મૃત્યુ પછીનું જીવન - ૯ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૯

મૃત્યુ પછીનું જીવન - ૯

આપણે આગળ જોયું , કે દેવદૂત પોતાનું તેજોમય શરીર પ્રગટ કરી એક હાથ વડે એક સ્ક્રીન બનાવીને એમાં રાઘવની ગતિવિધિઓને જોઈ રહ્યાં છે ,જેમાં હીનાના ઘરમાં ફરતો રાઘવ દેખાઈ રહ્યો છે. દેવદૂતો સ્મશાનમાં ચાયની ચૂસકી લેતાં ટોળા પર કાંકરા નાંખી મસ્તી કરે છે. આ બાજુ રાઘવને ફિકર થઇ રહી છે કે હીના દરવાજો કેમ નથી ખોલતી ? હીના મુશીબતમાં તો નથી ને ? હવે આગળ ...

રાઘવ અસમંજસમાં ઊભો છે , અંદર જાઉં કે નહી ? કેમ ? શું રોકી રહ્યું છે રાઘવને ? અત્યાર સુધી અનેક દરવાજાઓ તોડીને દુશ્મનોનાં અડ્ડામાં ધસી જનાર રાઘવને આ એક દરવાજો વટાવતાં કેમ વાર લાગી રહી હતી ? ફરી યાદ આવ્યું કે હીના કલાકથી અંદર બંધ છે. અને તરત જ રાઘવ દરવાજાની આરપાર જતો રહે છે.

અંદર જતાં જ શું જુએ છે રાઘવ ? એક વિશાળ બેડરૂમ ...એક તરફ વોલસાઈઝના મીરર ... બેડરૂમ ની બહાર એક રુમ જેટલી બાલ્કની , ત્યાં ઝૂલતો એક રજવાડી ઝુલો, બેડરૂમની વચ્ચે રોયલ બેડ, મખમલી ચાદરો , બીજી એક કોર્નર પાસે લાઉન્જર ટાઇપનું લો સીટીંગ, ત્યાં ચારે તરફ વેર વિખેર પડેલાં જુના ફોટાઓ અને એ લો સીટીંગ પર પડેલી સમય અને બહારની દુનિયાથી બેખબર હીના ...શું એને ખબર જ નહોતી કે એનો પ્રિન્સ કલાકથી દરવાજો ખખડાવી રહ્યો હતો ?

રાઘવ ૫૫ વર્ષની હીનાને જોઈ રહ્યો ; એવી જ તેજસ્વી આંખો, એવી જ ચમકીલી ત્વચા, એવું જ ચુસ્ત શરીર ,જેવું વર્ષો પહેલાં હતું . હીના પર ઉમરની કોઈ અસર જ વર્તાતી નથી ...

પણ આજે હીના ખુબ જ આઘાતમાં લાગી રહી હતી . હજુ પણ એ રડી રહી હતી . પણ રાઘવ એનાં આંસુ લુછવા અસમર્થ હતો .રાઘવ ખુદને ખુબ જ અસહાય અનુભવી રહ્યો હતો ; એ મારી પાસે છે , તકલીફમાં છે , પણ હું એની કોઈ મદદ કરી શકતો નથી . રાઘવે એની પીઠ પર હાથ ફેરવી એને સાંત્વના આપવાની કોશિષ કરી . રડતાં રડતાં હીનાએ ઉપર જોયું, આજુબાજુ જોયું ...જાણે એ મારા અસ્તિત્વને અનુભવી રહી હતી ...જાણે એને થોડો આરામ થયો હોય એવું લાગ્યું ..સહેજ અટકી ..અચાનક બોલવા માંડી ,

“ મારી જ ભુલની સજા આજે ભોગવી રહી છું. વર્ષો પહેલાં મારી પાસે ચોઈસ હતી , બેઈમાન પુલિસ અને ઈમાનદાર ચોર વચ્ચે ! મેં બેઈમાન પુલિસનો હાથ પકડીને જીવનભર મારી જાતને કેદ કરી દીધી, એનાં ઘરમાં , એનાં સ્ટેટસમાં , એની લોભામણી દુનિયામાં ...જે બહારથી તો સોનેરી લાગે છે , પણ હાથ અડતાં જ ચમક ખરી પડે એવી ...એક ભ્રામક દુનિયામાં હું કેદ થતી ગઈ .... સુવિધા , સંપતિ , સ્ટેટ્સ બધું જ મળ્યું ....પણ પ્રેમ , શાંતિ , સુકુન ક્યાં ...? જે પ્રેમ માટે જીવનભર તડપતી રહી , પાછળ ફરીને જોઉં છું કે એ તો ત્યાં ને ત્યાં જ ઊભો હતો . આપણે સૌ તારાઓને દૂરથી જોઇને એક આશ મેળવીએ છીએ , એમ રાઘવને દુરથી જોઇને એક આશ ઝબુકતી રહેતી કે મને ખુબ ખુબ પ્રેમ કરનાર ત્યાં ...દૂર ત્યાં , દુનિયાનાં કોઈ ખૂણામાં છે...પણ આજે ભગવાને મારી પાસેથી એ આશ જ છીનવી લીધી ...હવે હું કયા સહારે જીવીશ ...!

એક સાધારણ ચોરને મેં ડોન બનાવી દીધો , ૩૦ વરસ પહેલાં મારી “ના ” એ એને માણસમાંથી પથ્થર બનાવી દીધો . હું જ ગુનેગાર છું . હું જ જવાબદાર છું એનાં મોતની ...મેં જ મારા પ્રેમીને મારી નાખ્યો ...હવે આ બોજ સાથે કેમ કરીને જીવું ?..હીના ફરી રડવા માંડી ...

રાઘવ અવાક થઈને સાંભળી રહ્યો ...બહારથી ક્રૂર, લાગણીવિહીન, પથ્થરની મૂરત જેવી લાગતી હીના અંદરથી હજુ એટલી જ સુંદર છે , જેટલી વર્ષો પહેલાં હતી . ૩૦ વર્ષથી હું એને નફરત કરતો રહ્યો અને એ મને ચાહતી રહી ...આ કેવા તાણાવાણા છે પ્રેમનાં ..કંઈ જ સમજાતું નથી ..! હવે હું આનાથી દૂર નથી જવાનો ...ડેસ્ટીની , તું આવા ક્રૂર ખેલ કેમ કરે છે અમારી સાથે ? ઓ ભગવાન , તે આ શું કર્યું ? મારે બસ રાઘવ બનીને જ રહેવું છે . તું જો ખરેખર છે તો મને આટલું આપી દે , બસ !

*********************************

એક તરફ રાઘવ એનું જીવન પાછું માંગી રહ્યો છે , તો બીજી તરફ સ્મશાનભુમિ પર બે વડીલ , મોટો દીકરો અને અંશ , એનાં શરીરની રાખ એક કળશમાં ભરી રહ્યાં છે . તો ત્રીજી તરફ દેવદૂતો આ બંને સીન સાથે જોઈ રહ્યાં છે . એમને ખબર છે કે ૬ ફૂટના રાઘવનું શરીર હવે રાખ થઈને એક કળશમાં સ્થિત છે . પણ રાઘવ આ માયા છોડી આગળ વધવા તૈયાર જ નથી . દેવદૂતો જાણી જોઈને એને સમય આપી રહ્યાં છે , જેનાથી રાઘવ નહી જોયેલી સત્યને જોઈ શકે , અને એ આગળની સ્પીરીચ્યુઅલ જર્નીમાં ક્લીયર રહે ...

--અમીષા રાવલ

----------------------------------------------------------------------------------