પ્રેમ અને સંન્યાસ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અને સંન્યાસ

"વ્હાલમ આવો ને...આવો ને..." આ ગીત વાગતી એક ગાડી પુરપાટ ઝડપે શહેરના ભીડભાડ વાળા રસ્તા પર દોડતી હતી ગાડીમાં બેઠેલા ડ્રાઇવર તો આ ગીત સાંભળવા માં એટલો મશગુલ હતો કે સામે કોઈ બાળક ઊભું છે તેનો તેને ખ્યાલ પણ નહોતો ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી અને બાળક ની પાસે જાણે તેનું મોત બનીને આવતી હતી.

એ ગાડી પર દેવી ભાગવત ખોલીને વાંચી કાઢો તો પણ ન મળે તેવા કોઈ એક દેવી નું નામ લખેલું હતું અને એ વાંચીને સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તે કોઈ ગુંડો કે માથાભારે માણસ હશે હજુ એ ગાડી બાળકને પોતાનો શિકાર બનાવે પોલીસ હિટ એન્ડ રનનો કેસ બનાવી ફાઇલ બંધ કરે ને એ બાળકના માતા-પિતા કરુણાભરી નજરે જજ સામે જોઈ રહે આ બધું બને તે પૂર્વે જ રસ્તાની ડાબી બાજુથી એક જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરેલો ફૂટડો યુવાન દોડ્યો અને જમણી બાજુથી ડ્રેસમાં સજ્જ યુવતી દોડી એ બાળકને બચાવવા!સદભાગ્યે બાળક બચી ગયું.

ઘણી વખત કંઈક ઈશ્વર નિર્મિત અકસ્માતથી કશુક નવસર્જન થતું હોય છે બાળક બચી ગયું છે તેવો રાહતનો શ્વાસ લઈને ગાડીવાળો ભાગી છૂટ્યો પણ આ યુવક અને યુવતીએ ગાડીનો નંબર નોંધી લીધો મનમાં. યુવકને એમ કે જો પોલીસ પૂછે અને આપણને વાહનની નંબર પ્લેટનો નંબર ખબર હોય અને કહીએ તો પેલી યુવતી સામે તો વટ પડી જાય.પણ હંમેશા જે યુવકોયુવતીઓ પર અસર ઉપજાવવા ની ઈચ્છા ધરાવતા હોય તે જ આગળ જતાં સ્ત્રીથી કંટાળતા હોય છે પણ કૌમાર્ય અને તારૂણ્ય કોઈથી રોકાય થોડું! જેવુ યુવક પક્ષે એવું યુવતીના મનમાં પણ યુવતીઓ ન કહેવામાં વિવેક નથી અનુભવતી પણ લજ્જાનો આનંદ અનુભવે છે.

પણ બંને જણા હતા સફળ પત્રકાર આ એક સંયોગ હતો, એ નિયતિનો સંયોગ!જેવી બંનેના મનમાં આચ્છાદિત પ્રભાવ પાડવાની ઝલક એવી જ ખુમારી!પોલીસને બોલાવી તે બંને ફરિયાદી બન્યા," આ બાળક મજુરનું હોય તો શું થયું અંતે તો છે માનવ ને! તમે ફરિયાદ લખો ઇન્સ્પેક્ટર મારું નામ સમીર જોષી. ફરિયાદી તરીકે મારું નામ લખી નાખો." એક જોશીલા બ્રાહ્મણ યુવાન ની ખુમારી બોલી ઊઠી. યુવતી પણ બોલી, "સાહેબ ફરિયાદી તરીકે મારું નામ કલ્પના ત્રિવેદી પણ નાખો." પછી તે બાળકના માતા-પિતા ને દિલાસો આપતા બોલી, "ચિંતા ના કરશો હું પત્રકાર છું. એ ગુંડાને સજા અવશ્ય અપાવશું." એક બહાદુર સ્ત્રીની બહાદુરી જોઇ કોઇ યુવાન માં છેક છેડે બેઠેલો વટ પાડવા નો અહંકાર મૌન કઈ રીતે રહી શકે સમીર બોલ્યો પત્રકાર તો હું પણ છું જરૂર પડે ત્યારે કહેજો બધી વિધી પતાવીને પેલા ગુંડાને તો પોલીસે એક જ કલાકમાં પકડી લીધો ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં તે બાળક સાથે રહી બંને યુવાનોએ રજા લીધી. બન્ને પોતપોતાના ઘરે ગયાઅને સૂઈ ગયા.

સવારના અરુણ ના રશ્મિ બિંદુ ઓ આ ધરાને તેના પાવન અમૃતથી ધન્ય કરે તેમ સમીરના ઘરની બારીના પડદા ઉઘડયા અને સમીર એક શુભ કાર્ય કર્યા ના પૂર્ણ સંતોષથી જે ઊંઘમાં સરી ગયો હતો તેમાંથી બહાર નીકળ્યો પરંતુ કાયમ મહાપુરુષોની છબીને યાદ કરતો આ સમીર અને તેનું હૃદય આજે પહેલી કલ્પના ત્રિવેદીને સ્મરવા લાગ્યું આ કલ્પનાએ મહાપુરુષોનું સ્થાન નહોતું લીધું પરંતુ એ મહાપુરુષોના સ્મરણની યાદીમાં તેમનું સ્થાન લીધું આ વાતથી સમીરને પણ નવાઈ લાગતી હતી પણ તે નિયતિના એક સુંદર ઈશારા ને અવગણી રહ્યો.

કલ્પના એક જોશીલી યુવતી અવશ્ય હતી પણ ઉદ્ધત નહિ.આધુનિકતાની ખોટી વિકલ્પના સામે ભારતીય સંસ્કૃતિ ના પ્રાચીન ચિંતનનો હ્રાસ નહોતો થયો.તે તો વહેલી ઉઠી જતી પણ ઉઠી ત્યારે સૌ પ્રથમ તેને પણ સમીરનું સ્મરણ થયું પણ તેને અવગણ્યું. આમ તો પ્રેમની એક વ્યાખ્યામાં 'કાળજી લેવી'એવો સમાવેશ છે પણ આ બંને અનુભૂતિ વિહીન પાત્રોના પ્રસંગમાં અવગણના એ પ્રેમની શરૂઆત હતી.નિત્યક્રિયા પતાવી બંને પોતપોતના, પ્રેસમાં ગયા અને રોજબરોજની જેમ કામ કરવા લાગ્યા.ક્યાંક હ્રદય ના એકાદ ખૂણામાં કદાચ બંનેને એકબીજાને પામવાની પ્રબળ ઈચ્છા તો હતી પણ અભિવ્યક્તિ વિના એ ઈચ્છા આકાર લઈ શકે તેમ નહોતી.

આમ તો સમીર એકદમ અંતર્મુખી અને કલ્પના મૌનના શસ્ત્રને ઉજાગર કરવામાં આસ્થા રાખતી યુવતી પણ જ્યારે બંનેને પેલા ગુંડાને પોલીસે છોડી મૂક્યો છે એવા સમાચાર મળ્યા ત્યારે બન્ને પોલીસ સ્ટેશન ગયા પણ પોલીસે તો કાયદાના બહાના તૈયાર જ રાખેલા.જુઓ,અહીં તો નિયતિ ખુદ જ આ બંનેના પ્રેમને સીંચવા કળિયુગનો સહારો લઈ રહી હતી. બંનેએ સાથે મળીને આ વિશે છાપામાં કટારો લખવાનું શરુ કર્યું.ધમકીઓ પણ મળી.પણ આ તો મૌન અને અજાણ્યા પ્રેમીઓની અડગતા!

સમીર અને કલ્પનાએ સાથે મળી એ ગુંડાને સજા તો અપાવી જ ખરી પણ ન્યાય નામના આ તત્વએ પ્રેમની સુગંધ બંનેના હૃદય કમળમાં ફેલાવી દીધી.બંનેએ આ ધર્મયુદ્ધની યાત્રામાંએકબીજાને બરાબર પામી લીધા.અને પછી તો પત્રકારત્વના ક્ષેત્રમાં જેટલા આગળ વધ્યા તેના કરતાં તો પ્રેમના કર્તુત્વ ના ક્ષેત્રમાં વધુ આગળ વધ્યા! બંને વચ્ચેની દોસ્તી પરિણયમાં પરિણમેલી.પરંતુ સમીર કે કલ્પના બંનેએ એકબીજામાંથી અનુભવેલુ પ્રથમ પ્રેમબળ, આકર્ષણબળ નહિ!બંનેમાં એકબીજાને પામી લેવાની જીદ નહોતી.બંનેનો પ્રેમ વિશુદ્ધ હતો.હા, બોલીવુડના હિન્દી ફિલ્મોમાં પ્રેમના જે લાક્ષણો બતાવાયા છે તેવા લક્ષણો પણ આ બંનેમાં દેખાતા નહોતા.

આજે પણ આપણે એ વાત તો સ્વીકારવી જ પડે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે અને જેટલી સંવેદના વધુ એટલી જ હોશિયારી વધુ! બંને અનાથ જ હતા એટલે પરિવારના મિથ્યાભિમાન ના બંધનોનો કોઈ સવાલ ન હતો. વિદેશમાં એક ઘટના ની સંપૂર્ણ જાણકારી લઇ એક દસ્તાવેજ તૈયાર કરવાની ઓફર મળી પણ આ બાજુ બંને વિવાહ ની તૈયારી કરતા હતા કલ્પનાએ ભગ્ન હૃદયે સમીરને વાત કરી. જવાનું માત્ર એક મહિના માટે નહીં,એક વર્ષ માટે હતું! પણ સમીરે તો કલ્પનાના ભગ્નહૃદયને જોડી આપવાનું કાર્ય કર્યું તેમણે કલ્પના ને સમજાવી," તું શાંતિથી અને કંઈપણ વિચાર્યા વિના હા પાડી દે.પ્રેમ ની આખરી મંજીલ વિવાહ નથી પણ એક બીજાનો સાથ છે."કલ્પના એ દલીલ કરતાં કહ્યું, "પણ એક બીજાનો સાથ પણ આપણને વિવાહથી જ પ્રાપ્ત થવાનો છે. આપણે પહેલા વિવાહ ના તાંતણે બંધાઈ જઈએ પછી જઈશ. પહેલા લાઇસન્સ અને પછી સવારી, રખેને તું મને ભૂલી જા તો?" આ વાક્ય કલ્પના નહીં પણ કદાચ નિયતિ બોલતી હતી.
સમીરે કહ્યું, "કલ્પના હું તારો પ્રેમી છું, તારો માલિક નહીં. માલિકની નજર સામેથી નોકર ખસી જાય તો તે ભુલાઈ જાય પ્રેમીની નજરમાંથી તો પ્રેમિકા ખસે જ નહીં તું તો મારા રોમરોમમાં વ્યાપ્ત છે."આગળ બોલવા જોતો હતો ત્યાં જ કલ્પના એ એના ઓષ્ઠસંપુટ ને પોતાના હાથ વડે દાબી દીધા અને બોલી,"બસ આ બધું તત્વજ્ઞાન રહેવા દે."સમીરે તેના હાથ પર પવિત્ર ચુંબન નો અભિષેક કર્યો અને કહ્યું," I willcirculate you in my blood." અંગ્રેજી કવિ રિલ્કનું આ વાક્ય કલ્પનાના હૃદયની પુષ્ટિ માટે પૂરતું હતું. કલ્પના એ હા પાડી દીધી અને તે ભવિષ્યની ઉડાન માટે પ્રેમ ને છોડીને ગઈ પણ પ્રેમીની સહમતિથી!

બીજી તરફ દિવસો વિતતા ગયા અને સમીર કે જે આજ સુધી કલ્પનાને અખૂટ પ્રેમ કરતો હતો તેને એક નવીન અનુભૂતિ થાય છે.તેને હવે કલ્પનાની સુંદરતા ગમતી નથી તેની સાથે વાતો કરવી 'આનંદ'હતો જે આજે માત્ર બોજારૂપ લાગે છે.લગભગ દરેક યુવાન પ્રેમી પ્રેમિકા ના પ્રસંગમાં આવું જ બને છે આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા અભિમાન અને સ્વાભિમાન ની ભેદરેખા જેવી છે જેને રાવણ જેવો વિદ્વાન પણ પામી શકયો ન હતો !જ્યારે યુવાની તો વિકૃતિ અને કામવાસના ની વચ્ચે ખદબદતી હોય છે. પરંતુ સમીર એ કામવાસના લીધે કલ્પનાને પ્રેમ નહોતો કરતો. હવે ની આ અનુભૂતિ પહેલા સમીરને વિહ્વળ બનાવી દે છે આકર્ષણથી જ પ્રેમ નું અસ્તિત્વ હોય છે એ વાત સાચી કે ખોટી તેના જબરા મનોમંથનમાં સમીર અટવાય છે કલ્પના ને કશું કહી શકતો નથી હા થોડો નિરાશ અવશ્ય થાય છે લગભગ પ્રેમ કથાઓમાં પ્રેમ નો અવરોધ પ્રેમી અને પ્રેમિકા ના સ્વજનો બનતા હોય છે પણ આ વિરહ ના સમયે આ પ્રેમ કથા, નો અવરોધ સમીરના મનમાં ચાલતું આકર્ષણ અને પ્રેમની સંકલ્પનાઓ ની વચ્ચે ઝઝૂમતું મનોમંથન હતું આવો વિરહ ને વિયોગ જ સાચા પ્રેમની પરીક્ષા કરતું હોય છે પુરુષ ગમે તેટલો સજ્જન થાય તો પણ સ્ત્રી એટલો સંવેદનશીલ થઇ ન શકે. કલ્પના તો હજુ એવા જ વિશુદ્ધ પ્રેમની ઉપાસક હતી અને તે તો સમીરની આ વિચિત્રલાગણી થી એકદમ અપરિચિત હતી.

આ એક વર્ષના સમયમાં સમીરના મનમાં કેટલાય મનોમંથન ચાલ્યા શું કહેવું શું વિચારવું શું કરવું આ બધા જ પ્રશ્નો તેને કાંટાની જેમ ખૂંચતા સમીર અનાથ હતો અને તેને આવા સમયે પરિવારની જરૂરિયાત જણાય અત્યાર સુધી જે સ્ત્રી સ્વર્ગની ઉર્વશી લાગતી હતી હવે અચાનક યુવાન સ્ત્રીને નાપસંદ કેમ કરવા લાગ્યો તેની સમજ સમીરને નહોતી કલ્પનાનું હૃદય તો આજે પણ સમીર સાથે વાત કરવા લાલયિત થતું હતું તે તો આજે પણ સમીરને એવો જ પ્રેમ કરતી આ જ પ્રેમની નદીમાં નાહતા નાહતા એક વર્ષ વીતી ગયું.

કલ્પના લગ્નની અપેક્ષા અને લગ્નના શમણાં લઇને સમીર પાસે આવી અને સમીર એ તેના માથા પર હાથ મૂકીને કહ્યું," કલ્પના આજે મારે તને અગત્યની અને કદાચ તને આઘાત આપનારી વાત કહેવી છે છેલ્લા એક વર્ષમાં જે મનોમંથને મને વિહવળ કરી મુક્યો છે એની વાત મારે તને કરવી છે અજાણતાં જ મને હવે આપણો પ્રેમ આકર્ષણ લાગે છે કદાચ યુવાનીને ઉમળકાને આપણે પવિત્ર પ્રેમનું નામ આપી દીધું છે હવે આપણા બંનેનું મળવું કદાચ અશક્ય..."આટલું બોલ્યો ત્યાં કલ્પના બધું જ સમજી ગઈ તેમના હૃદય પર જે આઘાત લાગ્યો હતો તે શમણાં ઓ પર નિષ્ફળતાની મહોરનો આઘાત હતો."સમીર...આ...તું..."કલ્પના એટલું જ બોલી શકી અને જમીન પર ઢળી પડી.કલ્પનાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી તે સ્વસ્થ થઈ ત્યારે સમીર ત્યાં હાજર નહોતો કદાચ સમીર પોતાનું મુખ બતાવી શકે તેમ નહોતો તે ચાલી નીકળ્યો હતો જ્યાં તેની કોઈને ખબર નહોતી કલ્પના પણ તેને તેની દલીલનો પ્રત્યુતર વાળવા તેને શોધવા નીકળી પડી પણ આ શોધ નહોતી આંતરખોજ હતી એ બંનેની પાછળ પહેલા ગુંડાઓ પડ્યાં જેને આ બંને મળીને જેલ ભેગા કરેલા તેઓની સજા પૂરી થઈ ગયેલી એક વખત કળિયુગબંનેના પ્રેમનો નિમિત્ત બનેલો આજે એ જ કળિયુગ આ બંનેના વિયોગનો સાક્ષી છે.

તે ગુંડાઓએ કલ્પના ને પકડી તેને કોઈ અજાણ્યા સ્થળ પર લઇ ગયા બીજી તરફ સમીરને શોધી સુમસામ જગ્યા પર લઇ ગયા ત્યાં સમીરને એ લોકોએ પોતાના હથિયારોથી મારવાનું શરૂ કર્યું સમીરને વેદના નથી થતી કારણ કે તેને લાગતું હતું કે પ્રેમિકા સાથે દગાબાજી કરનારને આવું જ ફળ મળવું યોગ્ય છે ત્યારબાદ તે ત્યાં જ બેભાન થઇ પડ્યો બીજી બાજુ કલ્પના પર હવસખોરોએ બળાત્કાર કર્યો.બળાત્કાર સહેતી વખતે તીવ્ર, વેદનાથી કલ્પનાનું હૃદય દ્રવી ઉઠતું હતું અને મોટેમોટેથી એક જ નામનો ચિત્કાર કરતું હતું અને એ નામ હતું,"સમીર...સમીર....સમીર..."ત્યારે ઈશ્વર પ્રેષિત પવન તો હતો પણ તેનો પ્રેમી સમીર તો બેભાન થઈ પડ્યો હતો.

સમીર જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તે સરકારી દવાખાનામાં તો સામે ઇનસ્પેક્ટર રાજ હતા અને ફરિયાદ કરવાનું પૂછતા હતા ત્યારે સમીર બોલ્યો ," તો પશ્ચાતાપ છે સજા ભોગવીને પ્રાયશ્ચિત્ત કરું છું આમાં ફરિયાદ શેની મારે કોઈ ફરિયાદ નથી લખાવી."આવું સાંભળીને ઇન્સ્પેક્ટર રાજ ને કશું સમજાયું નહીં પણ તેમણે માંડી વાળ્યું. બીજી તરફ ઇન્સ્પેક્ટર રાજ જ્યારે પાછા વળતા હતા ત્યારે સામે તેને તેની કોલેજકાળની એક મિત્ર લઘરવઘર હાલતમાં દેખાઇ. ગાડી ઉભી રખાવી અને જોયું તો પ્રેમીએ આપેલા ઘાત અને બળાત્કારની નર્ક સમી ઝાંખી જોઈને આવેલી આ સદીની એક ઉમદા પ્રેમિકા કલ્પના હતી.

રાજ બધું જ સમજી ચૂક્યો હતો પણ આશ્ચર્ય તો ત્યારે પામ્યો ત્યારે કલ્પના એ ફરિયાદ નોંધાવવાની ના પાડી ને કહ્યું,"પ્રેમીએ
જ્યારે હૃદયને ઉજરડા પાડી દીધા આકર્ષણ નામના શબ્દરૂપી બળાત્કારથી તો પછી હવે આ દેહના ઉઝરડાની શી વિસાત, રાજ!" આમ કહી રાજ નો આભાર માની એ ઘરે ચાલી ગઈ પોલીસની વાનમાં.પરંતુ ઇન્સ્પેક્ટર રાજે તો બધા જ આધારો ગમે તેમ મેળવી તે તમામ ગુંડાઓને પકડયા અને સજા પણ કઠોર અપાવી પરંતુ જેને હૃદયને ઊંડા ઘા માર્યા હતા તેવા સમીરને કયું સંવિધાન સજા આપે એવો વિચાર કરતી કલ્પના હજુ પણ આઘાતમાં જ હતી,બળાત્કાર અને પ્રેમીના દગાબાજી ના સંમિશ્રિત આઘાતમાં!

કલ્પના આવું જ ખિન્ન મુખ લઈને એક મંદિરે ગઈ અને ત્યાંના અઘોરી ને રોતા રોતા બધી જ વાત કરી. એ અઘોરી તો શું સમજવાનો હશે પ્રેમ વિશે પણ ત્યાગ એ જ તો પ્રેમ નું સરનામું છે. વાત સાંભળીને અઘોરીએ પૂછ્યું," બેટા તે તારા પ્રેમીના દેહને પ્રેમ કર્યો હતો કે તેની અંદર બેઠેલો પસ્માત્મા ને?" આટલું વાક્ય સાંભળતા જ જેમ ગણિકાની વાત સાંભળી બુદ્ધને મધ્યમ માર્ગ સૂઝેલો તેવી રીતે કલ્પનાને પણ માર્ગ સૂઝી ગયો.કલ્પના પરમ ચેતના ના પ્રેમમાં પડી ગઈ સમીર નામના નિશ્ચેષ્ટહાડમાસ ના લોચા ને છોડીને!સમીર તો ભટકતો ભટકતો દાઢી વધારો આમે સન્યાસી જેવો થઈ ચૂક્યો હતો એક વખત આમ જ રખડતા રખડતા એક ભિખારણ સ્ત્રીએ સમીર સામે મોટું મલકાવી ભીખ માગી સમીરે પોતાની પાસે રહેલ કલ્પનાની ભેટ એવી કલમને એ બાઈને આપી. બાઈએ આભાર માનીને કહ્યું," સાહેબ આપ કિસી કે પ્યાર મેં હે ક્યા?"આવો વિચિત્ર સવાલ સાંભળી સમીર ચોંકી ગયો.સમીરે બધી જ વાત કરી.ત્યારે પેલી ભિખારણ સ્ત્રી કોઈ તત્વજ્ઞાનીની માફક બોલી, "સાહેબ,આપ હરેક સ્ત્રી મેં કલ્પના દેખના ચાહેંગે?"સમીરે હા ભણી અને તેને કહ્યું, "આપ હર એક ઔરત કો ઔરત કી યા દુનિયા કી નજર સે ના દેખે,ઉસ ઈશ્વર કી નજર સે દેખે ક્યુકી ઈશ્વરને સભી ઔરતો કો અપની ગોપી સમજકર હી તો બનાયા હૈ!!!"જીવનની આવી મોટી શીખ એક ભિખારણ આપી ગઈ એ વાતથી સમીર પછી આવી દરેક સ્ત્રીની સેવામાં લાગી ગયો.....દરેકને પોતાની કલ્પના સમજી....!!!

બંને આત્મા એક જ પરમ ચેતના માં સ્થિર થઈ ગયા એકના પ્રેમની મંઝિલ ભક્તિરૂપી સંન્યાસ બની અને બીજાના પ્રેમની મંજિલ સેવારૂપી સંન્યાસી બની.બંને વિરલ પ્રેમીઓને કદાચ આજે પણ એ પરમ કૃપાળુ પરમાત્માના વિરલ સર્જન એવી નિયતિ થકી કદીમળવાનું બનતું હશે કે કેમ???