Fight, Tea and coffee books and stories free download online pdf in Gujarati

ઝગડો, ચા અને કોફી - conversation

હેય પાગલ...
બસ આજ એક શબ્દ સાથે અમારી કાલ રાત્રે વાત શરૂ થઈ.

પેલી:- હેય પાગલ,
હું :- આરે વાહ, આજ ઘણા સમય પછી તારો મેસેજ, વાત શું છે?
પેલી :- અલા હવે મારે તને મેસેજ પણ નાં કરવાનો?
હું:- કરાયને, પણ આ વર્ષો પછી મેસેજ આવ્યો એટલે અચંબો લાગ્યો.
પેલી :- યાર સૌથી પહેલા તો છે ને તું આ ભાષા તારી સુધાર, અચંબો, ને કેવ કેવા શબ્દો વાપરે છે. કંઈ સમજાય એવું બોલને.
હું:- બકા આ મારા પ્રેમની ભાષા છે, હવે મારો પ્રેમ તને નાં સમજાય તો એમાં મારો શું વાંક??
પેલી :- હા હવે ખબર છે તારો પ્રેમ, બધા માટે સેમ જ હોય છે તારો પ્રેમ. રોજ ની રોજ તને કંઈક લખવા જોઈએ એ પછી તું ગમે ત્યાં હોય લખ્યા જ કરે, પણ કંઈક એવું લખ કે જેમાં મને ખબર પડે.
હું :- અરે ગાંડી, હું બધું તારા માટે જ લખું છું, પણ તને નથી સમજાતુ એમ મારો શું વાંક?
પેલી :- અચ્છા, મતલબ તારું લખેલું નાં સમજાય તો એમાંય મારો વાંક. વાહ, મતલબ બધે વાંક તો મારો જ હોય છે ને, તારો ક્યાં કંઈ વાંક જ છે.

ચાલ છોડ આ બધું, કાલ મળ મને, ઘણા દિવસ થયા મળ્યા નથી. "પેલિએ કીધું."
તો મેં કહ્યું હા ચાલ મળીએ, કાલ પેલા બ્રિજ નાં નીચે, પેલા રમણકાકાની ચા સાથે પીશું.
તો પેલી બોલી, નાં. મારે તો કોફી પીવી, અને એ પણ સિસિડિ ની.

મેં કહ્યું બકા, હાલ મારી પાસે એટલા તો કંઈ રૂપિયા નથી કે હું તને સિસિડિ ની કોફી પીવડાવી શકું.
પેલી હા ખબર છે તને તો તારી ચા ગમે છે, એટલે તું અમારી સાથે સિસિડિ માં નાં આવે એટલે બહાના બતાડે છે...
અને આ વાત ફક્ત ચા અને કોફી થી શરૂ થઇ હતી , અને ક્યારે જગડામા બદલાઈ ગયી ખબર પણ નાં પડી.
એને થોડું ઘણું સંભળાવ્યુ મને અને મેં પણ ઘણું બધું નાં કહેવાનુ પણ કહી દીધું, એને એને મને કહ્યું, હવે તું જ નક્કી કરે તારે છું જોઈએ. ચા કે કોફી.
જો ચા તો તું તારા રસ્તે હું મારા રસ્તે. અને કોફી ગમેશે તને તો હું તારી..

વાત ફક્ત એટલી જ હતી કે એને કોફી ગમતી હતી, અને મને ચા. એનો પ્રેમ કોફી માં હતો, અને મને મારી ચા પ્રત્યે અઢળક પ્રેમ.
પણ એની એવિ શરત કે મારે એની કોફી અથવા મારી ચા માંથી ગમે તે એક પસંદ કરવાની. અને હું પાગલ ચા અને કોફી નો ફરક ખૂબ સારી રીતે જાણતો હતો, એટલે મેં કોફીને છોડી ચા પસંદ કરી, અને એ પાગલ ચાનો બહિશ્કાર કરી ઘર ભેગી થઈ ગયી. વાતમા કંઈ દમ નહોતો, ફક્ત ચા અને કોફી નો ભેદ ઉકેલવામા મેં જાણે એની પાસે થી એની કિડની માંગી લિધી હોય, તેવું વર્તન શરૂ થયું, અને ફક્ત આટલી નાની વાત છેક જગડા સુધી પહોંચી.

પછી થાય શું, થોડી એની બબાલ, થોડી મારી વાતો, થોડા એના નખરા, થોડો મારો ગુસ્સો, થોડી એની તકરાર, થોડો મારો પ્રેમ, થોડિ એની ગમગીન આંખો, થોડી મારી લાલ આંખ, થોડું ગુસ્સેલ વર્તન એનું તો થોડો ભારી ભરખમ અવાજ મારો. આવી નાની નાની વાતો માં ખબર નહીં ક્યાં ૩ કલાક જગડામા નીકળ્યા, અને ખબર નહીં કેમ, શબ્દો નાં વાર સીધા સંબંધ સુધી પહોંચ્યા.

પણ સાચું છે યાર એણે થોડી કીધું હતું મને કે તું મને પ્રેમ કર, મેં એને થોડી કીધું હતું કે એ મને પ્રેમ કરે છે. હું એને પ્રેમ કરતો હતો મેં એને કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું. બાકી મારા જેવા રમકડાં તો ઘણા હતા એની પાસે.

હા તો માન્યું કે જેને પ્રેમ કરીએ છિયે એને આપડો પ્રેમ જતાવો ખોટું છે, ભૂલ છે તો હા હું માનું છું કે મેં ખોટું કર્યું, મેં ભૂલ કરી.

પણ આખી રાત હું એજ વિચારતો રહ્યો, જો એને પ્રેમ જ નહોતો તો એને એટલો બધો જગાડો કેમ કર્યો,?

પણ હવે તો આ સવાલ ફક્ત સવાલ જ બની ને રહી ગયો, કારણ કે કાલ રાત નાં આ જગડા માં મેં એને બ્લોક કરી અને એણે મને...

બીજા રસપ્રદ વિકલ્પો