Ae bhikhari books and stories free download online pdf in Gujarati

એ ભિખારી...

સ્નેહા અને રાહુલ એટલે કોલેજમાં પ્રખ્યાત પ્રેમીપંખીડા. સ્નેહા અને રાહુલ બંને કોમર્સ કોલેજના સિતારા તો હતા જ સાથે બહુ સમૃદ્ધ ન કહી શકાય તેવા મધ્યમવર્ગીય પરિવારના આશાનું કિરણ પણ હતા.સ્નેહા અને રાહુલ ભલે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં પરંતુ કદી બગીચામાં એકબીજાના હાથમાં હાથ નાખી,કોલેજ ની છેલ્લી બેન્ચમાં બેસી સાથનો આનંદ લૂંટતા ન દેખાય. આ તો પ્રખ્યાત જોડી એટલે બધા ઓળખે બાકી ખબર પણ ન પડે કે આ બંને પ્રેમી છે.

સ્નેહા કોલેજના ત્રીજા વર્ષમાં પરિણામમાં એકાઉન્ટ વિષયમાં પ્રથમ હતી તો રોનક વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય માં પ્રથમ ભલે બને ભણતા હતા કોમર્સ પ્રવાહમાં પણ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પાઠ્યપુસ્તકમાં આવતી પ્રેમ કથાઓ તેમને ખૂબ જ પ્રિય! વર્ષની શરૂઆતમાં જ આખી ચોપડીઓ વાંચી ગયેલા. ત્રીજા વર્ષની પરીક્ષા બાદ બંને ગ્રેજ્યુએટ થયા.આગળ ભણી ગણીને ઠરીઠામ થવા માટે જે સંઘર્ષનો સામનો કોઈપણ વ્યક્તિને કરવો પડે એ સંઘર્ષની કલ્પના જો કે આજકાલના પ્રેમીઓને હોતી નથી પરંતુ આ બંને તેનાથી સુપેરે પરિચિત હતા એટલે બંનેએ એમ.કોમ. કરી માતા-પિતા ને જણાવવાનું અને નોકરી મળ્યા બાદ પરણવાનું નક્કી કર્યું હતું.

આ જીંદગી એવી ભરાયા છે જેમાં ગમે ત્યારે પરિસ્થિતિનું શીર્ષાસન થઈ શકે એમ કોમ ના પહેલા વર્ષમાં આવી ગયા બાદ એક અનિશ્ચિત અને અણધાર્યો વળાંક આવે છે.આ બંને વિરલ પ્રેમીઓના જીવનમાં સ્નેહ અને રાહુલ બંનેના આ પ્રેમ પંથ માં એક પથ્થર પડ્યોઃ રાહુલ તેની એક બીજી સ્ત્રી મિત્ર માનસીને સાથે લઈ હોટેલમાં ફરતો સ્નેહાએ જોયો. બસ આ એક દૃશ્ય જોઈને સ્નેહાને પ્રેમમાં સજ્જનને એવું કંઈ નહોતું પણ નિયતિએ એવી એક ઘટમાળની રચના કરી જે બંને પ્રેમીઓને રોકવા માટે જ જાણે રચાઈ હતી.

સ્નેહા તેના માતા-પિતા સાથે એક શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા ગઈ હતી ત્યાં તેણે તેના પ્રેમી રાહુલ માનસીને લઈને ફિલ્મ જોવા ગયેલો તેની સાથે નાસ્તો કરી જાણે એની પ્રેમિકા હોય તેમ તેને પોતાના પડખામાં લઈને ફરતો હતો તે બધું સ્નેહા માટે કે અન્ય કોઈપણ પ્રેમિકા માટે આ બધું હૃદયદ્રાવક અને અસહ્ય હોય એ સ્વાભાવિક છે રાહુલના મનમાં ખોટ છે એ વાતની પૂર્વ ભૂમિકા સ્નેહાના મનમાં રચાઈ હતી તેને આ ઘટનાએ બાંહેધરી પણ આપી દીધી પરંતુ માતા-પિતા સાથે હતા એટલે તેણે પોતાના હૃદય પર આવેલો પ્રેમનો આઘાત માત્ર એક ઊંડા નિ:શ્વાસ સાથે અંદર ઉતારી દીધો બસ આ એમની પ્રેમકથાનું અલ્પવિરામ હતું.આમ પણ સ્ત્રીઓ જેટલી વધુ સહનશીલ હોય છે તેટલી જ તે વધુ સંવેદનશીલ હોય છે આવું પછી સ્નેહાએ કેટલીય વાર જોયું અને આવું જ્યારે છ મહિના સુધી ચાલ્યું ત્યારે તેણે આ વાત પર પૂર્ણવિરામ મૂક્યું.

સ્નેહાએ બીજા સત્ર થી જ પોતાની કોલેજ પણ બદલી નાખી રાહુલને અંતિમ મેસેજ કરતા લખ્યું કે," તે મને જે પ્રેમમાં દગો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર પરંતુ હવે હું પણ તને ભૂલી જઈશ,મને અફસોસ છે કે મેં તારા જેવા દગાબાજને કદી ચાહ્યો પણ હતો." બીજી તરફ રાહુલ ના હૃદય પર પણ ઘા થયો રાહુલ આવું કરીને માત્ર ને માત્ર સ્નેહા ની મજાક કરતો હતો એને ચિડાવવા માગતો હતો રાહુલે આ સમય દરમિયાન તેના માતા-પિતાને બધી વાત પણ કરેલી અને તેના માતા-પિતા સહમત પણ થયા પણ આ ખુશીની વાત રાહુલ તેની પ્રેમિકાને કરે તે પૂર્વે જ પ્રેમિકા તેના પર શંકા કરી બેઠી હતી આ મેસેજથી રાહુલ બધું સમજી ગયો હતો તેણે પણ સ્નેહાને સાચો અને વિશુદ્ધ પ્રેમ કર્યો હતો જ્યારે સ્નેહા નો પ્રેમ ધૃણામાં પલટાઈ ગયો છે ત્યારે સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી તે વિચારવાની ભૂલ રાહુલે કરી. માત્ર મજાક કરી અને કઈ પણ વાત કર્યા વિના પ્રેમિકા એ શંકા કરી તે વાતનો સુષુપ્ત જવાળામુખી તેના મનમાં સળગતો હતો.યુવાની આ જ છે!

આ પ્રેમ કથા ના રસ્તે પથ્થર શંકા હતી કે અસ્પષ્ટ મજાક? આ પ્રેમ કથામાં બંને તત્વો પથ્થર નહોતા કારણ કે મજાક કરવી,શંકા,ચિડાવવું, મીઠો ઝઘડો આ બધા તો એ રંગો છે જીવનના ચિત્રને સુંદરતા અને રંગ વિવિધતા બક્ષે છે આ પ્રેમીઓનાં વિયોગનું કારણ હતું વાર્તાલાપનો ત્યાગ અથવા બીજા શબ્દોમાં અહંકાર.સ્નેહાએ રાહુલને વાત કરી હોત અથવા રાહુલે સ્નેહાને સમજવાનો પ્રયત્ન કર્યો તો કદાચ આ ઘટના ન બને પરંતુ બંનેએ વાત કરવાનું ટાળ્યું હતું.બસ આ જ છે જીંદગીની મોટી મૂર્ખતાભરી ભૂલ!

"અમે ન કરી શક્યા વાતો તેની સાથે,
એ જ તો મોટો પશ્ચાતાપ છે,
બાકી આ દુનિયાના બૃહદ ઇતિહાસે,
અમારી પણ કૈંક પ્રેમકથાઓ હોત."

સ્નેહાની શંકા અને રાહુલની વાત કરવા બાબતે નિ:સ્પૃહતા- આ બંનેના સમન્વયને લીધે આ પ્રેમકથાનો અંત આવ્યો હતો હવે તો આવી ઘટના બનવાના કારણે સ્નેહા અને રાહુલ છૂટા પડી ગયા અને એક વર્ષની લાંબી યાત્રા વીતી ગઈ અને એ બંને એમ કોમ પાસ થઈ ગયા હતા. હવે તો બંનેના મનનો એક જ આધાર હતો-સ્મૃતિ! બંને એકબીજાની યાદમાં રાત દિન આંસુ સારે તેવા ભૂતકાળ થઇ ગયેલાં પ્રેમીઓ નહોતા પણ આંસુ અંદર સૂકવી દેનારા હતા જે સૂકવીને જીવનમાં આગળ વધી ચુક્યા હતા.

રાહુલ એક બેંકમાં મેનેજર પદે જોડાઈ ગયો હતો પરંતુ તેનું મન આજે પણ સ્નેહાને યાદ કરતું હતું.સ્નેહા ના ઘરે તેના વિવાહની શરણાઈ વાગવા લાગી તેના વિવાહ કોઈ અમીર ખાનદાન માં થતા હતા જ્યારે આ વાત રાહુલને ખબર પડી ત્યારે તેની પ્રેમિકાએ તેના પર શંકા કરી તે બાબતે જે સુષુપ્ત જવાળામુખી તેના મનમાં સળગતો હતો તે જાગ્યો તેનું મન પોકારવા લાગ્યું કે તે માત્ર ને માત્ર સ્નેહાને ચાહી છે અને તે કોઈ બીજા સાથે પરણે છે તું કેમ સહન કરી શકે? રાહુલના સમગ્ર શરીરમાં એક પ્રકારનો પિશાચી પ્રવાહ વહેવા લાગ્યો.જ્યારે એક ભગ્નરહૃદયી પ્રેમીને જ્યારે કોઈ છંછેડે અને તે છંછેડનાર તેની પોતાની અગાઉ દગો આપી ચૂકેલી પ્રેમિકા હોય ત્યારે પ્રેમી પોતાના પ્રેમને ભૂલી વાસના યુક્ત બની જાય છે.

રાહુલ પોતાની નોકરીમાંથી રજા લીધા વિના બેંકની બહાર પોતાની ઉભી રાખેલી ગાડીમાં બેઠો અને પુરપાટ વેગે સ્નેહા ના ઘરે પહોંચ્યો ત્યાંથી ગાર્ડે કહ્યું કે સ્નેહા તો બજારમાં ખરીદી કરવા ગઈ છે રાહુલે પોતાની ગાડી સુપર મોલ તરફ દોડાવી કારણ કે તે જાણતો હતો કે સ્નેહા ત્યાંથી જ વસ્તુઓની ખરીદી કરે છે કદાચ અતિજ્ઞાનનો આ ગેરલાભ છે રાહુલ એ સ્નેહાને સુપર મોલના સ્ટોર રૂમમાં બોલાવી સ્નેહા ને થયું કે જવું નથી પણ રાહુલના મોં પર નિર્દોષતા જોઈને લાગ્યું કે કદાચ તેની માફી માગવા આવ્યો હશે પરંતુ દરેકના મુખ પર દેખાતી નિર્દોષતા હંમેશા સત્ય હોતી નથી ઘણી વખત તેની પાછળ એક પિશાચી અને વાસના થી યુક્ત ચહેરો હોય છે જેમ રાહુલનો હતો તેમ! રાહુલે તેને જોરથી અંદર ઢસડી અને જે તેને એક પ્રેમી તરીકે ન કરવું જોઈએ અરે એક માણસ તરીકે પણ ન કરવું જોઈએ તેને તે કર્યું-બળાત્કાર! રાહુલની પ્રેમભાવના પર તેના હૃદયની તૂટવા સાથે જન્મેલી પિશાચિવૃત્તિ હાવી થઈ ગઈ હતી.

સ્નેહા પર હવસ સંતોષી લોકો ભેગા થઇ જશે તેનો ડર અને પોતે શું કરી બેઠો છે તેની સભાનતા વગેરેને લીધે તે ત્યાંથી ભાગી છૂટયો પરંતુ સ્નેહાનું તન,મન અને હૃદય બધું જ ઘવાયુંહતું તેને મનમાં વિચાર આવતો હતો કે આ મને એની સજા મળી છે મારી શંકાની કે એક દગાબાજ પ્રેમીને છોડી દીધો તેની?આવા ગૂઢ અને પીડાદાયક મનોમંથન ની વચ્ચે પણ તેણે રાહુલને પકડાવ્યો અને રાહુલને ૧૦ વર્ષની કડક કારાવાસની સજા ફટકારવામાં આવી.બીજી બાજુ સૌમ્ય નામના મધ્યમ વર્ગીય છોકરા સાથે તેના વિવાહ થયા ઉચ્ચ વિચારો હોવાને લીધે તે સ્નેહાને સ્વીકારી શક્યો અમીરખાનદાને તો સમાચાર મળતા જ સંબંધ તોડી નાખ્યો- આમિર ખાનદાને પોતાની અમીરી દેખાડી હતી!

સ્નેહા અને સૌમ્ય નુ દાંપત્ય ખૂબ જ સુંદર ચાલતું હતું પરંતુ તેમાં આનંદ ઓછો હતો દરેક સુંદર વસ્તુ આનંદ આપે તે જરૂરી નથી થોડા જ દિવસોમાં સ્નેહાને જાણ થાય છે કે તે માતૃત્વ ધારણ કરવાની છે એ વાત ખુશીની હતી પણ દુઃખ એ વાતનું હતું કે તે સંતાન રાહુલનું હતું આ વિચાર થી જ તે ધ્રુજી ઊઠી પરંતુ સૌમ્યએ એ વાત ખરેખર ખૂબ જ સૌમ્યતાથી લીધી અને સ્નેહાએ તો આ બાળકનું ભ્રુણ હત્યાનું પાતક માથે લેવાનું નક્કી કરેલું પરંતુ સૌમ્યએ તે બાળકનો ઉછેર કરવાનો સંકલ્પ કર્યો આ ઘડીએ સૌમ્ય સ્નેહાને સ્વર્ગેથી ઊતરેલો દેવદૂત જેવો લાગ્યો. સ્નેહા તો આ ઋષિતુલ્ય પુરુષ ને મનોમન વંદી રહી.

બસ સમયના કાંટા આગળ ચાલતા જ રહ્યા અને દસ વર્ષ વીતી ગયા સૌમ્ય અને સ્નેહાને ત્યાં દર્શન અને છોકરો પણ શાળાએ જવા લાગ્યો હતો નેહા ભૂતકાળ તો ક્યારની ભૂલી ગઈ હતી પણ છેલ્લા કેટલાક દિવસોથી આદર્શ શાળા થી મોડો છૂટીને આવતો હતો. સૌમ્યએ શાળામાં તપાસ કરાવી તો ખબર પડી કે શાળા તો નિયમિત સમયે જ છૂટે છે તો પછી આદર્શ જતો ક્યાં હશે એ પ્રશ્ન સ્નેહાને અને સૌમ્યને સતાવવા લાગ્યો. એક દિવસ સ્નેહાએ આદર્શ નો પીછો કર્યો તો ખબર પડી કે આદર્શ કાયમ શાળા છૂટયા પછી તેની શાળા પાસે બેસતા એક ભિખારીને મળવા જાય છે અને સ્નેહા તરત જ તે ભિખારી પાસે દોડીને ગઈ અને જોવે છે ત્યાં તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે.

વર્ષો પહેલા જે રાહુલે તેની સાથે દગો કરેલો બળાત્કાર કરેલો તે રાહુલ આ અવસ્થામાં! આદર્શ પહેલા તો તેની માતાને જોઈ ગભરાઈ ગયો પરંતુ પછી તેણે માતાને જણાવ્યું કે આ ભિખારી મને એક વાર્તા કહે છે જે પ્રેમ કથા છે આજે વાર્તાનો અંતિમ ભાગ છે આદર્શને પેલો ભિખારી પોતાની અને સ્નેહાની વાર્તા જ કહેતો હતો આજે જ્યારે અંતિમ મજાક વાળો ભાગ આદર્શ અને સ્નેહાને ભિખારી કહે છે ત્યારે સ્નેહા પશ્ચાતાપમાં સરી ગઈ તેને થયું કે રાહુલને ચૂમી લઉં પણ નિયતિ કેવી રમતો રમે છે માણસ સાથે- એક તરફ પ્રેમી, બીજી તરફ પ્રેમિકા અને તેની બાજુમાં બેઠેલુ તે બંનેનું સંતાન, અને જે અનૌરસ હતું અને વાત પણ પાછી એની પ્રેમ કથાની!

અચાનક સ્નેહાને સૌમ્ય વિશેનો ખ્યાલ આવ્યો અને આંખથી બસ પડવા જઈ રહેલા આંસુ,રાહુલના હોઠને પામી લેવા આતુર બનેલા તેના ઓષ્ઠ સંપુટ,આદર્શ તારું જ સંતાન છે તેવું એ ભિખારીને કહેવા ચળવળ થતી જીભ આ બધું જ રોકી તે આદર્શને લઈને ઘરે ચાલી ગઈ. થોડા દિવસો વિત્યા પણ આ દિવસોમાં સ્નેહા ગભરાયેલી ન કહેવાય અને એકદમ જાગૃત પણ ન કહેવાય તેવી સ્થિતિમાં રહેવા લાગી સૌમ્ય અનેકવાર પૂછવાનો પ્રયત્ન કર્યો પણ જાણી શકાયું નહીં.કોલેજકાળમાં કરેલો વિશુદ્ધ પ્રેમ,એકબીજાને આપેલા વાયદા,એકબીજાને પામવાની ઉત્કટ છતાં શાંત ઝંખના,શંકા,બલાત્કાર,સૌમ્યએ કરેલો ઉપકાર આ બધું જ એક જ ઝાટકે સ્નેહાની આંખ સામે તરવરી રહ્યું અને અચાનક સ્નેહા બેભાન થઈ ગઈ.સૌમ્યએ ડોક્ટરને બોલાવી સ્નેહાને ભાનમાં લાવી ત્યારે તેના મોઢામાંથી શબ્દો એક જ શબ્દો નીકળતા હતા,"એ ભિખારી...એ ભિખારી.....એ ભિખારી...!"આથી જ મકરંદ દવે લખે છે કે,

"ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
અઘાતે ભાંગે છે કાંઈ અહીં ભોગળો,
ને આંસુડે વાવે છે અમરવેલ.

જાગીને જોઉં તો કોઈ નથી એકલું."


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED