Prinses Niyabi - 10 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 10

મોઝિનો અને લુકાસા ના પાછા આવી જવાથી આજે નિયાબી અને ઓનીર ઘરે ગયા. કોહી પણ પાછો આવી ગયો હતો.

નુએન: ઓનીર કઈ મળ્યું?

બધા ઓનીર ના જવાબ માટે એની સામે જોવા લાગ્યાં.

ઓનીર: કઈ જ નહિ. ત્યાં કઈ છે જ નહીં. મોઝિનો ના આખા ઓરડામાં ક્યાંય કોઈ કબાટ કે ગોખલો નથી. બધું ખુલ્લું છે.

ઝાબી: તો પછી એ એનું ત્રિશુલ ક્યાં છુપાવતો હશે?

ઓનીર: એ જ મને સમજ ના પડી. મેં ખૂબ બારીકાઈ થી જોયું. પણ મને ત્યાં કઈ મળ્યું નહીં.

અસીતા: નિયાબી તને કઈ જાણવા મળ્યું?

નિયાબી: વધુ કઈ નહિ બસ લુકાસા વિશે થોડું જાણવા મળ્યું. લુકાસા મોઝિનો ની ખૂબ નજીકની અને વુશ્વાસુ છે. એ કોઈપણ પરિસ્થિતિમાં મોઝિનો નો સાથ છોડે એમ નથી. ને એ રાયગઢની જ રહેવાસી છે.

રીનીતા: ઓહ...તો વધુ કઈ જાણવા મળ્યું નહીં.

ત્યાં કોહી ઉડીને આવી ઓનીરના હાથ બેઠો.

ઓનીર: ઓહ...તને લાગ્યું કે અમે તને ભૂલી ગયા? ના મિત્ર હવે તારો વારો બોલ શુ સંદેશો છે તારી પાસે?

કોહી: જંગલ, ગુફા, કેદી. જંગલ, ગુફા, કેદી.

બધા કોહી ની વાત સાંભળી નવાઈ પામ્યાં.

ઓનીર: તું કહેવા માગે છે કે જંગલમાં ગુફા છે અને એમાં કોઈ કેદી છે? એમજ ને?

કોહી: હા કેદી છે. કામ આવશે. કામ આવશે.

ઓનીર: એ કેદી આપણાં કામ આવે એવો છે?

કોહી: હા એ વો. એ વો.

ઝાબી: પણ એ કેદી કોણ હશે?

કોહી: દેવીસિંહ......દેવીસિંહ...

અગીલા: ત્યાં દેવીસિંહ નામનો કેદી છે જે આપણને કામ લાગે એવો છે.

કોહી: હા એવો છે. એવો છે.

નુએન: તો મોઝિનોએ ત્યાં કોઈ ને કેદ કરી રાખ્યું છે. ને જો મોઝિનોએ એને કેદ કર્યો છે અને એ પોતે સામે ચાલી એને મળવા ગયો છે એનો મતલબ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ કોઈ ખાસ વ્યક્તિ જ હશે. ઓનીર કાલે આપણે ત્યાં જઈશું.

ઓનીર: હા. નિયાબી તમે પણ આવશો.

નિયાબી: હા જરૂર.

રીનીતા: પણ તમારે મહેલ નથી જવાનું?

ઓનીર: ના અમે ચાર દિવસ સતત કામ કર્યું એટલે ચાર દિવસ નથી જવાનું.

નુએન: સરસ તો આપણે આ દિવસોનો ઉપયોગ કરીશું.

રીનીતા: તો કઈ નહિ તમે લોકો જાવ અમે અહીં ધ્યાન રાખીશું.

ઓનીર: ઝાબી પહેરેદારોને સંભાળી લઈશ ને?

ઝાબી: હા તું ચિંતા ના કર હું જોઈ લઈશ.

બીજા દિવસે ઓનીર, નુએન અને નિયાબી કોહી ની સાથે પેલી ગુફા પર જવા નીકળ્યાં. પુરા દિવસની મુસાફરી કરી સંધ્યા સમયે એ લોકો પેલી ગુફા પાસે પહોંચી ગયા. પણ ગુફા બંધ હતી. એ લોકોએ ગુફાને ચારે તરફ થી ફરી ફરી ને જોયું. પણ એમને અંદર જવાનો કોઈ રસ્તો મળ્યો નહીં.

નુએન: ઓનીર રાત સુધી રાહ જોઈએ.

ઓનીર: જી.

પછી એ લોકો ગુફાને જોઈ શકે એ રીતે થોડા દૂર રોકાઈ ગયા. ત્યાં એમણે ભોજન લીધું અને ગુફા પર નજર રાખવા લાગ્યા. રાત થઈ એટલે ગુફાનો દરવાજો ખુલ્યો. એમાં થી સૈનિકો ઘોડા સાથે બહાર નીકળ્યા. તેઓ કોઈ સમાન લઈ ને નીકળ્યા. એ લોકોએ સામાન ઘોડા ઉપર ચડાવવા લાગ્યાં.

