Prinses Niyabi - 8 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 8

બીજા દિવસે બધા પોતપોતાના કામે લાગી ગયાં. ઓનીર અને નિયાબી પણ સમયસર મહેલમાં પહોંચી ગયાં. બંને એ નક્કી કર્યું હતું કે બે ત્રણ દિવસ એ લોકો બધાનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરશે. ને મહેલને બારીકાઈ થી ચકાસસે. જેથી આગળ જતા એમને મદદ મળે.

નિયાબી: દાદી ઓના પ્રણામ. હવે તમારો ઘા કેમ છે?

દાદી: આવી ગયા તમે. મારો ઘા એકદમ સારો છે.

દાદી ઓનાએ નિયાબી ને પોતાની પાસે બેસાડી. ને ઓનીર ને એક સેવક સાથે મોકલ્યો એનું કામ સમજવા માટે.

દાદી: નિયાબી તારે મારી સાથે રહેવાનું છે. તને મારી સાથે ફાવશે ને?

નિયાબી: અરે દાદી એવું કેમ બોલો છો. આજથી હું તમારી દરેક જરૂરીયાતનું ધ્યાન રાખીશ. ને નિયાબીએ દાદી ઓના ના ખાવાપીવાથી લઈ એમની નાનીમોટી બધી જવાબદારી ઉપાડી લીધી.

ઓનીર ને દાદી ઓનાના સુરક્ષા કાફલામાં સામીલ કરી દેવામાં આવ્યો. એણે આખો દિવસ મહેલના બીજા કામ જે બતાવવામાં આવે તે કરવાના. ને જ્યારે દાદી ઓના બહાર જાય ત્યારે એમની સાથે જવાનું.

આ તરફ ઝાબી અને અગીલા પણ પોતાના કામમાં પરોવાઈ ગયા. નુએને પણ એક ઘોડાના અસ્તબલમાં કામ મેળવી લીધું.

ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. બધા પોતાના કામની જગ્યાએ બરાબર જામી ગયા અને લોકો ની મદદ કરી વિશ્વાસુ પણ બનવા લાગ્યાં.

દાદી: નિયાબી આજે મને સારું નથી તો તું રાત્રે અહીં જ રોકાઈ જા.

નિયાબી કઈક વિચારી ને બોલી, જી દાદી ઓના. પછી નિયાબી વિચારતી ત્યાં થી નીકળી ગઈ. એણે ઓનીર ને કહી દીધું કે આજે એ ઘરે નથી આવવાની જેથી કોઈને ચિંતા ના થાય.

નિયાબી માટે આ એક તક હતી મોઝિનો ના ઓરડામાં જઈ ચકાસણી કરવાની. રાત્રે જ્યારે બધા સુઈ ગયા ત્યારે નિયાબી મોઝિનો ના ઓરડા તરફ આગળ વધી. આટલા દિવસમાં એણે મહેલને બહુ સારી રીતે સમજી લીધો હતો. ક્યાં રસ્તો છે? ક્યાં કેટલા પહેરેદારો છે? ક્યારે પહેરેદારો બદલાય છે? એની નોંધ એણે બરાબર રાખી હતી. ને આજે એની ખરેખરી ચકાસણી કરવાની હતી.

એ દાદી ઓના ના ઓરડામાં થી હળવે થી નીકળી ને પોતાનો ચહેરો છુપાવી આગળ વધી. એ ખૂબ સાવધાની થી આગળ વધી રહી હતી. તેને એક આખો મહેલનો ભાગ ઓળંગી બીજા ભાગમાં જવાનું હતું. રાતના સમયે ધાતુના પહેરેદારો પહેરો ભરતા હોય છે. આ પહેરેદારો ખૂબ મજબૂત અને ચાલક હોય છે. એમની નજર બાજ જેવી હોય છે. ચારેબાજુ ધ્યાન રાખતાં હોય છે.

નિયાબી લપાતી છુપાતી આગળ વધી રહી હતી. પણ ત્યાં અચાનક લુકાસા......સા.... કોઈની સાથે તેને આવતી દેખાઈ. નિયાબીએ તરતજ પોતાને એક દરવાજા પાછળ સંતાળી લીધી.

લુકાસા: કજાલી કાલની તૈયારીઓ માં કોઈ ઉણપ ના રહેવી જોઈએ. તું જાણે છે કે તારે શુ તૈયારીઓ કરવાની છે?

કજાલી: તમે બિલકુલ ચિંતા ના કરો બધી તૈયારીઓ થઈ ગઈ છે. ને હું પોતે તેના પર ધ્યાન આપી રહ્યો છું. તમે મારા પર ભરોસો કરી શકો છો.

લુકાસા: કજાલી મને તમારી પર પૂરો ભરોસો છે. હું માત્ર ખાતરી માટે પૂછી રહી હતી.

ત્યાં એક ઉંદર ઝડપ થી દોડી નિયાબી સંતાઈ હતી એ તરફ ભાગ્યો. ને એને પકડવાની ઉતાવળમાં એક બિલાડી ત્યાં મુકેલા શુશોભનના કળશો પર પડી. જેના લીધે એક પછી એક કળશો નીચે પડવા લાગ્યાં. નિયાબી ગભરાઈ ગઈ.

લુકાસા અને કજાલી ત્યાં જ રોકાઈ ગયા ને પાછળ ફર્યા.

લુકાસા: કજાલી જલ્દી જુઓ કોણે આ બધું કર્યું? કોણ મહેલમાં આવ્યું છે?

કજાલી પોતાની તલવાર લઈ આગળ વધ્યો. એ નિયાબી જ્યાં હતી એ તરફા આગળ વધી રહ્યો હતો. નિયાબીનું હૃદય જોર જોર થી ધડકી રહ્યું હતું. એને થયું, હવે પતી ગયું. પોતે પકડાઈ જશે. પણ ત્યાં બે ત્રણ સૈનિકો આવી ગયાં. ને એમની સાથે ઓનીર પણ હતો.

સૈનિક: કજાલી તમે ઉભા રહો હું જોવું છું.

ઓનીર: ના તમે ઉભા રહો હું જોવું છું. ને એટલું બોલી ઓનીર આગળ વધવા લાગ્યો. ત્યાં પેલી બિલાડી ડરની મારી કૂદીને ઓનીર પર પડી. ને ઓનીરે ત્વરીતતા બતાવતા એને પકડી લીધી.

કજાલી: ઓહ....બિલાડી છે.

ઓનીર: જી.

કજાલી: ચાલો લુકાસા આ તો એક બિલાડી છે. ને તમે લોકો આ બધું સરખું કરી દો.

ઓનીર: જી.

પછી કજાલી અને લુકાસા ત્યાં થી નીકળી ગયાં.

ઓનીરે બિલાડી એક સૈનિકને આપતા કહ્યું તમે આને બહાર લઈ જાવ. હું આ બધું સરખું કરી દઉં છું.

પેલા બે સૈનિકો બિલાડી ને લઈ ત્યાં થી નીકળી ગયા. ઓનીરે બધા કળશો સરખા કરી દીધા. ને પછી ચારેય તરફ જોઈ ને નિયાબી જ્યાં સંતાઈ હતી તે દરવાજા પાસે ગયો.

ઓનીર: નિયાબી બહાર આવી જાવ. અહીં કોઈ નથી.

નિયાબી ચારેતરફ જોતી જોતી બહાર નીકળી. ને ઓનીર સામે જોવા લાગી.

ઓનીર: હવે જઈએ?

નિયાબી કંઈપણ બોલ્યાં વગર ઓનીર ની પાછળ ચાલવા લાગી. ઓનીર એને દાદી ઓના ના ઓરડા આગળ મૂકી પોતાની જગ્યાએ જતો રહ્યો. વાસ્તવમાં ઓનીરે નિયાબી ને દાદી ઓનાના ઓરડામાં થી નીકળતા જોઈ લીધી હતી. ને એટલે જ એ એની મદદ કરવા એની પાછળ આવ્યો હતો. નિયાબી એને જતો જોઈ રહી. પછી એ પણ અંદર જઈ સુઈ ગઈ. પણ એના મનમાં લુકાસા ની વાતો રમ્યા કરતી હતી. એ કઈ તૈયારીઓ ની વાત કજાલી સાથે કરી રહી હતી એ એને સમજ ના પડી.

કજાલી એ ધાતુના પહેરેદારોનો સેનાપતિ છે. મોઝિનો પાસે ત્રણ પ્રકારના સૈનિકો છે. એક લાકડાના જેનો સેનાપતિ જીમુતા છે. બીજા ધાતુના જેનો સેનાપતિ કજાલી છે. ને ત્રીજી માનવ સૈનિકો જેની સેનાપતિ માતંગી છે. ને લુકાસા આ બધાને નિયંત્રણમાં રાખતી મુખ્ય પ્રધાન છે.

બીજા દિવસે નિયાબી અને ઓનીર આખો દિવસ પોતપોતાના કામમાં વ્યસ્ત રહ્યા.

નિયાબી: દાદી ઓના હવે તમને કેવું લાગે છે?

દાદી: સારું છે નિયાબી. તારી આટલી સરસ સેવા મળે તો સારું તો થવાનું જ હતું. પણ કાલે આપણે બહાર જવાનું છે.

નિયાબી એકદમ અચરજ સાથે બોલી, દાદી ઓના બહાર? તમને ખબર છે ને લુકાસાએ આપને બહાર જવાની ના પાડી છે. તમે એમને પૂછ્યું?

દાદી: નિયાબી લુકાસા ને નથી પૂછ્યું અને પૂછવાનું પણ નથી. ને તારે પણ કોઈને કહેવાનું નથી.

નિયાબી: દાદી હું તમને લુકાસા ને પૂછ્યા વગર બહાર ના લઈ જઈ શકું. આપણે એમને પૂછી ને જ બહાર જઈશું.

દાદી ખુશ થતા બોલ્યાં, એની કોઈ જરૂર નથી. એને (લુકાસા) કઈ ખબર નથી પડવાની.

નિયાબી: એવું કેવી રીતે બને દાદી?

દાદી: બને નિયાબી બને. આવતીકાલે લુકાસા બહાર જાય છે. જો એ અહીં હશે જ નહીં તો એને ખબર કઈ રીતે પડશે?

નિયાબી કઈ બોલી નહિ. એને રાત ની કજાલી અને લુકાસા ની વાત યાદ આવી ગઈ.

દાદી: શુ વિચારે છે?

નિયાબી દાદી ઓનાનો હાથ પોતાના હાથમાં લેતા બોલી, હું વિચારું છું કે ભલે લુકાસા બહાર જવાની હોય. પણ એ પાછા આવશે ત્યારે તો એમને ખબર પડી જ જશે ને?

દાદી એકદમ બેફિકર થઈ ને બોલ્યાં, ભલે ને પછી ખબર પડે. પછી શુ? એ તો ચાર દિવસ પછી પાછી આવવાની છે.

નિયાબી: ઓહ.....તો એટલે તમે ખુશ થઈ રહ્યાં છો?

દાદી મરક મરક હસવા લાગ્યા. ને નિયાબી વિચારવા લાગી કે લુકાસા ક્યાં જવાની હશે? એકલી જવાની છે કે પછી મોઝિનો પણ જવાનો હશે? આવા ઘણા બધા વિચારો એના મનમાં આવી ગયાં.

સાંજે જ્યારે બધા ઘરે ભેગા થયા ત્યારે ઓનીરે નિયાબી ને પૂછ્યું, નિયાબી તમે ગઈકાલે રાત્રે શુ કરી રહ્યા હતાં? તમને ખબર છે તમે પકડાઈ જતા તો શુ થતું?

ઓનીર ની વાત સાંભળી બધા ડઘાઈ ગયા અને નિયાબી સામું જોવા લાગ્યા.

નુએન: શુ થયું ઓનીર?

ઓનીર: ગઈકાલે રાત્રે રાજકુમારી નિયાબી મોઝિનો ના ઓરડા તરફ જઈ રહ્યા હતા. હું જો સમયસર ના પહોંચ્યો હોત તો......

રીનીતા: નિયાબી તમે શા માટે મોઝિનો ના ઓરડા તરફ જઈ રહ્યા હતા? તમને કઈ થઈ જતું તો?

નિયાબી: હું ત્રિશુલ માટે જઈ રહી હતી. હું એ મોઝિનોને જોવા માંગુ છું કે એ કેવો દેખાય છે? હું એને....... પણ એ આગળ કઈ બોલ્યાં વગર ઉભી થઈ ને ત્યાં થી જતી રહી.

નુએન: ઓનીર તું જાણે છે કે નિયાબીનો ગુસ્સો અને દુઃખ બંને આપણા કરતા વધારે છે. ને કદાચ એટલે જ એણે આવું કર્યું હશે.

ઓનીર: હા મને ખબર છે. પણ એમનો ગુસ્સો કે દુઃખ એમને જ તકલીફમાં મૂકી શકે છે. એમની સુરક્ષા એ આપણી જવાબદારી છે.

રીનીતા: હા ઓનીર તારી વાત સાચી છે. હવે થી તું એનું ધ્યાન રાખજે.

બધા એક સાથે નિયાબી પાસે ગયાં.

અગીલા: નિયાબી નારાજ છો?

નિયાબીએ માથું હલાવી ના કહી.

ઓનીર: તો સરસ હવે મારી પાસે એક સરસ સમાચાર છે. આવતીકાલે મોઝિનો, લુકાસા, કજાલી અને માતંગી આ બધા કોઈ કામ થી ચાર દિવસ માટે બહાર જઈ રહ્યા છે. આપણી પાસે આ સરસ સમય છે મોઝિનોના ઓરડામાં જઈને જોવાનો કે એ ત્રિશુલ ક્યાં છુપાવે છે?

રીનીતા: મિઝીનો ક્યાં જઈ રહ્યો છે?

ઓનીર: એ તો નથી ખબર. પણ એટલી ખબર પડી છે કે એ કોઈને મળવા જઈ રહ્યો છે.

નુએન: મોઝિનો કોઈને મળવા જઈ રહ્યો છે? એવી કઈ વ્યક્તિ છે જેને મળવા મોઝિનો પોતે જઈ રહ્યો છે?

ઝાબી: એટલે તમે કહેવા શુ માંગો છો?

નુએન: ઝાબી મોઝિનો કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. તેની પાસે જે ત્રિશુલ છે તે ખૂબ કિંમતી છે. એના લીધે એ ખૂબ મોટો જાદુગર છે હાલમાં. ને એ કોઈ ને મળવા જઈ રહ્યો છે? એ મને સમજાતું નથી. એ માણસમાં કઈક તો હશે જ જો મોઝિનો જાતે એને મળવા જઈ રહ્યો છે.

અગીલા: તો પછી આપણે પણ એની પાછળ જવું જોઈએ. શુ ખબર કોઈ નવી જાણકારી મળે?

ઓનીર: હા બરાબર છે. તો આપણે પણ કાલે એની પાછળ જઈએ.

નુએન: ના ઓનીર એમ એનો પીછો કરીશું તો એને ખબર પડી જશે. આપણે કોઈ બીજો વિચાર કરવો પડશે.

કોહી? ઝાબી બોલ્યો.

ઓનીર: હા બરાબર છે. આપણે કોહી ને એની પાછળ મોકલી શકીએ. પછી આપણે જઈશું.

નુએન: સારું તો કોહી ને મોકલીએ. પછી જોઈએ શુ થાય છે?

અગીલા: તો પછી હું અને નિયાબી કાલે મહેલમાં જઈને મોઝિનો નો ઓરડો જોઈ લઈએ.

નિયાબી: ના અગીલા એ શક્ય નથી. કાલે દાદી ઓના બહાર ફરવા માગે છે. તો મારે એમની સાથે રહેવું પડશે.

ઝાબી: હા તો હું અને ઓનીર જોઈ લઈશું. બરાબર છે ઓનીર?

ઓનીર: ના ઝાબી એની કોઈ જરૂર નથી. હું એકલો જ જોઈ લઈશ. તમે લોકો તમારું કામ કરો. પછી સાંજે નક્કી કરીએ કે શુ કરવું છે?

નુએન: ભલે તો એમ કરીએ.

પણ બધાના મનમાં એ પ્રશ્ન ઉદ્દભવી ગયો કે મોઝિનો કોને મળવા જાય છે? ને કેમ? નિયાબી માટે આ પ્રશ્નો મહત્વના બની ગયા. એણે વિચાર્યું કે જો મોકો મળ્યો તો એ આ વિશે દાદી ઓના ને જરૂર પૂછશે. કદાચ કોઈ કળી મળી જાય.

બીજા દિવસે મોઝિનોની સવારી સવારે જ બહાર જવા નીકળી ગઈ હતી. ઓનીરે કોહી ને મોઝિનોની પાછળ મોકલી આપ્યો. ઓનીર ને આજે કોઈ ખાસ કામ નહોતું. પણ દાદી ઓના બહાર જવાના હતા એટલે એણે પણ એમની સાથે જવું પડે એમ હતું. પણ જીમુતાએ ઓનીર ને દાદી ઓના સાથે જવાની ના પાડી અને પોતે દાદી ઓના સાથે ગયો.

ઓનીર માટે તો ખૂબ સારું થઈ ગયું. એને તો ભાવતું તું ને વૈદ્યએ કહ્યું. નિયાબી પણ દાદી ઓની સાથે બહાર ગઈ.

ઓનીર કામ છે એમ કહી પોતાની જગ્યાએ થી છટકી ને બચતો બચતો મોઝિનોના ઓરડા સુધી પહોંચી ગયો. આખો ઓરડો એકદમ સુંદર સજાવેલો હતો. ઓરડો ખૂબ સુંદર હતો પણ એમાં એકપણ કબાટ કે ગોખલો નહોતો. આ જોઈ ઓનીર ને નવાઈ લાગી. બારીઓ, ઝરૂખો, મેજ એવું બધું હતું. પણ વસ્તુઓ મુકવા માટે કોઈ ગોખલો કે કબાટ નહોતું. ઓનીરે બરાબર ચારે તરફ થી જોયું પણ એને કોઈ જગ્યાએ કોઈ વસ્તુ અજુગતી ના મળી. એણે બારીકાઈ થી દરેક વસ્તુની ચકાસણી કરી. પણ એને કઈ મળ્યું નહિ. હવે પ્રશ્ન એ હતો કે મોઝિનો ત્રિશુલ રાખતો ક્યાં હશે?

ઓનીર ત્યાં થી બહાર આવી ને પોતાની જગ્યાએ પહોંચી ગયો. ને વિચારવા લાગ્યો, મોઝિનો ત્રિશુલ રાખતો ક્યાં હશે? શુ એ ત્રિશુલ કોઈ બીજી જગ્યાએ મુકતો હશે? કે પછી એ ત્રિશુલને ગાયબ કરી દેતો હશે? કે પછી????????


ક્રમશ..............



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED