પ્રિંસેસ નિયાબી - ભાગ 6 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

પ્રિંસેસ નિયાબી - ભાગ 6

ઘણા બધા પ્રશ્નો અને વિચારો સાથે ઓનીર, ઝાબી અને અગીલા ઘરમાં પ્રવેશ્યા.

ઓનીર: માઁ આ પહેરેદારો અહીં કેમ ઉભા છે? કઈ થયું?

રીનીતાએ એની સામે ઢાંકીને પડેલા વાસણો પર થી કપડું હટાવ્યું.

ઝાબી ખુશ થતા બોલ્યો, અરે વાહ ભોજન. કેટલી બધી વાનગીઓ છે. આજે તો મજા આવશે ભોજનની.

ઓનીર: પણ આ ભોજન..... આ પહેરેદારો લાવ્યા?

રીનીતા: હા.

અગીલા: પણ કેમ?

નુએન: અહીંનો નિયમ છે કે જે લોકો નવા પહેલીવાર આ રાજ્યમાં પ્રવેશ કરે તેમને એક સમયનું ભોજન રાજમહેલ તરફ થી આપવામાં આવે છે. ને આ પહેરેદારો એ ભોજન લઈને આવ્યા છે.

ઓનીર: નવાઈ સાથે કઈક વધુ જ સારા નિયમો નથી આ રાજ્યના?

નુએને શાંત રહેવાનો ઈશારો કરતા કહ્યું, હા....તો સારું છે ને એમ પણ મુસાફરીને કારણે આપણે થાકી ગયા છીએ. આ ભોજનના લીધે તારી માતા ને થોડો વધુ આરામ મળશે.

અગીલા નુએન નો ઈશારો સમજી ગઈ ને બોલી, હા બાપુ આ તો ખૂબ સરસ થયું. મને પણ કામ થી મુક્તિ મળી ગઈ.

રીનીતા: તો પછી રાહ કોની જુઓ છો? જાવ જલ્દી હાથપગ ધોઈ ને આવો. સાથે બેસી ભોજનનો આનંદ લઈએ.

ઓનીર, અગીલા, ઝાબી અને નુએન બહાર વરંડામાં હાથપગ ધોવા ગયાં.

ઝાબી: મને આ કઈ બરાબર નથી લાગતું. આ જરૂર કોઈ ચાલ છે. બાકી કોઈ દિવસ આવું કઈ સાંભળ્યું છે.

નુએન: હા ઝાબી ની વાત બરાબર છે. કઈક તો છે. પણ બહાર પેલા પહેરેદારો ઉભા છે એ આ ભોજન આપણે લઈએ છીએ કે નહીં એ જરૂર તપાસસે. કઈક તો છે આ ભોજનમાં.

ઓરીન: અગીલા તું તારી જાદુઈ શક્તિ થી ભોજનને તપાસી જો કોઈ જાદુ એમાં છે કે નહીં?

અગીલા: હા ઓનીર હું જોવું છું.

નુએન: સંભાળી ને અગીલા. નહીંતો સમસ્યા ઉભી થઈ જશે.

અગીલાએ આંખો થી જ હા કહ્યું અને અંદર ચાલી ગઈ.

અગીલા: લાવો માઁ હું ભોજન પીરસી દઉં. પછી એણે ભોજનના થાળ લઈને એના પર પોતાની આંખો થી કઈક જોવાનો પ્રયત્ન કર્યો. બધું ભોજન બરાબર હતું મીઠાઈઓ ને છોડી ને. મીઠાઈઓ પર કઈક બારીક રજ જેવું છાંટવામાં આવ્યું હતું. એણે ધીરે રહી બે મીઠાઈના ટુકડા સંતાળી દીધાં. ને બાકી બચેલા ઉપર પોતાની આંગળી થી કઈક કર્યું. ને બધાં માટે થાળી પીરસી નીચે મુકવા લાગી. પેલા પહેરેદારોનું ધ્યાન આ લોકો તરફ જ હતું.

અગીલા: અરે ચાલો બહુ ભૂખ લાગી છે.

અગીલાનો અવાજ સાંભળી બધા ફટાફટ આવી ને જમવા બેસી ગયાં.

અગીલા: ખૂબ સરસ ભોજન છે. શાંતિ થી જમો.

ઝાબી: અરે મને તો જોરદાર ભૂખ લાગી છે. આમાંનું કઈ હું બચાવવાનો નથી.

ઓનીર: હા......હા.....તો ખાવા લાગ.

બધાએ ભેટ ભરી ને ભોજન કર્યું. અગીલાએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે મીઠાઈ બધાં જ લોકો ખાય અને બચે પણ નહીં.

રીનીતા: ખૂબ સરસ ભોજન હતું. ભગવાન રાજા મોઝિનોને ખૂબ આશિષ આપે. ને એનું રાજ્ય હંમેશા સુખ સમૃદ્ધિ પામે.

નુએન: હા આ તે બરાબર કહ્યું. ખરેખર અહીંનો રાજા ખુબ દયાળુ અને પરોપકારી છે.

ભોજન પછી બધાં વાસણો સાફ કરીને એ લોકોએ પહેરેદારોને પાછા આપ્યા અને એમનો આભાર પણ માન્યો. પછી પહેરેદારો ત્યાં થી ચાલ્યાં ગયાં.

પહેરેદારો ના ગયા પછી દરવાજા બારી બધું બંધ કરી બધાં એક જગ્યાએ ભેગા થઈ ગયાં.

નુએન: અગીલા કઈ મળ્યું?

અગીલા: હા બધું ભોજન બરાબર હતું. પણ મીઠાઈમાં કઈક ગળબળ હતી.

ઝાબી: એટલે?

અગીલા ઉભી થઈ અને પેલી છુપાવેલી મીઠાઈ લઈને આવી. ને બધાં ની વચ્ચે મુક્તા બોલી, આ જો આ મીઠાઈની ઉપર કોઈ રજ જેવું છાંટેલું છે.

પછી બધા વારાફરતી એ મીઠાઈને જોવા લાગ્યા.

ઓનીર: હા કઈક છે.

રીનીતા: લાવો મને આપો. પછી રીનીતાએ મીઠાઈ ને હાથમાં લઈ ને આંખો બંધ કરી. ને કઈક બોલવા લાગી. પછી એણે આંખો ખોલી ને બોલી, અરે આતો શોધીની રજ છે.

નુએન: ઓહ તો એમ વાત છે.

ઝાબી: શોધીની રજ? આ શુ છે?

અત્યાર સુધી કઈ ના બોલેલી નિયાબી બોલી, શોધીની રજ એ છે જે કોઈની ઓળખ માટે ખાવાની કોઈપણ વસ્તુ પર નાંખવામાં આવે છે. ને પછી એ ખવડાવવામાં આવે છે. જો આ ખાધા પછી તમે જે વ્યક્તિને શોધી રહ્યા છો એણે આ વસ્તુ ખાધી હશે તો એનો ચહેરો થોડા સમય માટે શ્યામ પડી જશે. ને તમે જેને શોધી રહ્યા છો એ તમને મળી જશે.

બધા નિયાબીની વાત સાંભળી નુએન સામે પ્રશ્નવાચક દ્રષ્ટિ થી જોવા લાગ્યા.

નુએન એમનો ભાવ સમજી જતાં બોલ્યો, હા નિયાબી બરાબર કહે છે. પણ સવાલ એ છે કે આ લોકો શોધી કોને રહ્યાં છે?

રીનીતા: કદાચ એ લોકો એ જોતા હશે કે આવનાર લોકોમાં કોઈ મિઝીનોનું ત્રિશુલ લેવા માટે તો નથી આવ્યું ને?

