મૃત્યુ પછીનું જીવન - ૨૦ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૨૦

મૃત્યુ પછીનું જીવન—૨૦

ફરી રાઘવ યાદ કરતો રહ્યો કે એ રાશીદને કઈ રીતે મળ્યો હતો… કઈ રીતે બંને સાથે કામ કરતાં હતાં. એક સમયે રાશીદ એનો એવો મિત્ર હતો કે પોતે ભૂખ્યો રહી રાઘવને ખવડાવતો અને પોતે જોખમ લઈને રાઘવને બચાવતો. બંને એકબીજાનાં પુરક હતાં; એકની બુદ્ધિ અને બીજાનો ગુસ્સો...અને એમ કામ કરતાં બંને હાજી મસ્તાન પાસે પહોંચ્યાં’તા.પછી હાજી મસ્તાન બંનેને ડોક પર લઇ ગયેલાં , આરબ પાસે ડ્યુટી ભર્યા વિનાની સોનાનાં બિસ્કીટની પેટી હતી, એમાંથી ૪ બિસ્કીટ બંનેએ રોજેરોજ અમુક જગ્યાએ પહોચાડવાના હતાં. એક દિવસ આરબે આખી પેટી રાઘવને આપી દીધી અને રાઘવે એ પેટી સાચવીને મુકી દીધી. એને ખબર હતી, કે આ પેટી એને વિશ્વાસથી આપવામાં આવી છે, જે એણે પાછી આપવાની છે. જયારે રાશીદ સંજોગોનો ફાયદો ઉઠાવી, બધું લઇ ભાગી જવા માંગતો હતો. જયારે સપના સાકાર કરવાની ઘડી આવી, ત્યારે બંનેનાં પોતાનાં કામ પ્રત્યેનાં વિભિન્ન એટીટ્યુડ સ્પષ્ટ અલગ દેખાયા, જે બન્નેને અલગ અલગ દિશામાં લઇ ગયાં.

હવે આગળ ....રાઘવ એ સમયની રાશીદની પોતાને માટેની નફરતથી છલકાતી ,ગુસ્સાથી ઉકળતી ; ને ઉકળીને કાળી થઇ ગયેલી ચાય જેવી, મગજમાંથી રહી રહીને ઉભરાતી લાગણીઓ યાદ કરી રહ્યો હતો ,આ લાગણીઓ ને બદલાતા કેટલી વાર લાગી ? એક જ ગેરસમજ કાફી હતી, જુના દોસ્તને જૂનો દુશ્મન બનાવવાં ?.... “ રાશીદને એ વાતનો ખુબ જ અફસોસ હતો કે એક સમયે હેરાફેરીનાં ધંધામાં નવા રહેલાં રાઘવને રાશીદે કેટકેટલી મદદ કરેલી, કેટલી વાર પકડાતો બચાવ્યો તો ; અને આજે જયારે રાઘવનો વારો આવ્યો ,દોસ્તીનું ઋણ ચુકવવાનો; તો એણે હાથ ઊંચા કરી દીધાં, એ બદલાઈ ગયો . એને લાગ્યું કે રાઘવે દોસ્ત બનીને પીઠમાં છુરો ભોક્યો; ક્યાં ગયાં બંનેની યારીનાં એ શાનદાર દ્રશ્યો; સાથે જોવાતી દોસ્તીની ફિલ્મો, જય-વીરુની જેમ ગવાતાં ગીતો, બધુ જ સમય અને સંજોગોની સામે હવામાં ઊડી ગયું, અન્ડરવર્લ્ડની દુનિયામાં દોસ્તી એટલે એક છલના, બીજુ કઈ નહી...એવું રાશીદને લાગતું હતું .’’

રાઘવ ફરી વિચારો માં ડુબી ગયો ... ‘ ખરેખર તો આ બધા એ સ્ક્રીપ્ટ રાઈટરનાં જ ખેલ ને! રાશીદને કોણ સમજાવે કે એ સમયે હું એને દોસ્ત તરીકે એટલું જ ચાહતો હતો, પણ એ મારા કામ પ્રત્યેની મારી જવાબદારી હતી, જેનાથી તેં મારી દોસ્તીને માપવાની કોશિશ કરી, દોસ્ત...! પણ કહેવાય છે ને, દરેક સત્યને સમજવાનો અને સમજાવવાનો એક સમય હોય છે, એ સમય પહેલાં કે એ સમય ગયાં પછીનું બધુ જ પાણીમાં ...હવે રાશીદને સમજાવવાનો સમય વહી ગયો હતો, એ માટેનાં મારા પ્રયત્નો પાણીમાં જ જવાનાં હતાં , રાશીદ ક્યારેય મારા આ કામને મારી નજરથી ન સમજી શકયો , કારણ એનો નજરીયો જ અલગ હતો ....’

એ રાત્રે રાશીદ મારા ઘરે જ સુઈ રહ્યો, મારી બાજુમાં જ...પણ અમારા બેની વચ્ચે હવે એક ગન પણ પ્રવેશી ચુકી હતી , બે જીવંત દોસ્તોની વચ્ચે મરી પરવારેલી દોસ્તીના પ્રતીક સ્વરૂપે ...! એને મનમાં શંકા હતી કે હું બધો માલ લઈને ફરાર થઇ જઈશ. મને ડર હતો , રાશીદ ગુસ્સામાં કઈ કરી ન દે , બંને આખી રાત જાગતાં રહ્યાં, ઊંઘવાનો ડોળ કરીને ...એ રાત મિત્રો તરીકે છેલ્લી રાત અમે સાથે રહ્યાં , પછી એકબીજાની સામે ક્યારેય ન આવ્યાં , દોસ્ત તરીકે ....પછી એક ખુબ જૂની ઓળખાણવાળા, કોઈ જાણીતાં દુશ્મન તરીકે ઘણીવાર સામનો થયો....! આહા ડેસ્ટીની......! એમ પણ જૂનો દોસ્ત એ સૌથી મોટો દુશ્મન બનતો હોય છે, કારણ એ તમને સૌથી વધુ નજીકથી ઓળખે છે, એ તમારી કમજોરી પણ જાણે છે અને સ્ટ્રેન્થ પણ ...”

બીજે દિવસે સવારે, બંને ફરી ડોક પર પહોંચી ગયા, ઓન ડ્યુટી. પણ રાશીદનું મગજ ઠેકાણે નહોતું. હાથમાં આવેલી તક સરી પડવાનો ગુસ્સો અને દોસ્તે કરેલ દગો ...આ બધાં વિચારો થી રાશીદનું મગજ ફાટફાટ થતું હતું. અને વળી તેમા તે દિવસે ફરી પેલા સોનુ બંગાલીની ધમાલ ચાલતી હતી.

સોનુ બંગાલી, એ ડોકનો સૌથી જુનો માણસ, જે અમારા જેવા કુલી અને બીજા ઓન ડ્યુટી ઓથોરાઈઝડ કામદારો પાસે હપ્તા વસુલી કરી ફોકટની કમાણી કરતો અને ડોક પર એનો આતંક ફેલાવતો રહેતો. જે હપ્તો નહીં આપે, એણે એની ગેંગનો માર ખાવો પડતો.

એ દિવસે એ અમારી પાસે પણ આવ્યો હપ્તો લેવા.અને સોનુ બંગાલીનો અહમ અને રાશીદના ઘવાયેલાં સપનાઓનો જખમ....બંને સામસામે આવી ગયાં. રાશીદના મગજમાં ઘુમરાતાં ગુસ્સાને જાણે દિશા મળી ગઈ...રાશીદે ખુણામાં પડેલો લોખંડનો સળિયો ઉઠાવ્યો અને પુરા જોશથી તૂટી પડ્યો સોનુ અને એની ગેંગ પર. મારે પણ એને સાથ આપવો પડ્યો, પણ આ વખતે એનો ગુસ્સો એને લઇ ગયો, સીધા જેલમાં ... સોનુને એવો માર માર્યો, એની ખોપડી ફાટી ગઈ...અને અટેમ્પટ ઓફ મર્ડરના કેસમાં એને ૧૦ વર્ષની સજા થઇ ગઈ.

આરબ, રાશીદ, સોનુ બંગાલી ..હવે કોઈ નહોતું ડોક પર....હું એકલો પડી ગયો, પણ નિષ્ઠાથી મારું કામ કરતો ગયો. લગભગ એક વર્ષ પછી આરબ ફરી આવ્યો ડોક પર.અને મેં એની અમાનત પાછી સુપરત કરી દીધી એને, જે એને માટે અપેક્ષા બહારની વાત હતી . એણે તો એ આશા જ ગુમાવી દીધેલી. પોતાની નહી ધારેલી પુંજી પાછી મળવાની ખુશીમાં એણે એનો ત્રીજો ભાગ ખુશી ખુશી ઇનામમાં આપી દીધો મને ...જે ખરેખર મારા સપનાઓનો જેકપોટ પુરવાર થયો.

હા...ડેસ્ટીનીએ આવા અણધાર્યા આશ્ચર્યો પણ ઘણા આપ્યાં મને..એણે અજીબ કસોટી કરી અમારા બંનેની...મેં જે પારકું સમજી ઠુકરાવ્યું, એ મારી પાસે સામેથી દોડતું આવ્યું અને રાશીદ સાથે સાવ ઊંધું થયું. ભગવાનને તો હું માનતો નથી, નક્કી એ મારી બા, મારી લક્ષ્મીનાં આશીર્વાદ જ હોવાં જોઈએ ...

અમીષા રાવલ

---------------------------------------------------------------------------------------

રાઘવને સોનુ મળવાની જાણ થતાં રાશીદનું રીએક્શન કેવું હશે? અને આવા જ બીજા ઘણાં આપનાં મનમાં ઉદ્ભવતાં પ્રશ્નોનો જવાબ મેળવવા આગળ વાંચતાં રહો...

આપસૌના મજાના રેતીગ્સ અને રીવ્યુ આપતાં રહો.

ALL RIGHTS RESERVED OF THIS BOOK

UNDER TRADE MARK.

THOSE WHO WILL COPY THIS ,

WOULD BE UNDER LEGAL ACTIONS.