Krodhit krushn books and stories free download online pdf in Gujarati

ક્રોધિત કૃષ્ણ

'તું તો મારી રાધા હું તારો કૃષ્ણ!','આપણા બંને નો પ્રેમ એટલે જાણે રાધા-કૃષ્ણનો પ્રેમ!'આવા અનેક સુંદર સાહિત્યિક વાક્યો આજકાલની કોલેજોમાં બોલાતા હોય છે કોલેજના યુવક યુવતીઓ આ વાક્ય એકબીજાને કહી 'આકર્ષણ એ જ પ્રેમ'ની નદીમાં ડૂબતા બોલે છે આજકાલ રાધા અને કૃષ્ણનો પ્રેમ સસ્તો બનતો જાય છે શેરીમાં રખડતા ટીખળીઓ પણ પોતાને કૃષ્ણ અને તે જેના પર કુદ્રષ્ટિ નાખે તેને પોતાની ગોપી સમજે છે આવું જ વાતાવરણ એ સમયે પૃથ્વી પર હતું.

કોઈ વિશાળ જનમેદની સમક્ષ કોઈ વાત ડાહ્યા અનુભવી પ્રેમ ઉપર ભાષણ આપતા હોય તો તેમાં પણ અનેક વખત રાધાકૃષ્ણનું ઉદાહરણ તો આવે જ!"પ્રેમ શું છે તે જાણવું હોય તો જઈને પૂછો રાધા અને કૃષ્ણને કે પ્રેમની પરાકાષ્ઠા શું હતી?"આમ બોલી કોઈ વ્યાખ્યાનકાર કે ભાષણ કાર યુવકોને ઉશ્કેરતો હોય તેમાં નવાઇ નહિ.આજકાલના યુવકો પણ પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતા થી બચવા પોતાના પ્રેમને રાધા અને કૃષ્ણની ઉપમાઓ આપી દે છે પણ તેને એ ખ્યાલ નથી કે રાધા અને કૃષ્ણ તો અપરણિત પ્રેમના પ્રવાસીઓ હતા! આવા યુવક-યુવતીઓ પ્રેમમાં પડયા પછી રાધા અને કૃષ્ણ ના પ્રેમ ના ગીત વાળા સ્ટેટસ મૂકે મોબાઈલમાં!

પરંતુ આ બધું જોઈને કૃષ્ણ ક્રોધે ભરાયા હતા," મારા અને રાધાના વિશુદ્ધ પ્રેમને આ લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉપયોગ કરે છે.અમારા પ્રેમમાં કામવાસના અણીના ભાગ જેટલી પણ નથી અને આ લોકો તેનાથી જ તરબતર!" આટલું જોર થી બોલી ને કૃષ્ણએ સુદર્શન ઉઠાવ્યું અને પડકાર કરતા બોલ્યા,"હે મૂર્ખ વાસનાના ગુલામો! તમે પોતાની વાસના માટે મારા વિશુદ્ધ પ્રેમ ને બદનામ કર્યો છે તમને તેના માટે મૃત્યુ દંડ મળે તે પણ ઓછો હશે." એમ કહી પ્રહાર કરવા ગયા ત્યાં રુક્મિણી, સત્યભામા અને જાંબુવતી એ તેમને રોક્યા. રુક્મિણી એ કૃષ્ણની લાલ આંખો પારખી લીધી હતી આજ સુધી કૃષ્ણ આટલા ક્રોધિત થયા ન હતા અને તે તો ગીતામાં સ્થિત પ્રજ્ઞતા નો મહિમા ગાય ને આવું ક્રોધિત સ્વરૂપ તેનું!

રુક્મિણી, સત્યભામા અને જાંબુવતી એમ ત્રણેય પટરાણીઓ એ પોતાના પત્નીપણાથી આ જગતના નિમિત્ત એવા શ્રીકૃષ્ણને શાંત પાડ્યા અને સમજાવતા કહ્યું કે ,"એ વાતમાં ક્રોધિત ન થાવ નાથ! આ પૃથ્વીવાસીઓ તમારા અને રાધાના વિશુદ્ધ પ્રેમ થી બિલકુલ અજાણ છે તેમના મતે તો પ્રેમ એ જ વાસના. આ ખ્યાલથી તેમને મુક્ત કરવા તેઓને તમારા માર્ગદર્શનની જરૂર છે, ક્રોધની નહિ!" કૃષ્ણને પણ વાતમાં તથ્ય લાગ્યું પણ આ પૃથ્વીવાસીઓને માર્ગદર્શન આપવું કઈ રીતે એ વાતની ગડમથલ કરતા હતા ત્યાં નારદમુની આવ્યા અને એક અનોખો ઉપાય સૂચવ્યો.

કૃષ્ણ પૃથ્વી પર એક જાણીતા મોટીવેશનલ સ્પીકર અને પ્રોફેસર ના શરીર માં ઘૂસ્યા તે પ્રેમ અને પ્રેયસી પર ખૂબ ભાષણ આપતાં પ્રોફેસર ના રૂપ માં કૃષ્ણએ કોલેજના છોકરાઓને રાધા અને કૃષ્ણના વિશુદ્ધ પ્રેમની કથા કહી,મહત્વ સમજાવ્યું. ભાષણમાં પણ તેના પ્રેમની પવિત્રતાને વર્ણવી અને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવીને પણ યુવાનો,પ્રેમી પંખીડાઓ અને અન્ય અબુધ પ્રજા ને સમજાવવાનો પ્રયત્ન કર્યો.કૃષ્ણને તો એમ કે હવે આટલી સમજાવટ બાદ આ લોકો પ્રેમ ને પવિત્ર અને વિશુદ્ધ રૂપે સ્વીકારશે પણ પરિસ્થિતિ તો ઊલટી થઈ ગઈ.આ પ્રોફેસરને યુવાનો પથ્થર મારતાં થયા,તેના ભાષણો બંધ કરાવી દેવાયા અને એકાઉન્ટ હેક થઇ ગયું.

હવે તો કૃષ્ણ પણ કંટાળીને ક્રોધમાં આવ્યા અને તે પ્રોફેસરનું શરીર છોડી પોતાના લોકમાં ચાલ્યા ગયા હવે તો તે સુદર્શન ચક્રથી આ સૃષ્ટિનો વિનાશ કરવા આતુર થઈ ગયા અને તેની ત્રણેય પટરાણીઓ પણ શરમ અને ચિંતાના મિશ્ર ભાવથી મૌન થઈ ગઈ કૃષ્ણએ સુદર્શન ચક્રથી પ્રહાર કર્યો તે વૈકુંઠ થી નીકળી ગયું છે પરંતુ હજુ પૃથ્વી સુધી પહોંચ્યું નથી!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED