તારો સાથ
પાર્ટ -3
અગાઉ પાર્ટમાં.. ધરતીને કોમલ જોબની પાર્ટીમાટે ડુમસ જાય છે ત્યાં તેઓ ફરે છે ને સુરતના દરિયાની મજા કરે છે..
હવે આગળ
ધરતી અને કોમલ ઘરે આવવા નીકળે છે. પણ ધરતીના મનમાં હજી વાત ઇન્ટરવ્યૂ પર ઘૂમે છે એનું મગજ ત્યાં અટકે છે. મેં બહાનું તો બતાવી દીધું પણ કોઈને ખબર પડશે તો.. ધરતી બબડે ઉઠે છે ભલે ખબર પડે.. હું નહિ ડરતી કોઈ થી..
ને કોમલ બોલે છે કોનાં થી ડરે છે ધરું..
ધરતી . અરે કઈ ની આ તો ઘરે કેસે કે કેમ લેત આવી તો ને કામ પણ ..કોમલ .ઓકે .બીજું કંઈ ની ને .મારી દિકુ..
ધરતી. હા...ઓકે કાલે મલયે તો સાંજે હમ્મ બાય..
કોમલ .બાય.
અને ધરતી ઘરમાં એન્ટર થાય છે.
દાદી નો અવાજ આવે છે એ આવી ગઈ તું.
જોબ મલી તને કે હજુ જે હોય તે હાજુ કે પોરી તું મારી એક જ છે ને 1 તો પરણી ગઈ..
ધરતી દાદી ને હગકરતા હા મારી બા..મલી ગયે તારી પોરી ને જોબ . ખુશ
દાદી. હા બો ખુશ.. મારો લાલો સહુનું ભલું કરે પણ શરુઆત મારા પોયરાના દિકરાઓથી કરે..
ધરતી..હમમ મારી દાદી..
બધા ક્યાં છે..
દાદી.છે હવે તારા પપ્પા હજી આવ્યા નહિ
ને તારી મમમી બજાર ગઈ ..ભાઇલો એ ફરે ..
ધરતી .ઓકે દાદી.તો શું ખાવાના તમે..
દાદી..પાવભાજી બનાવ મને તારા હાથની બો ભાવે..
ધરતી.ઓકે દાદી.. ને મનમાં ખુશ થતી. રસોડામાં જાય છે.
હવે તો સમય જો ધરતીની દાદી એના પપ્પા આવ્તા હોય ત્યારે બોલે છે. ને ધરતીના કાને અવાજ આવતા એ પાણીનો ગ્લાસ લેતી આવે છૅ એના પપ્પા ને આપતાં બોલે છૅ પાપા આવું થોડી થાય કાઈ દરરોજ લેટ હવે તો રીટાયર્ડ થયા તો પણ...
પપ્પા. દીકરા તુ તો જાણે છે પછી બા સાથે બોલે છે..
દાદી..એતો બોલે જ આજ ડી શુધી કોઈ મને ફરિયાદ નહિ આવવા દીધી....
ને પાછળથી અવાજ આવે છે.
એતો બા તમારા સંસ્કારો છે બાકી કાના પપ્પા તો ક્યારના ક્યાં કરતે .. ને
બધા હસી પડે છે..
ધરતી ..મમ્મી તું પણ..પપ્પાની ઉડાવે ..
મમ્મી..હા તો મારી બા સાથે હોવ.ને હશે છે.
પપ્પા. જોયું ધરું.આ લોકો મારી ઉડાવે પણ મારી દીકરી મને બચાવે..
ધરતી.. હા પપ્પા. જ્યાં સુધી છું ત્યાં સુધી તો હું છું પછી કાનો જાણે તો પણ તમને કોઈ તકલીફ ન પડવા દેવ...
દાદી આંખમાં જર્જરિયા આવી જાય છે..
ધરતી ના મમ્મી. એ જોતાં જ બોલે છે બાપરે બા શુ શાકભાજી ના ભાવ સાંભરો તો સોનુ વસવાનું મન થાય ..
દાદી..હે .એવું હો તું તો સોનુ લે..
ધરતીના પપ્પા. શુ બા હમણાં તો લીધું હવે..મારી ધરું ના લગ્ન પછી જ .ને
ધરતી શરમાય છે. શુ પપ્પા લગ્ન હમણાં જોબ..
ધરતીના પપ્પા ..મળી ગયે જોબ..
દાદી..તો મળી ને જોબ.
ધરતીના મમ્મી ..મને કીધું ની કે તે ને તારી દાદી ને કીધું..
દાદી..હમમ ફોન કર્યો હતો તરત જ મારી પોરી એતો .પણ તમે bsy લોકો ..
ધરતીના પપ્પા. ઓકે ચાલ મારી દીકરી કામધેનુ થઈ ગયે કમાતી દીકરી ..પણ હમણાં તો પાર્ટી કરવાની કે તારી કોમલનેજ
ધરતીની મમ્મી ..બધા ને ખબર પણ એક માં ને ની ખબર..
દાદી. એતો પેલી ચાંપલી બોલી દીધું. કે
ધરતીના પપ્પા.. હા મારી બીજી છોકરીએ.કીધું હવે કાઈ એકને જલસા ને અમે ..
ધરતી .હા ચાલો ફ્રેશ થાવ પપ્પા .ભાઈને ફોન કરું હું..મમ્મી તું પણ હાથ મો ધોઈ લે..દાદી .. ચાલો આપણે બેસી જઈએ ભાઈ ને ફોન કરી ને
દાદી. હા ..
બધાં જ સાથે બેસી ને જમવા બેસે છે..
કાનો બોલે છે. કે લે આજે પણ દાદી નું ભાવતું ..ઓ બા રોટલા ખાવ..પાઉં ની..બેન બો લાદ કરાવે..
દાદી..હા કાના. મારી દીકરી છે જ મારી વહુની દેન તો..
કાનો ..તો હું .કોણ લે આ બા તો પલટી મારે છે..
દાદી.. અલા તું તો વારસદારો માં આવે આતો મારી કુળદેવી કેવાય..
મમ્મી .હા હવે સમજો..ને..દીકરા.. ધરું તારી પાવભાજી બોજ ટેસ્ટી બને એટલે બધા ને ભાવે .. હવે તો કેય પણ લોકો કે રસોઈની રાની ને રાજ ઘરમાં મોકલ ...
ને આમજ જમી ને ઉઠે છે. ધરતી રસોડા નું બાકી કામ પતાવે છે.
ધરતી ના પપ્પા બહાર બેસે છે. ધરતીની દાદીને મમ્મી સાથે બેસે છે..
દાદી બોલે છે..રેખા. મને ધરતીની બો ચિંતા થાય.પણ
ધરતીના. મમ્મી..સા ની બા..
દાદી..એ નોકરી એ જશે બધા ને મળશે તો આ રીતે એ આ દેખાવી દુનિયામાં ની ખોવાય ને.. તું તો જાણે છે. તું તો મારા વસંત ને જાણે છે. છોકરી માટે એ બધું કરે..
મમ્મી ..હા પણ મને તમારા લાડકોડ પર ભરોસો છૅ..
કાનો પણ જાણે ભલે બહાર રેય પણ કોઈને સાથે પેલી રીતનું ની કોઈની છેડતી કે પીવાનું ની..
દાદી..હમમ હા તો..પણ..ને ધરતી ..
મમ્મી..બા બધું સારું તો આપણે સારાં. તો બધા સારાં..
દાદી.હા ચાલ તો.સુઈ જઈએ..
ધરતી ફ્રી થઈ ને.આકાશમાં મીટ માંડી ને...
તુ દૂર છે.. પણ સાથે છે.મુશ્કેલ ઘડીમાં તું પાસે છે .
માર્ગમાં તું મને સતાવે છે.લોકોના બોલ માં તું જતાવે છે..
સાચો જવાબ તું જ બતાવે છે..તો પણ તું મને હજી તડપાવે છે..
ને આમજ બારીમાંથી જોતા એ લખતી સુઈ જાય છે..
ને આમજ દિવસો પુરા થઈ જાય છે ને જોબ નો દિવસ આવી જાય છે.
ભગવાનની પૂજા કરી પરિવારને પગે લાગી. એ જોબ માટે કોમલ ની સાથે જાય છે..કોલેજ માં એન્ટર થતા જ પોતાની ઓફીસ બાજુ જાય છે..
કેવો જાય છે એની જોબ નો 1સ્ટ દિવસ એના માટે વાંચતા રહો તારો સાથ.
જોતા રહો..આગળની કહાની..
પ્રિય મિત્રો.
તમારો બહુ આભાર મારી નવલકથા તારો સાથ ને પ્રતિભાવ આપવા બદલ દિલથી આભાર.. આમ જ મને તમારો પ્રેમ આપતા રહેજો..ને મારી નવલકથાઓ રીડ કરતા રહજો.
મારી કાવ્યને સુ વિચારો માટે instagram gayatri patel142 nd shajanishayar25 પર ફોલો કરો.