થાર મરૂસ્થળ (ભાગ-૨૨) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થાર મરૂસ્થળ (ભાગ-૨૨)

સોનલ મિલનની થોડી નજીક આવી તેને પકડીને રડવા લાગી.મિલન મેં તને કહ્યું હતું ને કે આ રેગીસ્તાનમાં એક પછી એક બધા જ મુત્યું પામશું.આપણા માંથી કોઈ પણ જીવતું અહીંથી બહાર નહીં નીકળે.ક્યાં છે મારો મહેશ...??
બોલ ને મિલન ક્યાં છે?જો તું નહીં શોધી આપે તો હું અહીંથી એક ડગલું પણ આગળ નથી વધું હવે.

*******************************
સોનલ તું ચિંતા ન કર મળી જશે મહેશ એ અહીં કહી આસપાસ જ હશે.તું અમારી સાથે તેને શોધવાની
કોશિશ કર.તું જગર તરફ ધ્યાન કર તે કવિતાને ક્યાં જઈને શોધી રહ્યો છે.તું પણ અમારી મદદ કર.જ્યાં સુધી આપણને મહેશ અને કવિતા મળશે નહીં ત્યાં સુધી આપડે અહીથી આગળ જવાના પણ નથી.

બપોરના ત્રણ વાગી ગયા હતા.ઉપર બળબળતો તાપ શરીરને તપાવી રહ્યો હતો.હમણે જ તાપથી બળીને
રાખ થઈ જશું એવી પરિસ્થિતિ રેતીના થર પર ઉભી થઇ હતી.પણ જ્યાં સુધી કવિતા અને મહેશ ન મળે ત્યાં સુધી ત્યાંથી નીકળવું મુશ્કેલ હતું.

બધી જ તરફ મિલન,કિશન,માધવી,અવની બધી તરફ જોઈ રહ્યા હતા,પણ કોઈ જગ્યા પર મહેશ અને કવિતા દેખાય રહ્યા ન હતા.હવે આગળ શું કરવું તે પણ નક્કી કરવું મુશ્કેલ હતું.રેગીસ્તાનની એક
આંધીએ બધાને આજ ચારેય બાજુ દોડતા કરી દીધા હતા.

ત્યાં જ કવિતાનો અવાજ કિશનના કાને પડ્યો.જીગર જીગર દૂરથી અવાજ આવી રહ્યો હતો.બધાને થોડો હાશકારો થયો.જીગરે તે તરફ દોટ મૂકી કવિતા પાસે જઈને કવિતાને ભેટી પડ્યો.

જીગર હું ઠીક છું પણ મહેશ અહીંથી આગળ છે.તે કઈ બોલી નથી રહ્યો.મેં ઘણી કોશિશ કરી તેને અહીં સુધી લાવાની એ આ જ રસ્તા પર આગળ છે.મેં તેની બાજુમાં જ એક મોટી લાકડી રેતીમાં નાંખી ઉપર મારી ચૂંદડી બાંધી નિશાન કર્યું છે.તમે બધા જલ્દી ચાલો તે જગ્યા પર.

બધા જ હાંફતા હાંફતા તે જગ્યા પર આવિયા.મિલને મહેશની નજીક આવીને જોયું તો મહેશના નાકમાંથી અને કાનમાંથી લોહી વહી જતું હતું.માધવી જલ્દી પાણી આપ.પાણીની બોટલ તો મહેશ પાસે જ હતી.
અને બોર પણ તેની પાસે જ હતા.હવે આપણી પાસે કઈ નથી મિલન.બધું જ રેતીની આંધી સાથે વહી ગયું.

મહેશને આજ સવારથી જ તાવ હતો.અને અત્યારે આ બળબળતા તાપને કારણે કઈ થઈ ગયું હોઈ એવું મને લાગે છે.જીગર થોડો તેની નજીક ગયો.મહેશના નાક પર બે આંગળી મેકીને તપાસ કરી કે મહેશ શ્વાસ તો લઈ રહ્યો છે ને પણ અફસોસ કે મહેશ શ્વાસ પણ લઈ રહ્યો ન હતો.

જીગરે મિલને એની નજીક બોલાવીયો.મહેશ શ્વાસ પણ નથી લઈ રહ્યો.તેનું મુત્યું થયું છે.હા,હું પણ જાણું છું જીગર ઉપરથી નીચે પછડાટને લીધી હેમરેજ થઈ ગયું હોઈ એવું મને લાગી રહ્યું છે.પણ સોનલને આપડે
એમ નહિ કહીએ કે મહેશનું મુત્યું થયું છે.મહેશની લાશને આપડે સાથે જ રાખીશું અને સોનલને વાત કરીશું કે મહેશને પાણીની જરૂર છે પાણી મળી જાશે
એટલે તે ઉભો થઇ જશે.અને આગળ ચાલવા લાગશે.

