ઓપેરેશન દિલ્હી - ૧૫ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપેરેશન દિલ્હી - ૧૫

શહેરમાં પ્રવેશતા પાર્થે કહ્યું “હવે તમે ત્રણે રિક્ષામાં હોટેલ પર પહોંચો કેમ કે અહીંયા ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીશું તો બીજી મુશ્કેલી આવશે એટલે તમે રીક્ષા માં આવો અને હું તમારી પાછળ બાઈક માં પહોચું છું.”

પાર્થ ની વાત યોગ્ય લાગતા એ ત્રણેય ત્યાં બાઇક પરથી ઉતરી ગયા. પાર્થ રીક્ષા લઇ આવ્યો રાજ,અંકિત અને કેયુર તેમાં ગોઠવાયા. પાર્થ બાઈક પર હોટેલ પર પહોંચો ત્યાં તેણે રિસેપ્શન કાઉન્ટર ઉપર બાઈકની ચાવી પાછી આપી પોતાના રૂમ માં ગયો. તેણે કૃતિ,ખુશી,દિયા અને રીતુને પણ પોતાના રૂમમાં બોલાવ્યા. ત્યાં સુધીમાં અંકિત,રાજ અને કેયુર પણ આવી ગયા એ બંનેની હાલત જોઈ ખુશી એ પૂછ્યું “ક્યાં હતા અત્યાર સુધી?તમારી આ હાલત કેવી રીતે થઈ?”

“ક્યાં હતા તમે?” દિયા એ પૂછ્યું.

“તમને ખબર છે તમને શોધવા કેટલી મહેનત કરી હતી? કૃતિ.

“તમારી આવી હાલત કોને કરી?” રીતુ.

બધા એ ઉપર ઉપરી પ્રશ્ન પૂછી નાખ્યા. પછી પાર્થે જવાબ આપ્યો “થોડી શાંતિ શાંતિ રાખો તેને થોડો આરામ કરવા દો પછી આપણે પૂછીશું” તેણે રાજ અને અંકિતને ઉદ્દેશીને કહ્યું “તમે બંને શાંતિથી ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધીમાં અમે નાસ્તો લઈ આવીએ પછી નાસ્તો કરી અને આગળની વાત કરીએ”.

પાર્થ અને કેયુર બંને નાસ્તો લેવા માટે ગયા. થોડીવાર પછી તે નાસ્તો લઇ આવ્યા ત્યાં સુધી માં રાજ અને અંકિત પણ ફ્રેશ થઈ ગયા હતા. બધાએ સાથે નાસ્તો કર્યો. નાસ્તો કરી ત્યાં જ વાતો કરવા માટે બેઠા સૌપ્રથમ પાર્થે રાજ ને પૂછ્યું “તમે બંને ત્યાં કેવી રીતે પહોંચ્યા તમને કોણ ત્યાં લઈ ગયું?”

“ એ તો અમને પણ ખબર નથી કે અમે ત્યાં કેવી રીતે પહોંચ્યા.” અંકિત.

“ અમે બંને રાત્રે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે અમે હોટલમાં એક માણસને ગન સાથે જોયો. એટલે અમે ઉત્સુકતાવશ તેની પાછળ ગયા. આપણી બરોબર સામેના રૂમમાં ગયો પછી અમે તેમની વાતો સાંભળવા માટે દરવાજા પાસે ઉભા રહ્યા પણ હજુ અમે કશું સાંભળી એ પહેલાં જ એક બીજો વ્યક્તિ અમારી પાછળ આવીને ઊભો રહ્યો. એ અમને ખબર નહીં પછી તેમને પૂછ્યું કે “તમે કોણ છો અને ક્યાંથી આવ્યા?” એ બધું પૂછતો હતો બરાબર એ જ વખતે બીજી એક વ્યક્તિ દરવાજો ખોલ્યો અને પેલા ને ઉદ્દેશીને કહ્યું “નાસિર કોણ છે આ?” નાસીરે કહ્યું કે “ખબર નથી પણ આ અહીંયા દરવાજા પાસે ઊભા વાતો સાંભળતા હતા” ત્યારબાદ તે અમને અંદર લઈ ગયો ત્યાં કોઈક મોટી ઉંમરનો માણસ અંદર હાજર હતો તેણે પેલા બંને વ્યક્તિ ને ઉદ્દેશીને પૂછ્યું “એજાજ આ કોણ છે?” ત્યારે એજાજે એ જ જવાબ આપ્યો જે નાસીરે તેને આપ્યો હતો. પછી અમને બંનેને પકડી રૂમમાં રહેલી ખુરશી પર બાંધ્યા અને કોઈક ઇન્જેક્શન આપ્યું. પછી શું થયું એ બહુ યાદ આવતું નથી. જ્યારે અમે થોડું જાગતા ત્યારે તે ફરીથી અમને ઊંઘવાનું ઇન્જેક્શન અપાતું. અમને ખબર નથી અમે ત્યાં કેવી રીતે પહોંચ્યા. અને જ્યારે અમારી આંખ ખૂલી ત્યારે તમે બંને અમારી સામે હતા.” રાજે અખો ઘટના ક્રમ જણાવ્યો.

“ તે કોણ હશે એવો કોઈ અંદાજ છે તને ?” પાર્થ

“ ના એ તો ખબર નથી.” રાજ

“તમે અમને કેવી રીતે શોધ્યા? એ તો કહો” રાજે કહ્યું સાથે અંકિતે પણ તેને પૂછ્યું “પહેલા એ વાત તો કર પાર્થ”

ત્યારબાદ પાર્થે રાજ તેમજ અંકિતને સઘળી હકીકતો જણાવી કેવી રીતે તેમની ઘડિયાળ જોઇ તેને ટ્રેસ કરી કેવી રીતે તેમને શોધ્યા એ બધી વાત કરી.

“ઘડિયાળની મદદથી અમને શોધ્યા?” રાજે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“જોયું કેવી કામ આવી ઘડિયાળ જયારે ગીફ્ટ વિશેનો વિચાર તમને કર્યો હતો ત્યારે બધાએ મારી મજાક ઉડાવી હતી” અંકિત

“એ તો હકીકત છે કે જો આ ઘડિયાળ ન હોત તો અમે તમને ક્યારેય શોધી શક્યા ન હોત” કેયુર.

“ પણ મને હજુ એક વાત સમજાતી નથી એ તમને બંનેને હોટલ પરથી ત્યાં ગોડાઉન પર જ કેમ રાખ્યા હશે?જો એ તો એ ગોડાઉન તેમનું જ હોય તો તેઓ હોટલમાં રહેવા શા માટે આવ્યા?” પાર્થ.

“તારી વાત બરોબર છે પણ છોડ ને હવે આપણે શું કામ એમાં પડવું” દિયા.

“ દિયાની વાત બરોબર છે. રાજ અને અંકિત આપણને પાછા મળી ગયા એટલે આવતી કાલે આપણે થી નીકળી જઈશું.” રીતુ

“ ના રીતુ આપણે હજી થોડા દિવસ અહીંયા જ રોકાવાનું છે. કેમકે આ માણસો કોઈ યોજના વિશે વાત કરતા હતા એક વખત જ્યારે હોશમાં આવ્યો ત્યારે મેં આ લોકોને વાત કરતા સાંભળ્યા હતા. એ લોકો વાત કરતા હતા કે હજી કેટલો સમય લાગશે આપણા પાર્સલ પહોંચતા ઝડપથી નહીં આવે તો આપણી યોજના નિષ્ફળ જશે આમાં આપણું ઘણું બધું દાવ પર લાગેલ છે. તેથી આ યોજનાને તો કોઈ પણ ભોગે આપણે અંજામ આપવો જ પડશે” રાજ.

“પણ એ લોકો કઈ યોજના ની વાત કરતા હતા?” દીયા

“એ જ તો આપણે શોધવાનું છે. કેમકે એ લોકોના ચહેરા ઉપરથી કંઈ સજ્જન જેવા દેખાતા નહોતા. બધાના ચહેરા બદમાશ જેવા દેખાતા હતા. હવે આપણે આગળ ખૂબ જ સાવચેતી પૂર્વક તપાસ કરવી પડશે તો જ આપણે જાણી શકીશું કે એ લોકો ની યોજના શું છે અને તે ક્યાં પાર્સલ ની વાતો કરતા હતા.” રાજ.

“એ બધું આપણે પછી ચર્ચા કરીશું કે શું કરવું અને શું ન કરવું અત્યારે તમે થોડો આરામ કરી લો” પાર્થ.

“તમે આરામ કરો અમે બાજુના રૂમમાં બેઠા છીએ. કંઈ પણ કામ હોય તો ફોન કર જે રૂમની બહારના બિલકુલ નીકળતાં નહીં “કેયુર

“ ત્યારબાદ પાર્થ,કેયુર,કૃતિ,ખુશી,દિયા અને રીતુ બધા બાજુના રૂમ માં બેસવા માટે ચાલ્યા ગયા. રાજ અને અંકિત ને બે દિવસ પછી સરખો આરામ મળ્યો.