સેલ્ફ મોટીવેટર Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફ મોટીવેટર

સેલ્ફ મોટીવેટર

આજના શિક્ષણની કરુણ વાસ્તવિકતા એ છે કે..પહેલાના જમાનામાં”પરીક્ષા અને પાઠ્યપુસ્તક”ની સંકલ્પના આજના જમાનામાં બદલીને “ગાઈડ અને પરીક્ષા”થઇ ગઈ છે.મૂળ અંગ્રેજી શબ્દ ‘ગાઈડ’ એટલે માર્ગદર્શક કે જે રાહ બતાવે તેવો ભોમિયો...શાળામાં અભ્યાસ કરતા નાના ટાબરિયાથી માંડીને ઉચ શિક્ષણ મેળવતા સહુ માટે આજે પાઠ્યપુસ્તક કરતા વધુ મહત્વ ધરાવતી ગાઈડશું ખરા અર્થમાં વિદ્યાર્થીને રાહ બતાવે છે કે રાહથી ભટકાવે છે ?એ ગંભીર રીતે વિચારવાનો સમય આવી ગયો છે...

મેં અનેક વિદ્યાર્થીઓ સાથે વાત કરી જે ગાઈડનો ઉપયોગ નિયમિત કરતા હતા.એ સહુનું ગાઈડ વાપરવા પાછળનું એક જ કારણ હતું :ગાઈડ કેટલી બધી ઉપયોગી છે સી...ધા જવાબ મળી જાય ને?તૈયાર માહિતી મળી જતા શોધવાની કે વિચારવાની મહેનત જ ન પડે.!!. આ જવાબ સાચો ખરો..પણ કેટલે અંશે વ્યાજબી? જરા ઊંડાણથી વિચારો તો ખરા કે આ રીતે મળેલું તૈયાર જ્ઞાન કેટલે અંશે ઉપયોગી? હા..પરીક્ષામાં પુછાયેલ સમસ્યાના સમાધાન પુરતું જરૂર કદાચ ઉપયોગી થાય ........ પણ..જિંદગીની કસોટીમાં કોઈ એવી તૈયાર ગાઈડ મળશે કે જેનો ઉકેલ મળી શકે? ફટાફટ જવાબ મળે એવું કોઈ સાધન મળે ખરું?ના..કદાપી નહિ...જુદા જુદા વિષયોની ગાઈડ જુદી જુદી હોય.અને જુદા જુદા તજજ્ઞો દ્વારા તૈયાર કરેલી હોય.જેથી તેમાં ભિન્નતા આવે.ઉપરાંત ખરેખર જે વિષયવસ્તુ છે તે સમજવાની બાજુ પર રહી જાય અને તૈયાર જવાબ મળતા પરાવલંબી બની જવાય.સમજ વગરનું અને અધકચરું જ્ઞાન આગળ ક્યાય ઉપયોગી તો નથી જ થતું તે ઉપરાંત ભવિષ્યમાં તો નુકસાન જ કરે છે.કેમકે તૈયાર જવાબની આદત પડી જતા જરૂરિયાત બની જાય છે અને જેના પરિણામે વિચારશક્તિ,તર્ક શક્તિ,જીજ્ઞાસાવૃત્તિ,મૌખિક કે લેખિત અભિવ્યક્તિ,સર્જનશક્તિનો બિલકુલ વિકાસ થતો નથી.

શિક્ષણનો મૂળ હેતુ બાળ ઘડતર દ્વારા સમાજ ઘડતર કરવાનો છે.માત્ર તજજ્ઞ કે કારીગર નિર્માણ કરવાનો નહિ.આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીની ભણતર સાથે ઘડતરની વાત અહી લાગુ પડી શકાય કે જો પથ્ય્પુસ્તાકનો યોગ્ય રીતે ઉપયોગ કરી,વ્યક્તિ જ્ઞાન મેળવે તે જીવતા જીવન સાથે વણાઈ ગયેલ હોય તો જ સાચા અર્થમાં કેળવણી સાર્થક બની કહેવાય.ફક્ત ગાઈડ દ્વારા તૈયાર કરેલ જવાબ એક કે બે વાર સારી રીતે લખી શકાય પણ વાસ્તવિક જીવનમાં પહોચતા જ સંજય છે કે જીવનના દરેક પડાવે નવા પ્રશ્નો ઉભા જ છે.ને તેના જવાબ જાતે જ શોધવાના છે.પણ ગોખણીયું જ્ઞાન મેળવી સફળ થયેલ બાળક વાસ્તવિક જીવનમાં નિષ્ફળ માનવ બને છે એવ ઘણા દાખલા સમાજમાં જોવા મળ્યા છે.આ બાબત આપણે શિક્ષકોએ જ બાળકોને સમજાવવી પડશે.

આજના યુગમાં બીજા દેશોની સરખામણીમાં ભારત પછાત હોવાના મુખ્ય બે કારણ છે:એક તો અન્ય દેશના નાગરિકો સ્વાવલંબી છે અને બીજું કે અન્ય દેશના નાગરિકો ફક્ત ટેકનોલોજીથી ઉકેલ મેળવનારા નથી પણ વિવેચનાત્મક કે સર્જનાત્મક અભિગમ કેળવે છે.

આજનું બાળક આવતીકાલનું નિર્ણાયક પરિબળ છે.તેનેમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ થાય કે જેથી તે વધુ સારી રીતે ગુણવતાયુક્ત જીવન જીવે,સર્જનાત્મક અને રચનાત્મક અભીગમ કેળવનારો બને ..જે આજના ભારતના વિદ્યાર્થીઓમાં નથી.પ્રચલિત ઉક્તિ “સાં વિદ્યા યા વિમુક્તયે” એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા.અહી મુક્તિ વિશાલ અર્થમાં છે;વાસ્તવિક જીવનમાં શિક્ષણ સ્વાવલંબી બને ...પણ આ બે મુખ્ય પાસાનો આજનાશોક્શનમાં ક્ષય થવાનું મુખ્ય કારણ ગાઇડ દ્વારા મેળવેલ શિક્ષણને જ કહી શકાય.એ સાથે શિક્ષણ સામાજિક ચેતનાના માધ્યમ ત્યારે જ બને કે જયારે દરેક બાળક સ્વાવલંબી બને.કહેવાય છે કે મન છઠી ઇન્દ્રિય છે.તે વિષયવસ્તુને દ્રષ્ટિ,શ્રુતિ,ઘ્રાણ,સ્પર્શ વગેરે દ્વારા પ્રાપ્ત કરી વિચારશક્તિ દ્વારા બુદ્ધિ સમક્ષ રજુ કરે છે.પણ...આજે મનની શક્તિ જ મુરઝાઈ ગયેલી જોવા મળે છે.તર્કશક્તિ,સામ્ય કે ભેદ પારખવાની શક્તિ,વિશ્લેષણશક્તિ વિકસતી જ નથી તો કરવું શું?

આના વિકલ્પ તરીકે આટલું વિચારી શકાય:

અભ્યાસ અને જીવનમાં ગાઈડની જરૂરિયાત સંપૂર્ણતા માટે નથી.ભટકી ન જવાય અને વિષયવસ્તુની સમજની વિશાળતાને પરિપકવ બનવે તે હેતુથી ‘ગાઈડ’જરૂરી છે પણ એ ગાઈડ એટલે તૈયાર ભાણું પીરસતું પુસ્તક નહિ પણ સ્વમૂલ્યાંકન દ્વારા પોતાની જાતને જ ગાઈડ એટલે કે માર્ગદર્શક ન બનાવી શકાય?પોતે જ પોતાના ભોમિયા ન બની શકાય?અજ્ઞાતની શોધમાં માનવીને સતત સાથ આપનારી શક્તિ એટલે વિચાર કરવાની શક્તિ..માનવીના પ્રત્યેક ડગલા માટે મહત્વની વિચારશક્તિ,તર્કશક્તિ છે.ભૌતિક શક્તિ એ વૈચારિક પ્રગતિનું દ્રશ્યરૂપ બની રહે.જાતે વિચાર કરી આગળ વધવાની મજ ને સફળતા કૈક ઓર જ છે.એટલે જ અખા એ કહ્યું છે:”તુ તારો દીવો થા.”જીવનમાં માર્ગદર્શક તરીકે કોઈ ચોપડી કે વ્યક્તિ જ હોય એવું જરૂરી નથી.વિશ્વમાં રહેલ કોઈ પણ તત્વ કે જે તમને રાહ બતાવે તે તમારા રાહબર બની શકે.દત્તાત્રેયનું ઉદાહરણ આ માટે સહુથી જાણીતું છે.પૃથ્વી પર વિવિધ સ્થળે ફરતા ફરતા તેમેણે પૃથ્વી,આકાશ,વાયુ,જળ,સુરજ,ચાંદો, મધમાખી,પતંગિયું,હરણ,માછલી,ગરુડ,બાળક જેવા ચોવીસ જેટલા ગુરુ બનાવી બોધ મેળવ્યો હતો.આવું જ બીજું સુંદર ઉદાહરણ એક્લાવ્યનું છે.ગુરુ દ્રોણાચર્યાએ જયારે તેને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેમની પ્રતિમા સ્થાપી જાતે શિક્ષા મેળવી અને મહાન ધનુર્ધારી અર્જુન ઉપરાંત ખુદ ગુરુજીને પણ ડરાવ્યા!!

ધારો કે તમે એમ વિચારો કે કોઈ સમસ્યાના ચાર કે પાચ વિકલ્પો છે ને તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો તે શોધવાની નવી સમસ્યા ઉભી થાય ત્યારે તમેં કોઈ વ્યક્તિની મદદ વિચારો તો એ વખતે શિક્ષક જ સાચા ગાઈડ- માર્ગદર્શક હોઈ શકે.”ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડ”—આ અર્થમાં જ શિક્ષક માટે કહેવાયું હશે. શિક્ષક એ શિક્ષણ અને સમાજની કરોડરજ્જુ છે.એટલે તો કહેવાયું છે કે,

“ગુરુ તો ગોવીન્દથી પણ મોટા,ગુરુ દે જ્ઞાનનું વરદાન,

સર્વત્ર ગુરુનો મહિમા મોટો,શ્રદ્ધાથી કરો ગુરુ સન્માન.”

બાળકના ઘડતરનો આધારસ્તંભ શિક્ષક જ ગણાવાય છે.પાઠ્યપુસ્તકમાં ખુબ સ્રરસ રીતે આપેલી માહિતી છતાં સમાજ ન પડે તો ગાઈડમાં એકાદ બીજી રીતે સમજાવેલી હોય.પણ શિક્ષક બાળકની કક્ષાને ઓળખી,તેની મર્યાદા અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને સરળ રીતથી વિવિધ ટેકનીક દ્વારા સમજાવે છે.એટલે સાચા અર્થમાં શિક્ષક ગાઈડ બન્યા.ઉપરાંત વિષયવસ્તુનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરવો એ જૂદ જુદા ઉદાહરણ દ્વારા શિક્ષકથી વધુ કોઈ ન સમજાવી શકે એટલે એ અર્થમાં ફિલોસોફર બન્યા અને શાળાના અભ્યાસક્રમ સાથે ઉમર મુજબ બાળકમાં આવતા પરિવર્તન અનુસાર મિત્ર વર્તુળ,સમાજ કે કૌટુંબિક,માનસિક કે શારીરિક સમસ્યાઓ હોય તો તેને પ્રેમથી,શાંતિથી,વ્યવહારુ રીતે ઉકેલ આસાનીથી શિક્ષક જ સમજાવી શકે ને એ અર્થમાં શિક્ષક ફ્રેન્ડ- મિત્ર બની રહે.

આ જ રીતે જીવનમાં પણ કવિ સુન્દરમના માટે..”ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા..” ભોમિયો એટલે માર્ગદર્શક,સાચી દિશા બતાવે તે...સાચો રાહબર તો એક એવો શિલ્પી હોય કે જે કોઈ પથ્થરમાંથી ટાંકણા વડે મૂર્તિ ઘડે.અથવા એવો કુંભાર કે જે ઉપરથી ટપલી મારે ને અંદરથી પ્રેમભર્યો હાથ પ્રસરાવીને સુંદર મજાનો ઘડો તૈયાર કરે.માર્ગદર્શક પણબાળકના ગુણોને પારખી એક સંસ્કારમૂર્તિ ઘડે,અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જીવન જીવવાની દિશા ચીંધવા પ્રકાશ પાથરે..શ્રેષ્ઠ સ્વત્વ,શ્રેષ્ઠ માતા,શ્રેષ્ઠ પિતા,શ્રેષ્ઠ મિત્ર જ-સજીવ જ આવું ઘડતર કરી શકે.નહિ કે નિર્જીવરૂપે રહેલ ગાઈડ.!

આમ, વિદ્યાર્થી તૈયાર જવાબો આપતી પણ પરાવલંબી બનાવતી ગાઈડનો યોગ્ય વિવેકબુદ્ધિ વાપરીને ખરા અર્થમાં માત્ર માર્ગની દર્શક જ બનાવે, નહિ કે પોતે જ માર્ગ બની જાય..! સાચા માર્ગે ચાલવા,નક્કી કરેલ ધ્યેયને પ્રાપ્ત કરવા સ્વ અધ્યન દ્વારા જ આગળ વધે અને સેલ્ફ મોટીવેટર બને અને સાચા અર્થમાં સફળતાને પામે.