Truth Behind Love - 42 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 42

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-42
પાપાને હોસ્પીટલાઈઝ કરેલાં ત્યાં બધાં જ આવી ગયેલાં માત્ર સ્તુતિ અને સ્તવન નહોતાં. સ્તવન બેંગ્લોર હતો. અને સ્તુતિ પંચતારક હોટલમાં શ્રૃતિ બનીને ગઇ હતી. શ્રૃતિનાં ઘરે મંગુબાઇ સમાચાર કહેવા આવી અને એ ગભરામણમાં વાળ સરખા કરી સીધી હોસ્પીટલ દોડી હતી સામે માં મળી બંન્ને જણાં હોસ્પીટલ પ્હોચેલાં.
હોસ્પીટલ પહોચીને શ્રૃતિને ખબર પડી કે મોબાઇલ ઘરે જ ભૂલાઇ ગયો છે. એણે મંમીનાં ફોનથી સ્તવનનાં પેરેન્ટસને જાણ કરી. સ્તવનનો ફોન લાગ્યો નહીં. સ્તવનનાં પેરેન્ટસ આવી ગયાં હતાં. બધુ પરવારી થોડું બધું ગોઠવાયું. પાપા રીસ્કમાંથી બહાર હતાં ડ્રેસીંગ કરી લીધુ. અને હવે સારુ હતું. માં એ કહ્યુ "બેટા તું ઘરે જા અને સ્તવન સ્તુતિને ફરીથી જાણ કરવાં પ્રયત્ન કર અને રસોઇની માથાકૂટ ના કરીશ સ્તુતિ આવે પછી વિચારીશું. અહીં હું બેઠી છું. વિનોદાબહેને કહ્યુ. "દિકરા તું જા અને લોકો બેઠાં જ છીએ અહીં.
શ્રૃતિ ઓકે કહીને ઘરે આવવા નીકળી. ઘરે આવતાં એને અનેક વિચાર આવ્યાં. જીજું અને દીદીએ એવો શું પ્રોગ્રામ અચાનક બનાવી દીધો. બંન્ને જણાં ખૂબ પ્રેમ કરે પાછો ઉન્નાદ ઉપડ્યો હશે. આમ પણ જીજુ બહુ... અને એને ચુંબન યાદ આવી ગયું એનાંથી અનામાસે હોઠ પર જીભ ફેરવાઇ ગઇ અંદરને અંદર એ ઉત્તેજીત થઇ ગઇ. કેવી સુદર... મીઠી... ઓહ.. હું પણ ક્યાં આવાં વિચારોમાં પડી ગઇ ? દીદી ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છે એને મનગમતો પ્રેમી મળી ગયો છે.
વિચાર કરતાં કરતાં માં ઘર આવી ગયું રીક્ષા છોડીને એ ઉપર ફલેટમાં આવી અને ફોન ચેક કર્યો સ્વીચઓફ હતો એણે તરત ઓન કર્યો. સ્વીચઓફ મારો ફોન ? હશે એમ કહીને એણે ફોન ચાલુ કર્યો તરત જ ફોનમાં રીંગ વાગી. સામે સ્તવન હતો. શ્રૃતિ બોલે પહેલાં જ સ્તવન બોલ્યો "ક્યાં છે તું ! શું કરે ? ગઇકાલથી તને ફોન કહ્યુ તારો ફોન સ્વીચ ઓફ જ આવે. શ્રૃતિએ ક્યુ "અરે જીજુ શું થયુ હું તો શ્રૃતિ છું કેમ આટલો ગુસ્સો કરો ?
સ્તવને કહ્યુ "શ્રૃતિ તું ? તો સ્તુતિ ક્યાં ? શ્રૃતિએ ક્યુ "કેમ સ્તુતિ તમારી સાથે નથી ? તમને લોકોને ક્યારનાં ફોન કરીએ છીએ તમારાં બે માંથી કોઇનો ફોન નથી લાગતો. અને તમે મારાં ફોન પર કેમ વાત કરો ?
સ્તવને કહ્યુ "મારી સાથે એટલે ? સ્તુતિ મારી સાથે નથી અને મારો ફોન પછડાઇને બંધ થયેલો તો કેવી રીતે ફોન લાગે ? હું માંડ માંડ આજે લઇ આવ્યો છું અને ફોન કરુ છું અને બાય ધ વે તે કીધું તારાં નંબર પર ? મેં તો સ્તુતિનાં નંબર પર જ ફોન કર્યો છે તારાં નંબર પર નહીં. હું તારાં ફોન પર શા માટે કરું ? શ્રૃતિ વિચારમાં પડી ગઇ એણે તરત જ ફોન કાપી નાંખ્યો અને ફોનની અંદર જોવાં લાગી તો ખબર પડી કે ફોન મોબાઇલ સરખાં છે પણ સ્તુતિનો મોબાઇલ છે અંદર ફોન ડીટેલ્સ માંડીને બધું જ સ્તુતિનુ છે તો મારો ફોન ક્યાં ? કોણ લીધો ? સ્તુતિ મારો મોબાઇલ લઇ ગઇ. એનો કેમ મૂકી ગઇ ? શું થયું શું રહસ્ય છે ? એણે સ્તુતિનાં ફોનથી એનાં નંબર પર ફોન કર્યો તો સ્વીચ ઓફ આવે છે એ જોયું.
સ્તવનનો ફરીથી ફોન આવ્યો. "કેમ તું મારો ફોન કાપે છે ? સ્તુતિ ક્યાં છે ? અને સ્તુતિનો ફોન તારી પાસે કેમ છે ? તારો ફોન ક્યાં ?
શ્રૃતિ ખૂબ ગભરાઇ ગઇ એને અમંગળ એંધાણ થવા માંડ્યા એને ધ્રુજારી આવી ગઇ એની આંખમાં આંસુ આવી ગયાં એણે સ્તવનને કહ્યું "જીજુ મને કંઇ સમજાતું નથી આ શું થયું છે ? દીદી મારો ફોન લઇ ગઇ લાગે છે એનો ફોન અહીં સ્વીચઓફ કરી મૂકી ગયેલી છે.
માં એ મને કહ્યુ હતું કે એ સવારે તૈયાર થઇને મારો જ ડ્રેસ પહેરીને ક્યાંક ગઇ છે અને માં ને કીધેલું સ્તવનનું કંઇક કામ છે પતાવીને આવું છું.
સ્તવને કહ્યુ "મારું કામ ? શું કામ ? મેં કોઇજ કામ નથી સોંપ્યુ અને તારો મોબાઇલ કેમ લઇ ગઇ ? શું ચાલે છે ત્યાં ? મને કંઇ ખબર નથી પડતી.
શ્રૃતિએ કહ્યુ "જીજુ પાપાને પણ એક્સીડેન્ટ થયો છે અમને હોસ્પીટલમાં દાખલ કરેલાં છે. એકદમ સમાચાર આવેલાં એટલે હું ઉતાવળમાં દવાખાને ગયેલી ફોન ઘરે ભૂલેલી. અહીં અચાનક આ બધુ શું થઇ ગયું. ખબર નથી પડતી જીજુ તમારાં પાપા મંમી દવાખાને છે હું ફોન લેવાં જ ઘરે આવી છું હવે પાછી દવાખાને ચા-કોફી લઇને જઊં છું.
સ્તવનને થોડીવાર સમજ જ ના પડી કે અચાનક આ બધુ શું થઇ રહ્યું છે. એણે કીધુ તું ચિંતા ના કર બધુ સારુ થશે. મને સૌથી વધુ ચિંતા સ્તુતિની છે એનો સંપર્ક થયે. 24 કલાક ઉપર થવા આવ્યા. હું પહેલી જ ફલાઇટ પકડીને મુંબઇ આવું છું એમ કહીને ફોન મૂક્યો.
શ્રૃતિને થોડીક રાહત થઇ ગઇ કે જીજુ આવે છે ચાલો પણ ફરીથી ચિંતા થઇ ગઇ કે સ્તુતિ ક્યાં છે ? એની સાથે એવું શું થયું કે ફોન બંધ આવે છે. હવે જાણ્યાં પછી એની ચિંતા ખૂબ જ વધી ગઇ એણે વારંવાર પોતાનાં નંબર પર ડાયલ કર્યા કર્યું પણ સ્વીચ ઓફ જ આવતો હતો. દી...મારો ફોન લઇને કેમ ગઇ ? શું રહસ્ય છે ?
ત્યાં દાવાખાનાનાં દરવાજે રીક્ષા ઉભી રહી અને શ્રૃતિ તંદ્રામાંથી બહાર આવી એણે પૈસા ચૂકવ્યાં અને કોફી-ચાનાં થરમોસ લઇને અંદર ગઇ.
અનસુયાબહેને શ્રુતિનાં હાથમાંથી થરમોસ લીધાં અને ચા-કોફી- વિનોદભાઇ, વિનોદાબહેન અને પ્રણવભાઇને આપી. શ્રૃતિનો ચહેરો જોઇને સમજી ગયાં કે કંઇક ગરબડ છે એમણે હાથમાં લીધેલો ચા નો કપ પાછો મૂકી દીધો અને પ્રિસ્ક્રીપશન લઇને શ્રૃતિને કહ્યુ જો હું બતાવું એ દવા લઇ આવને આ નર્સને આપવાની છે એવું બહાનું કરી શ્રૃતિને બધાથી દૂર લઇ આવીને શ્રૃતિને પૂછ્યું "શું ગરબડ છે ? તારો ચહેરો સ્પષ્ટ કરે છે કે કાંઇક ચિંતાજનક છે શું થયું ? સ્તુતિ સ્તવનનો સંપર્ક થયો ?
