પ્રિંસેસ નિયાબી - ભાગ 2 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

પ્રિંસેસ નિયાબી - ભાગ 2

નિયાબી ઓમતને કહી ને જંગલની અંદર ની તરફ આગળ વધી. તેની આંખો આંસુઓ થી ભરેલી હતી. તે ખૂબ દુઃખી હતી. તેનું મન જીવન પ્રત્યે ઉદાસ થઈ ગયું હતું. તે પોતાની જાત ને દોષ આપવા લાગી. હવે તે જીવવા માંગતી નહોતી. ચાલતાં ચાલતાં એ ક્યાં જઈ રહી છે એનું કોઈ ભાન તેને નહોતું. તેને હાંફ ચડવા લાગ્યો હતો. તેને થાક વર્તાતો હતો. તેણે એક ઝાડનો સહારો લીધો ને ઉભી રહી ગઈ. થોડીવાર ઉભી રહ્યા પછી તે ફરી ચાલવા લાગી. હવે તેના પગ તેનો સાથ આપી રહ્યાં નહોતા. તે ડગમગી રહયાં હતાં. ને એમજ હાલક ડોલક થતી એ ચાલી રહી હતી. તેનું ગળું જાણે કોઈએ પકડી રાખ્યું હોય તેમ એને લાગવા લાગ્યું. તે પોતાના ગળા ને પકડી તરફડવા લાગી. ને આજ સ્થિતિમાં તે નીચે પટકાઈ ગઈ. ત્યાં ઢોળાવ હોવાનાં કારણે તે ગબળીને એક ઝાડીની પાછળ બેભાન થઈ ગઈ. ને આજ કારણે સૈનિકો તેને શોધી શક્યા નહીં.

રાત જામવા લાગી હતી. રાત્રે જંગલ વધુ ભયાનક લાગતું હતું. ત્યાં વિચિત્ર વિચિત્ર અવાજો આવતાં હતાં. ત્યાં એક સિંહ જ્યાં નિયાબી બેભાન પડી હતી ત્યાં આવ્યો. તે નિયાબી ને ફરી ફરી ને સુંઘવા લાગ્યો. તે થોડો આગળ જતો થોડો પાછળ ખસતો હતો. તે નિયાબી ને ધારી ધારી ને જોઈ રહ્યો હતો. જાણે વિચારતો હતો કે શું કરું? થોડીવાર રહી તે ત્યાં થી ચાલવા લાગ્યો.

થોડીવાર રહી ને ત્યાં સસલા, શિયાળ, બાજ, ખિસકોલી, પોપટ, હાથી જેવા ઘણાબધાં પશુ પક્ષીઓ નિયાબી ની આજુબાજુ આવી ઉભા રહી ગયાં. બધા ટગર ટગર જમીન પર બેભાન પડેલી નિયાબી ને જોઈ રહ્યાં હતાં. માનો જાણે વિચારી રહ્યા હોય, કોણ છે આ? કેમ આમ જંગલમાં સુઈ ગઈ છે?

ત્યાં પેલો સિંહ એક પચાસ વર્ષના વ્યક્તિ ને પોતાની સાથે લઈ ને આવ્યો. દેખાવે એકદમ શાંત અને સૌમ્ય. તેના ચહેરા પર એક અજબ તેજ હતું. જાણે કોઈ બહાદુર યોધ્ધા. તે વ્યક્તિએ નિયાબી ને જોઈ. તેણે તેનો હાથ પકડી તેની નસ પકડવાનો પ્રયાસ કર્યો. હજુ નિયાબી ની નસ ચાલુ હતી. પણ તેનું આખું શરીર ઝેરના કારણે લીલું થઈ ગયું હતું. તેના હોઠ સફેદ થઈ ગયાં હતાં. તેણે એક હાથી ને નિયાબી ને ઉઠાવવા કહ્યું. હાથીએ નિયાબી ને પોતાની સૂંઢ થી ઉઠાવી લીધી ને પોતાની પીઠ પર મૂકી અને પેલા વ્યક્તિની પાછળ ચાલવા લાગ્યો. બીજા બધાં પ્રાણીઓ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. માનો જાણે એના પાલતુ હોય.

થોડું ચાલ્યા પછી તેઓ એક રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા. જ્યાં ચારેબાજુ પ્રકાશ હતો. પેલો વ્યક્તિ એક મોટા ઘર આગળ આવી ને ઉભો રહી ગયો. બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ત્યાં રોકાઈ ગયાં. ત્યાં ઘરની અંદર થી બે પુરુષો અને બે સ્ત્રીઓ બહાર આવી. પેલા બે પુરુષોએ હાથી ઉપર થી નિયાબી ને નીચે ઉતારી અને અંદર લઈ ગયાં. પેલો વ્યક્તિ પણ તેમની પાછળ પાછળ અંદર ગયો. ને બધા પ્રાણીઓ પાછા જંગલમાં જતાં રહ્યાં.

સ્ત્રીઓ એ નિયાબી ના કપડાં બદલી નાંખ્યા. ને નિયાબી ની સારવાર ચાલુ થઈ ગઈ. પુરા બે દિવસ ની સારવાર બાદ નિયાબી હોશમાં આવી. જ્યારે તેણે આંખ ખોલી તો તે એક સુંદર સજીલા રૂમમાં સરસ પલંગ પર સૂતી હતી. તેણે ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ એક સ્ત્રીએ તેને ઉઠવા ના દીધી. પેલી સ્ત્રીએ તેને આરામ કરવા કહ્યું. પછી પેલી સ્ત્રી બહાર ગઈ.

થોડીવારમાં પેલી સ્ત્રી સાથે જે વ્યક્તિ નિયાબી લઈ આવ્યો હતો તે અને એક સ્ત્રી ત્યાં આવ્યાં. તેમને જોઈ નિયાબી ઉઠી ને બેસી ગઈ. તે એ લોકો ને જોવા લાગી.

પેલા વ્યક્તિએ પૂછ્યું, હવે કેમ લાગે છે?

નિયાબી: સારું લાગે છે. પણ હું બચી કેવી રીતે ગઈ? ને આ કઈ જગ્યા છે? તમે મને અહીં લઈ આવ્યા?

પેલા વ્યક્તિ એ પોતાની ઓળખ આપતા કહ્યું, મારુ નામ કેરાક છે. હું એક જાદુગર છું. ને પોતાની સાથે ની સ્ત્રી ની ઓળખ આપતા કહ્યું, આ મારી પત્ની અસીતા છે. તમે હાલમાં મારા ઘરમાં છો. ને આ જાદુગરો ની નગરી મોરૂણ છે.

નિયાબી: પણ હું અહીં કેવી રીતે આવી? ને હું બચી કેવી રીતે?

કેરાક: તમે જંગલમાં બેભાન હાલતમાં પડ્યાં હતાં. હું તમને ત્યાં થી અહીં લઈ આવ્યો.

નિયાબી તેની સામે જોવા લાગી.

અસીતા: દીકરા તું કોણ છે? ને આ ભંયકર જંગલમાં કેવી રીતે આવી?

નિયાબી: (આંસુ ભરી આંખે તેને જોવા લાગી.) પછી બોલી હું રાજકુમારી નિયાબી છું. ને પછી તેણે બધી વાત એ લોકો ને કરી.

કેરાક: તમે બિલકુલ ચિંતા ના કરો. તમે અહીં સુરક્ષિત છો. આટલું બોલી કેરાકે તેના માથા પર હાથ ફેરવ્યો અને બહાર નીકળી ગયો.

અસીતા: નિયાબી તું એકદમ સુરક્ષિત છે. હવે થોડું ખાઈ લે અને પછી આરામ કર.

નિયાબી એ હકારમાં માથું હલાવ્યું. ને અસીતા ત્યાં થી બહાર નીકળી ને કેરાક પાસે ગઈ.

અસીતા કેરાક ના ખભા પર હાથ મુકતા બોલી, કેરા ઉદાસ થઈ ગયા?

કેરાકે અસીતા ની સામે જોયું ને તેના હાથ પકડી લીધાં પછી કહ્યું, અસી જો સ્વાર્થ કેટલો વધવા લાગ્યો છે. એક ભાઈએ પોતાની બેનને મરવા જંગલમાં છોડી દીધી. એને જરાપણ દયા ના આવી.

અસીતા: કેરા આ માણસ નો સ્વાર્થ અને લાલચ છે. જેમાં આપણું કઈ ના ચાલે. આ માણસની પોતાની ફિદરત છે. આપણે બદલી ના શકીએ.

કેરાક: હા એજ વાત નું દુઃખ થાય છે કે આપણું કઈ નથી ચાલતું. ને કેરાકે અસીતા ને પોતાની બાહોમાં લઈ લીધી.

અસીતા: કેરા આપણે નિયાબી ને અહીં રાખી શકીશું ને?

કેરાકે અસીતા ને અળગી કરતાં કહ્યું, હા હા અસી હવે થી એ અહીં જ રહેશે. પણ એની ઈચ્છા હોય તો.

અસીતા ખુશ થઈ ગઈ.

હવે નિયાબી ની તબિયત એકદમ સારી થઈ ગઈ. તે ઘરમાં થી બહાર નીકળી. ખૂબ સરસ જગ્યા હતી એ. ચારે તરફ સરસ ઘરો હતાં. સરસ લીલોતરી હતી. ને બહાર બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. તે ત્યાં ફરવા લાગી. અચાનક તેની સામે પેલો સિંહ આવી ગયો.

નિયાબી: એકદમ ગભરાઈ ગઈ સિંહ સિંહ કહી ને ભાગવા લાગી.

કેરાકે ભાગતી નિયાબી ને પકડી લીધી. તેણે જોયું કે તે ખૂબ ડરેલી હતી એટલે એણે કહ્યું, શાંત નિયાબી શાંત.

નિયાબી: આ....આ....સિંહ મારી પાસે આવે છે. એ ડરતાં ડરતાં બોલી રહી હતી.

કેરાક: નિયાબી ડરવાની કોઈ જરૂર નથી. એ સિંહ તને કઈ નહિ કરે.

હવે એ સિંહ બરાબર નિયાબી ની સામે ઉભો હતો અને નિયાબી ને ટગર ટગર જોઈ રહ્યો હતો.

નિયાબી ડરીને કેરાક ની પાછળ સંતાઈ ગઈ.

કેરાક: નીચે બેસી ને સિંહ ના શરીર પર હાથ ફેરવવા લાગ્યો. નિયાબી તને ખબર છે આ સિંહે તારો જીવ બચાવ્યો છે. એજ મને તારી પાસે લઈ આવ્યો હતો.

નિયાબી ડરતાં ડરતાં બોલી, આણે મને બચાવી? કેવી રીતે?

કેરાક: નિયાબી તું જંગલમાં બેભાન હાલતમાં પડી હતી. ત્યારે આ સિંહે તને જોઈ અને એણે મને આવી ને કહ્યું. ને પછી હું તને અહીં લઈ આવ્યો.

નિયાબી આશ્ચર્ય સાથે સિંહ ને જોવા લાગી. સિંહ પણ તેને જોઈ રહ્યો હતો.

નિયાબી નજીક જઈ ને સિંહ ની ગરદન પર હાથ ફેરવવા લાગી. સિંહ તેની નજીક આવી તેના પગ ને વ્હાલ કરવા લાગ્યો.

નિયાબી: આ તો કઈ નથી કરતો. ખૂબ સરસ છે.

કેરાક: હા અહીં બધાં જ પ્રાણીઓ આવા જ છે.

નિયાબી પોતાની આજુબાજુ જુવે છે ને આશ્ચર્ય સાથે જુવે છે ને બોલે છે, હાથી, સસલા, આ બધાં અહીં કેવી રીતે?

કેરાક: નિયાબી આ બધાં અહીં જ રહે છે. અમારા લોકો ની સાથે.

નિયાબી ખૂબ ખુશ થઈ ગઈ. એ બધા પ્રાણીઓ જોડે બેસી ને વ્હાલ કરવા લાગી. કેરાક તેને જોઈ ને ખુશ થઈ ગયો.

અસીતા: કેરાક શું જોઈ રહ્યાં છો?

કેરાક: અસી આ છોકરી ને જો કેટલી માયાળુ છે. કેવી ભળી ગઈ પ્રાણીઓ સાથે. એની આંખો જોઈ તે? કેટલી સુંદર છે?

અસીતા: હા કેરાક ખૂબ સરસ છોકરી છે. પણ એનું નસીબ.... અસીતાએ નિસાસો નાંખતા કહ્યું.

કેરાક: અસી તું ચિંતા ના કર. એનું નસીબ એને અહીં સુધી લઈ આવ્યું છે તો જરૂર એમાં કંઈક ને કઈક હશે. આ ભાગ્યનો જ કોઈ ખેલ હશે.

અસીન અને કેરાક એકબીજા ની સામે જોવા લાગ્યાં.

નિયાબી હજુ પણ ત્યાં બેસી ને બધાં પ્રાણીઓ સાથે ગેલ કરી રહી હતી. ત્યાં ઉપર આકાશમાં કોઈ હલચલ થવા લાગી. તેણે ઉભા થઈ ને ઉપર જોવા લાગ્યું. તો ઉપર ત્રણ વ્યક્તિઓ હવામાં ઉડી રહ્યાં હતાં. તે ત્રણેય વ્યક્તિઓ તલવાર ઉપર ઉભા હતા અને નીચે ઉતરી રહ્યાં હોય એવું લાગી રહ્યું હતું. નિયાબી એ લોકો ને જોઈ રહી હતી.

કેરાક અને અસીતા પણ ઉપર જોવા લાગ્યાં. બન્ને ના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું.

તેમનો એક યુવક બોલ્યો, ઝાબી સંભાળી ને તું હજુ કાચો છે.

ઝાબી: ઓનીર હું હવે બરાબર ઉડી શકું છું. તું ચિંતા ના કરીશ.

ત્યાં એ લોકો ની સાથે ની એક યુવતી બોલી, ઝાબી જોજે નીચે ઉતરતાં જમીન ના માપી લેતો.

ઓનીર: હા ઝાબી અગીલા બરાબર કહે છે. ને પછી એ હસવા લાગ્યો.

ને પછી પેલી યુવતી અગીલા પણ હસવા લાગી. ને ત્રણેય જણ ધીરે ધીરે જમીન પર આવવા લાગ્યાં. પણ અગીલા અને ઓનીર સહીસલામત નીચે આવી ગયાં. પણ ઝાબી નીચે ઉતરતાં જમીન પર લાંબો થઈ ગયો. ને ત્યાં હાજર બધાં જ લોકો ખડખડાટ હસવા લાગ્યાં.

ઓનીર: મેં તો પહેલાં જ કહ્યું હતું. તેણે ઝાબી ને ઉભો થવા પોતાનો હાથ આપતા કહ્યું.

ઝાબી: હા તને દરેક વાતની પહેલાં થી જ ખબર પડી જાય છે. ને તેણે ઓનીર નો હાથ પકડી લીધો અને ઉભો થઈ ગયો.

બન્ને જણ એકબીજા ના ગળે લાગી ગયાં.

અગીલા હું રહી ગઈ એમ બોલતી એ પણ તેમના ગળે લાગી ગઈ.

કેરાક: ઓનીર અમે પણ અહીંયા છીએ.

અસીતા: હા જો થોડો પ્રેમ બચી જાય તો અમને પણ આપજે.

ઓનીર: શું તમે પણ? માતાપિતા માટે બચેલો પ્રેમ હોતો નથી. પ્રેમ જ માતાપિતા હોય છે. ને ઓનીર તે બન્ને ને વળગી પડ્યો.

ઝાબી અને અગીલા ખુશ થઈ ગયાં.

કેરાક: કેમ છે તું? ને કેવો રહ્યો તારો પ્રવાસ?

ઓનીર: ખૂબ જ સરસ. ને હું એકદમ સરસ.

અસીતાએ ઓનીરના માથા પર હાથ ફેરવ્યો.

ત્યાં પેલા બધાં પ્રાણીઓ જે નિયાબી સાથે હતાં તે ઓનીર ની પાસે આવી ગયાં. ને નિયાબી એકલી ત્યાં ઉભી રહી ગઈ.

ઓરીન: આહા.... તો તમે બધાં અહીં જ છો. કેમ છો તમે બધાં?

ઓનીર વારાફરતી બધા જાનવરો પર હાથ ફેરવવા લાગ્યો. ને પ્રાણીઓ પણ તેને વ્હાલ કરવા લાગ્યાં.

અગીલાએ એકલી ઉભેલી નિયાબી ને જોઈ પૂછ્યું, આ કોણ છે?

બધાં ની નજર અગીલા પર અને પછી નિયાબી પર ગઈ.

કેરાક નિયાબી ની પાસે જઈ ને બોલ્યો, આ પ્રિન્સેસ નિયાબી છે.

ઝાબી: પ્રિન્સેસ નિયાબી? એ કોણ છે?

અસીતા: ઝાબી આ બંસીગઢના રાજા ઓમતસિંહ ની બેન છે.

અગીલા: પણ એ અહીં?

કેરાક વાત ને ટાળતા બોલ્યો, અહીં ઉભા રહી ને જ બધી વાત કરવી છે? થાક નથી લાગ્યો તમને? ચાલો અંદર થોડું જમી ને આરામ કરો.

બધાએ કેરાકની વાત નું અનુકરણ કર્યું. ને બધા ઘર ની અંદર ગયાં. ઓરીને જતાં જતાં એક નજર નિયાબી પર નાંખી. તે કેરાકની સામે જોઈ રહી હતી.


ક્રમશ...................