Dukaal books and stories free download online pdf in Gujarati

દુકાળ

શીર્ષક: દુકાળ
પોતું ફેરવી નાખતા જેમ જમીન પર રહેલું પાણી ક્ષણવારમાં જ સુકાઈ જાય તેમ ઈશ્વરના કાળા કેર રૂપી પોતુ આ ગામના તમામ કુવા તળાવો અને નદીને ફેરવાઈ ગયું હતું સ્ત્રીઓ પોતાના ચાર ચાર વર્ષના સંતાનોને પણ સ્તનપાન કરાવી જીવાડતી હતી અને લોકો તો મકાઈના સૂકા ડોડા અને મુલાકાતીઓએ આપેલો વધ્યો ખજૂર ખાઈને જીવન ગુજારતા હતા ખેતી કરવાની હોંશને જાણે ઈશ્વરે એક ઘામાં પછાડી દીધી અને તે ઘા હતો દુકાળ! વરવો રાક્ષસરૂપી અને તેનાથી પણ આગળ વધી કાળરૂપી દુકાળ!
અહીં માણસને જીવવું મુશ્કેલ પડતું હતું તેમાં ગામનાં જાનવરોનું તો શું કહેવું લોકો બીજા ગામના શાહુકારો ને ત્યાં ગાય ભેંસ બળદ ને વેચીને અનાજ લઈ આવતા અને જેને એ રસ્તો પણ ન હતો તેનો છપ્પનભોગ એટલે મકાન અને ખજૂર છોકરાઓનો જઠરાગ્નિ માત્ર સ્તનપાન થી શમે એમ નહોતો અંતે તો મા પણ એક માનવ છે- લાગણીથી ચિતરાયેલા ચિત્ર ની માનવ! આ 'મા'ને પણ ક્યાં કશું ખાવા મળતું હતું હવે તો મકાઈ અને ખજૂરના છપ્પનભોગ પણ ખૂટવા આવ્યા એટલે હવે તો લોકોની અન્ન ભુખ તો મરી ગઈ પરંતુ એક ભૂખ હજી જીવતી હતી- મોતની!
સરકારે કરેલી સિંચાઇ યોજના સુધારેલ બિયારણ રાસાયણિક ખાતર વગેરે કવાયતને આ મોત ભૂખ્યા લોકો ક્યાંથી સમજે!એને સમજાવવા વાળું પણ ક્યાં કોઈ હતું ગ્રામ સેવક તો ચક્કર પણ બે મહિને લગાવતો અને હવે એ પણ નહોતો આવતો ઘરના અસલ ઘી-દૂધ ખાઈને હાથી જેવા દેહ હવે સુકાવા લાગ્યા બે મણ નો ભાર ખભે નાખતા જરાય અચકાય નહીં એવા યુવાનો હવે કોઇ રોગ અને વૃદ્ધત્વ થી પીડાતા માનવી જેવા થઈ ગયા હતા ને સામે સ્ત્રીઓને તો બીજું હોઈ શું માત્ર સહાનુભૂતિ નો રોટલો અને અવગણનાની છાશ!
"પપ્પા, મારે અહીં નોકરી નથી કરવી મારે તો આપણા ગામડે જઈને નોકરી કરવી છે એટલે તો હું..." પપ્પાની ક્રોધ ભરી અને ભણાવ્યા પાછળ કરેલ ખર્ચ અફળ ગયો તેઓ સ્પષ્ટ ભાવ બતાવતી આંખો જોઈ સિદ્ધાર્થ બોલતા અટકી ગયો સિદ્ધાર્થ ગુણવંતરાય અને સુશીલાબેન નો એકનો એક પુત્ર આ વર્ષે જ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર સાથે પાસ થયો હતો અને માત્ર પાસ નહીં, ગોલ્ડ મેડલ સાથે પાસ!શહેરની એસી લેબમાં તેને કામ કરવાનું પસંદ ન હતું પરંતુ તેનું ધ્યાન તો પેલી ગ્રામસેવકની નોકરી પર જેથી ભારતના ગામડા ની ખેતી સુધારી શકાય પપ્પા નો આ ક્રોધ આ વિચારની જ ફલશ્રુતિ હતી.
સિદ્ધાર્થના મનમાં તેના ગુરુ શાસ્ત્રીજી એ કહેલી વાત બરાબર ઘડાઈ હતી કે જો ભારતને બેઠું કરવું હોય તો તેના ગામડાને બેઠા કરવા પડશે અને જો ગામડાની બેઠા કરવા હોય તો તેની ખેતી ને બેઠી કરવી પડશે બેરોજગાર રહેશે તેના કરતાં ગામડે જય સરકારી નોકરી કરે એમાં શું ખોટું આવી દલીલ પોતાની પત્નિની સાંભળી ગુણવંતરાય ઢીલા પડ્યા સિદ્ધાર્થે ગ્રામસેવકની નોકરી સ્વીકારી લીધી પણ ગામ,ગામ નહીં જીવતો કાળ!એવું ગામ એટલે નોકરી નહીં પણ મુસીબત વહોરવાની! પણ આ વાતની જાણ સિદ્ધાર્થે કોઈને કરી નહોતી.
હા, આ એક ગામ હતું જેનું વર્ણન વાર્તાની શરૂઆતમાં છે. ઈશ્વર ને પણ ઝૂકવું પડ્યું જ્યારે ગ્રામસેવક સિદ્ધાર્થ અને આ ગામડાના લોકોની મહેનત નું મિલન થયું સિદ્ધાર્થે સરકાર પાસેથી વિવિધ સિંચાઇ ની યોજના કરાવી, ખેતરે ખેતરે જઈને જમીનની તપાસ કરી, યોગ્ય ખાતર નખાવી ,જંતુનાશક દવા છાંટવી, અરે આ ગામમાં એક પ્રયોગશાળા શરૂ કરી નાખી! સિદ્ધાર્થ નું ઘર તે આ ગામની પ્રયોગશાળા!
બધું જ બરાબર થતું અને ઈશ્વર પણ ઝૂકી ગયો ને મેઘરાજા વરસ્યા, અરે વરસ્યા નહીં ત્રાટકયા! દુકાળ પલટાઈ ગયો અતિવૃષ્ટિમાં! સિદ્ધાર્થ અને ગામ લોકોની બધી જ મહેનત એ વરસાદ તાણી ગયો અત્યાર સુધી તો આ ગામમાં વરસાદ ન આવવાને લીધે દુકાળ હતો પરંતુ હવે તો દુકાળ હતો દયાનો- ઈશ્વરના દરબારમાં દયાનો દુકાળ!આવું ગામ લોકો વિચારી રહ્યા હતા મહેનત કરી છતાં ઈશ્વરે અતિવૃષ્ટિ કરી બધા જ કર્મનું ફળ નામના નિબંધોની સાર્થકતા તોડી નાખી!
હવે તો ગામના વૃદ્ધોને પણ ઈશ્વર નામના અણદીઠેલાં અને કલ્પના વૈભવથી સોહામણા શબ્દથી નફરત થવા લાગી. ગામની સ્ત્રીઓ એ પણ વ્રત ઉપવાસ અને નિયમિત પૂજા નો બહિષ્કાર કર્યો. એક આંદોલન મંડાયું હતું,ઈશ્વરની સામે તેના ભક્તો નું! પ્રહલાદ ને નૃસિંહ મળ્યા ભક્તિના પ્રસાદરૂપે, ધ્રુવને સાક્ષાત્કાર મળ્યો ભક્તિના પ્રસાદ રૂપે અને આ ગામ લોકોને દયા નો દુકાળ મળ્યો મહેનતના પ્રસાદ રૂપે! ગામના પૂજારીઓ સુદ્ધા ઈશ્વર થી નફરત કરવા લાગ્યા મંદિરોને તાળા મારી તેના પર પાટિયું લગાવી દેવાતું," અંદર જતો નહીં,તેના દરબારમાં દયા નો દુકાળ ચાલે છે."
સિદ્ધાર્થ આમ તો વિજ્ઞાન ભણેલો હતો પરંતુ ઈશ્વરમાં શ્રદ્ધા ખરી! એને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા હતી કે નક્કી બધું જ સારું થઈ જશે. બસ ધીરજ ની પગદંડી ન મૂકવી! પણ આ વાત પેલા ઇશ્વરની સાથે વેરે ચડેલા લોકોને કોણ સમજાવે ?આમ તો ઘણો સમય થઈ ગયો અતિવૃષ્ટિ ને લીધે ખાવાનું તો જેવું તેવું સરકાર ની અને અન્ય સામાજિક સંસ્થાઓ ની સહાય રૂપે મળ્યું પણ આવાસ?અરે આવાસ શેનું સ્વપ્નોનું નગર,તે ગયું!સમય દરેક દર્દ નો ઇલાજ છે પણ આ દર્દ તો એવો હતો જેના પર સમય નામનો મલમ આરામ નહીં, જખમ ઉપજાવતો હતો! હવે તો સિદ્ધાર્થ પણ શ્રદ્ધા ખોઈ બેઠેલો હતો.
આવી કારમી પરિસ્થિતિમાં બાજુના ગામની નિશાળ માં એક નવા શિક્ષિકાનું આગમન થાય છે રૂપમાં રંભા અને બુદ્ધિ માં સરસ્વતી શરમાય તેવી આ શિક્ષિકા નામ સોનલ નામ સાંભળતા જ સિદ્ધાર્થ ઊછળી પડ્યો નાચગાન કરવા લાગ્યો બંને કોલેજના છૂટા પડેલા મિત્રો હતા, પ્રેમી નહીં- કદાપિ નહીં!સિદ્ધાર્થ ગ્રામ સેવક તરીકે બાજુના ગામમાં નોકરી કરે છે તે જાણીને સોનલ સિદ્ધાર્થને મળવા આવતી જ હતી કે ત્યાં સિદ્ધાર્થ નો ફોન તેના ફોન પર આવ્યો બંને મળ્યા વાતચીત થઇ પણ સોનલને સિદ્ધાર્થ માં એક દુકાળ જણાયો -ઈશ્વર પરની શ્રદ્ધા નો દુકાળ!
જો સોનલ સિદ્ધાર્થ પર પોતાની સમજાવટ અને સ્નેહ નો વરસાદ કરે આ દુકાળ દૂર થાય પણ તેની પણ અતિવૃષ્ટિ ન હોવી જોઈએ એટલે એ બંને એ વિવાહ કર્યા,પ્રેમ કર્યો હોત તો કદાચ અતિવૃષ્ટિ થાય!સિદ્ધાર્થના માતા-પિતા અને સોનલ ના માતા પિતા પણ ખુશ હતા પણ પ્રશ્ન તો હજુ એ જ તો કે દુકાળ દૂર કરવો કેવી રીતે? ઈશ્વરની શ્રદ્ધા નો દુકાળ!બંને જણાએ પોતાના પગારમાંથી ગામલોકોને માટે એવા પાકો નું બિયારણ અપાવ્યું કે જેને વધુ વરસાદ પડે તો નુકસાન થાય નહીં ઉપરાંત વરસાદને લીધે સિંચાઇની જરૂર હતી નહિ પણ આ બધું સિદ્ધાર્થ અને સોનલે જાતે ગામલોકોને ન અપાવ્યું પરંતુ રાત્રિના મંદિરના ઝાડ પર આ બધું કોઈ પુરાણું કાપડ લઈ તેના પર લખી ગામલોકો ને અપાવ્યું. ગામમાં વાતની જાણ થઈ અને સિદ્ધાર્થ સોનલ ખુશ હતા કે તેણે અંધશ્રદ્ધાથી ઈશ્વરની શ્રદ્ધા નો દુકાળ દૂર કર્યો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED