સવાર સવારમાં કેવા કેવા પેશન્ટ આવે છે. આખો દિવસ ખરાબ જાય છે. હજી તો જસ્ટ આવીને બેઠો જ છું ને પહેલો જ દરદી આવો ગાંડો.
માણસ માં બણ બણતા એને ઘંટડી વગાડી...
ટ્રીંન... ટ્રીંન...
નેક્સ્ટ.
નેક્સ્ટ કહેતની સાથે એક પાચીસેક વરસનો દરદી ડોક્ટરની કૅબિનમાં દાખલ થયો. ડૉક્ટરે એને બેસવાનુ કહ્યું...
એ બેઠો, અને ડૉક્ટરે એને પુછ્યું,
બતાવો શું થયું છે??
દરદી થોડો ગભરાયેલો હતો, અને કઈ ના બોલી શક્યો...
ફરીથી પુછ્યુ, શું થયું છે ભાઈ તને??
થોડા ડરેલા સ્વરમાં દરદી બોલ્યો...
ડોક્ટર, મને ડિપ્રેશન છે...
અને ચૂપ થઈ ગયો.
ડૉક્ટરે પુછ્યું, શેનું ડિપ્રેશન?
દરદી કશું જ નાં બોલી શક્યો...
ફરીથી થોડા પ્રેમથી ડૉક્ટરે પુછ્યું, શેનું ડિપ્રેશન છે ભાઈ??
થોડા ડરેલા સ્વરે બોલ્યો, જીવનમાં કોઈ ખુશી જ નથી બચી, બધેથી ઠોકર મળેલી છે. દિવસમાં ૨૪ કલામાથી ૨૪ કલાક રડવાનું જ અને મરવાના વિચાર આવે છે. શું કરવુ કશું ખબર નથી પડતી. જીવન જેવું કશું લાગતુ જ નથી... જિંદગી જાણે સાચે જોકર બની ગયી છે.
તો ડૉક્ટરે એ થોડું હસ્યા, અને કહ્યું, અરે ભાઈ ચિંતા નાં કરીશ. આ તો અત્યારના સમયમાં દરેકની સમસ્યા છે.
તું એક કામ કર, હોસ્પિટલની પાછળ એક સર્કસ લાગ્યું છે, ત્યાં એક જોકર છે, જે ખુદ તો ઘણી માર ખાય છે, પણ લોકો ને ખૂબ હસાવે છે. એક એક મોમેન્ટ પર ખૂબ હસાવે છે. અને દરેક લોકો પેટ પકડીને હશે છે. તમે એકવાર જાઓ, તમે જોશે તો તમે સાચે ખુશ થઈ જશો. બધી જ તકલીફ, બધું ડિપ્રેશન તમારું દૂર થઈ જશે.
આ સાંભળી દરદીની આંખમાં આંસુની ધાર થવા લાગી.
તો ડોક્ટર પુછી લીધું...?
શું થયું ભાઈ?? કેમ રડે છે?
અને શર્ટની બાયથી આંખ કોરી કરતાં કરતાં એ દરદી બોલ્યો, પણ ડોક્ટર સાહેબ, એ જોકર જ હું છું...
હોસ્પિટલ ની એ કૅબિન એકદમ શાંત થઈ ગયી...
મોરલ ઓફ ધ સ્ટોરી,
જરૂરી નથી કે જે વ્યક્તિ બધાને હસાવે છે, જે વ્યક્તિ દરેકને ખુશ રાખે છે, તે વ્યક્તિ પણ ખુશ હોઈ શકે... જરૂરી નથી તે પણ તેટલો જ ખુશ હોય, જેટલો તે બતાવી રહ્યો છે. એટલે હંમેશા તમારી આજુબાજુ માં રહેતા, તમારાં ભાઈ-બેહેન, મિત્ર જોડે સરળતા રાખી વાત કરો. કારણ કે અત્યારનાં ટેકનોલોજી ના જમનામા આપણને જ્યાં સુધી કોઈ કહેશે નહિ ત્યાં સુધી આપણને ખબર નહીં પડે. એટલે દરેક નું ધ્યાન રાખો, કારણ કે હોઈ શકે તમારી જોડે જ રહેતો, તમારો ભાઈ મિત્ર ખૂબ જ તકલીફ માં હોય, પણ કોઈ કારણોસર તમને કહી ના શકે. તો તમારી ફરજ સમજી એકવાર એની જોડે વાત જરૂર કરો. અને હંમેશા એને એક આશ્વાસન જરૂર આપો કે તું ચિંતા નાં કર, હું હંમેશા તારી સાથે છું. કઈ પણ તકલીફ હોય હું તારી જોડે છું. આ એક વાક્ય તમે તમારાં ભાઈ, મિત્ર, બેહેન, પત્ની, પતિ, તમારાં જોડે કામ કરતા તમારાં કલિગ મિત્ર, કોઈ પણ એ વ્યક્તિ, જે તમારી સાથે જોડાયેલ છે, તેને એકવાર તો આ વાક્ય જરૂર થી કહેજો. કે ચિંતાના કર કયારેય, હું હંમેશા તારી સાથે છું.
હા થઈ શકે કે એ તમને એની તકલીફ નહીં કહે, પણ હા એને મનમાં એક ઉત્સાહ તો હંમેશા રહેશે કે કોઈ હોય કે નાં હોય, મારો ભાઈ, મારો મિત્ર તો હંમેશા મારી સાથે ઊભો રહેશે.
બસ અગર ક્યાંય એને તકલીફ પડશે ને તો તમારાં આ એક વાક્ય થી જ એ પાછો ઊભો થઈ જશે. અને એને ક્યાંય તકલીફ હશે તોય નીકળી જશે ખબર પણ નહીં પડે.
બસ એક વાક્ય હંમેશા કહો દરેક મિત્ર ને...
"તું ચિંતાના કરીશ, હું હંમેશા તારી સાથે ઊભો છું..."
-ઉમેશ ચારણ