પંચાયત Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પંચાયત

પંચાયત તમે જાણો છોને પંચાયત એટલે શું? પેહલાના સમયે જ્યારે કોર્ટનું અસ્તિત્વ ન હતું તે સમયે ગામના પાંચ લોકોની ગામ વચ્ચે એક પંચાયત ભરાતી હતી. તે લોકો સારા નરસા નિર્ણયો આપતા! તે સિવાય પણ એક પંચાયત છે.તમે ઘણી વખત લોકોના મોઢે સાંભળ્યું હશે, મુવો પંચાતીયો છે. આવા લોકો રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર બહુ સરળતાથી મળી આવે! કદાચ વિમાનમથક પર પણ હોતા હશે પણ મને જવાનો અનુભવ નથી. હું છું રાજ દિલ વાલે દુલહનીયા લે જાયેંગે પિક્ચર વાળો નહિ, રાજ પટેલ ફ્રોમ ભુજ આજે મારા દિમાગનું જબરદસ્ત દહીં થઈ ગયું! તો મારી પણ ફરજમાં આવે કે હું તમારા દિમાગનું દહીં કરું? કેવી રીતે નહીં પૂછતાં નહિતર હું આખી પ્રોસીજર સમજાવીશ
હાલ હું અમદાવાદ જઈ રહ્યું છું. મારી સીમરન પાસે! હસતા નહીં સ્નેહા મારી જાનું સિમી પાસે, બસ સ્ટોપ પર એક ભાઈ જોર ખપાવી, સાલો મારી પાસે આવીને બેસી ગયો.

"ક્યાં જવું છે?" ક્ષણે એક તો મેં આજુબાજુ જોયું! " અરે ભાઈ મોબાઈલની બહાર પણ એક દુનિયા છે. તમને જ કહું છું આજુબાજુ ડફાળા શું મારો છો?" મારી જનરેશન સાલા તો તું બાબા આદમના જમાનાનો છે? હું કઈ બોલવા જાઉં એ પેહલા જ બોલ્યો. " આટલું શું વિચારો છો માણસ છું આંતકવાદી નહિ."

"અમદાવાદ જાઉં છું."મેં ફરી મોબાઈલમાં મોઢું પરોવ્યું.
"અમદાવાદ જાઉં છું એટલું બોલવામાં આટલું શું વિચારવાનું હોય ભાઈ?" આ સાલો આજે મારા હાથની ખાય નહિ તો સારું હું મનમાં જ બબડ્યો.

"અમદાવાદના લાગતા નથી તમે...." તેણે ફરી એક સળગતો તીર છોડ્યો.
"હમ્મ..." મારા મોઢેથી આટલો શબ્દ નીકળ્યો.
સિમીનો મેસજ આવ્યો એટલે મેં ટાઈપ કરવાનું શુરું કર્યું!
"આ જમાનામાં ટેકસ્ટ મેસેજ?" બે સાલા મુંગો મરને શબ્દ મારા મોઢા સુધી આવતા આવતા રહી ગયો, હું એ શબ્દને થૂંકની જેમ ગળી ગયો.
" તો રૂબરૂ જઈને સંદેશ આપી આવું?" મેં રીતસરનો ગુસ્સે થઈને બોલ્યો.
"એમ નહિ દોસ્ત પણ વોટ્સએપ ચલાવું જોઈએ તમારા જેવા યુવાનીયાઓને તો. બહુ વિચિત્ર લાગ્યું કે તમારા જેવી જનરેશના માણસ પણ વોટ્સએપથી અજાણ હોય!" તે ફરી જુદાઈના પરેશ રાવલની જેમ જામ્યો જ પડ્યો હતો.

"દોસ્ત ટ્રાવેલિંગ કરવાનું છે તો હું બેટરી બચાવું છું."
"અરે ભાઈ પાવર બેંક રાખવાનું શીખો, એમ.આઈ જેવી કંપનીઓ કેટલા સસ્તામાં પાવર બેંક આપે છે. દેશ દુનિયામાં કેટલા ધરખમ ફેરફારો આવ્યા છે."
"હમ્મ" મૈં કૃત્રિમ રીતે હામી ભરી.

"આ કચ્છને મોદી સાહેબ બહુ મોટુ નામ કર્યું છે. પણ સાચું કહું તો અહીં કઈ જ નથી, તમને પણ અનુભવ થયો હશે, બધા કે અહીંની કચ્છી દાબેલી બહુ સારી બને છે. મને એવું કંઈ ખાસ ન લાગ્યું! કચ્છનું નામ બડે દર્શન છોડે જેવું છે! હું હવે બીજી વખત કચ્છ નહિ આવું, તમને કચ્છનો અનુભવ કેવો રહ્યો?"
"હું કચ્છી જ છું." એણે સાંભળ્યું ન સાંભળ્યું ગણતરીની ક્ષણોમાં જ મારી આંખ સામે ઓજલ થઈ ગયો.

****

હું ઉપરની સ્લીપર સિટીમાં સૂતો હતો. લગભગ બે કલાક જેવું થયું હશે, અમેં સૂરજબારી પુલની ઉપરથી પસાર થઈ રહ્યા હતા. કોઈ જાણીતો અવાજ સંભાળઇ રહ્યો હતો.મેં નીચે જોયું પેહલો લપલપીયો કાચબો બેઠો હતો. સામે એક સુંદર યુવતી! મેં મનમાં જ પ્રાર્થના કરી હૈ ઈશ્વર બિચારીને સહન શક્તિ આપજે! હું ફરી અંદર ડોક્યુ કરી લીધું!

"હું આખી દુનિયા ફર્યો છું. કચ્છ જેવી અદભુત જગ્યા અને અદભુત માણસ મેં ક્યાંય નથી જોયા" સામેથી કોઈ જવાબ ન આવ્યો. મેં લોકોના વિચારો વેહવારો બદલતા જોયા છે પણ ફકત બે કલાકમાં એવું તે શું થઈ ગયું કે જે માણસ ક્યારે પણ અહીં આવવા માંગતો ન હતો અહીં વારંવાર આવવાની ઈચ્છા જતાવી રહ્યો છે. મેં મારા કાન ફરી તેની તરફ સરકયા!
" અહીંનું રણ, અહીંના મહેલો ખાસ તો અહીંની કચ્છી દાબેલી...લાઝવાબ.. " મેં બારીની બહાર મોઢું સરકાવ્યું " તમે તો કચ્છ ફરી ક્યારે આવવા માંગતા ન હતા? અચાનક શું થયું?"
તેણે મારા તરફ જોયું, તેની હાલત કાપે તો લોહી ન નિકળે તેવી થઈ ગઈ!!
"અહીંથી ક્યાં જશો? વચ્ચે ઊતરી જશો?"
પહેલા મારા પછી છોકરીના મોઢા તરફ જોઈ રહ્યો હતો. તેના ચેહરાના ભાવ જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ તેવા હતા.
છોકરીએ મારી સામે સ્માઈલ કરી મનોમન મારો અભાર માન્યો! મારી આંખ સવારે ખુલ્લી, યુવતી મારી તરફ પ્રશ્નાર્થ નઝરે જોયું! અમારી બને પાસે કોઈ જવાબ ન હતો. પણ આજે અમેં એક પંચાયતીયાને બરાબર મજા ચખાડ્યુ હતું.

સમાપ્ત