શ્રૃતિની આંખમાંથી આંસુ ટપકી ગયાં એણે કહ્યુ દી મારો ફોન લઇ ગઇ છે એનો ઘરે સ્વીચ ઓફ કરીને મૂકી ગઇ હતી. મેં ઘરે જઇ ચાલુ કર્યો ને તરત જીજુનો ફોન આવ્યો. એ લોકો સાથે નથી. દીદી ક્યાં છે ખબર નથી મારાં નંબર પર ફોન કરુ છું હજી સ્વીચ ઓફ આવે છે અને દી નાં કોઇ સમાચાર નથી.
જીજુને ખૂબ ચિંતા થઇ છે તેઓ પહેલી ફલાઇટમાં અહીં આવે છે. પાપાનાં પણ સમાચાર આપ્યાં છે મેં એમને અનસુયાબહેન ગભરાઇ ગયાં "હાય હાય મારી સ્તુતિ આમ કીધાં વિના ક્યાં ગઇ છે ?
એમની આંખો ભરાઇ આવી એ શ્રૃતિની સામે જોવાં લાગ્યાં શું ચાલી રહ્યું છે તમારાં બે બહેનો વચ્ચે ? સાચું કહીશ ? એ તારો ડ્રેસ તારો મોબાઇલ લઇને સવારે ઘરેથી નીકળી ગઇ કોઇક કામ તેં સોપ્યુ છે ? તમેં બંન્ને જણીઓ એક જ સરખી દેખાવ છો ? એનું કોઇ ષડયંત્ર છે ? શું છે સારું બોલને ?
શ્રૃતિએ ગભરાઇને રડતાં રડતાં કહ્યું "અરે મોમ તું શું બોલે છે ? શેનું ષડયંત્ર ? મેં દી...ને કોઇજ કામ નથી સોપ્યુ હું શું કામ સોપું અને એ મારો ડ્રેસ પહેરી મારો ફોન લઇને કેમ ગઇ છે મને કંઇ ખબર જ નથી... મહાદેવ સમ મારાં હાટકેશ્વર જાણે છે દીદી કેમ ગઇ મને શું પૂછે છે ? મેં કંઇ કામ સોપ્યુ હોય હું જાણતી હોઊં તો નિશ્ચિંત ના હોઊં ? કેમ આવુ આળ મારાં પર મૂકે છે ? મને દી ની ખૂબ જ ચિંતા થઇ રહી છે ઉપરથી તું મને... અને એ ધુસ્કે ધુસકે રડી પડી.
અનસુયાબ્હેન અને શ્રૃતિને દૂર ઉભા રહી વાતો સાથે રડતાં જોઇ વિનોદાબેન ત્યાં દોડી ગયાં. શુ થયું ? શું થયું ? કેમ રડો છો ? મને કહેશો શું વાત છે ?
અનસુયાબહેને થોડાં સ્વસ્થ થતાં કહ્યું સ્તુતિ સવારથી ગઇ છે હજી આવી નથી અને ફોન ત્યાં ડ્રેસની વાત કરી અને સ્તવનની સાથે પણ નથી સ્તવન અહીં આવવા નીકળી ગયો છે એમની સામે સ્તુતિની વાત નથી કરવી એટલે શ્રૃતિને અહીં મેં બોલાવેલી... મારો નાથ જાણે આ બધુ શું થવા બેઠું છે ? અચાનક જાણે માથે વીજળી પડી છે. જુવાન જોધ છોકરી હજી આવી નથી રાત્રી થવા આવી સવારની ગઇ છે.
વિનોદાબહેને ક્યુ "તમે નિશ્ચિંત રહો હશે કોઇ અગત્યનાં કામમાં અને આપણાં મુંબઇમાં તમે તો જાણો છો ટ્રેઇન બસ કે રોડ બધે જ ભીડ ભીડ... અટવાઇ હશે ક્યાંક આવી જશે હજી તો 9 થયાં છે. એમને આશ્વાસન આપીને એ લોકો અંદર તરફ આવ્યાં વિનોદભાઇએ વિનોદાબ્હેનને ઇશારામાં પૂછ્યું શું થયું ? એમણે ઇશારામાં જ જવાબ આપ્યો પછી વાત.
ત્યાં રૂમમાં મૂકેલાં ટીવીમાં ન્યૂઝ આવ્યાં ફાઇવસ્ટાર હોટલમાં પૂલ સાઇડ એક છોકરી બેભાન અવસ્થામાં મળી...
વધુ આવતા અંકે --- પ્રકરણ-43

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED