ધરતીની જોબ માં કોનો સાથ મળે છે..
ને સાથે ફેમિલીની એન્ટ્રી તો બાકી...રહી.....?
તારો સાથ.?3

ભાઈઓ અને બહેનો પોતાનો અભિપ્રાય આપવાનું ન ચુકતા ..

જરૂરી થી તમારી કોમેન્ટ કે મેસેજ કરજો ...

જેના થી હું આગળની સ્ટોરી સારી રીતે રજૂ કરી શકું....

following me in instagram.gayatripatel142.