સાચા હીરો Umesh Charan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચા હીરો


હજી તો જસ્ટ ડ્યુટીથી આવી, ને દરવાજાનુ તાળું જ ખોલતી હતી કે એવામા એમની સોસાયટીમાંથી એક કાકા જોર જોર થી ઉધરસ ખાતા નીકળ્યા, અને એમને જોઈ એમ લાગતું હતું કે કે એમને શ્વાસ લેવામા પણ તકલીફ થઈ રહી છે...

બાય ધ વે, આ જેની વાત થઈ રહી છે, તે છે ગોપી. ગોપી, નામ જેવું તેનું કામ.. તે કૃષ્ણ ની બહુ મોટી ભગત, એને કૃષ્ણ એના પ્રાણપ્રિય... ખૂબ વ્હાલ કરતી, થોડી નટખટ, થોડી ચુલબુલી, નખરાળી, એ જ્યારે પણ એની ડ્યુંટી એ જાય એટલે બાજુ વાળા એ રમીલા માસીને જય શ્રી કૃષ્ણ કહેતી જાય. પેલી રંભામાસીનાં દિકરાની નાનકડી ત્રણ વર્ષની ટેણી ને રમાડતી જાય. બધાનું ખ્યાલ રાખે, બધાની મસ્તી માં ખુશ હોય, અને બસ હસતી રમતી જ જોવા મળે બધાય ને... પણ એની જિંદગીમાં એ એકલી જ... ના કોઈ સાથ આપવા વાળું, નાં કોઈ સાથે રહેવાવાળુ, કહેવા ખાતર તો એ ખૂબ ખુશ, પણ અંદર થી તો એનો ભગવાન કૃષ્ણ જ જાણે કે કેટલી ઉદાસ પણ આવી ઉદાસી ભરી જીંદગીને પણ ખુશી થી માણતા કોઈ આ ગોપી થી શીખે...

ગોપી, સ્વભાવે તો એકદમ ચુલબુલી, પણ બધાંય નું ધ્યાન રાખનારી, એક એક વાત માં બધાંય ને સમજણ આપનારી, અને કહે તો પોતાની સોસાયટીની એક મેવ સેક્રેટરી પણ કહી શકાય... જેમ તારક મેહતા નો આત્મારામ તુકારામ ભીડે છે એમ જ આ સોસાયટી ની આ ગોપી.

ગોપી, બાય પ્રોફેશન પોતે એક નર્સ છે. ખૂબ મોટી હોસ્પિટલમાં તે સિનિયર નર્સનુ દાયીત્વ સંભાળે છે.

અને તે તેના કામ પ્રત્યે ખૂબ સટિક અને પર્ફેક્ટ, કામમાં કોઈ પણ તાણ ના ચલાવે. જરા પણ ઢીલ ના મૂકે એના કામ પ્રત્યે... પણ અચાનક એક સમય આવ્યો કે દેશ માં બહુ મોટી મહામારી થઈ ગઈ. દેશમાં બહુ મોટો વાયરસ આવ્યો, બહુ મોટી બીમારી આવી, જેનું નામ "કોરોના" ..

હા કોરોના...આ કોરોના એ અત્યાર સુધીમાં હજારો-લાખો લોકોનાં વિશ્વ કક્ષાએ જીવ લીધા છે... તો એના કારણે હવે મહામારી સર્જાઇ આખા દેશભરમાં... આ મહામારી ના લીધે આખું વિશ્વમાં મોટાભાગની સ્કૂલ-કોલેજો-થિયેટર વગેરે બંધ કરવા પડ્યા. દેશ માં એવી મહામારી આવી કે ફ્લાઈટો પણ બંધ કરવામાં આવી. બહાર આવા જવાનું બંધ કરાવ્યું, અહી સુધી કે દેશભરમાં ૧૪૪ લાગુ કરવાઈ, ક્યાંય પણ ૪-૫ લોકો એક સાથે ઉભા નહોતા રહેવા દેતા. ક્યાંય પણ બહાર જવાની પરવાનગી નહોતી, બસ સેવાઓ પણ બંધ કરાવી... આવા ઘણા બધાંય કર્યો અચાનક રાતો રાત બંધ કરવાની નોબત આવી.... લોકો લખો-કરોડો નું દાન આપતા હતા, તે મંદિર-મસ્જિદો પણ બંધ કરવાયા... આખા દેશ નું અર્થતંત્ર ખોરવાઇ ગયું.


કોઈ કોઇની મદદે નહોતું આવતું, બધાંય પોતપોતાના બચાવમા આવી ગયા,બધાંય પોતાની જિંદગી બચાવામા લાગ્યા હતા. નેતાઓ ઘર-ઓફિસમા બેઠા બેઠા ફક્ત ભાષણો આપતા હતા. પણ એવામા ફક્ત એક હોસ્પિટલનો સ્ટાફ એવો હતો, કે જે દિવસ માં સતત પંદર પંદર કલાક કામ માં વ્યસ્ત હતો... જ્યાં લોકો પોત પોતાની જિંદગી બચાવામાં વ્યસ્ત હતા, ત્યાં આખા દેશભરના ડોક્ટરો, નર્સ અને દરેક હોસ્પિટલ નો સ્ટાફ દેશ-વિદેશથી આવેલા દરેક પેશન્ટને સાચવવામાં અને એમની જિંદગી બચાવામા વ્યસ્ત હતા. દેશભરના દરેક ડૉક્ટરો અને નર્સને પોતાની જિંદગી પહેલા એમના દરદીની જિંદગી વધુ વહાલી લાગતી હતી.

પણ એવામા આ ગોપી, એની દરેક કામ પડતું મૂકી એ પણ લાગી હતી એમને મળેલી ડ્યુટી કરવા. એ પણ એક નર્સ હતી એટલે એ પણ દિવસ માં પંદર પંદર કલાક એમની હોસ્પિટલમાં દરદીઓને બચાવામા વ્યસ્ત હતી... આવી પંદર કલાકની ડ્યુટી કર્યા પછી આજ ગોપી થાકેલી ઘરે પછી આવી, અને એણે વિચાર્યુ હતુ કે હમણાં ઘરે જઈ થોડો આરામ કરું, કારણ કે સતત પંદર પંદર કલાક કામ કર્યા પછી ગોપી માનસિક રીતે અને ફિઝિકલ રીતે પણ એટલી થાકી ગઈ હતી. એટલે આજ એને વિચાર્યુ કે આજ થોડો આરામ કરશે..


પણ જેવી એ હજી તો માંડ દરવાજાનુ તાળું ખોલતી હતી. એટલામાં એમની સોસાયટીમાં થી એક આધેડ ઉંમર નાં કાકા, જોર જોર થી ઉધરસ ખાતા ખાતા મોઢે કંઈ બાંધ્યા વગર નીકળતા હતા. એને તેઓ જોર જોર થી ઉધરસ ખાતા હતા તો તરત ગોપી ની નજર તે કાકા પર પડી, તો એમને જોતાં લાગ્યું કે આમને પણ કોરોનાની અસર લાગે છે. તો ગોપી તરત દોડતી મોઢે માસ્ક બાંધી કાકા જોડે પહોંચી અને પુછ્યુ... "શું થયું કાકા ?? કેમ આટલા જોર જોર થી ખાંસી ખાઈ રહ્યા છો???"

તો કાકા ખાસતા ખાસતા ગોપી સામે જોઈ બોલ્યા," અરે ગોપી બેટા, તું.. જો ને આ છેલ્લા બે દિવસથી સતત ખાંસી આવી રહી છે, પસીનો થયા રાખે છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે, અને અને કહું તો ઊંઘ પણ નથી આવતી... શું થયું હશે બેટા મને??? તને કંઈ ખ્યાલ આવે??"


તો આ સાભાળી તરત જ ગોપી સમજી ગઈ કે કાકાને કોરોનાની અસર થઈ છે... એટલે એણે તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો અને તરત એમ્બ્યુલન્સ પણ આવી ને કાકાને તરત એમ્બ્યુલન્સ માં બેસાડ્યા, ને એમને મોઢે માસ્ક પહેરાવ્યું..

એને એની હોસ્પિટલમાં ફોન કર્યો અને કહ્યું "હું એક પેશન્ટ સાથે આવી રહી છું, અને મને લાગે છે કે આમને પણ કોરોનાની અસર થઈ છે."

ડોક્ટરે કહ્યું," સિસ્ટર ચિંતા નાં કરશો, આવો, બધી તૈયારીઓ છે... "અને એટલામા ગોપી એમ્બ્યુલન્સ સાથે કાકાને લઈને હોસ્પિટલ પહોંચી, તો તરત જ કાકા ને હોસ્પિટલનો સ્ટાફ આવી એમને માસ્ક પેહરાવ્યુ, એમને એક બેડશીટથી ઢાક્યા, અને એમને તરત તેમનો સ્ટાફ કાકા ને લઈ રીપોર્ટ કરાવા લઈ ગયા... અને ગોપી પાછી લાગી એના ધરમનુ કામ કરવા... કારણ કે એની ડ્યુટી તો પતી ગઈ હતી પણ આ હવે તેના ધરમનું કાર્ય કરી રહી હતી. તે માનવતાનું કાર્ય કરી રહી હતી... તેને ઝટ ઝટ દોડીને કાકાનાં બધાંય રીપોર્ટ કરાવ્યા... કાકાનાં ઘરે ફોન કર્યો, કે કાકા ને હોસ્પિટલ આવી રીતે લાવ્યા છે, તમે શક્ય હોય તો આવો, વગેરે વગેરે...

ડોક્ટર આવ્યા, અને ગોપી સિસ્ટરનાં માથે હાથ મૂકી બોલ્યા, "બેટા આરામ કર તું, હજી હમણાં તો ઘરે જવા નીકળી હતી, કાલ આખી રાત કામ કર્યું છે, ને એક મિનિટ પણ નથી સૂતી...તો બેટા હમણાં તો આરામ કર. નહી તો ખોટી તું હેરાન થઈશ..."

"ના સાહેબ...આટલા વર્ષ તો આરામ જ કર્યો છે ને આપણે ?? કફ્ત ૬ કલાકની ડ્યુટી કરતાં હતા આપણે, એમાંય આપણા ભાગ આવે એજ કામ કરતા હતાં... પણ સાહેબ આ તો હવે દેશ પર આવ્યું છે, અને આખા દેશમાંથી જો આપણે પણ બધાંય ની જેમ હાથ ઊંચા કરી બેસી જઈશુ, તો આ બધાંય દરદીનુ કોણ થશે???

ક્યાં રોજ રોજ જાગવાનુ છે સાહેબ ? હમણાં સમય છે, પુણ્ય કમાવાનો, તો કમાવા દો... કહી ને હસવા લાગી... "" એટલા માં અવાજ આવ્યો, એક નવું પેશન્ટ આવ્યું છે, સાહેબ તમને બોલાવે છે, ઇમર્જન્સી રૂમ માં." હા ચાલો... "કહી ને, કહ્યું "ગોપી ચાલ બેટા, બંને મળીને પુણ્ય કમાઇએ..." કહી ડોક્ટર રોનક ને સિસ્ટર ગોપી બંને દોડતા દોડતા ઇમરજન્સી રૂમ બાજુ પહોંચ્યા, ત્યાં પાછળ એમની ટીમ પણ પહોંચી, ને ફરીથી તે દર્દીની તપાસ માં લાગી ગયા...


આ બધું થઈ રહ્યું હતું, તે બાજુમાં ઉભેલો એક ૧૦ વર્ષ નો બાળક જોઈ રહ્યો હતો... અને સમજવાની કોશીશ કરતો હતો, કે આ લોકો શું કહેવા માંગે છે... તો એણે માસૂમીયતમાં તેના પપ્પા ને પુછ્યું, "પપ્પા આ ડોક્ટર અંકલ અને આ દીદી શું કહી રહ્યા છે??? "

ત્યાં થોડા આંસુ સાથે, એ નાના બાળકનાં પિતા તેના માથે હાથ રાખીને બોલ્યા, "બેટા તું જે સુપર મેન, બેટમેન વગેરે જેવા સુપર હીરોનાં મુવી જોવે છે ને...તો એ મૂવીમાં કેવું સુપર હીરો લોકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી ખતરામાં નાખે છે, ને ત્યાં લોકોનો જીવ બચાવે છે ને, તો બેટા જો એ ફિલ્મી પરદાના, એ ટીવી થિયેટરના સુપર હિરો છે. પણ આજ જે તું આ રીયલ લાઈફનાં આપણાં હીરો છે. જેઓ પોતાની જિંદગી દાવ પર લગાડી તારી મમ્મીની ને તારા મમ્મી જેવા હજારો લોકોનો જીવ બચાવી રહ્યા છે..."

તો મિત્રો આવા ઘણાંય આપણી આસપાસ રહેતા ડોક્ટરો,નર્સ તથા હોસ્પિટલમાં કામ કરતા તમામ હોસ્પીટલનાં સ્ટાફ ને બે હાથ જોડી વંદન... કારણ કે જ્યાં ભગવાનના પણ દરવાજા બંધ થઈ ગયા છે, ત્યાં તમે સામી છાતીએ આ કોરોના વાયરસ જેવા ભયાનક રોગ સામે તમે લડી રહ્યા છો, અને દરેક દરદીને બચાવી રહ્યા છો.. આ દેશ તથા વિશ્વનાં તમામ ડોક્ટર, નર્સ, તથા તમામ હોસ્પીટલ સ્ટાફ ને મારા સો સો સલામ...


ઉમેશ ચારણ (એક રમકડું)