જેવી ગુફા ખુલ્લી ઓનીર, નુએન અને નિયાબી તૈયાર થઈ ગયા. ઓનીરે કોહીને કઈક કહ્યું અને ઈશારો કર્યો. કોહી ઉડીને ગુફાની ઉપર ગયો ને ચક્કર મારવા લાગ્યો. જ્યારે સૈનિકો સામાન ચડાવતા હતા ત્યારે આ લોકો લુપાતા છુપાતા ગુફાના દ્વાર તરફ આગળ વધવા લાગ્યા. જેવા ગુફાની નજીક પહોંચ્યા એટલે કોહી સૈનિકો પાસે નીચે આવવા લાગ્યો.

સૈનિક: આ બાજ નીચે કેમ આવી રહ્યું છે?

બધાની નજર કોહી તરફ ગઈ.

કોહી નીચે આવીને એક સૈનિકના સામાનને ચાંચ મારવા લાગ્યો. ને પાછો ઉપર ગયો. પાછો નીચે આવ્યો અને ફરી સામાનને ચાંચ મારી ફરી ઉપર ગયો. આવું કોહીએ ત્રણ ચારવાર કર્યું. કોહીની આવી હરકત જોઈ સિપાહીઓ તેને ઉડાડવા હટ.....હટ.....એમ કરવા લાગ્યા.

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે નુએન, નિયાબી અને ઓનીર પોતાનો ચહેરો કપડાંથી ઢાંકી બધાની નજર ચૂકાવી ગુફામાં સાવધાની પૂર્વક દાખલ થઈ ગયા. કોહીએ આ જોયું એટલે એ પણ ત્યાં થી ઉડીને દૂર એક ઝાડ પર બેસી ગયો. પેલા સૈનિકો હવે પાછા કામમાં લાગી ગયા.

ઓનીર, નુએન અને નિયાબી ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. ગુફા સરસ મોટી હતી. છુપાઈ શકાય એવી જગ્યાઓ પણ હતી એટલે એ લોકો ધીરે ધીરે સૈનિકોની નજર થી બચતા આગળ વધવા લાગ્યા. તેઓ ઘણું આગળ ચાલ્યા પછી એમને પાંજરા દેખાયા અને એમાં માણસો પણ.

નુએન: ઓનીર મને લાગે છે કે આપણે યોગ્ય જગ્યાએ આવી ગયા છીએ.

ઓનીર: હા પણ અહીં કોઈ સૈનિક દેખાતો નથી?

નિયાબીએ ચારેતરફ જોયું પછી બોલી, ના અહીં કોઈ સૈનિક નથી.

નુએન: અહીં બહુ બધા લોકો છે આમાં દેવીસિંહ કોણ હશે એ કેવી રીતે ખબર પડશે?

ઓનીર: આપણે અલગ અલગ થઈ જઈએ અને શોધીએ. દરેક પાંજરા પાસે જઈને પુછીશું.

નુએન: ના એવું ના થાય ક્યાંક સૈનિકોને ખબર પડી જાય.

નુએને આંખોના ઈશારે જ ઉભા રહો કહી ને એ એક કેદીના પાંજરા આગળ ગયો. કેદી આંખ બંધ કરીને કદાચ સૂતો હતો.

નુએન: ભાઈ........

કેદી એકદમ શાંત અને નરમ અવાજમાં ભાઈ સાંભળી ઝબકી ગયો. એ પોતાની આંખો ચોળવા લાગ્યો. એને સમજ નહોતી પડી રહી કે આ કોણ છે? ને અહીં કેવી રીતે આવ્યો?

નુએન એના હાવભાવ પર થી એની પરિસ્થિતિ સમજી ગયો એટલે ધીમે થી બોલ્યો, ભાઈ મારુ નામ નુએન છે. હું રાયગઢ થી આવ્યો છું. અહીં દેવીસિંહ કોણ છે?

કેદીના ચહેરા પર ખુશીની એક લહેર આવી ગઈ એ બોલ્યો, આગળ જાવ ત્યાં એક અલગ જ પાંજરું છે. એમાં જે વ્યક્તિ છે એ દેવીસિંહ છે.

નુએન: ધન્યવાદ ભાઈ.

નુએને નિયાબી અને ઓનીર ને આંખ થી આગળ વધવાનો ઈશારો કર્યો અને પોતે પણ આગળ વધવા લાગ્યો. થોડા આગળ ગયા એટલે નુએને એક પાંજરામાં દેવીસિંહ દેખાયો. એણે ઈશારા થી નિયાબી અને ઓનીર ને દેવીસિંહ બતાવી ત્યાં આવવા કહ્યું. ને ત્રણેય જણ દેવીસિંહ પાસે આવી ગયા.
ચતુર દેવીસિંહ આ હલચલ થી જાગી ગયો હતો. એણે નિયાબી, ઓનીર અને નુએન ને પોતાની સામે ઉભેલા જોયા. એને આશ્ચર્ય થયું.

દેવીસિંહે ચારેતરફ જોયું ને પછી કડક અવાજમાં પૂછ્યું, કોણ છો? અહીં કેમ આવ્યા છો?

નુએન: દેવીસિંહ?

પોતાનું નામ સાંભળી થોડો નરમ પડ્યો અને માથું હલાવી હા કહી.

નુએન: અમે તમને જ મળવા આવ્યા છીએ. હજુ નુએન આગળ કઈ બોલે એ પહેલા કોઈના આવવાનો પગરવ સંભળાયો.

નુએન, નિયાબી અને ઓનીર તરત જ ત્યાં થી દૂર હટી ગયા અને સંતાઈ ગયા.

બે સૈનિકો ત્યાં કેદીઓ ને ચકાસવા આવ્યા. તેઓ એ બધા પાંજરા ને બરાબર જોયા અને પછી ત્યાં થી જતાં રહ્યા. એમના ગયા પછી નુએન, ઓનીર અને નિયાબી પાછા દેવીસિંહના પાંજરા આગળ આવી ગયા.

નુએન: દેવીસિંહ અમે રાયગઢ થી આવ્યા છીએ. હું નુએન, આ ઓનીર અને આ નિયાબી છે. અમે તમને નથી ઓળખતા. પણ તમે અહીં બંધ છો એનો મતલબ તમે મોઝિનોના દુશ્મન છો અને મોઝિનો અમારો પણ દુશ્મન છે. ને એટલે અમે તમને મળવા આવ્યા છીએ.

દેવીસિંહ: મોઝિનો ના દુશ્મન? ને હું તમારી શુ મદદ કરી શકું? મને મળી ને તમને શુ મળશે?

નુએન: એ અમને નથી ખબર. પણ અમે મોઝિનોને અહીં આવતા જોયો. ને અમને લાગ્યું કે મોઝિનો સામે ચાલી ને જેને મળવા જતો હોય એ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ તો ના જ હોય. ને એ વ્યક્તિ અમારા કામ આવી શકે? એવું વિચારી અમે અહીં આવ્યા છીએ.

દેવીસિંહ: હા મોઝિનો સામે ચાલી ને મને મળવા તો આવે જ છે. મને નથી ખબર તમે કોણ છો? પણ જો તમે ઈચ્છતા હોય કે હું તમારી મદદ કરું? તો તમારે મારી મદદ કરવી પડશે.

નુએન: હા બોલો અમે તમારી શુ મદદ કરી શકીએ?

દેવીસિંહ: મને અને મારા સાથીઓ ને અહીં થી છોડવો.

નુએને ઓનીર અને નિયાબી સામે જોયું. પછી થોડીવાર સુધી કઈક વિચારી બોલ્યો, હા અમે તૈયાર છીએ. પણ અહીં થી બહાર કેવી રીતે જઈશું?

દેવીસિંહ: રોજ સવારે બધા કેદીઓને સાંકળોથી બાંધીને દૈનિક ક્રિયાઓ માટે ગુફાની બહાર લઈ જવામાં આવે છે. જો એ સમયે તમે અમારી સાથે જ ચાલો અને અમને મુક્ત કરવો તો શક્ય છે.

ઓનીર: પણ એ સમયે તો સૈનિકો પણ તમારી સાથે હશે.

દેવીસિંહ હસતાં હસતાં, દીકરા એકવાર તું આ દેવીસિંહને ખોલી દેજે પછી હું તને બતાવીશ.

દેવીસિંહનો વિશ્વાસ અને અવાજનો રણકો જોઈ ત્રણેય ને નવાઈ લાગી. પણ એમણે સવારે આ કેદીઓ ને છોડાવવાનું નક્કી કરી લીધું.

દેવીસિંહ: તમે અહીં જ રોકાઈ જાવ. હવે સૈનિકો સવારે જ આવશે.

નુએને ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. બધા શાંતિ થી સુઈ ગયા. પણ દેખાડા માટે બાકી હજારો પ્રશ્નો રમતો રમી રહ્યા હતા એ લોકોના મનમાં. જેના જવાબો કાલે સવારે મળવાના હતાં. દેવીસિંહને આખી રાત ઊંઘ ના આવી. એ આ ત્રણેય વિશે વિચારતો રહ્યો. ને આવનાર કાલ માટે પોતાના મનને મજબૂત કરવા લાગ્યો.ક્રમશ.............
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED