એ રાત પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

એ રાત

મહાનગરોની આટલી વધુ વસ્તી હોવા છતાં એ વસ્તીની વચ્ચે હું અને મારી પત્ની અમારી જાતને એકલી અનુભવી રહ્યા હતા મારી દીકરી અસ્મિતા રાત્રિના અગિયાર વાગ્યા સુધી હજુ ઘરે આવી નહોતી મેં ખૂબ જ લાડકોડથી મારી એકની એક દીકરીને ઉછેરી હતી પણ કોઈ દિવસ મારી દીકરીએ આવું કર્યું નથી જો બહાર જવાની હોય તો કહીને જતી અને આજે તેણે આવું કર્યું તેનું કારણ શું હશે?ખબર નહિ પણ મનમાં કેટલીક શંકાઓ ઉભી થઇ રહી હતી. મારી પત્ની એવી સંભાવનાઓ મારા કાનમાં ફૂંકી કે હું તો શું આ જગતનો કોઈ પણ પિતા સમસમી ઊઠે!બારના ટકોરા થયા તો પણ નહોતી મારી દીકરી આવી કે ન તો તેનો કોઈ સંદેશ આવ્યો! આ એક કલાક મારા માટે વિતાવવી ખરેખર મુશ્કેલ હતી પણ એ તો વીતી ચૂકી હતી અને હવે બાકી હતી -આખી રાત!

આ રાતમાં મને એક એક પળ એક એક યુગ જેવી લાગતી હતી. બધા જ ટેકનોલોજીના અને ૨૧મી સદીના સાધનો નિરર્થક લાગતા હતાં મનમાં ઉઠેલી શંકાઓનું સમાધાન,એના કરતાં પણ મને આશ્વાસન મળે તે માટે રાત્રે એક વાગ્યે ટીવી ચેનલ ચાલુ કરીને બેઠો અને જે ભયાનક દ્રશ્ય મેં જોયું તે આ જગતના કોઈ જ બાપને ન જોવું પડે તેવી ઈશ્વરને પ્રાર્થના! તેમાં કોઈ એક છોકરીની ખબર હતી જેની સાથે સાત હવસખોરોએ બળાત્કાર કરેલો અને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. અંતે સમાચારના ઉદઘોષક એ કહેલા શબ્દો,"અને હવે આ રહી એ લાચાર છોકરી ની તસવીર..."ને તે જોઈ મારી જીવંતતા જાણે તસવીર ભરખી ગઈ. મારી રોમરોમમાં જાણે નિઃશુન્યતા વ્યાપી ગઈ કારણ કે તસવીર મારી દીકરી અસ્મિતાની હતી!આવી પરિસ્થિતિમાં જે કોઈપણ પિતા કરે એ જ હું પણ કરવાનો હતો પરંતુ છેક ગળા સુધી આવેલો આર્તનાદ, આંખ સુધી આવેલા આંસુ અને મારા અંગેઅંગમાં વ્યાપ્ત આક્રોશ પાછો ખેંચી સામેથી આવતા મારા પત્નીની આડમાં મેં આવા વખતે ટીવી બંધ કરવાનો જાણે કે ઘોર અપરાધ કર્યો.

મેં મારા પત્ની ને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જવાને બહાને મારી હસતી-રમતી-ગાતી- ઉછળતી મુગ્ધા જેવી દીકરીને જે પોલીસ સ્ટેશનને મૃત- પીડિત-બળાત્કારનો ભોગ બનેલી પ્રાપ્ત કરેલી તેને અમે ધિક્કારવા પહોંચીશું અને એ રાત જે ખરેખર અમારા જીવનના સૂર્યને ભરખી ગઈ હતી તે રાતે અમે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા. મોઢામાં ભરેલું મૌન તોડયું અને જ્યારે વાત મારી પત્નીને ખબર પડી ત્યારે તેણે જે વિલાપ અને આક્રંદ કર્યો છે તેને જોઈને ત્યાં ઉભેલા પોલીસ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા પણ આ સમય તેની સાથે આક્રંદ કરવા બેસી જાવ તેનો નહોતો પરંતુ આ સમય તો તેને સંભાળી લઇ એ આક્રંદ અને દુઃખને, રોષ અને આક્રોશ માં પલટાવી મારી દીકરી માટે ન્યાય માગવાનો હતો.એ સાત નરાધમો જેને પોતાની હવસથી મારી દીકરીની આબરૂ.... ના,ના પોતાની આબરૂ લૂંટી છે તેને સજા અપાવવાની જંગ ખેલવા નો આ વખત હતો. મારે તો એક પિતા તરીકે આ સમાજને પૂછવાનું છે કે કોઈ હવસખોર આવું કૃત્ય કરે એમાં આબરૂ દીકરીની ગઈ કે તે હવસખોરની?પણ આ નિષ્ક્રિય સમાજને પ્રશ્નો પૂછવા કરતાં વધુ સારું એ ગણાશે કે આપણા સૌના ઘરમાં રહેલી શ્રદ્ધા ની મૂર્તિ ને ગાળો ભાંડી દઉ.

પોલીસે હજુ મારી ગઈ કાલ સુધી મારી રમતી-ગાતીદીકરીને 'શવ' જેવો અપમાનભર્યો શબ્દ આપ્યો અને અમે તેને જોવા ગયા, ના મળવા ગયા. પણ કોણ જાણે આંખના આંસુ અટકતા નહોતા! પ્રેમમાં ભંગ પડતા ભગ્નહૃદય પ્રેમીઓને જેટલા આંસુ આવે, ધંધા મા નિષ્ફળતા જઈને માલિકને જેટલા આંસું આવે,કોઇ ગરીબ માસ્તર નોકરી ગુમાવી જેટલા આંસું આવે તે બધા કરતાં વધુ આંસુ મારી અને મારી પત્ની... ના,એક દીકરીના પિતા અને માતાની આંખમાં હતા.મારી ઘાયલ થયેલી નહીં પણ મૃત્યુ પામેલી દીકરી અમારી સામે સૂતી હતી-એક નિર્જીવ માંસના લોચા ની જેમ! જે માસ ના લોચા ને સાત ગીધ જેવા હવસખોરોએ ચુથ્યો, આનંદ લીધો અને પછી ફેંકી દીધો!મારી દીકરી ના શરીર પરના ઘાવ તેની વેદના નો આભાસ કરાવતા હતા અને તેના હોઠમાંથી જાણે શબ્દો સરતા હતા કે ,"મને ન્યાય આપો."એ દીકરીના વિરોધની નિશાનીઓ પણ તેના ચહેરા પર સ્પષ્ટ હતી. મારી પત્ની, અત્યારે તો સવિશેષ તો તે દીકરીની માતા મારા ખભા પર માથું ઢાળી માત્ર રુદન કરી રહી પણ આ રુદન કરુણતા,વેદના અને તીવ્ર આક્રોશ નું મિશ્રણ હતું.

અમને બે દિવસમાં એ 'શવ'-ના મારી લાડકવાયી દીકરી,મારા હોઠ પર જેનું નામ અવિરત શોભતું હતું, મને મારી પત્ની ના ગુસ્સાભર્યા સ્વભાવથી જે સદૈવ બચાવતી હતી તે દીકરી મને બે દિવસ પછી મળશે.એવું કહ્યું ત્યારે થયું કે કહી દઉં કે પહેલા સાત નરાધમોએ મારી દીકરીને ઓછી ચૂંથી છે તો હવે આ તો આઠમો નંબર ડોક્ટર પણ...પણ લાચાર હતો.મૂળ તો હું પુરુષ છું ને મારી વેદનાની અભિવ્યક્તિ ઝીલી શકે તેવો ખૂણો હજુ પૃથ્વી પર પાંગરેલ નથી.અમે ઇન્સ્પેક્ટરની ચેમ્બરમાં ગયા તેના માટે તો આ રોજનું કાર્ય હતું પણ મારા માટે તો શું હતું એની મને પણ ખબર નહોતી. બળાત્કાર અત્યારે મારી દીકરીના ચારિત્રનો થતો હોય તેવા પ્રશ્નો તેણે પૂછ્યા એટલે મેં એક રોષભરી ચીસ નાખી અને હું અને મારી પત્ની બંને ઘરે ચાલ્યા ગયા.સવાર પડી ગઈ હતી પરંતુ અમારી તો હવે આખી જિંદગી રાત જ હતી. અમારા દુખ ને વહેંચી લેવાના ડોળ હેઠળ બધા પડોશી સગાવહાલા આવ્યા અને સહાનુભૂતિભરી વાતો કરવા લાગ્યા.પણ અમને કોઈ એવો વ્યક્તિ મળી જાય કે જે એમ કહે કે ના આમાં તમારી દીકરીનો નહીં તે હવસખોરો ના સન્માન નો ભંગ થયો છે.પણ અફસોસ એવું કહેનાર કોઈ ન મળ્યો.શું બળાત્કારનો પ્રતિક્રિયારૂપે નો પ્રતિભાવ માત્ર ને માત્ર સહાનુભૂતિથી જ હોય-આક્રોશ,રોષ,ગુસ્સો ન હોય!અરે ધિક્કાર છે આ સુષુપ્ત અને કાયર સમાજને...હવે મે મારા ઘરના અને મનના બંને દરવાજા બંધ કરી દીધા હતા.

છેલ્લા બે મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવ છું મારી દીકરીના બળાત્કારીઓમાં થી માત્ર ૩ બળાત્કારીઓની ધરપકડ કરી તેને સજા આપવામાં આવી બાકીના ચારેય રાજકારણીઓ સાથે ઓળખાણ ધરાવતા હતા પૈસાની શક્તિ રાખતા હતા આથી તેઓ છૂટી ગયા અને આઝાદીથી પોતાનું જીવન જીવે છે જ્યારે આ વાતની જાણ મને અને મારી પત્ની ને થઈ ત્યારે આ ભારતના નાગરિક હોવા પર મને ઘૃણા આવી ગઈ મારી આત્મા મને ચિત્કાર કરીને કહેવા લાગી કે શા માટે તે એક એવા દેશમાં જન્મ લીધો કે જ્યાં પૈસા અને સત્તા એક સ્ત્રીની આબરૂ કરતાં પણ વધુ મહત્વનો હોય છે જે પ્રજા એક કોમી દંગલ ના નામે બસો સળગાવી મૂકે છે જ્યારે એક સ્ત્રી પર થયેલા બળાત્કાર માટે આંદોલન તો ઠીક પણ સ્ત્રીને દોષિત ઠરાવવાનું પણ ચુકતો નથી પેલા નરાધમોએ મારી દીકરીનો શારીરિક બળાત્કાર કર્યો અને તે થયા પછી આ સમાજ મારી દીકરીનો માનસિક બળાત્કાર કરી રહ્યો છે.આ દેશની દેશભક્તિ માત્ર રાષ્ટ્રગીત સુધી જ સિમિત છે.

હું મારી દીકરીની સાથે જે થયું તેની સામે કશું જ ન કરવા બદલ લાચાર છું નિષ્ફળ છું બધું જાણવા છતાં હું કઈ પણ કરી શકવા સમર્થ નથી કારણ કે અન્તે તો હું એક સામાન્ય માણસ છું છેલ્લા બે મહિનાથી મારી દીકરીને શું પ્રાપ્ત થયું માત્ર ઉપરછલ્લી દેખાડાપૂરતી સહાનુભૂતિ અને તેનાથી આગળ વધીને તેની છબી પાસે રહેલી મીણબત્તીઓ!આ મીણબત્તીઓનું મીણ જેમ જેમ ઓગળતું જશે તેમ તેમ બધા જ લોકો એ રાતે બનેલી ઘટનાને ભૂલતા જશે પરંતુ અંતે મારી પાસે અને મારી પત્ની પાસે શું વધશે?માત્ર એ રાત.