નુએન: ના મને એવું નથી લાગતું. ત્રિશુલ લેવું એ કોઈ ખાવાના ખેલ નથી. કોઈ બીજી જ વાત છે.

ઓનીર: ને એ વાત કદાચ એ પણ હોઈ શકે કે એ મારા પિતાને શોધતો હોય. કેમકે એ તો જાણતો જ હશે ને કે મારા પિતાએ ગુરુજી ને વચન આપ્યું છે ત્રિશુલ પાછું લાવી કોનીસ ના રાજા ને સોંપવાનું છે?

નુએન: ના ઓનીર એવું નથી. મોઝિનો તારા પિતાને ખૂબ સારી રીતે ઓળખે છે. ને એની ઓળખ કઈ છુપી નથી મોઝિનો થી. આ કોઈ બીજો જ રાજ છે.

બધા વિચારમાં પડી ગયા કે એ કયો રાજ હોઈ શકે?

પણ નિયાબી વિચારી રહી હતી કે, કદાચ મોઝિનો રાયગઢ ની રાજકુમારીને શોધી રહ્યો હોય? પણ એ મને કેમ શોધી રહ્યો હોય? એને ખબર છે કે હું જીવીત છું? ને કેમ? આટલા બધા વર્ષો થી એને ખબર નહીં હોય કે હું ક્યાં છું? શુ કારણ હોય શકે? ને મારા વિચારો સાચા છે કે નહીં? નિયાબી અસમંજસમાં આવી ગઈ.

રીનીતા: ચાલો હવે સુઈ જાવ. સવાર થી કામ શોધવા જવાનું છે.

બધા રીનીતાની વાત સાંભળી સુવા માટે ગયા. પણ મનમાં પેલો વિચાર હજુ રમી રહ્યો હતો કે, મોઝિનો કોને શોધી રહ્યો છે?

પણ એ લોકો લાંબો સમય ના વિચારી શક્યા કેમકે આખા દિવસના થાકે તેમને નિંદ્રારાણી ના ખોળામાં પોઢાળી દીધાં.

બીજા દિવસની સવાર બધા માટે ખૂબ સરસ ઊગી. નુએને જેવો ઘરનો દરવાજો ખોલ્યો સામે પેલાં લાકડાના પહેરેદારો ઉભેલા દેખાય. એ પહેરેદારો નુએન ને બાજુ ખસેડી ઘરની અંદર પ્રવેશ્યા. ને ઘરના બધાં લોકોને ધારી ધારી જોવા લાગ્યાં. બધાં એક સાથે બેસી સવારના નાસ્તાનો આનંદ માણી રહ્યાં હતાં. નવાઈ સાથે બધાએ આ પહેરેદારોની સામે જોયું. થોડીવાર નિરીક્ષણ કર્યા પછી પહેરેદારો ત્યાં થી બહાર નીકળી ગયાં. નુએન એમની પાછળ બહાર સુધી ગયો.

નુએન અંદર આવી બોલ્યો, એ લોકો આપણું નિરીક્ષણ કરવા આવ્યા હતા. પણ મને લાગે છે બધું બરાબર છે.

ઝાબી: હા અગીલા ના કારણે. ધન્યવાદ અગીલા.

પછી બધાં એક સાથે હસી પડ્યાં.

અગીલા: બાપુ હું અને ઝાબી સાથે બહાર કામ શોધવા જઈશું. અમે એવું કામ પસંદ કરીશું જે અમને વધુ ને વધુ લોકો સાથે ભળવાનો મોકો આપે.

નુએન: હા કોઈ વાંધો નહીં. ને નિયાબી તું અને ઓનીર રાજમહેલ તરફ જાવ. ને ત્યાં કોઈ કામ શોધો. નિયાબી બની શકે તો તું મહેલની અંદર કોઈ કામ મળે એ જોજે. ને ઓનીર તું સૈન્યદળમાં સમાવેશ થાય એવું કઈક કામ શોધ.

બંનેએ માથું હલાવી હા કહી.

નુએન: રીનીતા હું પણ કોઈ કામ શોધી લઉં છું. તું પણ તારી રીતે કઈક કરવાનો પ્રયત્ન કર.

રીનીતાએ પણ આંખો થી જ હા કહી. પછી બધા પોતપોતાના કામ ની શોધમાં નીકળી ગયાં.

આજે પહેલીવાર નિયાબી અને ઓનીર સાથે જઈ રહ્યા હતા. ને આ ઓનીર માટે ખુશીની વાત હતી. નિયાબી ઓનીર ને પહેલી નજરે જ ગમી ગઈ હતી. ને એ એની સાથે દોસ્તી આગળ વધારવા માંગતો હતો. પણ જ્યારે એને ખબર પડી કે નિયાબી એક રાજકુમારી છે ત્યારે એણે પોતાની જાત ને રોકી લીધી. એ નિયાબી ને સમજવા માંગતો હતો.

બંને ચુપચાપ આગળ વધી રહ્યાં છે. ત્યાં એક ઘોડો પોતાના સવાર વગર ખૂબ ઝડપ થી એ લોકો તરફ આવી રહ્યો હતો. ડરના માર્યા લોકો બચવા માટે આમતેમ ભાગી રહ્યાં હતાં. ઓનીર અને નિયાબીએ આ જોયું. બંનેએ એકબીજાની સામે જોયું અને પછી બંને એકસાથે ઘોડાની તરફ દોડ્યા.

બંને જણ લોકો ને વચ્ચે થી દૂર ખસેડવા લાગ્યો જેથી એમને વાગે નહીં. પણ એક વૃદ્ધ સ્ત્રી આ ભાગમભાગમાં ત્યાં નીચે જમીન પર પડી ગઈ. ઓનીર અને નિયાબી બંને એ આ જોયું. પણ ઓનીર એ વૃદ્ધાની નજીક હતો. જ્યારે નિયાબી થોડી દૂર હતી. ઓનીરે કૂદી ને એ વૃદ્ધા પાસે ગયો અને એમને ઉભા થવામાં મદદ કરવા લાગ્યો. પણ વૃદ્ધા ને પગમાં વાગ્યું હોવાથી એ ઉભી થઈ શકે એમ નહોતું.

ઘોડો નજીક આવી રહ્યો હતો. હવે શુ? પણ એજ સમયે નિયાબીએ બૂમ પાડી, ઓનીર તું એમને ઉંચકી લે. હું ઘોડાને જોવું છું. પછી ઓનીરે વૃદ્ધા ને પોતાની મજબૂત ભુજાઓમાં ઉંચકી લીધી. ને ત્યાં થી સલામત જગ્યાએ એમને લઈ જવા લાગ્યો.

આ તરફ નિયાબી બાજુમાં પડેલા વાંસ ને લઈ પોતાની પુરી તાકાત થી ઘોડા તરફ દોડી અને ઘોડો થોડો જ દૂર હતો ત્યારે બરાબર નિશાન નક્કી કરી એણે વાંસ ને જમીન પર મૂકી એના સહારે ઉંચો કૂદકો લગાવી સીધી ઘોડાની પીઠ પર બેસી ગઈ. પોતાની પર વજન પડવા થી ઘોડો વધારે ભડક્યો અને કૂદયો. પણ ચાલક નિયાબીએ પોતાની પક્કડ ઘોડાની રસ્સી પર જમાવી દીધી. ને એને જોર થી એને ખેંચી. ઘોડો થોડો પાછળ પડ્યો. પણ પછી પાછો આગળ ભાગવા લાગ્યો. પણ હવે નિયાબી એ પોતાની પક્કડ મજબૂત કરતા ઘોડાને હાથ ફેરવી થપથપાવવા લાગી. ને ધીરે ધીરે ઘોડો શાંત પડવા લાગ્યો. ને પછી ઉભો રહી ગયો.

ત્યાં ઉભેલા બધા લોકો નિયાબીના આ સાહસ થી ખુશ થઈ ગયા અને જોર જોર થી તાળીઓ પાડી એને વધાવી લીધી. નિયાબી ઘોડાની નીચે ઉતરી ને ઘોડો એની પાછળ આવતાં સૈનિકો ને સોંપી દીધો.

નિયાબી ઓનીર પાસે ગઈ. એ પણ નિયાબીના સાહસ થી ખુશ થઈ ગયો હતો. પેલી વૃદ્ધ સ્ત્રી પણ ખુશ દેખાઈ રહી હતી. એ વૃદ્ધાએ નિયાબીના માથે હાથ ફેરવતા કહ્યું, ખુબ ખુબ ધન્યવાદ દીકરા. આજે તમે બંને ના હોતતો હું કદાચ જીવીત ના હોત.

ઓનીરે વૃદ્ધાનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, એવું ના બોલો દાદી. તમને કઈ જ થવાનું નથી. તમે એકદમ સ્વસ્થ છો.

નિયાબી: હા દાદી તમે હવે સલામત છો. હજુ એ કઈ આગળ બોલે એ પહેલાં ત્રણચાર સિપાઈઓ ત્યાં આવી ગયાં.

એક સિપાહી: ક્ષમા કરશો દાદી ઓના (ઓના દાદી નું નામ છે). અમે તમારી રક્ષા ના કરી શક્યા.

દાદી એકદમ ખુશ થતા બોલ્યાં, કઈ નહિ આ લોકોએ મને બચાવી લીધી.

બીજો સૈનિક ઓનીર અને નિયાબી નો આભાર માનતા બોલ્યો, આપનો ખુબ ખુબ ધન્યવાદ.

ઓનીર: કઈ નહિ. આ તો અમારી ફરજ હતી. પણ દાદી ને થોડું વાગ્યું છે. પહેલા એમને ઔષધી લગાવવી પડશે. પહેલા એમને ઔષધાલય લઈ જવા પડશે.

દાદી: એની કોઈ જરૂર નથી. હું ઘરે જઈ ને મારી જાતે જ ઔષધ લગાવી લઈશ. તમે ખુબ મદદ કરી. ધન્યવાદ.

ઓનીર અને નિયાબીએ શીશ નમાવી અભિવાદન કર્યું.

પછી એક પાલખી આવી એમાં એ દાદી બેસી ગયા અને સૈનિકો એમને લઈ ચાલવા લાગ્યાં.

નિયાબી અને ઓનીર પણ પાછા ચૂપચાપ ચાલવા લાગ્યાં. પણ ઓનીર થી રહેવાયું નહીં ને એ બોલ્યો, સરસ ઘોડેસવારી આવડી ગઈ છે તમને. ખુબ સરસ રીતે તમે ઘોડાને સંભાળી લીધો.

નિયાબી: હમમમમ.......

ઓનીર: તમને વાગ્યું તો નથી ને?

નિયાબી: ના.

ત્યાં એક સૈનિક તેમની પાસે આવી ઉભો રહ્યો ને બોલ્યો, ક્ષમા કરશો પણ દાદી ઓના તમને બોલાવી રહ્યાં છે.

બંનેએ દાદી તરફ જોયું ને પછી એકબીજા સામે. પછી સૈનિકની સાથે ચાલવા લાગ્યાં.

નિયાબી: જી દાદી. અમે શુ મદદ કરી શકીએ આપની?

દાદી પોતાના બોખા મોંએ હસતાં હસતાં બોલ્યાં, હવે કોઈ મદદ ની જરૂર નથી. પણ હું તમારી મદદ કરવા માંગુ છું. મારી સાથે ચાલો.


ક્રમશ...................