જો આપડે સોનલને એમ કહેશું કે મહેશનું મુત્યું થયું છે.તો તે આગળ પણ નહીં ચાલે અને સોનલનું પણ અહીં જ મુત્યું થશે.બધા જ ડરી જાશે માટે આપડે આ કવિતાની ચુંદડીમાં જ મહેશને રાખીશું અને આગળ વધીશું.

પણ મિલન આ મહેશની લાશને આપડે ક્યાં સુધી આપડી સાથે રાખીશું.સાંજ સુધીમાં તો આ લાશમાંથી
દુર્ગંધ આવવા લાગશે.હા,જીગર હું જાણું છું.પણ તું એ વિચાર કે સાંજે સુધીમાં આપણને કોઈ ગામ પણ મળી શકે છે.હવે આપડી પાસે પાણી પીવા માટે કે ખાવા માટે કોઈ વસ્તું નથી જે હતું તે બધું જ આંધી સાથે વહી ગયું.

શું તમે બંને દૂર જઈને બક બક કરી રહ્યા છો.મહેશને શું થયું છે.સોનલ મહેશને સારું જ છે.તેને પાણી મળી જશે એટલે સારું થઈ જશે.આપડે જલ્દી આગળ ચાલીને કોઈ ગામ હવે શોધવું પડશે.

તો શું મહેશ અહીંથી ચાલીને આગળ નહિ જઈ શકે?
નહીં સોનલ તેને અત્યારે પાણીની જરૂર છે.જો તેને પાણી આપડે નહીં આપીએ તો ગમે ત્યારે તેનો જીવ પણ જઈ શકે છે.આપડે જલ્દી આગળ ચાલવું જોઈએ.જીગર અને હું બંને બાજુથી ચુંદડીનો એક એક છેડો પકડીને અમે ચાલીશું.બોલતા બોલતા મિલન જમણીથી ડાબી તરફ ફરી ગયો.તે એના આછુંને રોકી ન શક્યો.

જે મિત્ર ઘણા સમયથી તેની સાથે હોઈ અને હંમેશા તેણે સાથે આપ્યો હોઈ અને તેના મુત્યું સમયે ખોટું બોલવું પડે તે કેમ સહન થાય.પણ જીગર અને મિલને આજ પોતાનું હયું પથ્થર જેવું બનાવી લીધું હતું.

બધા જ ફરી ડાબી તરફ ચાલવા લાગીયા.હવે એક જ રસ્તો હતો જો કોઈ ગામ આવે તો આપડે જીવીત રહેશું.નહીં તો આ રેગીસ્તાન બધાને કોળિયા કરી ખાય જશે એ નક્કી હતું.સવાર પાસે પાણી હતું.ખાવા માટે બોર અને ઝમરૂખ હતા.પણ આ કુદરતની કમાલ તો જોવો માત્ર એક કલાકમાં ખાવાનું પણ હાથમાંથી વહી ગયું.અને પીવા માટેનું પાણી પણ.

પાંચ વાગી ગયા હતા.આગળ કોઈ ગામ દેખાય રહ્યું ન હતું.સોનલ મનમાં ને મનમાં ઈશ્વરનું રટણ કરી રહી હતી કે મારા મહેશને કોઈ સારી એવી જગ્યાએ એથી પાણી મળી જાય અને જલ્દી સારું થઈ જાય.

જીગર મને તો ડર લાગે છે.જો રાત્રીના સમયે આપડે આ મહેશની લાશને આપડી સાથે રાખીશું.તો સમડી અને બાજને દુર્ગંધ આવી જ જશે માટે આપડે કોઈ ઉપાય કરવો જ પડશે.આગળ મને રેતી શિવાય કંઈ નથી દેખાય રહ્યું.આપણને કોઈ ગામ મળશે એવું મને નથી લાગી રહ્યું.જીગર તું ચિંતા ન કર હું બધી
વ્યવસ્થા કરી નાંખીશ.મને તો હવે અંદરથી ડર લાગી રહ્યો છે.

મિલને સોનલ સવાલ કરી રહી હતી.શું મિલન મહેશને સારું થઈ જશેને.આપણે જ્યાં સુધી અંજવાળું છે ત્યાં સુધી ચાલીશું મને મારા ઈશ્વર પર ભરોસો છે કે મહેશને સારું થઈ જશે.હજુ તો અમારા લગ્ન પણ બાકી છે.શું મહેશ સાથે હું લગ્ન કરી શકીશને મહેશને કઈ થશે તો નહીં ને?

મિલને તો સોનલને ઘણું કહેવું હતું પણ શું કહે મિલન ચુપ જ રહેવાનું પસંદ કર્યું.તે સોનલની પીડા સમજી શકતો હતો પણ હવે તે કહી કરે શકે તેમ પણ ન હતો.જયારે ખબર પડશે કે મહેશનું મુત્યું થયું છે.
ત્યારે સોનલને કેવો આઘાત લાગશે એ વર્ણવું મુશ્કેલ હતું.હજુ તો એમના લગ્ન પણ થયા નથી.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)