થપ્પડ Umesh Charan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થપ્પડ

થપ્પડ

રાહુલ, રાહુલ ઉઠ બેટા, હવે સવાર ના ૧૦ વાગ્યા... આ જો સૂરજ પણ માથે ચડ્યો છે ને તું હજી સૂતો છે. રાહુલ ના મમ્મી રસોડામાથી અવાજ મારી રાહુલને જગાડતા હતા.

મમ્મી થોડી વાર સૂવા દે, ઘણા સમય પછી આજ સુવાનું થયું છે. સૂવા દેને મમ્મી. અને ફરી રાહુલ ફરી સૂઈ ગયો.

આજ ઘણાં સમય પછી રાહુલ ખુશ દેખાતો હતો. આજ એના મુખ પર એક સ્વતંત્ર સ્મિત દેખાતું હતું. ફ્રેશ થઈ ને રાહુલ, ચા નો કપ હાથ માં લઈ બહાર ગેલેરી માં સાઈડ ટેબલ પર બેસી ચા પીવા લાગ્યો. અને ચા પિતા પિતા તે ફોન મંતરવા લાગ્યો. તો એને જેવું વોટ્સ એપ ખોલ્યું તો એમાં એક મેસેજ હતો.

"હેલ્લો રાહુલ."

આ એક હેલ્લો નો મેસેજ જોતાં જ રાહુલ ના મોઢે એક ખૂબ સુંદર અને શર્મિલુ સ્મિત પ્રસર્યુ. જાણે વર્ષો થી શોધતો હતો તે મળી ગયું હોય, જાણે સમંદરમાથી કોઈ મોતી મળી ગયું હોય, એવો એના મુખ પર ખુશી દેખાતી હતી. અને એમાં મમ્મી કે સવાર સવાર માં ફોન લઈને બેઠો છે પેલા ચા તો પી લે ઠીક થી. અને આ રાહુલ તો બસ એ એક હેલ્લો રાહુલ ના મેસેજ થી જ ગાંડો થઈ ગયો હતો.

એણે ધીરે થી અજુ બાજુ જોયું, અને મમ્મને કહ્યું મમ્મી થોડી વાર માં મૂકું કહી, ખુરશી લઈ ખૂણામાં જતો રહ્યો. અને એ મેસેજ નો રિપ્લાય આપ્યો. હેલ્લો આશિકા.

એમાં એવું છે કે આ આશિકા એટલે એના કોલેજમાં ભણતી, એનો ક્રશ, એ વ્યક્તિ જેના માટે રાહુલે એકવાર આશિકાના ભાઈ નાં હાથ નો મેથીપાક પણ ચાખેલો, એજ આશિકા, જેના કારણે એની કોલેજ પણ બંધ થઈ. હા એજ આશિકા.

એટલે ભાઈએ પણ એને મેસેજ કર્યો. હાય આશિકા.

અને રાહુલ ના નસીબ પણ એટલા સારા, કે રાહુલે જેવો મેસેજ કર્યો એવો તરત આશિકા એ મેસેજ જોયો. અને કીધું, કેમ છે?

અને રાહુલ તો કેવાનો હતો તારા વગર એકદમ ખરાબ. પણ હવે તારો મેસેજ આવ્યો એટલે હવે એકદમ મસ્ત.

પણ એણે થોડી શાંતિ રાખી અને રિપ્લાય કર્યો. ઠીક છું.
તું કેમ છે?


આશિકા :- હું પણ ઠીક છું. જો હવે ડિગ્રી કરવાં પપ્પા એ હોસ્ટેલ માં મૂકી છે અને તને એક વાત કહું??


રાહુલ :- (ઘાણા ઉત્સાહ થી.) અરે કે ને એમાં પુછવાનુ શું??

આશિકા :- હું તારા ઘર ની પાછળ જે હોસ્ટેલ છે એમા રેહવા આવી છું હવે. અને સ્માઇલ સાથેનું ઈમોજી મોકલ્યું.

અને આટલું વાચી રાહુલ કૂદવા લાગ્યો. એવું વર્તન કરવા લાગ્યો જાણે એની ખજાનો હાથ આવી ગયો, એ મોટે થી બૂમ મરવાનો જ હતો કે એને ખ્યાલ આવ્યો એ ઘર માં બેઠો છે. અને એને પોતાની જાત ની સંભાળી. અને આશિકાને કહ્યું, સારું કેવાય.

તો આશિકા એ આ સારું કેવાય વાંચીને તરત મેસેજ કર્યો, કેમ?? તને ખુશી નાં થઈ હું તારા ઘર ની પાસે રહેવાં આવી તો...???

રાહુલ અંદરથી.( અરે ખુશી તો એટલી થઈ છે કે હું હમણાં જ ભાગતો ભાગતો તને એકવાર જોવા આવી જઉં.) પણ ખુદ ને સંભાળી બોલ્યો, અરે એવું કંઈ નહિ. સારું લાગ્યુ કે તું તું અહી આવી રહેવા... પણ એ તો કહે આજ આટલા વર્ષો પછી કેમ મેસેજ કર્યો??? કોઈ કારણ? કે પછી તું અહી રેહવાં આવી છે એ ખબર આપવા મેસેજ કર્યો??

આશિકા:- નાં રે પાગલ, એ તો છે કે હું અહી રેહવાં આવી એટલે મેસેજ કર્યો, પણ એવું કંઈ નહીં ઘણાં દિવસે. એમાં એવુ છે કે પેલો સાહીલ છે ને મારો એક્સ. એણે નાં પાડી હતી કોઈ સાથે વાત કરવાની એટલે મેસેજ નહોતા કરાતી.


તો આ વાંચી થોડો ઉદાસ થયો, પણ રાહુલ બોલ્યો, "તો હવે કેમ મેસેજ કર્યો? હવે નાં નથી પડતો વાત કરવાની..??

અરે છોડને યાર એની વાત ને. બાય ધ વે એમ કે કાલ શું કરે છે તું??" આશિકા બોલી"

રાહુલ થોડો ખીજાતા બોલ્યો:- વાત ના બદલ, બોલ શું થયું સાહીલ જોડે ?

આશિકા બોલી :- અરે બુદ્ધુ, કશું નથી થયું, બસ થોડા સમય પહેલાં મારું એની સાથે બ્રેક અપ થઈ ગયું. એને પેલી ફાતિમા ગમવા લાગી તો ત્યાં જતો રહ્યો.

રાહુલ :- ફાતિમા??

આશિકા :- અરે, પેલી ફાતિમા જે આપડા ગ્રુપ માં ઘણી એક્ટિવ હતી, અરે પેલી શુભાશ ની ગર્લફ્રેન્ડ.

રાહુલ :- અચ્છા હા. યાદ આવ્યું.

આશિકા :- હા એજ. એટલે હવે અમે નથી બોલતા. છેલ્લા એક વર્ષ થી.

રાહુલ :- મન માં ને મન માં ખુશ થઈને.( ઘણું સારું થયું. એને એ તારા કામ નો નતો) ઓકે.

આશિક બોલી:- અરે તે કીધું નહીં, કાલ શું કરે છે??

રાહુલ :- કંઈ નઈ, પપ્પા સાથે ફેક્ટરી એ. કેમ?

આશિકા :- યાર ઘણાં દિવસ થયા નથી મળ્યા આપડે, તો ચાલ ને કાલ મળીએ.

રાહુલ :- મન માં ને મન માં ઉછાળા મારવા લાગ્યો. જાણે એની કરોડો ની લોટરી લાગી ગયી હોય, પેલીએ મળવા નહિ પણ પ્રપોઝ કરવા બોલાવ્યો હોય એમ ખુશ થતો થતો, મેસેજ નો જવાબ આપ્યો. ક્યાં?

આશિકા :- ચાલ ને કાલ ફરીથી કોલેજ નાં દિવસો યાદ કરીએ, ચાલ ફરીથી એ જૂની કોલેજ ની પાછળનાં ગાર્ડનમા મળીએ?

રાહુલ :- ખુશ થઈને.. હા ચોક્કસ. કાલ મળીએ.

આશિકા :- ફાઇનલ. ચાલ મળીએ કાલ. સવારે દસ વાગે.

રાહુલ ખુશ થઈને. હા કાલ મળીએ.

અને એમની વોટ્સએપ ચેટ પતી એટલા માં મમ્મી નો અવાજ આવ્યો, રાહુલ, એક્વાર માં સંભળાતુ નથી લાગતુ. તને કેઈ વાર કીધું કે સવાર સવાર માં તબીયત નું ધ્યાન રાખ. ખાવા પીવાનું રાખ પણ નાં અમારું સાંભળે કોણ.

રાહુલે ફટાફટ મેસેજ કર્યો, કે આશિકા કાલ મળીએ આપડે. હમણાં મમ્મી ગાળો આપો રહી છે. આપડે કાલ મળીને વાત કરીએ. ચાલ બાય, બાય....

આશિકા હસીને. હા ચાલ મળીએ કાલ પાગલ. બાય...


અને આ પાગલ શબ્દ સાંભળીને સાચે જ જાણે પાગલ થઈ ગયો હોય એમ કરવા લાગ્યો. અને ઊભો થઈને જોર થી મમ્મીને હગ કરવા લાગ્યો. અને મસ્કા મારવા લાગ્યો, મારી પ્યારી મમ્મી. મારું કેટલું ધ્યાન રાખે છે.

મમ્મી બોલ્યા, " દીકરા બોલ સું જોઈએ કેમ આટલા મસ્કા મારે છે?

રાહુલ બોલ્યો, કંઈ નહિ મમ્મી, અટલ થયું તને વ્હાલ કરું.

મમ્મી બોલ્યા, નાલાયક, જાણું છું તને, બોલ સીધી રીતે શું થયું?? શું જોઈએ છે સીધે સીધું કે...

રાહુલ, મમ્મી થોડા પૈસા જોઈએ છે, કાલ ફ્રેન્ડ સાથે જવું છે ફરવા તો.

મમ્મી હસીને, જા પાકીટ માં પડ્યા છે લઈ લે. પણ ધ્યાન રાખજે.

રાહુલ હસીને, થૅન્ક યુ મમ્મી કહી, વ્હાલ થી ગાલ પર પપ્પી કરી ચલ્યો પપ્પા ની ફેક્ટરી એ. અને બસ આશિકાની જ યાદ માં એ આખો દિવસ રહ્યો... અને ફટાફટ અને હોશભેર કામ કર્યું. અને રાત પડી ગયી. રાહુલ જલ્દી થી ઘરે ગયો જમીને જલ્દી સૂઈ ગયો, એને એમ કે અત્યારે જલ્દી સૂઈ જઉં એટલે સવારે વેલો ઉઠું, અને આશિકાને જલ્દી મળવા જાઊ... પણ ભાઈ હવે તો ભાઈ પર આશિકા ની યાદો નો નશો હતો. ઊંઘ આવે ક્યાંથી..?

દર થોડી થોડી વારે એ આશિકાની પ્રોફાઈલ ફોટો જોતો હતો, અને ક્યારે સૂઈ ગયો ખબર પણ નાં પડી. અને સવારે વેલો ઊઠ્યો.

ફટાફટ ઉઠી તૈયાર થયો, એટલે મમ્મી એ કહ્યું, બેટા કોને મળવા જાય છે, એ પણ આટલો વેલો ઉઠી..? તું તો મોડે સુધી પડ્યો હોય છે ને આજે કેમ આટલા વેલા??

રાહુલ, મમ્મી કાલ તો કીધું તું મિત્રો જોડે ફરવા જવું છે આજ.

મમ્મી, સાચું ને...?? મિત્રો જ છે ને??

રાહુલ, અરે મારી ભોળી મ.મી સાચે મિત્રો સાથે જઉં છું. અને એવું કંઈ હશે તો ફોન કરી દઈશ તને. ખુશ.

કાઇને બાય બાય કરતો ફટાફટ એનું બાઈક લઈને નીકળી ગયો.


અને ૧૦ વાગે બોલાવ્યો હતો આશિકાએ પણ આ ભાઈ તો નવ વાગ્યાના આવીને રાહે ઉભા હતા. ભાઈ સવાર સવારમા સો રૂપિયા વાળી ડેરી મિલ્ક ચોકલેટ લઈને આવ્યો હતો. અને રહે હતો કે ક્યારે આવશે ક્યારે આવશે...??

થોડી વાર ફોન માં જોવે ને થોડી વાર માં ગાર્ડન નાં ગેટ સામે જોવે. થોડી થોડી વારે આ પ્રવૃત્તિ ચાલુ હતી ને અચાનક ગેટ પર એક એક્ટિવા ઉભું રહ્યું, ને એના પર થી એક લાલ ક્રોપ ટોપ પહેરીને ઉતરી, એને જોતાં જ ગમે તેના મોઢે થી નીકળી પડે, અરે વાહ. ભગવાને આને ખૂબ મહેનત અને ખૂબ સમય લઈને બનાવી હશે...

ગુલાબી ગાલ, બ્રાઉન આંખો, એમાં કાળું કાજલ, હોઠ પહેલે થી ગુલાબી હતા પણ એમા થોડી વધારે ગુલાબ ભરેલાં પાંખો, એટલે કે એ ગુલાબની પન્ખુડી જેવા હોઠો પર ગુલાબી લાલી કરેલી. ખુલ્લા કેશ, અને એ કેશ માં નાજાણે કેટલાની નજરો કેદ હોય. એવી પાતળી કમર, ને ખભે એક બાજુ એનું કોલેજ બેગ લટકાવીને આવતી એક પરી જેવી છોકરી. કહો તો પણ ચાલે કે એક ગાલિબના શેર જેવી છોકરી. અને મરક મરક કરાતી ચાલતી આવતી હતી, ને બધાંય જોવે એની તરફ. એવું સૌંદર્ય એના માં કે કોઈ પણ ને એક્વાર તો એને જોવાની ઇચ્છા થાય એવી એ આશિકા... અને એ આવી ઉભી રહી રાહુલ ની સામે. અને રાહુલ એકીટશે એને જોતો રાહયો. તો આશિકા ચપટી વગાડિ બોલી હેલ્લો, પાગલ ક્યાં ખોવાયેલો છે??

રાહુલ હડબાડાયો ને આશિકાને જોઈ બોલ્યો હલો.

આશિક હસી ને બોલી શું વિચારતો હતો...??

રાહુલ શર્માતો બોલ્યો "કશું નહીં..."

ને બંને બેઠા એ વર્ષો જૂની જગ્યા, જે ગાર્ડન માં આજથી બે વર્ષ પહેલાં આશિકા, રાહુલ ની તેના મિત્રો બેસતા હતા. ત્યાં જ એજ જગ્યા એ બેઠા બંને. અને વાતો શરૂ કરી...


આશિકા બોલી.... તો મિસ્ટર પાગલ. કેવા હાલ છે, તું તો એકદમ હેન્ડસમ લાગવા લાગ્યો ને હવે તો. પેલા તો એકદમ ચંદુ ચોપાટ જેવો લાગતો હતો, અને હવે તો એકદમ હેન્ડસમ હન્ક જેવો લાગે છે. બોડી પણ બનાવી લીધી.

રાહુલ શર્માતા બોલ્યો, " તું પણ તો હવે એકદમ મસ્ત લાગે છે, પેલા કેવી લાગતી હતી ને હવે તો જો...

આશિકા તરત બોલી, તો હવે સારી નથી લાગતી???

રાહુલ, અરે નાં એવું નથી. પેલા સારી લાગતી હતી,

તો તરત વાત કરી આશિકા વોલી, તો એનો મતલબ હવે નથી લાગતી...??

રાહુલ શરમાઇ બોલ્યો, રે એવું ક્યાં કહ્યું, પેલા પણ તું સારી લાગતી હતી, અને આજે પણ લાગે છે. પણ હવે તો તું કંઈક વધારે સારી લાગે છે.

તો આશિકા બોલી, ઓહો, મિસ્ટર પાગલ હાવે તો શરમાવા પણ લાગ્યો...

રાહુલ ના, પણ આ તો શું તને ઘણાં વાર્ષે જોઈ એટલે શું બોલાવું એ ખ્યાલ નાથી આવતો...

તો આશિકા બોલી, પાગલ હવે એમાં શરમાય નૈ, હું એજ છું જે આપડે પેલા કોલેજ માં હતી, તારી સાથે, તારી એ બેસ્ટ ફ્રેન્ડ. અને આ બેસ્ટ ફ્રેન્ડ સંભાળી, રાહુલ ની કોલેજ નાં એ દિવસો યાદ આવી ગયા જ્યાં, આશિકા ને રાહુલ બંને એકબીજાની કેટલી મસ્તી કરતાં, એક ગાડી માં ફરતા, નાસ્તો કરતા, એક જ ટિફિન માં ખાતા, રાહુલ માટે કંઈક નવું બનાઈ લઈ આવતી આશિકા. એ જૂની યાદો ને તરત વગોળવા લાગ્યો. તો ફરી ચપટી વગાડી... ઓયે, ક્યાં ખોવાઈ જાય છે યાર તું...

રાહુલ હડબડાયો ને ખુદ ની સંભાળી કહ્યું, આશિકા, હું તારા માટે કંઈ લાવ્યો છું. તો આશિકા બોલી તો એમાં રાહ શેની જુવે છે, આપને.

રાહુલે, ખીચામા હાથ નાખીને ચોકલેટ કાઢી, ને આપી. તો આશિકા ખુશ થઈ, ને ચોકલેટ લઈને જોર થી હગ કર્યું....

એટલા માં રાહુલની મમ્મી એ જોર થી થપ્પડ મારી રાહુલને જગાડ્યો. તો રાહુલ એકદમ થી ઉઠી ગયો, ને મમ્મી સામે જોયું તો એ ઘર માં હતો. ને મમ્મી ને સામું જોઈ હસવા લાગ્યો...

ને વિચરવા લાગ્યો, સાલું આ સપનું પણ કેવું મજાનું હોય છે નૈ.... જે તમને કયારેય નથી મળવાનું એને પણ તમારું બનાઈ દે...

સંબંધો બંધાયા એવા, કે સમજી નાં શક્યો કેવા....
સ્વપ્નમાં તો આવ્યા તા એ, હકીકત માં નહોતા...


-ઉમેશ ચારણ (એક રમકડું)